________________
શ્રી રૈવતગિરિ કલ્પઃ
૧૮
કાવ્યું. શ્રી શ્રીમાલકુલમાં ઉત્પન્ન થયેલાં ચૌલુક્ય વંશનાં ચક્રવર્તી સમાન કુમારપાલ ૨ાજા વડે સ્થાપેલ સોરઠના દંર્ગાધર્પતએ વિ.સં. ૧૨૨ વિક્રમ સંવતમાં પગથીયા
કાવ્યા.
તેની ભાવના અનુસાર ધવલ વડે વચ્ચે વચ્ચે પરબો કરાવાઈ. પર્ણાથયાં ચઢતાં માણસો વડે ક્ષિણ દિશામાં લક્ષારામ દેખાય છે.
અર્ણાહલપુ૨ પાટણ નગ૨માં પો૨વાલકુલ મંડણ આસરાજ-કુમારદેવી થી ઉત્પન્ન થયેલાં ગુર્જ૨ ધર્ગાધર્પત શ્રી વીધવલ રાજાનાં રાજ્યની ધુરા ચલાવનાર વસ્તુપાલતેજપાલ નામના બે ભાઈઓ શ્રેષ્ઠ મંત્રીવો હતા. ત્યાં તેજપાલ મંત્રીએ ગિરનારની તળેટીમાં પોતાના નામથી અંક્તિ શ્રેષ્ઠ ગઢ મઠ પરબ-દેરાસ૨-બાગ-બગીચાથી ૨મણીય એવું તેજલપુર ગામનું નિર્માણ કરાવ્યું.
ત્યાં આગળ પિતાના નામથી અંકિત શ્રી આસરાજવિહાર નામનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય કરાવ્યું. અને માતા નાં નામથી અંકિત કુમ૨ સરોવ૨ નામે સરોવ૨ નું નિર્માણ કરાવ્યું.
તેજલપુ૨ ની પૂર્વ દિશામાં ઉગ્રસેન નામનો દુર્ગ યુગાદિનાથ ના મુખ્ય જિનદિર થી સુોર્શાભત છે. તેનાં ત્રણ નામો પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે, ઉગ્રસેન દુર્ગ, ખેંગા૨ દુર્ગ, જુનાગઢ.
ગઢની બહા૨ દક્ષિણ દિશામાં ચો૨ી, ચોત, લાડુ જેવા ઢગલાં (ઘોરાં) ઢોરોનો વાડો અશુવાટક (બગીચો) વિ. સ્થાનો રહેલાં છે.
ઉત્તર દિશામાં વિશાલ સ્તંભ, શાળાથી શોભિત દસ દસાર મંડપ, ગિરિદ્વા૨ ૫૨ અને પાંચમો વાસુદેવ દામોદર (કૃષ્ણ) આદિ સ્થાન સુવર્ણરેખા નદી ના તટ ઉ૫૨ છે. તેજપાલ મંત્રીએ કાલમેઘ ની પાસે સેવા અનુસ૨ણ-વિનંતી કરીને સંઘને બોલાવ્યો, ઉજ્યંત શિખરની અનુક્રમે જાત્રા ક૨ાવી. વસ્તુપાલ મંત્રીએ શત્રુંજ્યાવતા૨ભવન અષ્ટાપદ મંડપ, કર્ટિયક્ષ મઅેવી પ્રાસાદ કરાવ્યો, અને તેજપાલમંત્રી વડે ‘કલ્યાણક×ય' ચૈત્ય કરાવ્યું, દેપાલ મંત્રી વડે ઈંદ્ર મંડપનો ઉદ્વા૨ કાવ્યો.
q
=
૧. શ્રી મધુસૂદન ઢાંકીએ એમના લેખ 'સાહિત્ય અને શિલ્પમાં કલ્યાણકત્રય' (નિર્ગંથ ૧ ઈ.૧૯૯૫) માં ‘કલ્યાણત્રય' નો ઉલ્લેખ કરતાં વિવિધ ગ્રંથો, શિલાલેખોની વિગત આપી છે. આ લેખમાં લેખકશ્રી લખે છે કે ‘વિશેષ પ્રમાણોના અન્વયે ‘કલ્યાણકત્રય' વિષે અધિક નિષ્કર્ષ એ નીકળે છે કે, તે ચૈત્યની અંદ૨ ગર્ભગૃહમાં કોઇ ત્રણ મજલાવાળી ચૌમુખ ૨ચના હતી. જેમાં ત્રણે માળની મળી મૂળનાયક નેમિનાથ ભગવાનની કુલ બા૨ મૂર્તિ હતી. અને વિશેષમાં નીચલે માળે રહેલી ચા૨ે મૂર્તિઓ કાયોત્સર્ગરૂપે હતી. અને આ ત્રણે માળની પ્રતિમાઓ નેમિનાથના ગિ૨ના૨ સંર્ભિત ત્રણ કલ્યાણકોના પ્રતીકરૂપે હતી.’
સમÁસંહ-માલદેવે (વિ.સં. ૧૪૯૪ માં) ઉરાવેલ 'કલ્યાણય ચૈત્ય' ગિ૨ના૨ ૫૨ આજે પણ ઉભું છે. પણ તેનું મૂળ નામ વીસરાઈ જઈ, તે ‘સંગરામ સોની' (સંગ્રામસિંહ સોની) ના મંદિરના નામે ખોટી રીતે ચડી ગયું છે. નિગ્રંથ ૧ ગુજરાતી વિભાગ પૃ.૧૦૨
આ લેખના અંતે દેલવાડા, કુંભારિયા, ૨ાણકપુ૨ અને જેસલમેરના ‘કલ્યાણકત્રય' ના ચિત્રો પણ આપવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org