________________
(૨)
પ્રસ્તાવના ) મંત્ર માટે યોગ્ય વ્યંત સુભટપાલ છે.' માટે હું તમારા પુત્ર સુભટપાલની માંગણી કૐ છું. એ શાશનની મોટી પ્રભાવના ક૨શે.'
પરિવારજનોએ પણ ગુ૨૦ની વાત સ્વીકારી. વિ.સં. ૧૩૨૬માં શુભ મુહુર્ત સુભટપાલને દીક્ષા આપી. “શુભતિલક મુનિ બનાવ્યા.
સ્યાદવાદમંજરીકા૨ આ. મલિષેણસૂરિ પાસે એમણે અધ્યયન કર્યું. અલ્પ સમયમાં સુંદ૨ જ્ઞાનાર્જન કરી વિદ્વાન બન્યા. ગુરુએ એમને પદ્માવતી મંત્ર આપ્યો. અને વિ.સં. ૧૩૪૧ મા કિઢિવાણા નગરમાં આચાર્ય પદવી આપી. આ. જિનપ્રભસૂરિ તરીકે ઘોષિત કર્યા.
એમનો પરંચય આપતાં ઈતિહાર્સીવ શ્રી જિનવિજયજી એમના ૧૭ જુલાઈ ૧૯૩૩ ના પ્રવચનમાં જણાવે છે કે - “આચાર્યશ્રી પોતાના જમાનાના બહુશ્રુત વિદ્વાન અને પ્રભાવશાળી પુરુષ હતા. ભારતની સંસ્કૃતિના મહાનું સંકટકાળ વખતે તેઓ વિદ્યમાન હતા. તેમના જ સમયમાં ભારતવર્ષના હિંદુ રાજ્યોનું સામુહિક પતન થયું અને ઈલામી ૨સત્તાનું સ્થાયી શાસન જામ્યું. ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિની વિભૂતિના નાટકનો છેલ્લો પડદો એમની આગળ જ પડ્યો. અલાઉદ્દીનના સૈન્ય ગુજરાતની રાજ્ય સત્તાનો ઉછેદ કરી ગુર્જર પ્રજાના સાહિત્ય, સ્થાપત્ય અને સૌપની સમૃદ્ધિનો, જે કાળે અને જે રીતે સંહાર કર્યો, તેને નજરે જોનારા એક સાક્ષી તરીકે, એ આપણને કેટલીક વિગતો, એમના એ તીર્થકલ્પગ્રંથ દ્વારા પૂરી પાડે છે. અલાઉદ્દીનની ગાદીએ આવનાર મહમદશાહ બાદશાહનો તો એમને પ્રત્યક્ષ પ૨ચય પણ ઘણો સારો હતો. અને તેથી એમણે પોતાની કેટલીક ચમત્કારિક લાગવગ વાપરી એ બાદશાહ પાસેથી, નાશ થતાં કેટલાંક દેવસ્થાનોનું ૨ક્ષણ કરાવવા જેટલા એ શકતવાનું પણ થયા હતા. એમણે પોતાના એ ગ્રંથમાં જ્યાં
ત્યાં એવી કેટલીયે એવી ઐતિહાસિક ઘટનાઓનું ઉપયોગી સૂચન કર્યું છે. મહમૂદ ગઝનવીની ગુજરાત ઉપરના આક્રમણનો ઉલ્લેખ, ગુજરાતના સમગ્ર સાહિત્યમાં, એકમાત્ર એમના જ લખાણમાંથી મળી આવે છે. પ્લેચ્છોના હાથે વલભીનો નાશ થયાની, વિક્રમસંવત્ ૮૪૫ ની જે મિતિ એમણે આપી છે, તે બીજા બધા કરતાં વધારે વિશ્વસનીય ગણી શકાય છે.” (પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની સાધનસામગ્રી પૃ.૨૬-૨૭)
આ જિનપ્રભસૂરે પ્રકાંડ વિદ્વાન અને પ્રતિભાસંપન્ન આચાર્ય હતા. સંસ્કૃત, પ્રાકૃત અને દેશ્યભાષાઓ ઉપરાંત ફારસી ભાષામાં પણ એમની કલમ ચાલી છે.
વિ.સં. ૧૩પ૨ માં સહુ પ્રથમ કાતંત્ર વિભ્રમ ઉપ૨ ૨૬૧ શ્લોકપ્રમાણ ૨ચના કરીને
૧. આ સંવત પ્રાકૃતપ્રબંધાવલીના અનુસાર આપ્યો છે. શ્રી અગરચંદ નાહટાએ વિ.સં. ૧૩૨૫ આસપાસમાં
સુભટપાલનો જન્મ થવાનું અનુમાન કર્યુ છે. ૨. વિવિધતીર્થકલ્પ હિન્દી અનુવાદની પ્રસ્તાવનામાં ‘શર્મતિલક' નામ જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org