________________
પ્રસ્તાવના
(૪)
આ. જિનપ્રભસૂરિજીએ પ્રત્યુત્તરમાં કહ્યું કે – સમ્રાટની સેના સાથે રહેવાના કારણે અને રાજસભામાં જવા આવવાના કારણે અમે શમ્યક ચારિત્રનું પાલન કરી શકતા નથી. જ્યારે આપ નિર્મળચારિત્રવાન છો !
બન્ને આચાર્યો વાર્તાલાપમાં મગ્ન હતા ત્યારે એક મુનિરાજે પોતાની પોથી ઉદરે કાતર્યાની ફરિયાદ પોતાના ગુરુદેવ આ.સોમપ્રભસૂરિને કરી. બાજુમાં બેઠેલા આ.જિનપ્રભસૂરિજીએ તુરંત આકર્ષણી વિધા દ્વારા આજુ-બાજુના બધા ઉદને હાજ૨ કર્યા. ‘તમારામાંથી જેણે આ પોથીને નુકશાન કર્યું છે તે ૨હે બીજા ચાલ્યા જાય.' આજિનપ્રભસૂરિ બોલ્યા. એક ઉદ૨ થરથરતો ઉભો રહ્યો. બીજા બધા ચાલ્યા ગયા. આચાર્યશ્રી કહે : 'હવે આવું ન કરતો. આ ઉપાશ્રય છોડી ચાલ્યો જા.' ઉદ૨ ચાલ્યો ગયો. બધા આશ્ચર્યચકિત થયા.
વિ.સં. ૧૩૭૬ લગભગમાં દિલ્હીની ગાદી ઉપ૨થી ખીલજીનું શાસન સમાપ્ત થયું અને ગ્યાસુદિન તઘલખ ગાદી ઉપ૨ બેઠો. એ પછી ચાર વર્ષ બાદ મહમદ તઘલખ દિલ્હીÍત બન્યો. મહમદ ઘણો ઉતાવળીયો અને ટૂંકી દૃષ્ટિવાળો હતો, દિલ્હીથી દોલતાબાદ અને દોલતાબાદથી દિલ્હી રાજધાની ફેરવવાના એના તઘલખી નિર્ણયો આજે પણ જનમાનસમાં જાણીતા છે. છતાં એનામાં ન્યાયંપ્રયતા, સહત્ય પ્રત્યે ચ વ. ગુણો પણ હતા.
વિ.સં. ૧૩૮૫ માં ૫. ધારા૨ા૨ના મોઢેથી આ જિનપ્રભસૂરિની વિદ્વત્તાના વખાણ સાંભળી મહમદે આચાર્યશ્રીને રાજદ૨બા૨માં પધારવા આમંત્રણ આપ્યું. પોષ સુદ બીજના સંધ્યાના સમયે આચાર્યશ્રી અને બાદશાહનું મિલન થયું.
ધીમે ધીમે સૂરિજી અને સમ્રાટનો પરિચય વધતો રહ્યો. અને સમ્રાટ સૂરિજીથી પ્રભાવિત થવા લાગ્યો.
એ સમયે જૈનોને કેટલીક તકલીફો ઉપદ્રવો પરેશાન કરતાં હતા. સૂરિજીની પ્રેરણાથી શમ્રાટે એનું નિવારણ ક૨તું ફરમાન બહાર પાડ્યું. એજ રીતે સૂરિજીની પ્રેરણાથી શત્રુંજય, ગિ૨ના૨, ફલોદ આદિ તીર્થની રક્ષા માટે પણ સમ્રાટે ફરમાનો બહા૨ પાડ્યા.
સૂરિજીએ સમ્રાટના આ કાર્યથી પ્રસન્ન થઈને પોતે એ વખતે (વિ.સં. ૧૩૮૫ મહા ૧. આ પ્રસંગ અને આ.જિનપ્રભસૂરિજીએ વિવિધ ગચ્છીય સાધુઓને ભણાવ્યાના અને આચાર્યપદ આપ્યાના, અન્યગચ્છીય કર્તાઓની ૨ચનામાં સહાય કરવાના પ્રસંગો જોતાં આચાર્યશ્રીનો તપગચ્છ આદિ ગચ્છો સાથે સારો મેળ રહ્યો હોય તેમ લાગે છે. આ. સોમપ્રભસૂરિના ચારિત્રની પ્રશંસા અને પોતાની શિથિલતાનો નિખાલસ એકરાર કરવાના પ્રસંગો અને તપગચ્છનો ભાવિ ઉદય થનાર હોવાથી પોતાના 900 ૨સ્તોત્રો આપવાના પ્રસંગો જોતાં સૂરિજીમાં સાંપ્રદાયિક કટ્ટરતાનો અભાવ હોય એવું સ્પષ્ટ લાગે છે. અને એટલે કેટલાક વિદ્વાનો 'તપોમત કુદન કે જે આચાર્યશ્રીની કૃતિ હોવાનું મનાય છે. તેને કોઈક લખીને એમના નામે ચડાવ્યાનું અનુમાન ક૨ે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org