________________
જય પંચોલીએ પોતાની સુન્દર કળાને ઉપસાવેલ સાથોસાથ જય પંચોલીનો પરિચય કરાવનાર નવનીત પ્રિન્ટર્સવાળા નિકુંજ શાહનો પણ સહકાર સારો મળેલ.
આવા કઠીન સમયે સંસ્કૃતિના સંસ્કારને નષ્ટ કરનાર પાશ્ચાત્ય સંસ્કૃતિની સામે શ્રુતજ્ઞાન કાંઈક ઉપકારક બને એ હેતુથી આ પુસ્તક પ્રકાશિત કરેલ.
આ વિવિધ તીર્થ કલ્પ પુસ્તક પ્રકાશનમાં મુખ્ય સહયોગી શ્રુતજ્ઞાન પ્રેમી સત્યપુર નિવાસી શા માલાજી જાનુજી શ્રીશ્રીશ્રીમાળ પરિવાર તથા શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ સાંચોર આદિ અનેક શ્રુત પ્રેમીઓનો સહકાર પ્રાપ્ત થયેલ.
સચિત્ર વિવિધ તીર્થકલ્પ દ્વારા સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને સમ્યક દર્શન દ્વારા નિર્મળતા પ્રાપ્ત કરો. એજ અભ્યર્થના.
& ...રત્નાકરસૂરિ
આચાર્ય જિનપ્રભસૂરિજીએ તીર્થોનો માત્ર પ્રાચીન ઈતિહાસ જ નથી આપ્યો પણ એની વર્તમાન સ્થિતિનો આંખે દેખ્યો અહેવાલ પણ પ્રસ્તુત કર્યો છે. કેટલીક પ્રાચીન વિગતો જણાવતાં તેઓશ્રી આજેપણ આવી પરિસ્થિતિ છે એમ જણાવે છે. કેટલાક નમુના આ પ્રમાણે છે. • કલ્પ નં. ૯ મથુરાના સ્તૂપનું દેવો દ્વારા આજે પણ રક્ષણ થાય છે. • કલ્પ નં. ૧૨ કૌશાંબીમાં દુર્ગ આજે પણ છે. વસુધાર ગામ વસેલું છે. • કલ્પ નં. ૧૨ આજે પણ જે.સુ.૧૦ના લોકો સ્નાનાદિ કરે છે. • કલ્પ નં. ૧૨ ચંદનબાળાની મૂર્તિ આજે પણ છે. • કલ્પ નં. ૧૨ સિંહ આજે પણ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org