________________
અયોધ્યાનગરી બ્લ્યૂઃ
જ્યાંથી સેરિસપુરમાં (સેરીસા તીર્થમાં) નવાંગી ટીકાકા૨ની શાખામાં ઉત્પન્ન થયેલાં શ્રી દેવેન્દ્રસૂરિ ચા૨ મહાબિંબોને દિવ્યર્શાક્ત વડે આકાશ માર્ગે લાવ્યા. જ્યાં આગળ આજે પણ નાભિરાજાનું મંદિ૨ છે.
જ્યાં આગળ પાર્શ્વનાથવાડી સીતાકુંડ અને સહસ્ત્રધાર છે.
જ્યાં આગળ કિલ્લામાં મત્તગજેન્દ્ર નામનો યક્ષ રહેલો છે. આજે પણ જેની આગળ હાથીઓ ચાલતા નથી, જે ચાલે છે તે મરે છે.
ગોપદરાજી વિ. અનેક તીર્થો જ્યાં વર્તે છે.
સયૂના પાણીથી જેના કિલ્લાની ભૂમિ સિંચાઈ રહી છે. અને જિનશાસ્ત્ર સપ્તતીર્થ યાત્રાથી ઉત્રિત માણસોવાળી આ અયોધ્યા નગ૨ી જય પામો.
૪૮
દેવેન્દ્રસૂરિ અયોધ્યા નગ૨ીથી ચા૨ બંબો કેવી રીતે લાવ્યા ? તે આ પ્રમાણે દર્શનય છે.
સેરીસા નગ૨માં વિચરતાં પદ્માવતી, ધરણેન્દ્રના આરાધક છત્રાપલ્લીય ગચ્છના શ્રી દેવેન્દ્રસૂરિ ઉત્કટ (ઉકડું) આસનમાં કાઉસગ્ગ કરતાં હતા. એ પ્રમાણે ઘણીવાર કાઉસગ્ગ કરતાં દેખી શ્રાવકોએ પૂછ્યું ? ભગવાન્ ! આ કાઉસગ્ગ ક૨વામાં વિશેષ શું છે ? સૂરિવડે કહેવાયું - અહીં આગળ પાષાણફલક (પત્થ૨) છે. તેમાંથી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા કરાવો. તે પ્રતિમા અધિષ્ઠાયક દેવોના સાંનિધ્યવાળી બનશે. પછી શ્રાવકોના કહેવાથી ગુરૂએ પદ્માવતીની આરાધના માટે ત્રણ ઉપવાસ કર્યા. દેવી આવી, તેણી કહ્યું : સોપાક નગ૨માં અંધ સૂત્રધાર ૨હે છે. તે જો અહીં આવીને અટ્ઠમ કરે અને સૂર્ય અસ્ત થતાં પત્થર ઘડાવાની શરૂઆત કરે અને સૂરજ ઉગતાં પહેલા પૂર્ણ કરે તો પ્રતિમા તૈયા૨ થાય. તેથી શ્રાવકોએ તેને બોલાવવા માટે સોપા૨ક નગરમાં પુરૂષો મોકલ્યા. તે આવ્યો, તે પ્રમાણે ઘડવાની શરૂઆત કરી. ધ૨ણેન્દ્ર વડે ધા૨ણ કાયેલી પ્રતિમા નિષ્પન્ન થઈ. પ્રતિમા ઘડતો હતો ત્યારે પ્રતિમા ના હણ્ય ઉ૫૨ મો પ્રગટ થયો. તેની ઉપેક્ષા કરી ઉત્તરાર્ધ કાયા ઘડી. ફ૨ીથી પ્રતિમાને સમારતાં મસો દેખાયો. ટાંકણા લગાડ્યા, લોહી નીકળવા લાગ્યું. ત્યારે સૂરિએ કહ્યું ! તમે આ શું કર્યું ? આ મસો રાખ્યો હોત તો આ પ્રતિમા ઘણી જ આશ્ચર્યવાળી અને શ્રેષ્ઠ પ્રભાવવાળી થાત. ત્યા૨ પછી અંગુઠાવડે ચાંપીને લોહી અટકાવ્યું. એ પ્રમાણે તે પ્રતિમા નિષ્પન્ન
૧. આ કક્કસૂરિ દ્વારા વિ.સં. ૧૩૯૩ માં રચાયેલા ‘નાભિનંદıજનોા૨ પ્રબંધ'માં નાગેન્દ્રગચ્છીય દેવેન્દ્રસૂરિ દ્વા૨ા (અયોધ્યાથી નહીં પણ,) કાંતીપુ૨ીથી સેરિસા લાવ્યાનું જણાવ્યું છે. શ્રી અભયદેવસૂરિજીની શાખામાં આ. દેવેન્દ્રસૂરિજીનો ઉલ્લેખ નથી. જ્યારે નાગેન્દ્રગચ્છીય આ. દેવેન્દ્રસૂરિજીનું વિ.સં. ૧૨૬૪ માં ૨ચેલું શ્રી ચંદ્રપ્રભરત્ર મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org