________________
જયઉવી૨ સચ્ચમિંડણ, શ્રીમતે ગોડી પાર્શ્વનાથાય નમ: શ્રી સિદ્ધિ-વિનય-ભ-જનક-વિલાસ-ૐકારસૂરિભ્યોનમ:
પ્રસ્તાવના
આ. જિનપ્રભસૂરિના ‘વિવિધતીર્થકલ્પ' તરીકે પ્રાર્સાને પામેલા ‘કલ્પપ્રદીપ' ગ્રંથનો મુનિરાજશ્રી રત્નત્રયવિ.મ. તથા મુનિ શ્રી રત્નજ્યોત વિ.મ. દ્વા૨ા ક૨વામાં આવેલ અનુવાદ પુસ્તકાકારે પ્રગટ થઈ રહ્યો છે. ત્યારે તેને આવકા૨તાં અતહર્ષ
થાય છે.
ગ્રંથકાર આચાર્યશ્રી જિનપ્રભસૂરિનું નામ શાસનપ્રભાવક આચાર્યોમાં મોખરે છે. એમના જીવન વિષે પ્રસ્તુત વિવિધતીર્થકલ્પના કન્યાનયનશ્રીમહાવી૨ પ્રતિમા કલ્પમાં કેટલીક વિગતો અપાઈ છે. કેટલીક આચાર્યશ્રીના સમકાલીન સ્તૂપલ્લીગચ્છીય આ.શ્રી સોર્કાતલકસૂરિજીએ શ્રીકન્યાનયનશ્રીમહાવીરતીર્થકલ્પરશેષમાં આપી છે. પાછળના કાળમાં રચાયેલા પ્રબંધોમાં તો તેઓશ્રીના જીવનરિત્ર ઉપરાંત ઘણી ચમત્કારસંબંધી ઘટનાઓનું વર્ણન છે. આમાંની કેટલીક દંતકથાઓ અન્ય આચાર્યના નામે પણ ચડેલી છે.
ગુરુપરંપરા
આ. શ્રી જિર્તાસંહરિથી ખરતગચ્છની લઘુ શાખાની પ્રૌદ્ધિ થઈ છે. તેઓએ દિલ્હી ત૨ફના શ્રીમાળી લોકોને વિશેષ ધર્મ પમાડેલો. જ્યારે એમના ગુરુભાઈ જિનપ્રબોધસૂરિએ વિશેષતયા ઓસવાળ તિને ધર્માભમુખ કરી તેઓ ખરતગચ્છની વડી શાખાના આદ્યપુરુષ બન્યા.
ગ્રંથકારશ્રીનું જીવન-કવન
તે કાળે વિક્રમના ૧૪ મા સૈકાનો પ્રારંભકાળ ચાલતો હતો. સોહિલવાડી નગ૨માં શ્રીમાલજ્ઞાતીય તાંબીગોત્રીય શ્રાવક ૨ત્નપાલ ને પાંચ પુત્રો હતા. તેમાં વચલા પુત્રનું નામ સુભટપાલ હતું.
એક દિવસ આ.જિનસિંહસૂરિ રત્નપાલને ત્યાં પધાર્યા. વંદનાદિ કરીને ૨ાપાલ અને ખેતલાદેવીએ કામ-કાજ ફ૨માવવા વિનંતી કરી.
આચાર્યશ્રીએ કહ્યું કે મા૨ા ગુરુદેવે મને પદ્માવતી મંત્ર આપ્યો છે. મેં એની સાધના કરી ત્યારે અધિષ્ઠાયિકા દેવીએ કહ્યું કે - “તમારું આયુષ્ય અલ્પ છે. આ ૧. પુરાતન પ્રબંધ સંગ્રહ ગત જિનપ્રભસૂરિ પ્રબંધ પ્રમાણે સુભટપાલના પગની આંગળી ઓછી કે ટુંકી હોવાથી પગ લંગડાતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org