Book Title: Vividh Tirthkalpa Sachitra
Author(s): Jinprabhvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 12
________________ પ્રાક્ કથન અનાદિ કાલથી માનવ, પોતાના આત્મા ઉપર લાગેલા કર્મના રોગનું ઉન્મૂલન કરવા તીરથની સ્પર્શનાની ભાવના સેવતા હોય છે તીર્થ સ્પર્શના દ્વારા આત્મા અનાદિકાળની મોહની ગ્રંન્થીને ભેદવાનુ કામ કરી શકે પરન્તુ એના માટે ભાવોલ્લાસ અને વીર્યોલ્લાસની આવશ્યકતા રહે, સાથો સાથ તીર્થ પ્રત્યેનું આકર્ષણ પણ જરૂરી બને / તીર્થ પ્રત્યેનું આકર્ષણ કયારે થાય જ્યારે તીર્થના ઈતિહાસનું જ્ઞાન અને તેના અંગે વિવિધ પ્રસંગોની જાણકારી હોય તો ભાવોલ્લાસ ઉત્પન્ન થયા વિના ન રહે. તે હેતુથી પૂજ્યપાદ ભટ્ટારક આચાર્ય દેવશ્રી જિનપ્રભસૂરીશ્વરજી મ.સા. પ્રાકૃત ભાષામાં વિવિધ તીર્થકલ્પ ગ્રંન્થની રચના કરેલ તે ગ્રન્થનું વાંચન કરતાં કરતાં વિચારણા સ્ફુરેલ કે આ ગ્રન્થનું ગુર્જર અનુવાદ થાય તો ઘણા જીવો તીર્થનું જ્ઞાન અને માહિતી મેળવી શકે તે કારણથી મુનિશ્રી રત્નત્રય વિ.મ.સા. તથા મુનિશ્રી રત્નજ્યોત વિ.મ.સા.એ ગુર્જર અનુવાદ કરવાનો સંકલ્પ કરેલ, દેવ અને ગુરૂની કૃપાના પ્રભાવે અને સતત દ્રઢપ્રયત્ન સહ પુરૂષાર્થ સાથે સુંદર અનુવાદ કરેલ. બન્ને મહાત્માઓ શ્રુતજ્ઞાનની ભક્તિ સુન્દર રીતે કરી રહ્યા છે. અનુવાદન કરતાં કરતાં વિચારણા આવેલ બાળજીવોને વિશેષ આકર્ષણનું કારણ બને તે હેતુથી સચિત્ર બનાવવાનો વિચાર કરેલ તે વિચારોને સાકાર બનાવા માટે ઘણા મહાત્માઓની સલાહ અને સૂચન પ્રાપ્ત થયેલ. તે સર્વે વિચારોને ધ્યાનમાં લઈને સચિત્ર વિવિધતીર્થ કલ્પ ગ્રન્થ પ્રકાશિત કરવાનો નિર્ણય કરેલ. આ પુસ્તકની પ્રસ્તાવના અને સમયે સમયે યોગ્ય સૂચન વયોવૃદ્ધ તપસ્વી મુનિશ્રી જિનચન્દ્રવિજયજી મ.સા.ના શિષ્ય પરમ અનુભવી જ્ઞાન રસીકતાવાન્ ૫.પૂ.આચાર્યદેવશ્રી મુનિચન્દ્ર સૂરીશ્વરજીમ.સા.નો સારો સહકાર પ્રાપ્ત થયેલ. કથાના આધારે પ્રસંગોનું વાંચન અને મનન કરીને ચિત્રો બનાવવાનું સુન્દર કાર્ય કરનાર અને પૂર્ણ કરવામાં મહત્વનું કાર્ય કરનાર આર્ટીસ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 366