________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ગ્રંથનિર્માણનો પ્રારંભ દિલ્હીમાં કર્યો જણાય છે. આ કૃતિ સંસ્કૃત વ્યાકરણ સંબંધી છે. બીજી કૃતિની ૨ચના વિ.સં. ૧૩૫૬ માં થઈ. એ ૨ચના શ્રેણિક-ચરિત્ર' માં વ્યાકરણ અને કાવ્ય બોનું મિશ્રણ જોવા મળે છે. એટલે એનું અપ૨ નામ 'દુર્ગવૃત્તિ ધ્યાશ્રય' પણ છે.
એ પછી ‘વિધિમપ્રપા' નામની સામાચારી વિષયક ૨ચના વિ.સં૧૩૬૩ માં એ પછી બે વર્ષ બાદ અજિતશાંતિસ્તવ અને ‘ઉવસગ્ગહર' સ્તોત્ર ઉપ૨ ટીકા બનાવી. વચ્ચે વૈભારગિ૨ની જાત્રા અને વૈભારગિરિકલ્પના ૨ચના વિ.સં. ૧૩૬૪ માં થઈ.
આમ વિવિધ વિષયો ઉપ૨ સૂરેજીની લેખની અવિરત ચાલતી ૨હી. એમાં પણ ૨સ્તોત્ર-૨ચના આચાર્યશ્રીને સૌથી વધુ પ્રિય રહી છે. એમ કહેવાય છે કે રોજ ઓછામાં
ઓછુ એક સ્તોત્ર બનાવ્યા બાદ જ આહા૨ ક૨વાને તેઓશ્રીનો સંકલ્પ હતો. આજે તેઓશ્રીના માત્ર ૭૫ ૨સ્તોત્રો મળે છે.
નથી પુણ્યવિજયજી મ.સા. એક લેખમાં જણાવે છે કે “આચાર્ય જિનપ્રત્યે વિધવિધ ભાષામય અને વિધવિધ છંદોમય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળો આપ્યો છે એ સૌથી મોખરે આવે છે.
સિદ્ધાંતસ્તવ અવચૂ૨કા૨ શ્રી દેગુમે જણાવ્યું છે કે પદ્માવતી દેવીએ કહ્યું કે ભાવમાં તપાગચ્છનો ઉદય થનાર છે. આથી તેઓએ તપાગચ્છીય આ, સોમતિલકસૂરિને પોતાના ૨ચેલા 900 સ્તોત્રો ભેટ કર્યા હતા.
| ઉપદેશ શર્માતકામાં (વિ.સં. ૧૫03) શ્રી સોમધર્મજીએ આ.જિનપ્રભસૂરિ અને તપાગચ્છીય આ, “સોમપ્રભસૂરિજીના મિલન પ્રસંગનું વર્ણન કર્યું છે.
આ.જિનપ્રભસૂરિ પાટણ પાસે જંગાળમાં પધાર્યા. તપાગચ્છીય આ. સોમપ્રભસૂરિજી પણ આ જ ગામમાં પધાર્યા છે. એવું જાણી તેઓને મળવા આ. જિનપ્રભસૂરિ ગયા. આ. સોમપ્રભસૂરિજીએ ઉભા થઈ સ્વાગત કર્યું. આશનાદિ પ્રદાન કરતાં કહ્યું કે આપ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત છો. આપના પ્રભાવે આજે જૈનશાસન જયવંતુ છે. ૧. મુનિશ્રી ન્યાયવિજયજીએ તપગચ્છશ્રમણવંશવૃક્ષ માં (પૃ.૫૮) 00 સ્તોત્ર અર્પણ કર્યાનું લખ્યું
છે તે શરત-ચૂક જણાય છે. ૨. પંવિનયસાગ૨જીનું માનવું છે કે આ મુલાકાત આ. સોમપ્રભસૂરિ સાથે નહીં પણ આ. શોર્માતલકસૂરેિજી
જોડે થઈ હોવી જોઈએ. કેમ કે આ.સોમપ્રભસૂરિજીનો સ્વર્ગવાસ વિ.સં. ૧૩૭૩ માં થયો છે. જ્યારે મુલાકાત વિ.સં. ૧૩૮૫ પછી થઈ છે. જુઓ શાસનપ્રભાવક આચાર્ય જિનપ્રભ ઔર ઉનકા સાહિત્ય
પૃ.૪૪). ૩ આચાર્યશ્રી પોતે જ કન્યાનયનીયમહાવી૨ પ્રતિમાકલ્પમાં હાથી ઉપર સવારી અને વરસતા વરસાદમાં
રાજસભામાં જવાનું લખે છે. આ ઉપરાંત ચાલુ ચોમાસામાં વિહાર કરી તેઓને દિલ્હી આવવાનું પણ બન્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org