________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) સુદ ૭ ના) ૨ચેલ શત્રુંજય તીર્થકલ્પનું અપ૨નામ 'રાજપ્રસાદકલ્પ' રાખીને આ કાર્યને (રાજાની મહેરબાનીને) અમર બનાવી.
વળી તે સૂરિજીએ શમ્રાટદ્વારા કેદીઓને જેલમાંથી છોડાવ્યા હતા.
ચોલદેશના કન્યાનયન નગરમાં કેટલાક અલ્લવિયવંશીય કૂ૨વ્યક્તિઓએ આતંક ફેલાવ્યો. શ્રાવકો, સાધુઓને કેદ કર્યા, શ્રી પાર્શ્વનાથ ભ. ની પ્રતિમા ખંડિત કરી અને શ્રીમહાવીરભ.ની પ્રતિમા દિલ્હી લઈ ગયા. અને તુલગખાબાદના શાહી ભંડા૨માં મૂકી દીધી. આ વખતે મહમદ બાદશાહ દિલ્હીમાં ન હતો. જ્યારે તે દેવગિરિથી આવ્યો ત્યારે તેને સમજાવી સૂરિજીએ ભ.મહાવીરપ્રભુની પ્રતિમા પાછી મેળવી.
આમ આચાર્યશ્રીએ સમ્રાટને પ્રભાવિત કરી શાસનપ્રભાવનાના ઘણા કાર્યો કર્યા.
આ. જિનદેવસૂરિ આદિ ૧૪ સાધુઓને દિલ્હી રાખીને આચાર્યશ્રીએ દોલતાબાદ તરફ વિહા૨ કર્યો.
પ્રતિષ્ઠાનપુરમાં જીવંત મુનિસુવ્રતસ્વામીજીના દર્શન યાત્રા કરી દોલતાબાદ (દેવંગ૨) પહોંચ્યા. ત્યાં તુર્કોને જિનમંદિરનો વિનાશ કરતાં અટકાવ્યા. ત્રણ વર્ષ અહીં રોકાઈ પાછા દિલ્હી પધાર્યા. દીક્ષા, પ્રતિષ્ઠા આદિ કાર્યો કર્યા. વિ.સં. ૧૩૯૩ માં મથુરાતીર્થનો ઉદ્ધાર કર્યો.
નાભિનંદનજિનોદ્ધા૨પ્રબંધ (વિ.સં. ૧૩૯૧) માં જણાવ્યું છે કે – આ જિનપ્રભસૂરિની સાથે શત્રુંજયોદ્ધા૨ક સમરાસાહે મથુરા, હસ્તિનાપુર વ. યાત્રા કરી હતી અને સમરાસાહને સૂ૨જીએ સંઘર્પતિપદ આપ્યું હતું.
આચાર્ય જિનપ્રભસૂરિજી મુસ્લિમ બાદશાહના દ૨બા૨માં સન્માન પામના૨ અને એના દ્વારા શાસનપ્રભાવનાના કાર્યો ક૨ના૨ સર્વ પ્રથમ જૈનાચાર્ય હોવાનું માન ધરાવે
અને તેઓએ વિવિધ વિષયો ઉપર અનેક ગ્રંથો ૨ચીને અન્યરચિત ગ્રંથોના સંશોધનો કરીને પોતાની પ્રકાંડ વિદ્વત્તાનો લાભ જગતને આપ્યો જ છે.
આ ઉપરાંત સૂરિજીમાં ઉચી અધ્યાપનક્ષમતા પણ હતી. આ ક્ષમતાનો લાભ માત્ર એમના શિષ્યોએ જ નથી લીધો વિવિધ અનેક ગચ્છના વિદ્વાનોને તેઓએ ભણાવ્યા છે. જેની વિગત આ પ્રમાણે છે. ૧. હર્ષપુરગચ્છીય માલધારી આ. ૨ાજશેખ૨સૂ૨જીને ન્યાયકંદલીનું અધ્યયન ક૨ાવ્યું. ૨. દ્રપલ્લીયગચ્છના આ. સંઘતિલકસૂરિ મ. ને અધ્યાપન કરાવ્યું અને આચાર્યપદ
પણ આપ્યું. ૩. નાગેન્દ્રગચ્છીય આ. મલ્લિષેણસૂરિને સ્યાદ્વાદમંજરી ૨ચવામાં મદદ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org