Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 7
________________ વિશ્વકલ્યાણની વાટે વિશ્વકલ્યાણની વાટે બપોરનો સમય છે, અહીં શ્રાવકમાં આ ગરીબનું એક્લાનું ઝૂંપડું છે તો મને સાધર્મિક ભક્તિ કરવાનો લાભ આપો. શ્રેષ્ઠીઓએ આપસમાં વાત કરી કે, આ દરિદ્રનારાયણને ત્યાં આપણે પાંચ જમીશું તો કદાચ કાલે તેને ઉપવાસ કરવાનો વારો આવે. શ્રેષ્ઠીઓ કહે કે, અમારા ગળામાં મોટી આક્ત આવી છે. અમારે ઉતાવળે આગળ જવું છે. મારું નામ ખેમો છે. આપ શા કામ માટે બહાર નીકળ્યા છો તે મને ખબર નથી, પરંતુ માઠું છાશ-ભરડકું જે બની શકે તે આરોગીને આપ આગળ પધારો, શાસનદેવની કૃપાથી આપનું કામ સફળ થશે. મહાક્યને એમણે વિનંતી કરી. મહાજન અતિઆગ્રહ જોઈ તેનું નિમંત્રણ સ્વીકારે છે. ખેમો શીરો-પૂરી વગેરે સુંદર ભોજન કરાવે છે અને કહે છે કે થોડો આરામ કરો. મારા વૃદ્ધ પિતાજીએ હજી આપ મહાજનનાં દર્શન નથી ક્યાં. મહાજન તો આ ગરીબ વણિકની ભક્તિથી દંગ રહી ગયું. શ્રેષ્ઠીઓ કહે છે, “ખેમચંદ શેઠ, તમે અમારું સારી રીતે સ્વાગત કર્યું, ચાંપાનેર આવો ત્યારે જરૂર અમારે ત્યાં પધારજો. હવે અમને જવા દો." સુલતાને અમને એક મહિનાની મુદત આપી છે. લાખો માણસો માટે ૧૨ મહિના ચાલે તેટલું અનાજ મહાજને ભેગું કરવાનું છે. ૨૦ દિવસના પ્રયત્નોથી અમે છ મહિના, ૧૦ દિવસની ટીપ લખી છે, હવે ફક્ત ૧૦ દિવસમાં બાકીનું પૂરું કરવાનું છે જે અમારે માટે ઘણી ચિંતાનો વિષય છે. જો આ ટીપ પૂરી ન થાય તો સુલતાન જૈન મહાજનની ‘શાહ' પદવી રદ કરશે.” - ખેમાએ કહ્યું, આપ જે ટીપ માટે બહાર નીકળ્યા છો તેમાં મારી પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો સ્વીકાર કરો તો હું ધન્ય બનીશ. - શ્રેષ્ઠી મહાજને કહ્યું કે, અત્યારે તો તેલનો છાંટો પણ અમારા માટે સવા મણ ધી સમાન છે. ચાંપશી શેઠે ટીપનું કાગળિયું ખીસામાંથી કાઢી, છેલ્લું નામ ખેમા દેદરાણીનું લખી એમાના હાથમાં આપ્યું. એમાના વૃદ્ધ પિતાએ કહ્યું, મહાજનને જુહાર, ફોઠસાહબો જુહાર, અહોભાગ્ય, મહાજનનાં ચરણ અમારે ત્યાં થયાં એ અમારે માટે અહોભાગ્ય. ખેમાએ વૃદ્ધ પિતાને સમગ્ર વૃત્તાંત કહી કાગળ બતાવ્યો અને કહ્યું કે, આપણે પણ કંઈક મદદ કરવી જોઈએ. પિતાએ કહ્યું, બેટા, એમાં મને શું પૂછવાનું ? સામેથી આવો પુણ્યકાર્યનો અવસર આવ્યો છે, આપણી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી લો. ઉદાર દિલ રાખી બેટા જે કરવું હોય તે ખુશીથી સત્વરે કરો. ખેમો હાથ જોડીને કહે, “મહાજન, આ ગરીબ સેવકની ઇચ્છા છે કે આનો લાભ મને જ આપવામાં આવે. પૂરા એક વર્ષ સુધી આપણા સંપૂર્ણ પંથકની માનવ અને પશુ-પંખીની સેવા કરવાનું કામ મને જ સોંપવામાં આવે. આપ શેઠસાહેબોને તો આવા જીવદયા-માનવરાહત-દાન-પુણ્યના અનેક પ્રસંગો મળતા હોય. મારા જેવા ગામડિયાને આ અવસર પ્રદાન કરશો તો હું ને મારો પરિવાર આ ઘડીને ધન્ય માનીશું.” મહાજન શ્રેષ્ઠીઓ ખેમાની સામે ટગરટગર જોઈને વિસ્મય અનુભવે છે. ખેમાનાં ફાટેલાં-સાંધેલાં કપડાં, નાનું સાદું ઘર જોઈ વિચારે ચડ્યા. ખેમો મહાજનના શંકાશીલ ચહેરાને વાંચી વિનંતી કરે છે કે, આપ માત્ર ૧૦-૧૫ મિનિટ માટે મારી સાથે નીચે ચાલો. ખેમો નીચે અંધારિયા ભંડારઘરમાં ફાનસ કરી ખાંઝા પ્રકાશમાં મહાજનને લઈ જાય છે. એક બાજ અનાજ-કઠોળની ગૂણોનો ગંજ તો બીજી બાજુ પશુચારાના ખોળ કપાસિયાની ગુણોનો ગંજ ખડકાયેલો હતો. આ સમગ્ર મિલકત ન્યાય દ્વારા ઉપાર્જિત અમારા શ્રમ અને પસીનાનું પરિણામ છે. આ ભંડાર આપણા દેશનાં માનવો અને પશુઓનાં પાલન-પોષણ માટેની અનામત છે. મહાજને ખેમાની નમ્રતા, સાદગી અને સરળતાને વંદન કરી કહ્યું કે, આપ બાદશાહને મળવા અમારી સાથે ચાલો. બાદશાહના દરબારમાં મહાજન કહે છે, અમારી કોમના આ શેઠ ૩૬૦ દિવસ પોતાના તરફથી પ્રજાનું પાલન કરશે. બાદશાહ ખેમાના દીદાર જોઈને કહે છે, ચાંપશી રોઠ, શું હસી-મજાક કરો છો ? ચાંપશી કહે, ખુદાવંત, આપની ખિદમતમાં શું હસી-મજાક થઈ શકે ? હું સાચું કહું છું. બાદશાહ ખેમાની સામે જોઈને કહે છે, શેઠ આપનું નામ ? ખેમો કહે, નામદાર મારું નામ ખેમો દેદરાણી. ક્યાં રહો છો ? અન્નદાતા, હું હાળાનો રહેવાસી છે.” શું આપ એક વર્ષ સુધી પ્રજાનું પાલન કરશો ? બાદશાહે પ્રશ્ન કર્યો. ખેમાએ જવાબ આપ્યો કે, શાસનદેવની કૃપાથી, આપની દયાથી અને

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 75