Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 47
________________ વિશ્વકલ્યાણની વાટે કન્યાદાન ધર્મસ્થાનકમાં સંત આત્યંતર તપનો ભાવ સમજાવી રહ્યા છે. શારીરિક શુદ્ધિ માટે જેમ સ્નાન જરૂરી છે તેમ આંતરિક આત્મશુદ્ધિ માટે બાહ્યાભ્યતર તપનું અનુસંધાન જરૂરી છે. ઉપવાસ કરવો એ બાહ્ય તપ છે. ઉપવાસના દિવસના આચાર-વિચાર આધ્યાત્મિક અનુષ્ઠાન, આત્મા સાથે અનુસંધાન કરાવનારું ધ્યાન એ કર્મનિર્જરાનું લક્ષ છે. ઉપવાસ કે કોઈ પણ પ્રકારના તપની પૂર્વભૂમિકાના વિચાર એટલે તપ કરવાનું પ્રયોજન. તપની પૂર્ણાહુતિના દિવસના આચાર-વિચારમાં પણ નિર્મળતાની ખૂબ જ અગત્ય છે. તપના આડલાભ ઘણો હોઈ શકે, પરંતુ તેનું અંતિમ એય કર્મનિર્જરાનું હોય તે જ તેની ફલશ્રુતિ ગણાય. એક યુવાને સંતના શબ્દો ઝીલી લીધા. ત્રણ દિવસના નિર્જળા ઉપવાસ પૂર્ણ ક્ય. ચૌવિહારું અઠ્ઠમતપ પૂર્ણ કર્યું. ત્રણ ઉપવાસનું પારણું કરવાનું છે. સંતના શબ્દો કાનમાં ગુંજે છે. આ ઉપવાસના પારણામાં તું તારી કમાણીના પૈસામાંથી, ન્યાય અને નીતિથી મેળવેલી આવકમાંથી જે અને જેટલું મળે તેનાથી પારણું કરજે. પથારીમાંથી ઊઠી પ્રભુમરણ કર્યું. નિત્ય આવશ્યક ક્રિયાઓ પતાવી. નદીકિનારા તરફ નીકળ્યો. સંતના શબ્દો વિચારોમાં વાગોળતોવાગોળતો આ યુવાન નદીકિનારે આગળ ચાલે છે. પૈસા નથી, શું કરવું તેની મૂંઝવણ . તેટલામાં નદીના કિનારા પાસે એક સફરજન તણાતું આવતું જોયું અને માન્યું કે આ તો કુદરતની ભેટ : ૮૫ કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ છે... અને તેણે સફરજનથી પારણું કર્યું. થોડી વાર પછી યુવાનને વિચાર આવે છે કે, આપણી બુદ્ધિ અને શ્રમ દ્વારા મેળવેલી સંપત્તિ પર જ આપણો હક્ક છે. સંતે કહેલ ન્યાયસંપન્ન વૈભવના ઉન્નત શબ્દોના ભણકારા વાગે છે. સંતની દેશનાનો પ્રતિછંદ જાણે પર્વત સાથે ટકરાઈને પાછો ફરે છે અને નિશ્ચય કરે છે કે, સફરજનના માલિકને શોધી સજનના બદલામાં તેનું કામ કરવું જોઈએ અને તો જ આ તપશ્ચર્યાનું સાચું સમાધાન થયું ગણાશે. આવા શુભ નિશ્ચયથી યુવાન નદીને કિનારેકિનારે ત્રણ માઈલ ચાલ્યો. એ નદીને કિનારે એક વાડી દેખાઈ અને વાડીમાં સફરજનનું વૃક્ષ પણ જોયું. વાડીના માલિકને મળીને પોતાનું સમગ્ર વૃત્તાંત કહ્યું અને કહે છે કે, હું આપના સફરજનની કિંમત ચુકવવા માગું છું. મારી પાસે ધન નથી, બદલામાં મને જે કામ કહો તે સ્વીકારવા તૈયાર છું. વાડીનો માલિક કહે, હજ એક વાર વિચારી લો ! દંડરૂપે હું કહું તે કરવા તૈયાર છો ? યુવકે મક્કમતાથી હા કહી અને કહ્યું કે હું વચનબદ્ધ છું. માલિક દંડ આપે છે, તમારે મારી પુત્રી સાથે વિવાહ કરવા પડશે. યુવક કહે, આ તે પ્રાયશ્ચિત્ત કે પારિતોષિક ! માલિક કહે હા, તો સાંભળી લો, મારી પુત્રી ક્યારેક ચાલે છે તો ક્યારેક ચાલી શકતી નથી, ક્યારેક એક આંખે જ જોઈ શકે છે, ક્યારેક બે આંખે જોઈ શકે તો ક્યારેક અંધની જેમ બન્ને આંખે જોઈ શકતી નથી. ક્યારેક બોલે અને ક્યારેક સાવ મૂંગી બની જાય છે. ક્યારેક સાંભળે તો ક્યારેક બિલકુલ સાંભળી શકતી નથી, સમજ કે મારી પુત્રી કાણી, લંગડી, અર્ધમૂંગી અને અર્ધબહેરી કે બધિર છે. યુવક કહે, મેં વચન આપ્યું છે એટલે હું અવશ્ય પાળીશ. વાડીના માલિકે પોતાની પુત્રીને બોલાવવા સાદ પાડ્યો. થોડી વારમાં મંથર ગતિએ, નીચાં નેણ ઢાળી એક સ્વરૂપવાન કન્યા આવી. યુવાન એને મુગ્ધતાથી નિહાળી રહ્યો અને પછી બોલ્યો કે, આપની પુત્રી લૂલી, લંગડી, બહેરી કે કાણી નથી. આપ જૂહું કેમ બોલ્યા ? લંગડી હોય તો એક પગે ચાલે. મારી પુત્રી સમય સાથે એક પગે ચાલતી હોય તેવી ત્વરાથી ચાલે છે. ક્રાંતિ કરવાની હોય ત્યાં દોડે, પરમાર્થ માટે બંને પગે મક્કમતાથી આગળ વધે. કોઈનું અહિત થતું હોય, ઉતાવળ થતી જણાય ત્યાં ખોડંગાઈ જાય, એક પગ રોકાઈ જાય એટલે એ રીતે લંગડી છે. મૈત્રીભાવમાં બન્ને ૮૬

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75