Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 68
________________ વિશ્વકલ્યાણની વાટે આચારશુદ્ધિ, ભૂલો સુધારવાની તત્પરતા, વૈરાગ્યભાવ તેમ જ આજ્ઞાધીનતા વગેરે વર્ણન છે. ઓધનિર્યુક્તિ (મૂળ સુત્ર). મૂર્તિપૂજા સંપ્રદાય પણ ચાર મૂળ સૂત્રો ગણાવે છે, પરંતુ ચોથા સૂત્ર તરીકે ઓધનિયુક્તિ સૂત્રની ગણના કરી છે. આ સૂત્ર સ્થાનકવાસી તેમ જ તેરાપંથી સંપ્રદાયને માન્ય નથી. આ આગમ પૂજ્ય આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીએ ‘પ્રત્યાખ્યાન પ્રવાદ' નામના નવમા પૂર્વમાંથી સંકલિત કર્યું છે. ઓધ=સંક્ષેપથી સાધુના જીવનને લગતી તમામ નાની-મોટી બાબતનું વર્ણન, આદર્શ શ્રમણચર્ચારૂપ વર્ણન આ ગ્રંથમાં છે. આ આગમમાં મુખ્યત્વે પડિલેહણ, પિંડ, ઉપાધિનું વર્ણન, અનાયતનનો ત્યાગ, પ્રતિસેવના, આલોચના અને વિશુદ્ધિનું વર્ણન છે. સાધુ-સાધ્વીની સમાચારીનું વર્ણન છે. સંયમજીવનના પ્રાણસ્વરૂપ, ચરણસિત્તરી અને તેને સહાય એવી કરણસિત્તરીનું વર્ણન છે. ચરણકરણાનુયોગનું આ સૂત્ર છે. સાધુ પોતાના આચારમાં સ્થિર રહે અને જયણાનું ખાસ પાલન કરે તે હકીકત સચોટ રીતે દર્શાવી છે. બીમાર સાધુની સેવા માટે વૈદ્યને બોલાવવાની વિધિ અને શ્રાવક પાસેથી ઔષધ મેળવવાની વિધિ પણ વર્ણવી છે. ચોમાસામાં વિહાર કરવાથી લાગતા દોષોનું વર્ણન છે. આહાર લેવાનાં અને ન લેવાનાં છ કારણો દર્શાવ્યાં છે. શયા, ઉપધિ, પડિલેહણ પાત્રા કેટલાં રાખવાં વગેરે દર્શાવ્યું છે. સાધુજી ૪૫ આગમ વાંચી શકે, જ્યારે શ્રાવકો ગુરુમુખેથી ૩૯ આગમ સાંભળી શકે તેવી પરંપરા છે. જિન શાસનના સમગ્ર બંધારણનો પાયો આ આગમ ગ્રંથો છે જેમાંથી ગુરુ આજ્ઞા દ્વારા યત્કિંચિત આચરણ કરવાથી પરમપદના માર્ગની પ્રાપ્તિ સહજ બને છે. ક્ષણેક્ષણે જાગૃત રહી આત્મસુધારણ કરવાની શીખ ઉત્તરાધ્યયન સૂત્ર (૪/૬)માં આપી છે. સૂતેલી વ્યક્તિની વચ્ચે પણ પ્રજ્ઞાસંપન્ન પંડિત જાગૃત રહે છે. પ્રમાદમાં એ વિશ્વાસ કરતો નથી. કાળ ઘણો નિર્દય છે. શરીર દુર્બળ છે. ભારંડ પંખીની માફક સાવધાનીથી વિચરવું જોઈએ. વિશ્વના તમામ વિષયો એક યા બીજી રીતે આગમમાં સંગોપ્યા છે. વ્યક્તિ, કુટુંબ કે વિશ્વની અનેક સમસ્યાનું સમાધાન આગમમાંથી મળે છે. આગમમાં લખાયેલ સુક્તિઓ, ગાથાઓ શુષ્ક કે તર્કવાદી નથી, પરંતુ જેમનું - ૧૨૭ કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ જીવન એક પ્રયોગશાળા હતું તેવા પરમવૈજ્ઞાનિક પ્રભુ મહાવીરની અનુભૂતિની એરણ પર ઘડાયેલ પરમસત્યની સફળ અભિવ્યક્તિ છે. આ આગમવાણીના જનક માત્ર વિચારક કે ચિંતક જ નહિ, પરંતુ ઉત્કૃષ્ટ સાધક હતા. વ્રતોને માત્ર ચિંતનની ભૂમિકા સુધી સીમિત ન રાખતાં, ચારિત્ર આચારમાં પરાવર્તિત થઈને આવેલા આ વિચારો શાસ્ત્ર બની ગયા, જે જીવને શિવ બનાવી પરમપદને પ્રાપ્ત કરવા સક્ષમ છે. સરની આજ્ઞા લઈ આ આગમસૂત્રોના સ્વાધ્યાય કરવામાં આવે, જ્ઞાની ગુરુભગવંતોના સમાગમમાં તેનો શાસ્ત્રાર્થ સમજવામાં આવે અને તેનું નિજી જીવનમાં આચરણમાં અવતરણ થાય તો અવશ્ય આપણને મુક્તિપંથ મળે. જિનાગમમાં સિદ્ધાંતમાં વિચાર, વાણી અને વર્તનની વૃત્તિ-પ્રવૃત્તિ અને નિવૃત્તિની ભાવના અને કર્તવ્યનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. આ કાળે અને ક્ષેત્રે ભીતરની સંપદાની એકવીશ હજાર વર્ષ સુધીના માલિકી હક્ક આપતો એક આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે. પુષ્પરાવર્ત મેઘની વર્ષાની અસરથી વર્ષા ન આવે તો પણ કેટલાંક વર્ષ ફળો અને પાક આવ્યા કરે, પરંતુ ભગવાન મહાવીરની વાણી ઉપદેશ ધારારૂપ આ પાવન મેઘવર્ષાની અસર આ આરાની સમાપ્તિ એટલે કે એકવીશ હજાર વર્ષ સુધી રહેનાર છે. ગુરુકૃપાએ તે પાવન વાણીને ઝીલવાનું આપણને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ૧૨૮

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75