Book Title: Vividh Tirthkalpa Sachitra
Author(s): Jinprabhvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 16
________________ જયઉવી૨ સચ્ચમિંડણ, શ્રીમતે ગોડી પાર્શ્વનાથાય નમ: શ્રી સિદ્ધિ-વિનય-ભ-જનક-વિલાસ-ૐકારસૂરિભ્યોનમ: પ્રસ્તાવના આ. જિનપ્રભસૂરિના ‘વિવિધતીર્થકલ્પ' તરીકે પ્રાર્સાને પામેલા ‘કલ્પપ્રદીપ' ગ્રંથનો મુનિરાજશ્રી રત્નત્રયવિ.મ. તથા મુનિ શ્રી રત્નજ્યોત વિ.મ. દ્વા૨ા ક૨વામાં આવેલ અનુવાદ પુસ્તકાકારે પ્રગટ થઈ રહ્યો છે. ત્યારે તેને આવકા૨તાં અતહર્ષ થાય છે. ગ્રંથકાર આચાર્યશ્રી જિનપ્રભસૂરિનું નામ શાસનપ્રભાવક આચાર્યોમાં મોખરે છે. એમના જીવન વિષે પ્રસ્તુત વિવિધતીર્થકલ્પના કન્યાનયનશ્રીમહાવી૨ પ્રતિમા કલ્પમાં કેટલીક વિગતો અપાઈ છે. કેટલીક આચાર્યશ્રીના સમકાલીન સ્તૂપલ્લીગચ્છીય આ.શ્રી સોર્કાતલકસૂરિજીએ શ્રીકન્યાનયનશ્રીમહાવીરતીર્થકલ્પરશેષમાં આપી છે. પાછળના કાળમાં રચાયેલા પ્રબંધોમાં તો તેઓશ્રીના જીવનરિત્ર ઉપરાંત ઘણી ચમત્કારસંબંધી ઘટનાઓનું વર્ણન છે. આમાંની કેટલીક દંતકથાઓ અન્ય આચાર્યના નામે પણ ચડેલી છે. ગુરુપરંપરા આ. શ્રી જિર્તાસંહરિથી ખરતગચ્છની લઘુ શાખાની પ્રૌદ્ધિ થઈ છે. તેઓએ દિલ્હી ત૨ફના શ્રીમાળી લોકોને વિશેષ ધર્મ પમાડેલો. જ્યારે એમના ગુરુભાઈ જિનપ્રબોધસૂરિએ વિશેષતયા ઓસવાળ તિને ધર્માભમુખ કરી તેઓ ખરતગચ્છની વડી શાખાના આદ્યપુરુષ બન્યા. ગ્રંથકારશ્રીનું જીવન-કવન તે કાળે વિક્રમના ૧૪ મા સૈકાનો પ્રારંભકાળ ચાલતો હતો. સોહિલવાડી નગ૨માં શ્રીમાલજ્ઞાતીય તાંબીગોત્રીય શ્રાવક ૨ત્નપાલ ને પાંચ પુત્રો હતા. તેમાં વચલા પુત્રનું નામ સુભટપાલ હતું. એક દિવસ આ.જિનસિંહસૂરિ રત્નપાલને ત્યાં પધાર્યા. વંદનાદિ કરીને ૨ાપાલ અને ખેતલાદેવીએ કામ-કાજ ફ૨માવવા વિનંતી કરી. આચાર્યશ્રીએ કહ્યું કે મા૨ા ગુરુદેવે મને પદ્માવતી મંત્ર આપ્યો છે. મેં એની સાધના કરી ત્યારે અધિષ્ઠાયિકા દેવીએ કહ્યું કે - “તમારું આયુષ્ય અલ્પ છે. આ ૧. પુરાતન પ્રબંધ સંગ્રહ ગત જિનપ્રભસૂરિ પ્રબંધ પ્રમાણે સુભટપાલના પગની આંગળી ઓછી કે ટુંકી હોવાથી પગ લંગડાતો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 366