Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 53
________________ વિશ્વકલ્યાણની વાટે ભૌતિક સુખ, સંપત્તિ, પ્રતિષ્ઠાનું ઉપાર્જન પણ તેના દ્વારા થઈ શકે છે. ઉપરાંત, વિદ્યાગુરએ આરોપેલ ધર્મનીતિના સંસ્કારો આપણામાં રહેલી સુષુપ્ત ચેતનાને જાગૃત કરવાનું કાર્ય કરે છે. આમ વિદ્યાગુર માનવીનો આખો ભવ સુધારે છે. પરષાર્થ અને પુણ્યના યોગથી ભૌતિક સમૃદ્ધિ સંપન્ન થઈ હોય તો તે સમૃદ્ધિને કઈ રીતે ભોગવવી, તેનો વિવેક ધર્મગુરુ જ શીખવી શકે અને ભૌતિક સમૃદ્ધિ વિના પણ, ખૂબ જ પ્રસન્નતાથી કઈ રીતે જીવી શકાય તે વિદ્યા તો માત્ર ધર્મગુર દ્વારા જ પામી શકાય. ભારતીય ગુરુ પરંપરામાં હજારો વર્ષથી ભક્તો-શિષ્યોના હૃદયમાં ગુરુમહિમાનું ગાન, રટણ અને જાપનું અખલિત સાતત્ય છે. गुरुर्बह्मा गुरविष्णु गुरुर्देवो महेश्वर । गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुये नमः ॥ આ સંસ્કૃતિએ ગુરુનો પરમતત્ત્વરૂપે સ્વીકાર કર્યો છે. આધ્યાત્મિક તત્ત્વનાં રહસ્યો પામવા માટે માત્ર આ ભવ જ નહિ, પરંતુ ભવ પરંપરા સુધારવા માટે જીવનમાં ધર્મગુરનું મહત્ત્વ અનન્ય છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદ્ગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત બુઝી ચહત જો પ્યાસ કો, હે બુઝન કી રીત, પાવે નહી ગુરૂગમ બિના, એહ અનાદિ સ્થિત! આપણાં વિદ્વાન વ્યાખ્યાતા ડૉ. પૂજ્ય મહાસતી તરુલતાજીએ હું આત્મા છું'માં યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની આ મહાન રચનાને અદ્ભુત રીતે સમજાવતાં કહ્યું છે કે, “બીના નયનની વાત એટલે જે અનુભવ ઈદ્રિયોથી થઈ શકતો નથી, ઇંદ્રિયાતીત છે એવો આત્માનુભવ. આપણાં ચર્મચક્ષુઓ જગતના સર્વરૂપી પદાર્થો જોઈ શકે છે, પણ અરૂપી એવો આત્મા આ નયનોમાં સમાતો નથી. તેને જોવો, જાણવો હોય તો અંતરચક્ષુ ઉઘાડવાં પડશે. અંતરનો થયેલો ઉઘાડ, અંતરની અનુભવદશાની પ્રાપ્તિની તીવ્ર લગન જ આત્માનો સાક્ષાત્કાર કરાવી શકે, પણ એ લગન લગાડે કોણ? બ્રહ્મ જ્ઞાનનો ભોમિયો જેણે પોતે આત્માનુભવ કરી લીધો છે તેઓ માટે હે માનવ આત્માનુભવી સરુનાં ચરણોમાં ચાલ્યો જા. તેમનાં ચરણનું ગ્રહણ કરવાથી પરમાનંદને પામી શકાશે.' સંત કબીરજીએ પણ સદ્ગરને જીવનમાં પ્રથમ સ્થાને મૂક્યા - પ્રસ્થાપ્યા છે. વિશ્વકલ્યાણની વાટે કામ ગુરુ ગોવિંદ દોઉ ખડે, કિસકે લાગું પાય? બલિહારી ગુરુ આપની, ગોવિંદ દિયો બતાય. આમ સહુ સંતોએ એકીઅવાજે સરુના શરણને સ્વીકાર્યું છે. સદ્ગર વિના સાધનામાર્ગે વિકાસ થઈ શકતો નથી. ગુણપૂજક જૈન પરંપરામાં વિશુદ્ધિની દૃષ્ટિએ સિદ્ધભગવંતનું સ્થાન ઊંચું છે. અરિહંત પ્રભુ સિદ્ધોને નમસ્કાર કરે છે, પરંતુ નમસ્કાર મહામંત્રમાં પહેલા નમસ્કાર અરિહંત પ્રભુને અને પછી સિદ્ધ પ્રભુને કરીએ છીએ, કારણકે આપણને સિદ્ધનું સ્વરૂપ સમજાવનાર જો કોઈ હોય તો તે ઉપકારી અરિહંત ભગવાન છે. મહાન સરરૂપે જો અરિહંત ભગવાને સિદ્ધનું સ્વરૂપ ન બતાવ્યું હોત તો આપણે જાણી શક્યા ન હોત અને એવી સિદ્ધદશાની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવા કોઈ જીવ પ્રેરાયો પણ ન હોત. આમ પ્રત્યેક જીવ પુરુષાર્થ કરીને પરમાત્મા થઈ શકે છે. એ બતાવનાર અરિહંત પ્રભુને સિદ્ધભગવંત કરતાં પણ પ્રથમ સ્થાન આપ્યું છે. વર્તમાન ગુની અનિવાર્યતા છે, કારણ, આ કાળમાં આ ક્ષેત્રે અરિહંતદેવ આપણી વચ્ચે સદેહે નથી ત્યારે આપણા માટે જો કોઈ સચોટ અને સબળ અવલંબન હોય તો તે માત્ર એક જ છે અને તે છે સર. જિનેશ્વરે શાસ્ત્ર પ્રરૂપ્યા, ગુરુ ગણધર તથા તેમની શિષ્ય પરંપરાએ એ ઉપદેશ સૂત્ર-સિદ્ધાંતને આગમરૂપે ગુંચ્યા. આમ સને કારણે આપણને આગમરૂપી અમૂલ્ય વારસો મળ્યો. શાસ્ત્રોમાં માર્ગ બતાવ્યો છે. મર્મ બતાવ્યો નથી. મર્મ તો સદ્ગુના અંતરમાં પડવ્યો છે. ગુરુ આપણા દોષ જોઈ આપણને જાગૃત કરે, જ્યાં ભૂલીએ ત્યાં ફરી ગણવાની પ્રેરણા આપે, પરમહિતકારી મિત્ર, કરુણાનિધાન સદ્ગુરુ, હિતબુદ્ધિએ શામ, દામ, દંડ, ભેદરૂપ નીતિ આચરીને પણ સાધકને સાચા રસ્તે ચડાવે. ગુરુ શિલ્પી છે. શિલામાંથી નકામો ભાગ દૂર કરી શિલ્પી સુંદર મૂર્તિ બનાવે તેમ ગુરુ શિષ્યના દુર્ગુણો દૂર કરીને તેને જીવનસૌંદર્ય બક્ષે છે. જ્ઞાન તો પ્રત્યેક માનવીના આત્માનો પ્રથમ ગુણ છે, પરંતુ જ્ઞાનાવરણીય કર્મથી આત્મા જ્યાં સુધી લોપાયેલો છે ત્યાં સુધી તેને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ નથી. આ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય ગુના ઉપદેશ વિના શક્ય નથી. અહિલ્યા થઈને સૂતું છે, અમારું જ્ઞાન અંતરમાં, ગુ! મમ રામ થઈ આવો, તમારા સ્પર્શ ઝંખું છું.” - ૯૮ –

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75