Page #1
--------------------------------------------------------------------------
________________
Raascelleich
al2...
- ગુણવંત બરવાળિયા
dreamstime
Page #2
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે...
· ગુણવંત બરવાળિયા
પ્રકાશક
અશોક પ્રકાશન મંદિર
પહેલા માળે, કસ્તૂરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોનઃ ૦૭૯-૨૨૧૪ ૦૭૭૦ * ફેક્સઃ ૨૨૧૪૦૭૭૧ E-mail : hareshshah42@yahoo.co.in apmbooks42@yahoo.in
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨, ફોન : ૨૨૦૧ ૭૨૧૩, ૨૨૦૮ ૫૫૯૩ E-mail : nsmmum@yahoo.co.in
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧.
નવભારત સાહિત્ય મંદિર
બુકશેલ્ફ
૨૦૨, પેલિકન હાઉસ, |૧૬, સિટી સેન્ટર, સી.જી.રોડ, આશ્રમ રોડ, અમદાવાદ-૯. અમદાવાદ - ૩૮૦૦૦૯
- (1)
1—1
Vishwakalyan Ni Vate by: Gunvant Barvalia
June - 2018
(C) Dr. Madhuben G. Barvalia
પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૮
વિશ્વકલ્યાણની વાટે...
- ગુણવંત બરવાળિયા
ISBN
કિસ્મત ઃ
પ્રકાશકઃ
નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન : ૨૨૦૧ ૭૨૧૩, ૨૨૦૮ ૫૫૯૩ E-mail : nsmmum@yahoo.co.in
મુદ્રણ વ્યવસ્થા :
Page #3
--------------------------------------------------------------------------
________________
નિવેદન
પરમ ઉપકારી સંતોની અધ્યાત્મસભર સંતવાણી, સ્વાધ્યાય, પ્રવચન, આદિ સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો ત્યાર પછી હૃદયમાં ઉઠેલા ભાવોને કલમ દ્વારા ચિંતન-મનનરૂપે રજૂ કરવાનો અવસર મળ્યો. કોઈ મર્મપર્શી પ્રસંગ વાચવામાં આવ્યો અને પછીના વિચારમંથન દ્વારા કંઈક લખવાની પ્રેરણા મળી, આમ આ લખાણોની શૃંખલા રચાણી..
આ બધાં લખાણો મારી સાધના કે વિદ્વત્તાભર્યા જ્ઞાનથી લખોલાં નથી. આ લખાણો સંતસમાગમ અને વિદ્વત્તવર્યોના સંબંધોની નીપજ છે. વિદ્વત્તજનો ને ગ્રુભગવંતોનાં પ્રવચનો સાંભળીને અને સ્વાધ્યાય દ્વારા જે કંઈ જાણ્યું તેને મારી રીતે આ લેખો દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં મારાં નિજ સંવેદનોનું આલેખન થયેલું જણાશે.
પ્રસ્તુત ગ્રંથમાં ધર્મ, અધ્યાત્મ, શિક્ષણ, સમાજ, સંસ્કૃતિ વગેરે વિષયક મારા લેખો ગ્રંથસ્થ કર્યા છે, તે છેલ્લાં પંદરેક વર્ષ દરમિયાન લખાયેલા છે.
આ બધાં લખાણો ‘મુંબઈ સમાચાર', 'જન્મભૂમિ', 'કાઠિયાવાડ જેન’, ‘જૈન પ્રકાશ', ‘જાગૃતિ સંદેશ', ‘જૈન સૌરભ', 'ધર્મધારા', ‘શાસન પ્રગતિ’, ‘વડલો વિહાર', 'પ્રબુદ્ધ જીવન’ ‘દિવ્ય ધ્વનિ', વગેરે વર્તમાનપત્રો અને સામયિકોમાં પ્રગટ થયેલા છે. તે સર્વે તંત્રી અને સંપાદક મહાશયોનો આભાર.
આ લખાણોની પ્રેરણા માટે અનેક ગુરુભગવંતો અને સતીઓ મારાં ઉપકારી છે.
સાધુ-સંતોની સેવા-વૈયાવચ્ચે ભક્તિભાવપૂર્વક કરી રહ્યાં છે એવાં સરળ હૃદયા, ધર્મવત્સલા અને શ્રાવક શ્રેષ્ઠી સુશ્રી સરલાબહેન અને કુમુદભાઈ મહેતા (મુંબઈ)ને વિનમ્રભાવે ....
' (III)
-
-
-(IV)
-
-
-
Page #4
--------------------------------------------------------------------------
________________
મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેન બરવાળિયા, પુત્રીઓ અમીષા દોશી, નિલેષા ઝાટકિયા, શૈલેષી અજમેરા, પુત્ર ચિંતન અને પુત્રવધૂ અ.સૌ. બંસીએ મારા આ કાર્યમાં હંમેશાં સહયોગ આપ્યો છે.
વિશ્વકલ્યાણની વાટે..."નું પ્રકાશન કરવા બદલ નવભારત સાહિત્ય મંદિરના શ્રી અશોકભાઈ શાહ તથા મુરબ્બી શ્રી ધનજીભાઈનો આભાર માનું છું.
- ગુણવંત બરવાળિયા ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન ઘાટકોપર (ઈ), મુંબઈ-૪૦૦ ૦૭૭. એપ્રિલ-૨૦૧૮,
-
- વિશ્વકલ્યાણની વાટે...
અનુક્રમણિકા ફિમ વિષય : ૧. સમ્યક્ શ્રદ્ધા : -પર કલ્યાણકારી
૨. ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ : દાનની પરાકાષ્ઠા : ૩. સમાજનું કડવું સત્ય: પ્રમોદભાવનાનો લોપ . ૪. કથાનકો : આપાગી અમૂલ્ય સંપદા T ૫. ખેતરનાં બીજથી રોપાણો આત્મબીજ . ૬. આવા માણસ થઈને શું લાભ ? I ૩. ન્યાયસંપન્ન વૈભવ
૮. વ્યક્તિમાં રહેલા બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરે તે જ સાચી કેવળાગી : ૯. જીવનમુકત બનવાની કળા T૧૦. દર્શન સાહિત્યમાં મૃત્યુ ચિંતન | ૧૧. અવધાનથી સાવધાન..! . ૧૨. શાકાહારીઓ માટે સંમતના ૧૩, કાલની કોને ખબર છે ? ૧૪. સરળતા અને તા : પ્રભુ સાથે જોડતી કડી ૫. ભારતીય દર્શન અને પ્રમાણ સંસ્કૃતિના જ્યોતિર્ધર
પ્રામાણિકતાથી મેળવેલી સંપત્તિઃ સ્વ-પર માટે કલ્યાણકારી - પરમ દામપભાવના નિયમ અને નીતિ : એક સિક્કાની બે બાજુ વૈશ્વિક તાપમાન = ધર્મ અને પર્યાવરા દર્પગમાં બહુ જોયું, હવ દપીગને જોઈએ
૧૮ ૨૧
:
૩૩
E-mail : gunvant.barvalia@gmail.com
M : 9820215542
: પદ
અંધાપો
¢િ|¢|8||8||||:: || ||
. ૨૫,
છે.
નદી
કન્યાદાને સાંપ્રત જીવનમાં યોગનું મહત્વ ભારતીય ગુરુ પરંપરાના સંદર્ભે : સદ્ગુરુ સંસ્કૃતિના આધારસ્થંભે દિવ્ય ... વૈશ્વિક બેંકનો ચેક વૃક્ષોના રક્ષણ માટે શહાદતની કથા નિર્લેપી દેશા આત્મસુધારણાના અમૂલ્ય દસ્તાવેજ ધર્મ આધારિત સમાજરચના ત્રીજો ચૂલો ભગવાન મહાવીર અને ગૌધીજીની અહિંસા ભયથી નિમર્થતાની યાત્રા
૧૧૪ ૧૨૯
૨૮. ૨૯.
૩. - ૩૧.
૩૨.
૧૩૪ ૧૮
Page #5
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
સમ્યક્ શ્રદ્ધા : સ્વ-પર કલ્યાણકારી
મિત્રોમાં ચર્ચા ચાલતી હતી, શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાની. સાચી શ્રદ્ધા માનવીને તારે, અશ્રદ્ધા જીવનને જડતા તરફ લઈ જાય, અંધશ્રદ્ધા ડૂબાડે. અંધશ્રદ્ધા વ્યક્તિગત જીવનમાં નૈતિક અધ:પતન કરાવે. આધ્યાત્મિક પ્રગતિ જ ન થાય, કારણ મિથ્યાત્વમાંથી જરીક પણ પગ બહાર ન કાઢી શકે.
અંધશ્રદ્ધા સમાજ માટે કેટલી નુકસાનકારક છે તે સંદર્ભમાં મિત્રે એક રસપ્રદ જ નહિ, ચિંતનપ્રેરક વાત કરી.
થોડા દિવસ પહેલાં એક અનાથાલયની મુલાકાતે જવા માટે અમે કેટલાક મિત્રોએ એક સ્થળે મળવાનું નક્કી કર્યું. સર્વધર્મ મંદિર મુક્તિધામ-નાસિક અને વિવિધલક્ષી મહારષ્ણાલય - હૉપિટલ બન્ને વચ્ચેના સંકુલમાં આવેલ બગીચાની એક બેંચ પર બેસીને હું મિત્રોની રાહ જોતો હતો. એવામાં હૉસ્પિટલ બાજુથી પાંચેક વ્યક્તિ આવી બાજુમાં નજીકમાં જ બેઠી.
બે પુરુષો, બે સ્ત્રી અને એક ૧૮ વર્ષનો છોકરો. વાતચીત પરથી જાણ્યું કે બે પુરુષો પિત્રાઈ ભાઈઓ હતા. તેમાંના એક ભાઈનો ૧૮ વર્ષનો યુવાન પુત્ર હૉસ્પિટલમાંથી સાજો થઈને ઠ્ઠી મળતાં જ બીમારીમાંથી મુક્ત થયો હતો. એક સ્ત્રી તે યુવાનની માતા અને બીજી દાદી હતી.
આ હૉસ્પિટલ બનાવનાર સૌ ધન્યવાદને પાત્ર છે. જેણે જેણે આમાં દાન આપ્યું છે તેણે તો પુણ્યના ગંજ ખડકી દીધા છે." છોકરાના પિતા બોલ્યા. આ
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ સાંભળી બીજા ભાઈએ કહ્યું કે, “તારી વાત સાચી છે. આપણે પહેલાવહેલા છોકરાને ખાનગી ડૉક્ટર પાસે લઈ ગયા હતા તો તેણે આઠ હજાર ખર્ચ આવશે તેમ કહેલું. આટલા રૂપિયા આપણે ગરીબ માણસ ક્યાંથી લાવીએ. સારું થયું કે આપણે આ વિવિધલક્ષી હૉસ્પિટલમાં આવ્યા. દસ દિવસે છોકરો સાજો થયો અને આ ધર્માદા દવાખાનાનું બિલ તો પંદરસો રૂપિયા જ આવ્યું.'
દાક્તર તો દેવ જેવા ને આ નર્સ તો દયાળુ પરી જેવી. છોકરાની ઊભેપગે ચાકરી કરી. ભગવાન એનું ભલું કરે ! માજીએ અંતરના આશીર્વાદ આપ્યા.
આપણું કામ સારી રીતે પાર પડી ગયું તો માતાજીના મઢે જઈને જ ગામને ઘરે જઈએ, મોટો ભાઈ બોલ્યો. નાનો કહે, માતાજીની જગ્યાએ જવાનો કેટલો ખર્ચ થશે ? નાળિયેર, પૂજાપો, ચૂંદડી, ફૂલમાળ, પૂજારી અને પ્રસાદના થઈને વધામણાના સાડી ચારસો જેવા ને દોઢસો ટિકિટના ગણો તો છસ્સો રૂપિયા ખરચ થાય. મારી પાસે ત્રણસો-સવા ત્રણસો સિલક છે. ત્રણસો તારે ઉછીના આપવા પડશે. મોટાએ બજેટ રજૂ કર્યું.
રસ્તામાં ઘંટાળીમાની દેરીએ એક ઘંટ પણ ચડાવતા જઈએ. દોઢસો વધુ થાશે. હું સાડા ચારસો ઉછીના આપીશ. સગવડે પાછા આલજે. દવાખાનાનું બિલ વધુ આવ્યું હોત તો ભરવું જ પડત ને. માના પરતાપે તો સૌ સારાં વાનાં થયાં. નાનાએ ટાપશી પૂરી.
આમાં તો આખો દિવસ ભાંગી જશે, છોકરાની માએ કહ્યું. તે તારે ક્યાં આજે જ હળે જતવા જવું છે ? છોકરાના બાપે કહ્યું.
છોકરો માંડ પથારીમાંથી ઊભો થયો છે. દાક્તરે હજુ આઠ દી પરેજી પાળવાની અને ઘરની બહાર નહીં નીકળવાનું કહ્યું છે. છોકરાને હજી નબળાઈ બહુ છે. આ દેવી-દેરાનાં વધમણાંનું પછી રાખો તો સારું ભાઈ, દાદીએ વ્યથા રજૂ કરી.
આ સાંભળી હું બોલ્યો ભાઈઓ તમારો ક્યાં રે'વું? સાંભળી મોટો ભાઈ કહે, સાપુતારા બાજુને ગામડે રહીએ છીએ. છોકરાને દવાખાને દાખલ કર્યો'તો, આજ છુઠ્ઠી દીધી. હવે ઘરે જાવું છે, પણ જાતા પેલા છોકરાને માતાજીને પગે લગાડતા જાવું છે.
તમે આ ધર્માર્થ દવાખાનું બનાવનાર દાનવીરો અને ડૉક્ટરનાં વખાણ કર્યા તે સાંભળ્યું, તમે એની કદર કરી તે મને ગમ્યું, પણ તમે દેવું કરી ઉછીના-ઉધાર લઈ માતાજીનાં વધામણાં કરવા જવાનો વિચાર કરો છો તે કેટલું યોગ્ય ? ઘંટાળીમાના
-
૧
Page #6
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
કામ
ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠઃ દાનની પરાકાષ્ટા
વિશ્વકલ્યાણની વાટે દેરે બસ્સો ઘંટ પડયા છે. માણસો ચોરીને ઘંટ ભંગારમાં વેંચી દે છે. રાખવાની જગ્યાના અભાવે પૂજારી પણ ઘંટ વેંચી દે છે. આને બદલે તમે જે ધર્માદા દવાખાનામાં લાભ લીધો તે દવાખાનાના ટ્રસ્ટને રૂ. ૧૫૧ દાનમાં દો તો તમારા જેવા જરૂરિયાતવાળાના ઉપયોગમાં જ એ રકમ વપરાશે. તમે કહેતા હતા ને આ દવાખાનામાં દાન દેનારે પુણ્યના ગંજ ખડક્યા, તો તમે પણ યથાશક્તિ આપી પુણ્ય કમાઈ લો, મેં કહ્યું.
ધરમ-કરમ તો કરવો જ જોઈએ ને, નહીં તો દેવ ના કોપે ? નાનો બોલ્યો.
સામે મુક્તિધામમાં સર્વધર્મનાં દેવ-દેવીઓની સુંદર મૂર્તિઓ છે. ત્યાં જઈ ભાવપૂર્વક છોકરાને દર્શન કરાવો અને તમે બધા પણ દર્શન કરો. મંદિરના ભંડારમાં રૂા. ૧૫૧નું દાન કરો. શ્રદ્ધાપૂર્વકનાં દેવદર્શન તમારા પરિવારનું જરૂર કલ્યાણ કરશે.
આમ કરવાથી તમે દેવું કરવામાંથી પણ બચશો અને છોકરો મુસાફરીથી બચી ઘરે આરામ કરી શકશે. મેં આત્મીયભાવે બન્ને ભાઈઓને કહ્યું.
આ ભાઈની વાત સાચી છે, દાદીએ કહ્યું. બધા સંમત થયા. નાનો કહે, હું હૉસ્પિટલમાં જઈ આઠસો એકાવનની પાવતી ફડાવીને આવું છું. તમે સૌ મંદિર તરફ ચાલો. દર્શન કરીને પછી જ ગામને ઘરે જઈએ.
મોટા ભાઈએ ચાલો ત્યારે, રામરામ કરી સ્મિત કર્યું તે ક્ષણે મને પ્રસન્નતા અને સંતોષની લાગણી થઈ.
મિત્ર પટેલે ઘટનાની વાત પૂરી કરતાં મારા મનમાં ચિંતનની ચિનગારી ચાંપી. સંતો અને લોકશિક્ષકો સમાજના એક મોટા વર્ગને અંધશ્રદ્ધામાંથી બચાવી શકે.
આવા એક મોટા વર્ગનો પૈસો અને સમય બાધા, આખડી, દોરા, ધાગા, ભૂવા, ડાકલા પાછળ વ્યર્થ ખર્ચાતો બચે અને એ સમય અને નાનકડી પણ વિશાળ સંપત્તિનો પ્રવાહ દાન દ્વારા શિક્ષણની સંસ્થાઓ, વિદ્યાલયો, આરોગ્યની સંસ્થાઓ, હૉસ્પિટલો પ્રતિ વળે તો એ બધું મળીને કેટલું મોટું કામ થઈ શકે. નહિ તો વેઠિયા ઘંટી ચાટે ને પૂજારીને મલીદા જેવો ઘાટ થાય.
સમ્યક શ્રદ્ધા જ ધર્મનો પાયો છે અને તે જ સ્વ-પર કલ્યાણનું કારણ બની શકે.
અનાવૃષ્ટિને કારણે ગુજરાતના સમગ્ર સોરઠ વિસ્તારમાં દુષ્કાળના ઓળા ઊતરી આવ્યા. માનવીઓ માટે અનાજ-પાણીની તંગી અને પશુઓ માટે ઘાસચારો મળવો મુશ્કેલ બન્યો.
- સોરઠ-ગુજરાતમાં ત્યારે મોહમદ બેગડો સુલતાન હતો. તેણે જૈન વણિકોને બંબભટ દ્વારા કહેવડાવ્યું કે, તમે પરોપકારનાં કાર્યો કરો છો. ભાટ-બારોટે અમને કહ્યું છે કે, ૧૩૧૫ના ભયંકર દુકાળમાં તમારા પૂર્વજોમાંના એક જગડુશા થઈ ગયા. તેણે દુકાળમાં અન્ન-ચારો-પાણી પૂરાં પાડી લાખોને બચાવ્યા. તેથી જ તમને ‘શાહના ઈલકાબથી નવાજમાં આવે છે. તમે એક વર્ષ સુધી લોકોને અનાજ પૂરું પાડો, નહીં તો ‘શાહ' પદવી પાછી લઈ લેવામાં આવશે. મને એક મહિનામાં ચોક્કસ જવાબ જોઈએ.
ચાંપશી શેઠની હાજરીમાં ચાંપાનેરમાં વણિક મહાજનને બંબભટે વાત કરી તેથી ચાંપશી મહેતા, સારંગ મહેતા, તેજો શાહ, લાલજીકાકા અને વીરદાસકાકા આમ પાંચે ગામેગામ ફરીને દુષ્કાળ માટે ટીપ લખવાનું શરૂ કર્યું.
ચાંપાનેરમાં ચાર મહિના, પાટણ દ્વારા બે મહિના અને ધોળકાના મહાજને દસ દિવસના બંદોબસ્તની ટીપ લખાવી.
હવે મહાજને ધોળકાથી ધંધુકા તરફ પ્રયાણ કર્યું. વચ્ચે હડાળા ગામમાંથી પસાર થતા હતા ત્યાં સાંધેલા સાદા કપડામાં એક માણસે વિનંતી કરી કે, મહાજન,
Page #7
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
વિશ્વકલ્યાણની વાટે બપોરનો સમય છે, અહીં શ્રાવકમાં આ ગરીબનું એક્લાનું ઝૂંપડું છે તો મને સાધર્મિક ભક્તિ કરવાનો લાભ આપો.
શ્રેષ્ઠીઓએ આપસમાં વાત કરી કે, આ દરિદ્રનારાયણને ત્યાં આપણે પાંચ જમીશું તો કદાચ કાલે તેને ઉપવાસ કરવાનો વારો આવે.
શ્રેષ્ઠીઓ કહે કે, અમારા ગળામાં મોટી આક્ત આવી છે. અમારે ઉતાવળે આગળ જવું છે.
મારું નામ ખેમો છે. આપ શા કામ માટે બહાર નીકળ્યા છો તે મને ખબર નથી, પરંતુ માઠું છાશ-ભરડકું જે બની શકે તે આરોગીને આપ આગળ પધારો, શાસનદેવની કૃપાથી આપનું કામ સફળ થશે. મહાક્યને એમણે વિનંતી કરી.
મહાજન અતિઆગ્રહ જોઈ તેનું નિમંત્રણ સ્વીકારે છે. ખેમો શીરો-પૂરી વગેરે સુંદર ભોજન કરાવે છે અને કહે છે કે થોડો આરામ કરો. મારા વૃદ્ધ પિતાજીએ હજી આપ મહાજનનાં દર્શન નથી ક્યાં. મહાજન તો આ ગરીબ વણિકની ભક્તિથી દંગ રહી ગયું.
શ્રેષ્ઠીઓ કહે છે, “ખેમચંદ શેઠ, તમે અમારું સારી રીતે સ્વાગત કર્યું, ચાંપાનેર આવો ત્યારે જરૂર અમારે ત્યાં પધારજો. હવે અમને જવા દો."
સુલતાને અમને એક મહિનાની મુદત આપી છે. લાખો માણસો માટે ૧૨ મહિના ચાલે તેટલું અનાજ મહાજને ભેગું કરવાનું છે. ૨૦ દિવસના પ્રયત્નોથી અમે છ મહિના, ૧૦ દિવસની ટીપ લખી છે, હવે ફક્ત ૧૦ દિવસમાં બાકીનું પૂરું કરવાનું છે જે અમારે માટે ઘણી ચિંતાનો વિષય છે. જો આ ટીપ પૂરી ન થાય તો સુલતાન જૈન મહાજનની ‘શાહ' પદવી રદ કરશે.” - ખેમાએ કહ્યું, આપ જે ટીપ માટે બહાર નીકળ્યા છો તેમાં મારી પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો સ્વીકાર કરો તો હું ધન્ય બનીશ. - શ્રેષ્ઠી મહાજને કહ્યું કે, અત્યારે તો તેલનો છાંટો પણ અમારા માટે સવા મણ ધી સમાન છે.
ચાંપશી શેઠે ટીપનું કાગળિયું ખીસામાંથી કાઢી, છેલ્લું નામ ખેમા દેદરાણીનું લખી એમાના હાથમાં આપ્યું. એમાના વૃદ્ધ પિતાએ કહ્યું, મહાજનને જુહાર, ફોઠસાહબો જુહાર, અહોભાગ્ય, મહાજનનાં ચરણ અમારે ત્યાં થયાં એ અમારે માટે અહોભાગ્ય. ખેમાએ વૃદ્ધ પિતાને સમગ્ર વૃત્તાંત કહી કાગળ બતાવ્યો અને કહ્યું કે, આપણે પણ કંઈક મદદ કરવી જોઈએ. પિતાએ કહ્યું, બેટા, એમાં મને
શું પૂછવાનું ? સામેથી આવો પુણ્યકાર્યનો અવસર આવ્યો છે, આપણી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી લો. ઉદાર દિલ રાખી બેટા જે કરવું હોય તે ખુશીથી સત્વરે કરો. ખેમો હાથ જોડીને કહે, “મહાજન, આ ગરીબ સેવકની ઇચ્છા છે કે આનો લાભ મને જ આપવામાં આવે. પૂરા એક વર્ષ સુધી આપણા સંપૂર્ણ પંથકની માનવ અને પશુ-પંખીની સેવા કરવાનું કામ મને જ સોંપવામાં આવે. આપ શેઠસાહેબોને તો આવા જીવદયા-માનવરાહત-દાન-પુણ્યના અનેક પ્રસંગો મળતા હોય. મારા જેવા ગામડિયાને આ અવસર પ્રદાન કરશો તો હું ને મારો પરિવાર આ ઘડીને ધન્ય માનીશું.”
મહાજન શ્રેષ્ઠીઓ ખેમાની સામે ટગરટગર જોઈને વિસ્મય અનુભવે છે. ખેમાનાં ફાટેલાં-સાંધેલાં કપડાં, નાનું સાદું ઘર જોઈ વિચારે ચડ્યા.
ખેમો મહાજનના શંકાશીલ ચહેરાને વાંચી વિનંતી કરે છે કે, આપ માત્ર ૧૦-૧૫ મિનિટ માટે મારી સાથે નીચે ચાલો. ખેમો નીચે અંધારિયા ભંડારઘરમાં ફાનસ કરી ખાંઝા પ્રકાશમાં મહાજનને લઈ જાય છે.
એક બાજ અનાજ-કઠોળની ગૂણોનો ગંજ તો બીજી બાજુ પશુચારાના ખોળ કપાસિયાની ગુણોનો ગંજ ખડકાયેલો હતો.
આ સમગ્ર મિલકત ન્યાય દ્વારા ઉપાર્જિત અમારા શ્રમ અને પસીનાનું પરિણામ છે. આ ભંડાર આપણા દેશનાં માનવો અને પશુઓનાં પાલન-પોષણ માટેની અનામત છે.
મહાજને ખેમાની નમ્રતા, સાદગી અને સરળતાને વંદન કરી કહ્યું કે, આપ બાદશાહને મળવા અમારી સાથે ચાલો. બાદશાહના દરબારમાં મહાજન કહે છે, અમારી કોમના આ શેઠ ૩૬૦ દિવસ પોતાના તરફથી પ્રજાનું પાલન કરશે. બાદશાહ ખેમાના દીદાર જોઈને કહે છે, ચાંપશી રોઠ, શું હસી-મજાક કરો છો ? ચાંપશી કહે, ખુદાવંત, આપની ખિદમતમાં શું હસી-મજાક થઈ શકે ? હું સાચું કહું છું.
બાદશાહ ખેમાની સામે જોઈને કહે છે, શેઠ આપનું નામ ? ખેમો કહે, નામદાર મારું નામ ખેમો દેદરાણી. ક્યાં રહો છો ? અન્નદાતા, હું હાળાનો રહેવાસી છે.” શું આપ એક વર્ષ સુધી પ્રજાનું પાલન કરશો ? બાદશાહે પ્રશ્ન કર્યો. ખેમાએ જવાબ આપ્યો કે, શાસનદેવની કૃપાથી, આપની દયાથી અને
Page #8
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
પિતાજીની આજ્ઞાથી આ કામ થઈ જશે. બાદશાહે પૂછ્યું, પિતાજીની ઉંમર કેટલી ? નવ્વાણું વર્ષમાં અઢી મહિના બાકી, ખેમાએ કહ્યું. બાદશાહે પૂછયું, આપની ઉંમર ? ૭૭ વર્ષ, ખેમાએ જવાબ દીધો. બાદશાહ કહે છે, તમારા જેવા પાક ઈનસાનને ખુદા પૂરી ઉમર આપે. હું આપને બક્ષિસ આપું છું, આ હાર શેઠના ગળામાં પહેરાવો અને એક ગામ, હાથી-ઘોડા ને નગદ રૂપિયા ઇનામ આપો. પછી મહાજન સામે જોઈને બાદશાહ કહે છે, “પહેલો શાહ વાણિયો અને બીજો શાહ બાદશાહ”. મહાજન બહાર આવીને પ્રસન્નતાથી ‘જિન શાસન કી જાય'' બોલે છે. આવા શ્રેષ્ઠીઓએ અપરિગ્રહી બની જિન શાસનના નામને ઇતિહાસમાં ઉજાગર કર્યું છે.
સાથે જ ખેમાએ ધન-ધાન્ય એકઠું કર્યું, પણ એ પરિગ્રહમાં આસક્તિ ન હતી, તેથી પરિગ્રહના પહાડમાં તિરાડ પાડી દાનની ભાગીરથી-ગંગા વહાવી. ‘દાન એ જ આપણી સંપત્તિનો સાચો રક્ષક છે. ખેમાએ પરોપકારનાં કાર્યોમાં ધનધાન્ય વાપરી સાચા અર્થમાં અપરિગ્રહી બની પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી.
૩
વિશ્વકલ્યાણની વાટે
સમાજનું કડવું સત્ય ઃ પ્રમોદભાવનાનો કોપ :
સમગ્ર સૃષ્ટિને અંધકારના બાહુપાશમાંથી મુક્ત કરવા ભાણદેવ પધારી ગયા હતા. ઉષાની લાલીમાસહ દેદીપ્યમાન કિરણો વાતાવરણને ચેતનવંતું બનાવી રહ્યાં હતાં. પંખીઓનો કલશોર અને કૂકડાઓની બાંગ પ્રભાતના આગમનની છડી પોકારી રહ્યાં હતાં... આવા રમ્ય વાતાવરણમાં પાવિહાર કરી સંતો એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા. સંતે ગ્રામવિહારમાં કૌતૂક જોયું. એકાદ ગામ નજીક પહોંચ્યા. ત્યાં એક શ્વાન દૂરથી ભસતો આવ્યો.
વાયુમંડળની પ્રસન્નતા છિન્ન-ભિન્ન થતાં સંતોના સમુદાયમાં નાના સંતને ડર લાગ્યો. વડીલ સંતની પાસે જઈ પોતાના ડરની વાત કહી. સંતે મધુર સ્મિત સાથે કહ્યું, “તેના ગામની સીમામાં છીએ એટલે આવું વર્તન કરે છે, હમણાં ચાલ્યો જશે.'
થોડી વાર એ શ્વાન ભસતોભસતો પાછળ આવ્યો. સંતોનો સમુદાય તો પોતાની દિશામાં આગળ વધી રહ્યો હતો. થોડી વાર ભસતાભસતા પાછળ આવેલું કૂતરું પોતાનું કાંઈ ચાલ્યું નથી તેમ માની પાછળ ઊભું રહી ગયું. નાના સંતે પાછળ ફરીને જોયું. કૂતરું પોતાના પગ જમીન પર વારંવાર ઘસતા ધૂળ ઉડાડતું હતું.
નાના સંતે વડીલ સંતને પૂછ્યું, “ગુરુદેવ, એ કેમ પગ ઘસી ધૂળ ઉડાડે છે ?’’ ત્યારે વડીલ સંતે માર્મિક જવાબ આપ્યો, “તેનું કાંઈ ચાલ્યું નથી. ભસવાનો
८
Page #9
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે કામ
વિશ્વકલ્યાણની વાટે અર્થ સર્યો નહીં એટલે પોતાના અંદરના નકારાત્મક ભાવો નેગેટિવિટીને કાઢવા જમીન પર પગ ઘસી ઘસીને ધૂળ ઉડાડે છે.”
સમાજ અને સમુદાયમાં પણ કેટલાક લોકો એવા હોય છે જેને સારું જોઈને હસતાં નહીં ભસતાં જ આવતું હોય છે, જ્યારે પોતાનું કંઈ ચાલે નહીં ત્યારે બીજા પર ધૂળ ઉડાડવાનો પ્રયત્ન કરતા હોય છે. બીજાની નવ્વાણું સારી વાતને એપ્રિશિયેટ ન કરતા એની એક ભૂલની નવ્વાણું વાર ટીકા કરવી તેવા નકારાત્મક ભાવોવાળા રાજકારણ, સમાજ કે ધર્મક્ષેત્રના કહેવાતા આગેવાન કે ઠેકેદારો જ હોય છે.
આ નેગેટિવિટીથી અનુપ્રેક્ષા ચિંતનની ચાર પરાભાવનામાંથી જીવનમાં પ્રમોદભાવનાનો લોપ થયા કરે છે અને ક્યારેક તો એવું લાગે છે કે આવા માણસોને કૂતરા સાથે સરખાવીએ તો કૂતરા જેવા વફાદાર પ્રાણીનું પણ અપમાન જ ગણાય ને !
કથાનકો : આપણી અમૂલ્ય સંપદા
જગતભરમાં કથાસાહિત્યનું સ્થાન અદ્વિતીય અને અનુપમ છે. कहा-बंधे त णस्थि जयम्मि जं कह वि चुक्का कुवलयमाला
જગતમાં એવો કોઈ પદાર્થ નથી જેને કથારચનામાં સ્થાન મળ્યું ન હોય. પ્રત્યક્ષ દુનિયામાં જે માનવપ્રજા વસે છે તેમાં ભણેલા, કુશાગ્ર બુદ્ધિવાળા અલ્પ છે કે જે વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ભૂગોળ, ખગોળ, ગણિત, આયુર્વેદ, અધ્યાત્મ, યોગ, પ્રમાણશાસ્ત્ર જેવા ગહન અને તાત્ત્વિક વિષયોમાં રસ લઈ ઊંડા ઊતરી શકે. આથી તેઓને સ-રસ અને સમજ પડે તેવા અને તે સમજ દ્વારા જીવનનો રસ માણી શકાય તેવા સાહિત્યની અપેક્ષા છે. આથી આપણા પૂર્વ ઋષિમુનિઓએ વિપુલ પ્રમાણમાં કથાઓ દ્વારા તેમની અપેક્ષાને પૂર્ણ રીતે સંતોષી છે. તેઓના સપ્તરંગી મેઘધનુષ્યની વિવિધતા અને ભાતીગળ મનોરંજનથી ભર્યું કથાસાહિત્ય આપણી જાતની સૂધબૂધ વિસરાવી કથારસના અલૌકિક પ્રદેશમાં દોરી જાય છે. વિશ્વનાં કોઈ પણ ધર્મ-દર્શન, શિક્ષણ કે સમાજના ક્ષેત્રમાં સિદ્ધાંતો કે નિયમો સમજાવવા કે જે તે ક્ષેત્રના સહેતુ બર લાવવા પ્રેરકબળ તરક કથાનકોનો ઉપયોગ અનિવાર્ય રીતે કરવામાં આવ્યો છે, જેમાં જીવનમાં ઘટિત થયેલા પ્રેરક પ્રસંગો, ઉપનય કથાઓ, દગંતકથાઓનો સમાવેશ કરવામાં આવે છે.
સમાજના વિવિધ વર્ગમાં સદાચારનું ચિંતન કરવા માટે, વિવિધ જાતિ, સંપ્રદાય કે ધર્મના લોકોને ધર્માભિમુખ કરવા માટે વિવિધ પ્રકારની કથાઓનો આશ્રય લેવામાં
10
Page #10
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે આવ્યો છે.
આપણાં પુરાણો, વેદ, ઉપનિષદો, આગમ ઉપરાંત આપણાં મહાકાવ્યો, રામાયણ-મહાભારતમાં પણ ભરપૂર સ્થાનકો સંગ્રહિત છે. કથાઓમાં પંચતંત્ર, હિતોપદેશ, ઈસપની નીતિકથાઓ,જાતકકથાઓ, પરીકથાઓ, જૈન કથાસાહિત્યમાં આગમયુગની કથાઓ, બાલાવબોધ ઉપદેશમાલાનાં કથાનકોનો સમાવેશ થાય છે.
ધર્મમાં શ્રદ્ધા વધારવા માટે પર્વથાઓ, વ્રતકથાઓ અને તત્ત્વબોધકથાઓનો ફાળો નોંધપાત્ર છે.
જૈન ધર્મમાં જ્ઞાનપ્રાપ્તિ માટેના માર્ગ-અનુયોગ દ્વારના ચાર પ્રકાર બતાવ્યા છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ છે.
ધર્મકથાનુયોગમાં ત્રિષષ્ટિશલાખા પુરુષ આદિ મહાત્માઓ, દાની, શ્રાવક શ્રેષ્ઠીઓ, સતી સ્ત્રીઓનાં પ્રેરક જીવનને કથાનકો દ્વારા વર્ણવવામાં આવ્યાં છે. જૈન કથાસાહિત્યમાં જ્ઞાતાધર્મક્યા આગમમાં સાડા ત્રણ કરોડ કથાઓ હતી તેવી શ્રુતપરંપરાથી માહિતી મળે છે, પરંતુ આજે આટલી મોટી સંખ્યામાં કથાઓ ઉપલબ્ધ નથી. કથાનુયોગ એ સામાન્ય જનસમૂહ માટે ધર્મમાર્ગમાં પ્રવેશદ્વારની ભૂમિકા પૂરી પાડે છે.
કથા-લોકથા એ સાહિત્યનું હૃદય છે. આબાલવૃદ્ધ, ગરીબ-તવંગર, સાક્ષર, નિરક્ષર સર્વ કોઈને કથા સમસ્વરૂપે એકસૂત્રતાથી જકડી બાંધી રાખે છે. આ ઉપરાંત તેની વિશેષતા એ છે કે એને જેટલી સાંભળવા કે વાંચવામાં આવે એટલી જ સહેલાઈથી, સરળતાથી તે હૃદયંગમ થઈ શકે છે. આથી જ પ્રત્યેક ધર્માચાર્યોએ પોતાનો ધર્મોપદેશ કથાના માધ્યમ દ્વારા કરવાનું યોગ્ય, ઉચિત માન્યું છે. માનવજીવનમાં ધાર્મિક સંસ્કારોના સિંચન માટે કથાથી ઉત્તમ સરળ, સહજ અને યોગ્ય કોઈ માધ્યમ નથી અને આથી જ વિશ્વના પ્રત્યેક ધર્મમાં કથાસાહિત્યની લોકપ્રિયતા, પ્રચલિતતા વ્યાપકપણે જણાય છે. ભગવાન મહાવીરે ધર્મોપદેશ દરમિયાન ધર્મ, વિજ્ઞાન અને તત્ત્વદર્શન જેવાં ગૂઢ અને ગંભીર તત્ત્વોને અધિક સરળ, સુગમ, સુબોધ અને રુચિકર બનાવવા માટે કથાનો આશ્રય લીધો જેને આગમસાહિત્યમાં સંગ્રહિત-સંકલિત કરવામાં આવ્યો.
આગમ સાહિત્ય પછી ક્રમશ: થતી કથારચનામાં પરિવર્તન આવતું ગયું. આગમમાંથી પ્રાપ્ત કથાઓ, ચરિત્ર અને મહાપુરુષોના જીવનના નાના-મોટા અનેક પ્રસંગોમાંથી મૂળ કથાવસ્તુમાં અવાંતર કથાઓનું સંયોજન અને મૂળ ચરિત્રના પૂર્વજન્મોની ઘટનાઓને સમૃદ્ધ કરવી, એની કથાવસ્તુનો વિકાસ અને વિસ્તાર કરવાની પશ્ચાદવર્તી શૈલી બની ગઈ. જૈ શૈલીનો પ્રભાવ રામાયણ, મહાભારત કે જાતકથી માંડીને ચારિત્રો,
- ૧૧ -
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ પારાયણો, આખ્યાયિકા, કથાકોશો ઈત્યાદિમાં પરંપરાગત રીતે જણાઈ આવે છે.
વિશ્વભરનાં ધર્મ અને સાહિત્યએ દૃષ્ટાંતકથાનો સહારો લીધો છે. બાળદશાના શ્રોતાઓ અને વાચકોને ધર્મ અને તત્ત્વનાં ગહન રહસ્યો સરળતાથી રસમય રીતે સમજાય એ તેનો મુખ્ય ઉદ્દેશ છે. કથાઓ દ્વારા પરિચિતતાની માધુરી અને અપરિચિતતાનો આનંદ આપી શકાય છે. દ્રવ્યાનુયોગના ગહન તત્ત્વ પ્રાથમિક દશાના વાચકો માટે સમજવા મુશ્કેલ- અઘરાં છે, પરંતુ દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવાર થઈ વાચકના હૃદય સુધીની યાત્રા સરળતાથી કરી શકે છે.
જૈન કથાનકોની વિરાટ સૃષ્ટિ આપણી અમૂલ્ય સંપદા છે. ધર્મ અને દર્શનને જગત સુધી પહોંચાડવા કથાનુયોગ સૌથી વધુ ઉપકારક બને છે. આગમમાં કથાનુયોગ અભિપ્રેત છે. કાદમ્બરીનો ભાવાનુવાદ કરનાર કવિ ભાલણની ઉક્તિ અમારા હૃદયભાવને વાચા આપે છે.
મુગ્ધ રસિક સાંભળવા ઈછી પાગ પ્રીછી નવ જય, તેહને પ્રીછવા કારગે કીધું ભાલણે ભાષા બંધ.'' મુગ્ધ રસિક શ્રોતા સાંભળવા અને સમજવા ઇચ્છે છે, પરંતુ સમજી શકતા નથી, એને સરળ રીતે સમજાવવા ભાલણ જે રીતે આસ્વાદ-ભાવાનુવાદનો પુરુષાર્થ કરે છે તેમ આપણે પણ કથાનકો દ્વારા આસ્વાદનો પુરુષાર્થ કરવો જોઈએ.
વિશ્વના કથાસાહિત્યમાં જાસૂસી કથાઓ, જુગુપ્સાપ્રેરક કથાઓ, બીભત્સ કથાઓ, હિંસાત્મક વીરકથાઓ પુષ્કળ છે, પરંતુ ધર્મ કે દર્શન સાહિત્યમાં આવી કથાઓને સ્થાન નથી.
અહીં નીતિ-સદાચાર પ્રેરકકથાઓ, ચારિત્ર્યકથાઓ, તપ-ત્યાગની કથાઓ જ ધર્મકથાઓ છે જે માનવજીવનને ઊર્ધ્વગામી કરી શકે છે. વળી જ્ઞાનીઓએ ચાર વિકથાનો ત્યાગ કરવા જણાવ્યું છે જેમાં પાપ હેતુભૂત સ્ત્રી-પુરુષની કથા છે. એ જ રીતે રાજકથા અને દેશકથા કરવાથી નિંદા દ્વારા આત્મા અનથદંડથી દંડાય અને કર્મબંધન કરે છે, તો વળી ક્યારેક આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં ફસાઈ જાય છે. જ્યારે ભોજનકથામાં આસક્તિ અભિપ્રેત છે. આવી વિકથાનો આરાધક આત્માઓએ ત્યાગ કરી માત્ર ધર્મકથાનો જ આશ્રય લેવો જોઈએ. આસક્તિ અને સંજ્ઞાઓને પાતળી પાડવા આ કથાનકો પાયાનું કામ કરે છે. શાસ્ત્રકાર પરામર્શિઓ, જૈન દાર્શનિકો, મુનિઓ કે જૈન સર્જક-સાહિત્યકારો એમ દૃઢપણે માને છે કે સાહિત્ય અને કલાના સર્જનનો ઉદ્દેશ શુભતત્ત્વોનાં દર્શનનો હોય તો જ સાર્થક.
- ૧૨
Page #11
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
કામ
ખેતરના બીજથી રોપાણો આત્મબીજ
સ્વદોષ ગુપ્તિ...નિજદોષદર્શન
વિશ્વકલ્યાણની વાટે ક્યા, કાવ્ય, સાહિત્ય, સંગીત અને લલિતકલાઓથી જીવન સભર બને છે. માટે અહીં જીવનમાં કલાની આવશ્યકતા જ નહિ, પરંતુ અનિવાર્યતા સ્વીકારાઈ છે, પરંતુ જીવનની સંભરતા અને મધુરતાનું શું? માત્ર કલ્પનામાં વિહાર કરવાથી જીવનમાં સભરતા અને મધુરતા આવી શકે ? સર્જનશક્તિ ખીલવવા માટે કલ્પનાના વિકાસની એક નિશ્ચિત હદ છે. એ સરહદ પાર કર્યા પછી નિરર્થક છે.
કથા, કાવ્ય, સાહિત્ય કે સંગીત વગેરે કલાઓ માત્ર ભક્તિ પ્રયોજનરૂપ ન હોય, સદાચારપ્રેરક ન હોય તો માત્ર કલ્પિત અને નિરર્થક બની રહેશે. જે કલા દ્વારા આત્મગુણોનો વિકાસ થાય તે કલા જ સાર્થક. જે સર્જનમાં નિજ સ્વરૂપને પામવાની ઝંખના નથી તે કૃતિ ઇન્દ્રિયોના મનોરંજન કરનારી નીવડે છે. જેનું પરિણામ ભોગઉપભોગ અને તુષ્ણા વધારનારું, રાગ-દ્વેષ ને સંસાર વધારનાર છે. સૂરદાસ, તુલસીદાસ, મીરા, નરસિંહ, કબીર, આનંદઘનજી, શ્રીમદ્ રાજચંદ્રજી, પૂ. યશોવિજયજી, પૂ. હરિભદ્રસૂરિ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, પૂ. કુંદકુંદાચાર્ય, સમયસુંદજી વિગેરેનું સાહિત્ય આત્માર્થ હોવાથી ચિરંજીવ બની અમરત્વને પામ્યું.
પ્રાચીન કે મધ્યકાલીન ક્યામંજૂષા ખોલી સાહિત્યસર્જકો, કથાઓના શ્રદ્ધાતત્ત્વને અકબંધ રાખી સાંપ્રત પ્રવાહ પ્રમાણે આધુનિક-વૈજ્ઞાનિક અભિગમથી એ કથાઓ નવી પેઢી સમક્ષ રજૂ કરશે તો યુવાનોને ધર્માભિમુખ થવાની નવી દિશા મળશે.
જૈન કથાનુયોગમાં શ્રાવક, શ્રાવિકા, સાધુ-સાધ્વી વગેરેનાં જીવનનાં આદર્શ પાસાંનું નિરૂપણ તો કરવામાં આવે જ છે, પરંતુ જૈન કથાઓની વિશિષ્ટતા એ છે કે તે પશુપંખીનાં પાત્રોને, તેના જીવનના આદર્શને રજૂ કરી પ્રેરણા પૂરી પાડે છે. સિંહના જીવનનું પરિવર્તન થતાં તે ભૂખ્યા રહેવા છતાં હિંસા કરતો નથી. ચંડકૌશિક સર્પને જાતિસ્મરણ જ્ઞાન થતાં તે કીડીને પણ નુકસાન કરતો નથી. આમ જૈન કથાનુયોગની સ્થાઓનું જીવનઘડતરમાં મૂલ્યવાન યોગદાન રહ્યું છે. | જૈન કથા સાહિત્યમાં પરિષહ અને ઉપસર્ગપ્રધાન કથાઓ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા - એમ ચતુર્વિધ સંઘને ઉપસર્ગો નડે છે. દેવકૃત, મનુષ્યકૃત ને તિર્યંચ (પ્રાણી, પશુ, પંખી)કૃત ઉપસર્ગો આવે ત્યારે મહાન આત્માઓ સમભાવથી આવા ઉપસર્ગો સહન કરી કર્મનો ક્ષય કરે છે. સાધનાજીવનમાં બાવીસ પ્રકારના પરિપહો આવે છે. પરિષહપ્રધાન કથાઓમાં મહાન આત્માઓ કઈ રીતે સમતાભાવે પરિષહ સહન કરે છે તે વાંચતા આપણા જીવનમાં અનન્ય પ્રેરણા મળે છે.
ચાતુર્માસ અર્થે બિરાજમાન સંત પ્રતિક્રમણ, ધ્યાન આદિ આવશ્યક અનુષ્ઠાન અને પ્રાતઃ ક્રિયાઓથી પરવારી ઉપાશ્રયના પાછળના ભાગની બાલ્કનીમાં ઊભા હતા. ધર્મસ્થાનકના પાછળના ભાગમાંના ખેતરમાં એક ખેડૂત વાવણી કરી રહ્યો હતો તે દેશ્ય સંત બારીકાઈથી જોઈ રહ્યા હતા. વાવણીનું કાર્ય કરતાંકરતાં એ ખેડૂત બાલ્કનીની એકદમ નજીક આવ્યો ત્યારે સંતે તે યુવાનને પૂછયું કે, ભાઈ ! તું બીજ વાવી રહ્યો છે એ તો મેં જોયું, પરંતુ બીજ જમીનમાં વાવ્યાં પછી તું શું વિધિ કરતો હતો તે સમજાયું નહીં. ખેડૂત યુવકે જવાબ આપ્યો કે, બાપજી, બીજ વાવ્યા પછી એ બીજ પર હું માટી નાખતો જતો હતો. સંતે કહ્યું કે, માટી શા માટે નાખવી પડે ?
- ખેડૂત યુવાને કહ્યું કે, ખુલ્લાં બીજ ઊગતાં નથી, ફૂલતાં-ફાલતાં નથી. બીજને અંકુરિત કરવાં હોય, એક બીજમાંથી અનેક બીજ ઉત્પન્ન કરવાં હોય તો તેને માટીથી ઢાંકી દેવાં જરૂરી છે, નહીં તો એ તીવ્ર હવાથી ઊડી જાય કે પક્ષીઓ ચણી જાય કે સૂર્યના ભયંકર તાપથી શેકાઈ જાય. શેકાઈ ગયેલાં બીજનો ફાલ થતો નથી એટલે પાક આવતો નથી.
સંતની ચિંતનધારા ચાલી.... આપણે આપણાં અવગુણો, દુકૃત્યો ઢાંકી દઈએ છીએ. આપણને તો આપણાં દોષ કે દુષ્કૃત્યો અવગુણરૂપે દેખાતાં નથી, પરંતુ
૧૩.
Page #12
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
કામ
વિશ્વકલ્યાણની વાટે એને ઢાંકવાથી-છૂપાવી દેવાથી એ અન્યને પણ દેખાતાં નથી તેથી આપણો દંભ વધે છે. આપણા દોષો ગુણાંક્ની ગતિએ વધે છે, લે છે, ફાલે છે. એક દોષ અનેક દોષોને જન્મ આપે છે. જેમ ઢાકેલા એક બીજમાંથી અનેક બીજ ઉત્પન્ન થાય છે તેમ.
આપણે આપણાં ગુણો, દાન કે સુકૃત્યો ગુપ્ત રાખતાં નથી. તેની વાત બધાને કરીએ છીએ, એ કામની જાહેરાતો કરીએ છીએ, તેને ખુલ્લો મૂકીએ છીએ જેથી તે ફલતાં-ફાલતાં નથી. એકમાંથી અનેકનું સર્જન થતું નથી, કારણકે આત્મશ્લાઘામાં ઊડી જાય, વાહવાહમાં વહી જાય, અહંકારમાં ઓગળી જાય. જેને ઢાંકવાં જોઈએ, જેને ગુપ્ત રાખવાં જોઈએ તેને આપણે ખુલ્લાં રાખીએ છીએ, જાહેર કરીએ છીએ અને જેને જાહેર કરવાં જોઈએ તેને આપણે ઢાંકીએ છીએ, ગુપ્ત રાખીએ છીએ. આ અંગે આપણે ચિંતન કરી આત્મનિરીક્ષણ કરવું જરૂરી છે.
આપણા દોષો ખુલ્લા રાખવાથી તેનો એકરાર કરવાની સરળતા રહે છે. નિર્દોષ, પવિત્ર શિખર પર જવાનું પવિત્ર પગથિયું એટલે નિજદોષનો એકરાર,
સ્વદોષનો સ્વીકાર. આ ક્રિયામાં સૌથી પહેલાં ચિત્તમાંનો અહંકાર ઓગળશે, આંખમાંથી કરુણાની ગંગા વહેશે, પશ્ચાત્તાપનું પાવન ઝરણું વહેશે. આ સ્થિતિએ પહોંચ્યા પછી આપણને કોઈ આપણો દોષ બતાવશે તો તેના પર ક્રોધ નહીં આવે, દ્વેષ નહીં થાય, પરંતુ આપણને થશે કે આપણા દોષના ભાવ ઉદયમાં આવ્યા તે સમયે તેણે અંગુલીનિર્દેશ કર્યો. આમ મને તેણે જાગૃત કર્યો તે બદલ હું તેનો ઉપકાર માનીશ.
આપણે સહચિંતન કરીએ, “હું મારા ગુણોને ઢાંકી સગુણોને ગુણક ગતિએ વધારીશ, દોષદર્શન કરી પ્રતિક્રમણના ભાવ જગાડી દોષમુક્તિની યાત્રા તરફ પ્રયાણ કરીશ.'
આવા માણસ થઈને શું લાભ?
| મુનિ શ્રી સંતબાલજીના અંતેવાસી મણિભાઈ પટેલ વિહારયાત્રામાં મુનિશ્રી સાથે જ હોય. ઘણી વાર વિહારયાત્રાની વિશિષ્ટ પ્રસંગની વાત કરતા. મુનિશ્રી સાથે એ થાણા જિલ્લાના એક ગામડામાં વિહાર કરી રહ્યા હતા. એક ગામમાં તેમનો નિવાસ રામ મંદિરમાં હતો. ગામ માંસાહારી હતું, પરંતુ એક સંતના પ્રતાપે કેટલાંક ટુંબો શાકાહારી બન્યાં, એટલું જ નહિ, સંસ્કારી પણ બન્યાં.
એવા એક ભાઈ મહાજશ્રીના સંપર્કમાં આવ્યા.
તેમણે કહ્યું, “મહારાજશ્રી ! મારે ત્યાં દૂધ લેવા પધારશો ?" મહારાજશ્રીએ કહ્યું, દૂધ જ નહિ, ભિક્ષા પણ લઈશ. અમે અહિંસામાં માનનારા છીએ. અમારે નાતજાતનો ભેદ નથી, પણ જે ઘરમાં એક પણ માણસ માંસાહાર, ઇંડા સુધ્ધાં ન ખાતો હોય તેના ઘરેથી ભિક્ષા લઈ શકાય. અમે બધા જ શાકાહારી છીએ. પછી તો પરિચય વધ્યો. વાતવાતમાં પોતે શાકાહારી કેવી રીતે બન્યા ? તેની વિગત કહી.
એમણે કહ્યું : એકવાર એક સાધુબુવા આવેલા. હું તેમની કથામાં ગયો. તેમણે એક ધનગર (ભરવાડ)નું દૃષ્ટાંત આપ્યું. ધનગર ઘણાં ઘેટાં રાખતો હતો. તે તેમને ચરાવવા જંગલમાં લઈ જતો. ત્યાં એક (લોંગ્ય) વરુ રોજ આવતું અને ઘણાં ઘેટાં મારતું હતું. ધનગરને ખૂબ જ ચિંતા થતી, પણ ઉપાય મળતો નહોતો. એક દહહો તેણે લોંગ્યને (વરુને) કહ્યું કે તું પશુ છે, હું માણસ છું, માણસને કેવી મજા ! રાંધીને ખાવાનું, પીવાનું, રહેવાનું બધું જ મળે, ધારે તો મોક્ષ પણ મળી જાય !
- ૧૬
૧૫
Page #13
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
કામ
ન્યાયસંપન્ન વૈભવ
વિશ્વકલ્યાણની વાટે અને તારે તો મુશ્કેલીનો પાર નહીં. વરુ કહે, તો મારે પણ માણસ બનવું છે. કેવી રીતે બનાય ? તો ભરવાડ કહે, પુણ્ય કરે તો માનવ બનાય. તું ઘેટાં મારવાનું બંધ કરશે તો પુષ્ય વધશે અને તેથી ભગવાન તને માનવ બનાવશે. આથી વરું તો રાજીરાજી થઈ ગયું. તેણે ઘેટાં મારવાનું બંધ કર્યું. હવે પેલા ભરવાડને નિરાંત થઈ. તેનાં ઘેટાંનો પરિવાર વધવા લાગ્યો.
આ ખુશીના કારણે એક દિવસ તેણે વરુના માનમાં એક સમારંભ યોજ્યો. ઘણા મહેમાનોને નોતર્યા. જદીદી મીઠાઈઓ સાથે ઘેટાં અને બીજાં પ્રાણીઓના સારાસારા માંસની રસોઈ બનાવી. વરુ આવ્યું. તેણે જાણ્યું કે અહીં માંસ રાંધ્યું છે કે તરત વિચારમાં પડી ગયું : અરે ! મને માનવ થવા આણે માંસાહારત્યાગનો ઉપદેશ આપ્યો અને પોતે તો માંસાહાર કરે છે.
તેણે કહ્યું : ભાઈ ધનગર ભરવાડ ! હું માંસ ખાતો નથી એટલે હું આમાં ભાગ નહીં લઈ શકું. અરેરે ! તું માણસ થઈને આવું કામ કરે છે ? હું તો માત્ર પેટા ભરવા જ માંસાહાર કરતો હતો અને તું તો દૂધ પીએ છે, અનાજ, શાકભાજી ખાય છે અને પાછો માંસ પણ રાંધીને ખાય છે ! પછી પોતાના ભાઈઓને કહ્યું કે, આનો ઉપદેશ ખોટો લાગે છે. આપણે કરતા હતા તે કરો. આવા માણસ નથી થવું. પણ ભગવાને કહ્યું, ભાઈ વરુ ! તારા આ કાર્યથી હવે મારા ચોપડામાં તારું નામ માનવ તરીકે લખાઈ ગયું છે એટલે માનવ તો થવું પડશે. ત્યારે તે બોલ્ય: તો પ્રભુ! માનવી બનાવો તો આવો રાક્ષસી માનવ તો ન જ બનાવજો. આટલી વિનંતી કરું છું. આ દૃષ્ટાંત સાંભળી મને થયું કે એક વરુ આટલું સમજે છે તો હું કેમ નથી સમજતો? અને ત્યારથી માંસાહાર છોડયો. તેમણે આગળ ચાલતાં કહ્યું : આ ધર્મકાર્યથી મને ઘણા ફાયદા થયા છે. જેથી મારી શ્રદ્ધા દિવસેદિવસે વધતી ગઈ છે.
એક પ્રત્યક્ષ દાખલો આપતાં તેમણે જણાવ્યું કે, ઘરમાં મારી પત્ની અને બાળકો માંસ ખાતાં, પણ હું તેમને છોડવા આગ્રહ કરતો નહીં. એક દિવસ હું હરિશ્ચંદ્ર-તારામતીનું પુસ્તક વાંચી સંભળાવતો હતો. તેમાં પત્ની પતિ માટે કેટલું દુ:ખ વેઠે છે એ મારી પત્નીએ સાંભળ્યું કે પતિનાં પગલાંમાં પોતાનું પગલું હોવું જોઈએ. ત્યારે હું તો મારા પતિને ન ગમતું કરું છું. મારે માંસાહાર છોડવો જોઈએ અને તેણે તે છોડ્યો. એટલે બાળકો આપમેળે જ તૈયાર થાય એમાં શી નવાઈ ! આમ અમારું કુટુંબ શાકાહારી બની ગયું છે તો ગુરુજી આપ જરૂર અમારે ત્યાં ભિક્ષા માટે પધારો.
જીવનમાં સુખને ધન અને વૈભવ સાથે ગાઢ સંબંધ સ્થપાઈ ચૂક્યો છે. સુખના દરેક તબક્કાને લક્ષ્મીના સમીકરણના સંદર્ભે મૂલવવાની ભ્રમણામાંથી આપણે બહાર નીકળી શકતા નથી. ધન અને વૈભવથી જ દરેક સુખની પ્રાપ્તિ થાય છે એવા માની લીધેલા સત્યને કારણે જીવનને માત્ર ભૌતિક નજરે જોયા કરીએ છીએ.
કોઈ પણ વ્યક્તિ સાથે ભૌતિક વસ્તુની આપ-લેના વ્યવહારને પ્રેમનો વિકલ્પ માની લીધો છે અને કોઈ પણ સાધનો દ્વારા બાહ્યાભ્યાંતર પરિગ્રહ, એટલે સંપત્તિ, વૈભવ કે સત્તા પ્રાપ્ત કરવી તે જીવનનું ધ્યેય બની ગયું છે.
પદાર્થને બદલે પ્રેમ અને સાધનશુદ્ધિનો વિચાર જ જીવનપ્રવાહની દિશા બદલી શકે કે સાચી દૃષ્ટિ આપી શકે.
સંપત્તિ અને વૈભવ જીવનવ્યવહાર માટે જરૂરી ખરાં, પરંતુ આપણે તેને જ અગ્રિમ સ્થાન આપી દીધું છે. દરેક ક્ષેત્રમાં સંપત્તિની પ્રધાનતાને કારણે જીવનનાં ખરાં મૂલ્યોની અવગણના થઈ છે.
કુટુંબજીવન કે સમાજજીવનમાં સંપત્તિના માપદંડના ત્રાજવાએ માનવીના સત્ત્વશીલ ગુણોની અવગણના કરી છે.
સમગ્ર સમાજજીવન દ્વારા માનવીના સત્ત્વશીલ ગુણોને પ્રધાનતા આપવી હોય તો પૂર્વાચાર્યોએ આપેલા ન્યાયસંપન્ન વૈભવના વિચારનું સાધનશુદ્ધિના સંદર્ભે જીવનમાં અવતરણ કરીએ તો સત્ત્વગુણોનો વિકાસ થાય.
૧૮
Page #14
--------------------------------------------------------------------------
________________
કાકા જ વિશ્વકલ્યાણની વાટે મારા કાકા
અનર્થકારી બતાવ્યું છે. કામવાસના અમુક સમય પૂરતી જ જાગે, જ્યારે અર્થવાસના ચોવીસેય કલાક જીવતી અને જાગતી રહે અને એનું ખપ્પર પૂરવા આપણે અમૂલ્ય જિંદગીને સ્વાહા કરી દઈએ છીએ.
પરંપરાગત રીતે દિવાળીની રાત્રે આખા વર્ષના ધંધાની લેવડ-દેવડના ચોપડાનું પૂજન કરવામાં આવે છે. આ ચોપડાપૂજન દ્વારા આપણે આવતા વર્ષ માટે કુબેરજીનો ભંડાર, ધના શાલિભદ્રની રિદ્ધિ અને ક્યવના શેઠના સૌભાગ્યની આશા સેવીએ છીએ. સાથોસાથ કુબેરજીનો ત્યાગ અને શાલિભદ્રના દાનભાવનું સ્મરણ કરવું જોઈએ. મહારાજા જનક અને આનંદ શ્રાવકને ન્યાયસંપન્ન લક્ષ્મી વરી હતી, પરંતુ આ અનાસક્ત આત્માઓએ તો આત્મલક્ષ્મીને વરમાળા પહેરાવી દીધી હતી. તેના પાવન સ્મરણ સાથે લક્ષ્મીપૂજન વેળાએ ‘મને ન્યાયસંપન્ન વૈભવની પ્રાપ્તિ થાય'ની પ્રાર્થના આપણને મહાલક્ષ્મી સમીપ દોરી જશે.
વિશ્વકલ્યાણની વાટે ધર્મ-નીતિ અને અધ્યાત્મનું અર્થશાસ્ત્ર નિરાળું છે. તેમાં ગમે તે રીતે નફો ગાંઠે કરી લેવાની વાત નથી. વ્યક્તિ, પરિસ્થિતિ અને સંજોગોને પણ આર્થિક વ્યવહાર કરતી વખતે લક્ષમાં લેવામાં આવે છે.
સામેવાળાની લાચાર પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શોષણ કરવું, અન્યની શારીરિક પાયમાલી થાય, માનસિક અથવા નૈતિક અધઃપતન થાય, અન્ય જીવોને દુભવીને કે હણીને હિંસા દ્વારા થતી આવક ન્યાયસંપન્ન વૈભવ નથી. તંદુરસ્ત સમાજ કે રાષ્ટ્રના નિર્માણ માટે આ પાયાની વાત છે.
ટૂંકમાં, ન્યાયસંપન્ન વૈભવ એટલે હિંસા, અન્યાય, શોષણ કે અનૈતિક ધંધા દ્વારા સંપત્તિ કે વૈભવની પ્રાપ્તિ ન કરવી. નીતિમય માર્ગે આજીવિકા કે સંપત્તિ પ્રાપ્ત કરવી.
સંપત્તિની મુખ્યત્વે ત્રણ ગતિ છે : ભાગ, ચોરી અને દાન. ન્યાયસંપન્ન લક્ષ્મીનો ઉચિત જીવનવ્યવહાર માટે વિવેકપૂર્ણ ઉપયોગ કર્યા પછી વધે તે સુપાત્રે ઉલ્લાસ ભાવપૂર્વક દાન દઈએ તો લક્ષ્મી મહાલક્ષ્મી બને છે.
ન્યાયમાર્ગે આવેલી સંપત્તિ આપણે સુખપૂર્વક ભોગવી શકીશું અને પરિવારમાં સંતોષ અને પ્રસન્નતાનું વાતાવરણ જળવાઈ રહેશે.
હિંદના દાદા, દાદાભાઈ નવરોજી એમના મુંબઈના કેટલાક મિત્રોના આગ્રહથી, તે મિત્રોએ વિલાયતમાં એક પેઢીની સ્થાપના કરી હતી, તેમાં પોતે પણ સામેલ થયા હતા.
પેઢી ખૂબ સારી ચાલતી. વર્ષને અંતે તેના સરવૈયામાં સારો એવો નફો થયો. ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી થવા લાગી. દાદાભાઈને નફાના ભાગ સાથે ધંધાની લેવડ-દેવડના પ્રૉફિટ ઍન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સશીટ (સરવૈયું)ના કાગળો આપવામાં આવ્યા. તે વાંચ્યા પછી દાદાભાઈએ પોતાનો ભાગ લેવાની ના પાડી, તેનું કારણ દર્શાવતાં કહ્યું, આપણી પેઢીમાં દારૂ અને અફીણનો પણ વેપાર થાય છે, એ આ હિસાબના કાગળો વાંચી-જાણી મને દુઃખ થાય છે. લોકોને દારૂ અને અફીણ વેચી કોઈને દારૂડિયા કે અફીણના બંધાણી બનાવવા એ પાપ છે. આવી પાપની કમાણીનો ભાગ મારે જોઈતો નથી અને મારે પાપના ભાગીદાર બનવું નથી. આમ કહી તેઓ પેઢીમાંથી ભાગીદાર તરીકે છૂટા થઈ ગયા. આના પરથી આપણે જાણી શકીએ કે તે ન્યાયસંપન્ન વૈભવ અને સાધનશુદ્ધિના સાચા આગ્રહી હતા.
જ્ઞાનીઓએ કામવાસના કરતાં પણ અર્થવાસનાના સાતત્યને વધુ ભયંકર
૧૯
Page #15
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
વ્યક્તિમાં રહેલા બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરે તે જ સાચી કેળવણી
કાકા વિશ્વકલ્યાણની વાટે કામ કરી
ભારતવર્ષની પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં ડોકિયું કરીશું તો જણાશે કે એ સમયમાં ઋષિકુળ, ગુરુકુળ, તપોવન જેવા આશ્રમોમાં ઋષિઓ બાળકોને જીવનોપયોગી વિવિધ પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ આપતા.
કમેક્રમે શિક્ષણની ક્ષિતિજનો વિસ્તાર થયો. વિદ્યાલયો અને મહાવિદ્યાલયો સ્થપાણાં. ભારતવર્ષમાં તક્ષશિલા અને નાલંદા જેવાં વિશ્વવિદ્યાલયો પણ બન્યાં.
અઢારમી સદીમાં વિશ્વમાં બાળશિક્ષણના સ્પેન્સર, રૂસો, ક્રોબેલ, પેટોલૉજી જેવા ચિંતકો ઉદયમાં આવ્યા. ઓગણીસમી સદીમાં મોન્ટેસરી અને રવીન્દ્રનાથ ટાગોરે શિક્ષણના ચિંતનમાં પ્રાણ પૂર્યા. એ જ અરસામાં ગુજરાતમાં પૂ. ગાંધીજી, ગીજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી અને મૂળશંકર ભટ્ટ જેવા શિક્ષણ ક્ષેત્રના ઉચ્ચ વિચારકો મળ્યા.
જર્મનીમાં ૧૯૩૭માં ફોબેલ કિન્ડર ગાર્ટન એટલે કે બાળકોનો બાગ એવો મુક્ત અને સ્વતંત્ર વાતાવરણમાં નાનાં ભૂલકાંને અનૌપચારિક શિક્ષણનો વિચાર આપ્યો, પરંતુ શિક્ષણનું વ્યાવસાયિક કરનારાઓએ રમતાં, નાચતાં, કૂદતાં નિર્દોષ બાળકોને કે. જી.ની કેદમાં પૂરી દીધાં ને તે શૈશવનું વિસ્મય છીનવી લીધું.
આધુનિક શિક્ષણની પાટલી પર બેઠેલાં બાળકો એટલે જાણે ટાંચણીથી ચિટકાડેલાં પતંગિયાં.
૧૯૪૭માં ભારતવર્ષને અંગ્રેજો સ્વરાજ સાથે કેટલા વિચિત્ર ખ્યાલો અને પદ્ધતિના લોખંડી ચોકઠામાં ફિટ કરીને ચાલ્યા ગયા. ૧૮૩૫માં લૉર્ડ મેકોલે ભારત માટે એક શિક્ષણ નીતિનું બીજ રોપ્યું હતું. પોણા બસ્સો વર્ષ પછીય એ વિષવૃક્ષનાં કડવાં ફળ આજે પણ આપણે આરોગીએ છીએ.
આઝાદી મળ્યાને સિત્તેર વર્ષ થયાં. શિક્ષણસુધારણા માટે ત્રણ શિક્ષણ પંચ અને પાંચ સમિતિઓ નીમવામાં આવ્યાં. છતાં શાળા અને કોલેજોમાં પ્રવેશ મેળવવા માટેની કેપિટેશન ફી, ટયુશન, પ્રાઈવેટ ક્લાસીસ, પરીક્ષામાં ચોરી, પરીક્ષા પદ્ધતિનાં અનિષ્ટો વગેરે ગેરરીતિઓમાંથી શિક્ષણ ક્ષેત્રને મુક્તિ મળી નથી.
૧૯૯૯માં ‘ભાર વિનાનું ભણતર' નામક યશપાલ કમિટીનો રિપોર્ટ આવ્યો. ૧૯ વર્ષ થયાં છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. બાળકોની સ્કૂલબૅગનો ભાર વધતો જાય છે ને સાથે વાલીઓ પર ફીનો ભાર પણ વધતો જાય છે. કવિ મુકેશ જોષી કહે છે કે,
બાળશિક્ષણના પ્રથમ શ્વાસે જ લ્યો હાંફી જતા, હાથ બદલાવ્યા છતાંય માંડ દસ્તરે ચિકે,
પ્રતિભાબીજની માવજત કરનારાં પરિબળોમાં શિક્ષણનું સ્થાન પ્રથમ હરોળમાં છે. શિક્ષણ જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શતો વિષય છે. શિક્ષણ અને સંસ્કાર એકબીજાનાં પર્યાય છે, માટે જ બાળકના ગર્ભસરકાર સાથે જ શિક્ષણની પ્રક્રિયા શરૂ થાય છે.
શ્રીરામ, મહાવીર, હનુમાન, અભિમન્યુ, શિવાજી જેવી વિશ્વની મહાન પ્રતિભાઓને ગર્ભમાં જ શિક્ષણ અને સંસ્કાર મળ્યાં હતાં.
પોતાના આચાર, વિચાર અને વિહાર દ્વારા માતા પોતાના બાળકને ગર્ભમાં શિક્ષણ-સંસ્કાર આપે છે. બાળકના જન્મ પછી તેની રૌશવ અવસ્થામાં પણ મા બાળકને સતત શિક્ષણ આપતું પવિત્ર વિદ્યાલય છે.
બાળક થોડું મોટું થતાં મા પોતાના જ સ્તરની વ્યક્તિને બાળકને શિક્ષણ આપવા માટે શોધે છે અને આ માના સ્તરની વ્યક્તિ તે ‘માસ્તર' છે. - બાળકના ભીતરના ખજાનાનો જાણતલ અને તેને શોધવા માટે પ્રેરનાર પ્રેરકબળ ‘માસ્તર' છે.
ભગવાન ઋષભદેવે ખેતી, ઓજારો, હથિયારો અને અગ્નિનો ઉપયોગ જેવી પાયાની કેળવણી આ માનવજાતિને આપી અને તેમની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીએ લિપિ અને ૬૪ કળાઓ શીખવી.
૨૧
- ૨૨
Page #16
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે મારા મમ્મી જેવી મમ્મીના પણ હાથ બે થાકી જતા.” વળી કૃષ્ણ દવે તો ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે,
‘‘ગોવર્ધન નહિ લે, આ બાળકનું દફતર ઉચકાશે ?
અરે ! એક જ પળમાં મોરપીંછના રંગો ઊતરી જશે.” નિશાળ વિશાળ અને રળિયામણી બને, શાળા ‘ઘરશાળા’ બને એટલે બાળકને શાળામાં પણ ઘર જેવું વાતાવરણ ને હુંફ મળે તો બાળકને શાળામાં આવવા ઝંખના થશે, નિશાળે જવા થનગનાટથી પગ ઊપડશે, પરંતુ અહીં તો શિક્ષણચિંતક વિલિયમ બ્રેકર કહે છે તેમ “બાળકો શાળામાં આવે છે. પોતાની જાતને કેળવણી આપવા નહિ, પોતે જાણે લાકડાનાં પાટિયાં હોય તેમ આવીને એ શિક્ષક પાસે પડતું મૂકે છે અને કહે છે કે લો, હવે આમાંથી ફર્નિચર બનાવો.” આવાં નિર્જીવ પાટિયાં જોઈએ ત્યારે કરસનદાસ માણેકની કાવ્યપંક્તિઓ જરૂર યાદ આવે.
ખીલુંખીલું કરતાં માસૂમ ગુલસુમ શિક્ષકને સોંપાણાં, કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં, વસંત, વષ, ગ્રીષ્મ-શરદના ભેદ બધાય ભુલાણા, જીવન મોહ તણા લઘુતમમાં પ્રગતિ પદ દાણાં, હર્ષ ઝરણ લાખો હૈયાંના ઝબક્યા ત્યાં જ જલાણા, લાખ ગુલાબી મિત ભાવિના વાવિકસ્યા જ સુકાણા,
તે દિન આંસુ ભીના રે, હરિનાં લોચનિયાં મેં દીઠાં. કેળવણીને આપણે સાચા અર્થમાં સમજવી પડશે. કાકા કાલેલકરે કેળવણીને સ્વતંત્ર રાજકારણી સાથે સરખાવી છે. એ સત્તાની દાસી કે કાયદાની કિંકરી નથી. સર્વથા પ્રકારનાં બંધનોથી મુક્તિ અપાવે અને જીવન વધારે ઉન્નત અને બળવાન બનાવે તે જ સાચી કેળવણી છે. બહારથી અને અંદરથી વ્યક્તિ આખે ને આખી બદલાઈ જાય, કેળવણી એ રૂપાંતરની પ્રક્રિયા છે. મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા છે. સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલું હીર પ્રગટાવવામાં રહેલી છે. કેળવણીનું ખરું કામ વ્યક્તિમાં રહેલા બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરવાનું છે.
આર્ષદર્શન, મુક્તિ, અંતર્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ, આચાર્ય વિનોબાજી આ પાંચ તત્ત્વોના પવિત્ર રસાયણ પંચશીલ દ્વારા ભણતર, ગણતર અને ઘડતરની કેળવણી બનાવવાની વાત કરે છે. વ્યક્તિને કેળવે તે જ ખરી કેળવણી કહેવાય.
શિક્ષણ કે કેળવણીની સામાન્ય સમજ આપણામાં એવી હોય છે કે મારા બાળકને
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ
મારે એવું શિક્ષણ આપવું છે કે તેને મોટી અને ઊંચી ડિગ્રી મળે અને એ ડિગ્રી પણ એવી હોય કે તેને સમાજમાં માન-મોભો તો મળે, ખૂબ જ શ્રીમંત કુટુંબની રૂપાળી કન્યા મળે કે ખૂબ જ શ્રીમંત કુટુંબનો મુરતિયો મળી જાય. ખૂબ જ સારી, ઊંચા પગારવાળી નોકરી મળે અથવા તે ડિગ્રી દ્વારા પોતાનો વ્યવસાય કરી ખૂબ ઊંચી કમાણી કરી શકે. શિક્ષણ કે કેળવણી પાસે આપણી આ જ અપેક્ષા છે.
શિક્ષણ, વિદ્યા કે કેળવણી માત્ર પૈસા કમાવવાનું સાધન નથી. શિક્ષણ જીવનલક્ષી હોય તો જ જીવન ઉન્નત બને. શિક્ષણ અને સંસ્કાર એક સિક્કાની બે બાજુ છે તે ભૂલવું ન જોઈએ. કેળવણીનું અંતિમ ધ્યેય તો જ્ઞાનમાંથી શાણપણ સુધી લઈ જવાનું છે. જે શિક્ષણમાં નીતિ અને ધર્મના સંસ્કાર અભિપ્રેત હોય તે કેળવણી જ કલ્યાણકારી બની શકે.
કોઈ એક વ્યક્તિ વિજ્ઞાન ક્ષેત્રની ઊંચી કેળવણી પ્રાપ્ત કરી વિનાશકારી બૉમ્બ બનાવવાની શોધ કરે અને એ શોધ વેચી કરોડો રૂપિયા રળે અને લાખો માનવસંહારનો નિમિત્ત બને. કરોડે રૂપિયા દ્વારા એ ગાડી, બંગલો અને સંપત્તિની હારમાળા ઊભી કરી દે. પોતે મેળવેલ શિક્ષણ કે વિદ્યાના ઉપયોગ-દુરુપયોગ દ્વારા એ ભવ્ય જીવનશૈલી પામે અને પોતે એને વિદ્યાની ભવ્યતા પણ કહેશે. બીજી વ્યક્તિ તબીબી વિજ્ઞાનમાં શોધ કરી બીજાના જીવન બચાવવાનું કાર્ય કરે છે. ગરીબ દર્દીની ફી લીધા વગર દવા પણ કરે છે. ઓછા પૈસા કમાવાથી સાદી જીવનશૈલી છે, આપણે આને વિદ્યાની દિવ્યતા કહીશું.
શાળામાં ભણતા ત્યારે ગણિતના શિક્ષક અમને દાખલો શિખવાડતા. ગામડેથી એક વેપારી પોતાની દુકાનની ખરીદી કરવા માટે નજીકના શહેરમાં આવ્યો. તેણે પોતાની દુકાન માટે બસ્સો નેવું રૂપિયાના માલની ખરીદી કરી. ત્યાં એક બળદગાડીવાળો પોતાના ગામ તરફથી લાવેલ માલ ખાલી કરી પાછો જતો હતો. વેપારીએ એ ગાડીવાળાને કહ્યું કે, મારે માલ સાથે ગામ જવું છે, જો તું તારા ગાડામાં લઈ જાય તો તને રૂપિયા દસ આપીશ. ગાડાવાળાએ તેને ગામડે પહોંચાડ્યો. બે દિવસમાં પેલા વેપારીએ બધો જ માલ વેચ્યો. વેચાણના રૂપિયા ચારસો પચાસ આવ્યા તો વેપારીને વેપારમાં કેટલા ટકા વળતર મળ્યું તેવો પ્રશ્ન સાહેબે અમને પૂછયો. અમે ઉત્સાહથી આંગળી ઊંચી કરી જવાબ આપ્યો એકસો પચાસ રૂપિયા મળ્યા, જેથી પચાસ ટકા નફો થયો.
અમારા ગણિતના શિક્ષક શેઠસાહેબે આક્રોશ સાથે કહ્યું કે આ નફો નહીં, પણ નફાખોરી કહેવાય. પાઠ્યપુસ્તક બનાવવાવાળાએ વાજબી નફાનું ઉદાહરણ આપવું જોઈએ. તમે ભણીગણી મોટા થઈ વેપાર કરો ત્યારે ધ્યાન રાખો અને ધંધામાં વાજબી
Page #17
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે નફો લેજો, પણ નફાખોરી કરતાં નહીં. અહીં શિક્ષણમાં માનવીય મૂલ્યો અને નૈતિકતાની વાત અભિપ્રેત છે.
સંસ્કાર કે વિવેકબુદ્ધિવિહીન શિક્ષણ, વિદ્યા કે કેળવણી ન બની શકે. લખું શિક્ષણ વિવેકહીન ભવ્યતાનું પ્રદર્શન કરી શકે, પરંતુ સંસ્કાર અને વિવેકસહ પ્રાપ્ત કરેલ શિક્ષણ પવિત્ર વિદ્યા કે કેળવણી બની દિવ્યતાનું દર્શન કરાવી શકે. દિવ્યતાનું દર્શન કરાવનાર વિદ્યાર્થી પર શ્રત દેવતા કે મા સરસ્વતીના આશીર્વાદ જ હોય.
આધુનિક શિક્ષણે સંરકારહીન સાક્ષરને જન્મ આપ્યો છે, જેની રાક્ષસી તાકાત અનેક વિકૃતિઓથી ખદબદે છે. શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં શિક્ષણવિદો, વિદ્વાનો, સારસ્વતો અને શિક્ષકોનું પવિત્ર અને અગ્રસ્થાન છે. શિક્ષણવિદો, શિક્ષણચિંતકો એ શિક્ષણનું આદર્શ માળખું બનાવવામાં મદદરૂપ થાય અને એ રૂપરેખાને ચરિતાર્થ કરવા શિક્ષકો એને પુરુષાર્થ દ્વારા સફળ પરિણામ આપવા તત્પર બનશે.
શિક્ષકો અને શિક્ષણશાસ્ત્રીઓ માટે ૧૯૩૭માં 'હરિજનબંધુ'માં પ્રગટ થયેલા ગાંધીજીના વિચારો પથદર્શક બની રહે તેવા છે.
“સાચી કેળવણી તો બાળકો અને બાળાઓની અંદર રહેલું હીર પ્રગટાવવામાં રહેલી છે. આ વસ્તુ વિદ્યાર્થીઓના મગજમાં નકામી હકીકતોનો ખીચડો ભરવાથી કદી ન સાધી શકાય. એવી હકીકતો વિદ્યાર્થીઓ પર બોજારૂપ થઈ પડે છે. એ તેમની સ્વતંત્ર વિચારશક્તિને હણી નાખે છે અને વિદ્યાર્થીનિ કેવળ યંત્રરૂપ બનાવી દે છે.
ગાંધીજીએ પ્રરૂપેલી નઈ તાલીમનાં આદર્શ અને ઉત્તમ તત્ત્વો આજની શિક્ષણપ્રણાલીમાં ઉમેરવા જેવાં છે.
સૉક્રેટિસે શિક્ષકને દાયણ સાથે સરખાવ્યો છે. શિક્ષક જ્ઞાન દેનારો નથી, પરંતુ ખૂબ જ સિતથી, માવજતથી જ્ઞાનને બહાર લાવનાર છે.
બાળક અખૂટ ખજાના ભરેલ એક બીજરૂપ છે અને શિક્ષક માળીની ભૂમિકામાં છે જે બાળકની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવા માટેનું સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. કોઈ બીજને વૃક્ષ બનાવવા માટે તેની અંદર રહેલા અંકુરને બળજબરીથી બહાર ખેંચી કાઢવામાં આવે તો તે વૃક્ષ ન બની શકે, પરંતુ કુશળ માળી તેને ખાતર અને પાણીનું યોગ્ય સિંચન કરશે, તો યોગ્ય સમયે તે અંકમાંથી છોડ વિકસશે. સફળ ઉદ્યોગપતિ શ્રી અજીમ પ્રેમજી કહે છે, આજનાં વિદ્યાલયો અને શિક્ષકો બાળકને માટી જેવું માને છે. તેને કોઈ પણ બીબામાં ઢાળી શકાય તેમ હોય છે.
અહીં વાલીઓ અને શિક્ષકો કુંભારની ભૂમિકા ભજવી બાળકને કેવો ઘાટ આપવો
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ
તેનો નિર્ણય કરે છે. એક ચીની કહેવત છે : કુંભારને તમે એક બીજ આપશો તો એ તેનું બોન્સાઈ બનાવી દેશે. બોન્સાઈ એટલે એક પ્રકારનું કુંઠિત વૃક્ષ, જેને માણસની મરજી મુજબ કૃત્રિમ ઘાટ આપવામાં આવે છે. આ વૃક્ષ ક્યારેય આકાશની અખિલાઈને માપી શકતું નથી. તેનું અસ્તિત્વ કુંડામાં જ મર્યાદિત રહે છે. તેના મૂળને જમીનમાં ફેલાઈ જવાની તક મળતી નથી. આજની શિક્ષણસંસ્થાઓ બાળકની શક્તિઓને આ રીતે કુંઠિત બનાવી દે છે.
શિક્ષક, મિત્ર, ગુરુ કે માર્ગદર્શકની ભૂમિકાને બદલે જો તે સ્વાર્થી, લાલચુ અને નિર્દય બની સરમુખત્યારની ભૂમિકા ભજવે ત્યારે આખો સમાજ તેનાથી નારાજ થઈ જાય છે. વર્તમાનપત્રોમાં આવા કિસ્સાઓ છાશવારે પ્રગટ થાય છે. પાટણની કૉલેજના અધ્યાપકોએ વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કર્યું
એક વિદ્યાર્થીને શિક્ષકે પ્રશ્ન પૂછયો. જવાબ ન મળ્યો. શિક્ષકે એટલા જોરથી તમાચો માર્યો કે કાનના પડદા ફાટી ગયા.
દિલ્હીની એક શાળાના શિક્ષકે સાત વર્ષની એક બાળાને હોમવર્ક કરીને ન લાવવાની સજારૂપે નિર્વસ્ત્ર કરી પાટલી પર ઊભી રાખવાનો દંડ ફટકાર્યો. શિક્ષકને જેલની સજા મળી.
ઉદપુરમાં પરીક્ષાખંડમાં એક વિદ્યાર્થિનીએ ડેસ્ક બહાર પગ લાંબા ક્ય. શિક્ષિકાએ સજા કરી. તે બાળાનું જીવન ગયું. સમાજની નજરોમાં શાપિત શિક્ષિકા કારાગારમાં કેદ થઈ.
અમેરિકાની એક શાળાના વિદ્યાર્થીને શિક્ષક સાથે ઝઘડો થતાં પોતાની રિવૉલ્વરમાંથી શિક્ષકને ગોળી મારી.
આ કોઈ ગુનેગાર કે પોલીસની વાતો નથી, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની ઘટના છે. આવી જે ઘટનાઓ ઘટે છે તે માત્ર દુર્ઘટના જ નથી બનતી, ભીષણ કરુણાંતિકાઓ બનતી જાય છે.
સહશિક્ષણમાં કેટલીય યુવતીઓ સ્વેચ્છાએ જાતીય સહચાર્ય માણે છે, તો કેટલીય બળાત્કારનો ભોગ બને છે. આ સમસ્યા શાળામાં સેક્સ એજ્યુકેશન આપવાથી નહીં ઊકલે, પરંતુ ઘર અને શાળાજીવનના પાયામાંથી મળતાં નીતિ, સદાચાર, સમૂહજીવન, ધર્મ અને વિવેકયુક્ત સંસ્કાર જ આ દૂષણને ડામી શકે.
૧૯૪૯માં ડૉ. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળના પંચે પોતાના અહેવાલમાં પરીક્ષાપદ્ધતિની સુધારણા પર ભાર મૂક્યો. ૧૯૬૬માં ડૉ. ડી. એસ. કોઠારીના અધ્યક્ષસ્થાને
- ૨૬ -
૨૫
Page #18
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે રચાયેલ કમિશને કહ્યું કે, વિદ્યાર્થીઓના જ્ઞાનનો ક્યાસ (મૂલ્યાંકન) તેમના માર્ક્સ પરથી આવી શકે નહીં. વધુ માર્ક્સ મેળવવાની રેસમાં વાલીઓ અને શિક્ષકો સ્કૂલોમાં ભણતાં ભૂલકાંને શિક્ષણના બોજા હેઠળ કચડી રહ્યા છે. આપણી પરીક્ષા પદ્ધતિની સૌથી મોટી ખામી એ છે કે વિદ્યાર્થી અહીં પરીક્ષાર્થીની ભૂમિકામાં હોય છે અને શિક્ષક ન્યાયાધીશની ભૂમિકામાં હોય છે. હકીકતમાં શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં બન્નેની બરાબરની ભાગીદારી હોય છે. પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ વિદ્યાર્થીને પાસ કે નાપાસનો સ્ટેમ્પ મારવા માટે જ થઈ રહ્યો છે. આજની પરીક્ષાનો હેતુ હવે પાસ થવા પૂરતો જ મર્યાદિત નથી રહ્યો, તે વધુ મા મેળવવાની રેસ બની ગઈ છે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન (સીબીએસઈ)માં દર વર્ષે છ લાખ વિદ્યાર્થીઓ બેસે છે. તેમાંથી નાપાસ થયેલ વિદ્યાર્થીઓ પૈકી કેટલાક ડિપ્રેશન અને માનસિક બીમારીઓનો ભોગ બને છે અને ૪૦૦૦ વિદ્યાર્થીઓ દર વર્ષે આપઘાત કરે છે, એટલું જ નહીં, ૯૨ ટકા માર્ક્સ મળવાથી જ સારી કૉલેજમાં ઍમિશન મળશે એવી ગ્રંથિથી ૯૦ ટકા મેળવનાર વિદ્યાર્થી હતાશામાં જીવનનો અંત આણે છે. જો આપણે વિદ્યાર્થીનિ સ્ટ્રેસ-હતાશા અને તાણના સકંજામાંથી છોડાવવો હોય તો પરીક્ષા પદ્ધતિનો હેતુ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાનો છે એ વળગણમાંથી બહાર આવવું જોઈએ. વિદ્યાર્થીઓ પર માત્ર બોજો બની રહેલ દસમા ધોરણની પરીક્ષા પદ્ધતિ પુનઃ વિચારણા માગી લે છે.
વિદ્યાલયો અને કૉલેજ કે યુનિવર્સિટીની હોસ્ટેલોમાં અને છાત્રાલયોમાં રેગિંગની ઘટનાઓ પણ એક ભયંકર દૂષણ છે. રેગિંગનો ભોગ બનનાર વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ તાણ, હતાશા કે ડિપ્રેશનનો ભોગ બને છે. જીવનથી વિમુખ થવાના પણ કેટલાક કિસ્સાઓ બન્યા છે. સંસ્થાના સંચાલકોએ કડક હાથે કામ લઈ આ શરમજનક વિકૃતિને ડામી દેવી જોઈએ. તાજેતરમાં કેન્દ્ર સરકારના માનવસંસાધન સચિવાલય રેગિંગ અટકાવવા એક હેલ્પલાઈન શરૂ કરી છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનાં વિદ્યાર્થી કે વિદ્યાર્થિની રેગિંગ અંગેની ફરિયાદ ૧૮૦૦-૧૮૦-૫૫૨૨ ટોલ ફ્રી નંબર પર નોંધાવી શકશે. Helpline Dantiragging.net પર તંત્ર કે પોલીસની મદદ માટે ઈ-મેઈલ કરી શકશે.
શિક્ષણ કઈ ભાષામાં આપવું તેના વિવાદમાં આપણે દાયકાઓથી ફસાયેલા છીએ. અંગ્રેજી માધ્યમનો પાયો નાખનાર મેકોલને તો અંગ્રેજી માટે બાબુઓ પેદા કરવામાં રસ હતો. શિક્ષણચિંતકોએ માતૃભાષાને આંખ અને અંગ્રેજી ભાષાને ચશ્માં સાથે સરખાવી છે. માતૃભાષામાં માના ધાવણ જેવું બળ અને પવિત્રતા છે. માતૃભાષામાં બાળકે ગોખણપટ્ટી નહીં કરવી પડે. તે સહજ રીતે ભણી શકશે.
૨૭
કાકા વિશ્વકલ્યાણની વાટે કામ કરી
ઉત્તમ અંગ્રેજીનું શિક્ષણ જરૂરી છે. અંગ્રેજી શીખવા સામે વિરોધ ન હોઈ શકે. ભારતવર્ષમાં અંગ્રેજી સાથે અંગ્રેજિયત આવે તેની સામે વિરોધ હોવો જ જોઈએ. દરેક રાજ્યનો વહીવટ જે તે પ્રદેશની પ્રાંતીય ભાષામાં ચાલે. સાથે પ્રાંત અને દેશનો વહીવટ રાષ્ટ્રભાષા હિંદીમાં ચાલે તે વાત વ્યવહાર છે. વિશ્વનાં ૧૮૦ રાષ્ટ્રોમાંથી માત્ર ૧૨ રાષ્ટ્રમાં અંગ્રેજીનો વ્યવહાર ચાલે છે. ફ્રાન્સ, જર્મની, રશિયા, ચીન, ઈઝરાયલ અને જાપાન જેવા દેશો પોતાની રાષ્ટ્રભાષામાં જ વ્યવહાર કરે છે. તોય વિજ્ઞાન ટેકનૉલૉજીના ક્ષેત્રે એ રાષ્ટ્રો આગલી હરોળમાં છે.
સમાજે બાળકોમાં રહેલી લર્નિંગ ડિસએબિલિટી-સ્સો લર્નર (ડિસલેક્સિયા) અને હાઈપર એક્ટિવ (બિહેવિયર ડિસઑર્ડર)ની અતિશય ચંચળતા પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે. સરકારે પ્રાથમિક કક્ષાએ શાળાઓમાં આના સક્રીનિંગ કૅમ્પ, નિદાન શિબિર યોજી, આવાં બાળકોને સ્પેશિયલ સ્કૂલમાં શિક્ષણ આપવાની દરેક જિલ્લાઓમાં સગવડ કરવી જોઈએ.
- શિક્ષણસંસ્થાઓનું વ્યાવસાયીકરણ અને વૈશ્વિકીકરણ માટે સરકારે વિવેક્યુક્ત નીતિ ઘડવી પડશે, જેથી ગ્લૉબલાઈઝેશનના શિક્ષણ ક્ષેત્રમાં લાભ મળે અને અનિષ્ટોથી દૂર રહેવાય.
શિક્ષણચિંતક મોતીભાઈ પટેલ કહે છે કે, “આજનો શિક્ષક ગુરુ બનવાની અને વિદ્યાર્થી શિષ્ય બનવાની હેસિયત જ ખોઈ બેઠો છે. પહેલાં ગુને મન અધ્યાપન એ આનંદ હતો. આજે તો એ વ્યવસાય બની ગયો છે. શિક્ષણસંસ્થાઓ માનવઉછેરના ઉપવન બનવાને બદલે કારખાનાં બની ગઈ છે.”
- શિક્ષણમાં અનામત પ્રથાના રાજકારણનાં કડવાં ફળ આપણે આરોગી રહ્યાં છીએ. ઉચ્ચ વહીવટી ક્ષેત્રમાં ભ્રષ્ટ અને અનૈતિક અમલદારો આપણને કોણે આપ્યા ? આ એક ચિંતા અને ચિંતનનો વિષય છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓએ હવે શિક્ષણને સમાજમાં આર્થિક સીડી ચડવાના સાધન તરીકે નહિ, પણ વ્યક્તિત્વ વિકાસના માધ્યમ તરીકે સ્વીકારવું પડશે.
શિક્ષણ એ માનવહક્ક છે. માટે દરેક બાળકને શિક્ષણ મળે એ જોવાની સરકાર અને રાષ્ટ્રના દરેક નાગરિકની ફરજ છે.
આ દેશમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવાનું અને શિક્ષકોને સરકારવાનું કામ લોકશિક્ષકો અને સંતો સુપેરે કરી શકે તેમ છે. પૂ. મોરારિબાપુએ પોતાના ગામમાં શિક્ષણસત્ર યોજી પાંચસો શિક્ષકોને પુસ્તકો અને કૅસેટો અર્પણ ક્યાં હતાં. એ કાર્ય વિદ્યાજગતની અપૂર્વ ઘટના ગણાય.
૨૮ ૯
Page #19
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
જે વિદ્યાગુરુ પાસેથી આપણે વિદ્યા ગ્રહણ કરી પરિવાર અને સમાજમાં સ્થિર થયા પછી આપણે ક્યારેય તેને યાદ કરીએ છીએ ?
સૌરાષ્ટ્રના એક ગામડામાંથી ભણી અમે બધાં ભાઈ-બહેનો મુંબઈ આવ્યાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લઈ અહીં ડૉક્ટર, સી.એ., એન્જિનિયર, એમ.બી.એ. થઈ પોતપોતાના વ્યવસાય-ઉદ્યોગમાં સેટલ થયાં. થોડાં વર્ષો પહેલાં અમને વિચાર આવ્યો કે આપણે જેની પાસે ભણ્યાં એ શિક્ષક-શિક્ષિકાઓને ગામ જઈ મળીએ. કેટલાક રિટાયર્ડ થયેલા, કેટલાક બીજે ગામ ગયેલા, પરંતુ ગામની શિક્ષણસંસ્થાઓના સહયોગથી જિલ્લાનાં કુલ્લે ૪૭ શિક્ષક-શિક્ષિકાઓ અગાઉથી આપેલ આમંત્રણ પ્રમાણે અમારે ત્યાં પરિવાર સાથે પધાર્યાં. દેશ-વિદેશમાં વસતા અમારા પરિવારના સભ્યોએ એક દિવસ એ વિદ્યાગુરુવર્યો સાથે ગાળ્યો. ‘‘ગુરુવંદના’’ કાર્યક્રમ હેઠળ સમારંભમાં તેઓ જ્યાં બેઠાં હતાં ત્યાં જઈ અમે કુમકુમ અક્ષતથી તિલક કરી મા સરસ્વતીની ચાંદીની મુદ્રા પ્રતીકરૂપે અર્પણ કરી. મીઠાઈ અને ઋણ સ્વીકાર સન્માનપત્ર સાથે વંદન કરી સન્માન કર્યું. આજે વર્ષો પહેલાંનો એ દિવસ મારા માટે અવિસ્મરણીય આનંદ પર્વ સમાન છે.
બાળકોના જીવનમાં શ્રમ, સ્વાવલંબન, સમૂહજીવનના ખ્યાલો અને પ્રકૃતિનું સાંનિધ્ય મળે તેવી શિક્ષણસંસ્થાઓના વિકાસની જરૂર છે.
નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા અને ગુજરાતના વલ્લભીપુરની સંસ્થાના અવશેષો આજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઇતિહાસ સાથે બતાવવા જેવા છે.
શાંતિનિકેતન, શારદાશ્રમ, લોકભારતી, ઋષિકુળ, નવસારીનું તપોવન, સંસ્કાર તીર્થ, આટકોટનું રૂડા ભગતનું વિદ્યા સંકુલ, અંકલેશ્વરનું ગુરુ વિદ્યાલય, સુરેન્દ્રનગરનું સરદાર પટેલ શિક્ષણ સંકુલ અને સુરતનું ગજેરા વિદ્યા સંકુલની શિક્ષણજગતના જિજ્ઞાસુઓએ મુલાકાત લેવી જોઈએ.
રાષ્ટ્રપિતા ગાંધીજી, જેના જનમદિવસને આપણે શિક્ષકદિનરૂપે ઊજવીએ છીએ તે ડૉ. રાધાકૃષ્ણન, મહિલા શિક્ષણના પ્રણેતા ધોંડો કેશવ કર્વે, રવીન્દ્રનાથ ટાગોર, મનુભાઈ પંચોલી, જુગતરામ દવે, ગીજુભાઈ, નાનાભાઈ ભટ્ટ, નવલભાઈ શાહથી લઈને સૌરાષ્ટ્રના છેવાડાના ગામ અમરેલીના વિદ્યગુરુ ઋષિકલ્પ નવલકાંત જોષી જેવા નામી-અનામી અનેક શિક્ષકો અને શિક્ષણજગતના મહાનુભાવો કે જેણે શિક્ષણના પવિત્ર ગંગાજળને દુષિત થતું અટકાવવાનો સમ્યક્ પુરુષાર્થ કર્યો, જેના કારણે વિદ્યારૂપી દીપકની જ્યોત પ્રજ્જવલિત છે અને એ વિદ્યાદીપકમાંથી લાખો દીવા પ્રગટી રહેલ છે એવા પુણ્યશ્લોકી પુરુષોની આપણે અભિવંદના કરીએ.
૨૯
૯
વિશ્વકલ્યાણની વાટે
જીવનમુક્ત બની જીવવાની કળા
કે
જ્ઞાનપ્રાપ્તિનાબે નિમિત્ત છે : એક શાસ્ત્રના ગ્રંથો અને બીજા સત્પુરુષ. અધ્યાત્મનો સાચો માર્ગ તો શાસ્ત્રમાં પડચો છે, પરંતુ તેનો મર્મ સત્પુરુષના અંતરમાં છે. અનાદિકાળનું આપણું અજ્ઞાન શાસ્ત્રના મર્મ સુધી પહોંચવા દેતું નથી. જ્ઞાની પાસેથી શાસ્ત્ર સમજવાની દૃષ્ટિ મળે ત્યારે જ શાસ્ત્ર ઉપકારી થાય છે. સદ્ગુરુ સત્પુરુષના સમાગમ વિના આપણી પ્રવૃત્તિ સ્વચ્છંદી બની જાય છે. બાહ્ય ધર્મસાધનાવાળી પ્રવૃત્તિ થતી હોય છે, પરંતુ અંતર્મુખતાની ભૂમિકા સર્જાતી નથી. મુક્તિપંથની પ્રાપ્તિનું પ્રબળ કારણ પ્રત્યક્ષ સદ્ગુરુનો સમાગમ છે. ચૈતન્ય સ્પર્શીન નીકળતી સત્પુરુષની વાણી અધ્યાત્મ જીવનને નવી દિશા આપે છે. સત્પુરુષના એકએક વાક્યમાં, એકએક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. પૂર્વે થયેલા જ્ઞાની અને તેના વચનરૂપ શાસ્ત્રગ્રંથો કરતાં પ્રત્યક્ષ સત્પુરુષ ઉપકારી છે. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાની પુરુષો જો કે મહાજ્ઞાની હતા, પરંતુ તેથી આપણા વર્તમાનના દોષો ટળે નહીં. વર્તમાનમાં આપણા જીવનમાં જો કપાયભાવ હોય તો પૂર્વેના જ્ઞાની આપણને કહેવા આવે નહિ કે, ‘તું કપાય-વિભાવમાં છે તેને છોડ’, પરંતુ પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષો હાલમાં જે બિરાજમાન હોય તે જ આપણા દાખને કઢાવી શકે. આમ સત્પુરુષ મુક્તિપંથ - મોક્ષમાર્ગમાં દીવાદાંડી સમાન છે. તેઓ આત્મકલ્યાણનો માર્ગ બતાવે છે. સત્પુરુષો જીવનમુક્ત છે. જીવનમુક્તનો અર્થ છે જેણે પોતાના જીવનમાં જાગૃતિપૂર્વક મૃત્યુને જાણ્યું છે અથવા જીવનથી જે મુક્ત થઈ ગયા છે. જીવનથી
૩૦
Page #20
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
તે જ મુક્ત થઈ શકે જેણે જાણી લીધું છે કે સમસ્ત જીવન મૃત્યુ છે જેને આપણે જીવન કહીએ છીએ. જ્ઞાનીજનો તેને મૃત્યુની દીર્થયાત્રા ગણે છે, હકીકતમાં મૃત્યુની એક લાંબી પ્રક્રિયા ગણે છે. જન્મ પછી આપણે બીજું કાંઈ કરીએ કે ન કરીએ, પરંતુ મૃત્યુ તરફ્ની અવિરત યાત્રા તો નિશ્ચિતપણે કરીએ જ છીએ. અન્યના મૃત્યુ જોનારા આપણે આપણા મૃત્યુની કલ્પના પણ નથી કરતા, પરંતુ જીવનને જે મૃત્યુની લાંબી પ્રક્રિયારૂપ જોઈ લે છે તે જીવતાજીવ પોતાના મૃત્યુનો સાક્ષી બની જાય છે. એટલે જીવતાજીવ પોતાના મૃત્યુની અનુભૂતિ કરી લે છે. સત્પુરુષો કહે છે કે, આ અનુભવ પછી જીવનમાં વાસના રહેશે નહીં, ચોરી, જૂઠ, હિંસા કે કષાયો જીવનમાં રહેશે નહીં, કારણકે અહીં જિજીવિષાનો દ્વંદ્વ પૂરો થાય છે. ભગવાન બુદ્ધ જેવા સત્પુરુષો કહે છે કે, જેના જીવનમાંથી જિજીવિષા ચાલી ગઈ છે તે જીવનમુક્ત બની ગયો, તે મૃત્યુનો સહજતાથી સ્વીકાર કરી શકશે. આ વિષાદની વાત નથી. જીવનની પ્રસન્નતાના સ્ફુલિંગો ખીલેલી વસંતનાં પતંગિયાંની જેમ ઊડાઊડ કરતા હશે. જીવનનો નિર્દોષ આનંદ માણતા હશે. આવા જીવનમુક્ત આપણી જેમ ખાતા-પીતા, ઊઠતા-બેસતા બધી સામાન્ય ક્રિયા કરી જીવતા હોવા છતાં તેનું જીવન ગુણાત્મક રીતે પરિવર્તિત થઈ ગયું હોય છે.
સદ્ધર્મના માર્ગની વાતો ભલે આપણે જીભને ટોડલે ટીંગાડી રાખી હોય, પરંતુ એ વચનો અને વિચારો આચરણમાં ઊતરે તો જ સાર્થક થાય છે. સદ્ગુરુના યોગે જે સમ્યક્ પુરુષાર્થની પ્રેરણા મળતા એ પ્રવૃત્તિનું જીવનમાં અવતરણ થાય અને તે જ આપણા માટે કલ્યાણકારી છે. આત્મોપયોગ જ અટલ છે એવા આત્મજ્ઞાની, અપૂર્વ વાણી અનુભવપ્રધાન જેનું વચન છે એવા સત્પુરુષો સોનાની ખાણના ખાણિયા સમાન છે. જે ખાણમાં માટી મિશ્રિત સોનું છે. તેને પ્રક્રિયા દ્વારા શુદ્ધ સોનું કરે છે જેમાંથી આભૂષણો બને છે. તેમ સત્પુરુષો શાસ્ત્રોમાંથી આત્માના આભૂષણ જેવાં વચનો શોધી આપે છે. પનિહારી કૂવામાંથી પાણી લાવી પીવાલાયક બનાવે છે, તેમ સત્પુરુષો તત્ત્વનાં રહસ્યો સુપાચ્ય બનાવી આપે છે જેથી પનિહારી સમાન છે.
આ સકળ વિશ્વમાં શોધ કરવાલાયક જો કાંઈ હોય તો તે સત્પુરુષ જ છે. નિજ સ્વરૂપની પ્રાપ્તિ માટે કંઈ શોધ કરવી છે તો માત્ર સત્પુરુષની જ શોધ કરી લે અને કહે છે કે એના ચરણે સમર્પિત થઈ જા, તેની આજ્ઞામાં ચાલ્યો જા, સફળતા નિશ્ચિત છે. તેમણે નિર્દેશેલા પંથે જા, મુક્તિનો માર્ગ તારી રાહ જુએ છે.
૩૧
વિશ્વકલ્યાણની વાટે
કર્મોથી મુક્તિ મેળવવાનો પંથ બતાવે તે જ સાચા સંત છે. આવા સત્પુરુષની કૃપાથી જ આપણામાં પરિવર્તન આવી શકે છે. આપણા બદલી જવાથી જગત બદલાઈ જવાનું નથી. જગત તો એ જ રહેવાનું છે, પરંતુ આપણું નિજી ભાવજગત, આપણો સંસાર બદલાઈ જવાનો છે.
મારા ઘરના આંગણાનો બગીચો બગીચો જ રહેવાનો છે. સત્પુરુષની પ્રેરણાથી જોવાની દિષ્ટ બદલાઈ જશે. એ બગીચો ‘મારો’ નહિ રહે. મારું મમત્વ, મારો રાગ એ જ મારી પીડા અને મારું દુ:ખ હતું. બગીચા અને મારી વચ્ચે મમત્વબુદ્ધિ હતી. જ્યારેજ્યારે બગીચો જોઉં ત્યારે એ મારો છે એ જાગૃત વિચાર રહ્યા કરતો. સત્પુરુષો પ્રેરિત સાક્ષીભાવથી મમત્વ ઘટતાં બાગનું સૌંદર્ય પૂર્ણ રીતે ખીલી ઊઠે છે. ખરેખર સત્પુરુષો મોક્ષમાર્ગમાં દીવાદાંડી સમાન છે.
૩૨
Page #21
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
દર્શન સાહિત્યમાં મૃત્યુ ચિંતન
સંલેખના : મૃત્યુનું સ્વાગત વિશ્વની તમામ દાર્શનિક પરંપરાઓએ મૃત્યુ વિશે ચિંતન અને મનોમંથન કરેલું જ છે.
પાશ્ચાત્ દર્શનમાં અનેક દેશોની વિચારધારાઓનો સંગમ થયો છે, તેમાં મુખ્ય ગ્રીક, ખ્રિસ્તી તેમ જ આધુનિક વિચારધારાઓનો ત્રિવેણીસંગમ થયો છે. ગ્રીક દાર્શનિકોએ પ્રાથમિક જડ જગતનું વિવેચન કર્યું. પછી અંતર્મુખી દૃષ્ટિ અપનાવી ચેતન આત્માનું વિશ્લેષણ કર્યું. યુરોપની દાર્શનિક પરંપરામાં સૉક્રેટિસ, પ્લેટો અને મધ્યયુગની ચિંતનધારા પર એરિસ્ટોટલનો ઘણો પ્રભાવ પડે છે.
પશ્ચિમનું તત્ત્વજ્ઞાન તાર્કિક તેમ જ બૌદ્ધિક બાબતોને મહત્ત્વ આપે છે. પૂર્વનું તત્વજ્ઞાન આત્માને વધુ મહત્ત્વ આપે છે.
વેદો, કૃતિઓ, સ્મૃતિઓ, ઉપનિષદો, પુરાણો, ગીતા જેવા ગ્રંથો, રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોમાં ઠેરઠેર મૃત્યચિંતનનું નિરૂપણ થયું છે.
ભારતીય દર્શન સાહિત્યનાં કેટલાંક કથાનકોમાં કથા દ્વારા મૃત્યુચિંતન દર્શાવાયું છે.
રામાયણમાં દશરથ અને રાવણનાં મૃત્યુ સમયના પ્રસંગોમાં, મહાભારતમાં ભીષ્મપિતાની બાણશૈયા પર અંતિમ ક્ષણોના પ્રસંગમાં મૃત્યુચિંતનનું નિરૂપણ થયું છે. દર્શન સાહિત્યમાં સાવિત્રી અને નચિકેતા આ બે પાત્રો દ્વારા મૃત્યુ અંગેની
૩૩
કાકા વિશ્વકલ્યાણની વાટે વિશિષ્ટ અને તાત્ત્વિક સમીક્ષા થઈ છે.
કઠોપનિષદ મૃત્યુની કલાને ઉપનિષદ છે, તે મૃત્યુનું સત્ય શું છે તે સમજાવે છે. મૃત્યુના રહસ્યને ઉદ્ઘાટિત કરે છે. કઠોપનિષદ એ યમ અને નચિકેતા વચ્ચેનો સંવાદ છે. મૃત્યુ જ હંમેશાં આપણે ઘરે આવે છે. માનવીનો દેહ એ એના આત્માનુંજીવનું ઘર જ છે, રહેઠાણ છે. મૃત્યુને આપણે આવકારતા નથી તેથી મૃત્યુ ભયપ્રદ, પીડામય, દુ:ખદ બની રહે છે, જ્યારે અહીં તો નચિકેતા સામે ચાલીને મૃત્યુને ઘરે જાય છે ને યમરાજા ઘરે નથી. એટલે કે મૃત્યુને સામે ચાલીને મળવા જાવ તો તે મળતું નથી. એટલે એક અપેક્ષાએ મૃત્યુ છે જ નહિ. જો તે મૃત્યુને સ્વીકારી લે તો તે તેની પાર પહોંચે છે અને અમૃતને પામે છે.
માત્ર બૌદ્ધિક રીતે વિચારનારને એમ પ્રશ્ન થાય કે નચિકેતા સંદેહે યમ પાસે કઈ રીતે ગયો ? ઉપનિષદનો હેતુ એવી બૌદ્ધિક ચર્ચાનો છે જ નહિ. આ તો માત્ર એક ઉપનય કથા છે. હેતુ તો નચિકેતા અને યમ દ્વારા થતી ચર્ચામાં છૂટ થતા મૃત્યુના રહસ્યનો છે. મૃત્યુનું સત્ય સમજવાનો તાત્ત્વિક અભિગમ માત્ર છે.
યમ નચિંકેતાને મૃત્યુ પછીની ગતિ માટે શ્રેય અને પ્રેમની વાત સમજાવતાં કહે છે, “શ્રેય એટલે કલ્યાણકારી અને પ્રેમ એટલે પ્રસન્નકારી. પ્રસન્નતામાં ભૌતિક સુખ અભિપ્રેત છે અને કલ્યાણકારી સુખ આત્મા સાથે જોડાયેલ છે. તૃષ્ણાનો ત્યાગ કરવાથી જે ફળ મળે છે તે કલ્યાણકારી છે."
“શરીર એ રથ છે અને એ રથ ચલાવવાવાળો રવિ આત્મા છે." આત્મા શરીર છોડીને ચાલ્યો જાય છે ત્યારે એકલો બચેલો રથ એટલે શરીર કે જે આત્મવિહીન એટલે કે રથિવિહીન છે એ કારણે જ આત્મા વિનાના નિક્ષેતન શરીરને-મૃત્યુદેહને અરથિ કહેવામાં આવે છે.
ભારતીય પદ્દર્શન વિચારધારામાં, આત્માની અમરતા અને પૂર્વજન્મની તેમ જ કર્મબંધની વાત શીખવવા પાછળ એક રહસ્ય એ હતું કે લોકો સમજે કે જે દુન્યવી સુખ-સગવડ પાછળ આપણે દોટ મૂકીએ છીએ તે વ્યર્થ છે. મૃત્યુ સમયે સાથે કાંઈ આવવાનું નથી. માત્ર આત્માના ગુણો જ આત્મા સાથે રહેશે.
અવૈદિક ચાર્વાક દર્શનના મતે “આત્મા જેવું કોઈ ચૈતન્યરૂપ તત્ત્વ છે જ નહિ. આપણું ભૌતિક સ્થૂળ શરીર જ સાચું છે, માટે આ જન્મે આ શરીર છે તેને મળે તેટલા ભૌતિક સુખ ભોગવવા દેવા. મૃત્યુ પછી કશું જ નથી.” આ મતને કારણે કર્મ, પુનર્જન્મ, ધર્મ વગેરેને અહીં સ્થાન નથી. ચાર્વાક દર્શન દેહાત્મવાદી, ભૌતિકવાદી દર્શન
૩૪
Page #22
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે હોવાને કારણે અહીં દાર્શનિક મૃત્યુ કે આત્મચિંતનનો નકારાત્મક અભિગમ જણાય છે.
ભારતીય દર્શનોનાં કેટલાંક અનધિકૃતોએ પુનર્જન્મનું વિકૃત અર્થઘટન કરીને કહ્યું કે, “લાખો જન્મો મળવાના છે, પછી ધર્મ કરવાની, આત્માને પામવાની શી ઉતાવળ છે ? આ જન્મમાં ભોગ ભોગવી લેવા દો. આવતા જન્મે નિરાંતે આત્મસિદ્ધિ થશે !”
- પશ્ચિમના સંતો મોઝેઝ, ક્રાઈસ્ટ, મહમદ વગેરેએ કહ્યું કે, જે કાંઈ બંદગી, પ્રેયર, પૂજા-પ્રાર્થના કરવાનાં હોય તે કરી લો, બીજો જન્મ છે જ નહીં. સત્કાર્ય માટે આ જ જન્મ છે. મૃત્યુ આવે તે પહેલાં ક્ષણેક્ષણની કિંમત છે અને અનધિકૃતજનોએ વિચાર્યું કે, હૈ! આ એક જ જન્મ છે તો પછી ભોગવાય એટલું ભોગવી લો. ઈશ્વર તો કલ્પનાની વાત છે, જીવન તો હકીકત છે, તો આ જીવનમાં મળે તે સુખો ભોગવી લેવાં.
ઓશો-રજનીશ કહે છે કે, “મૃત્યુ જીવનનું સર્વથી ઊંચું શાસ્ત્ર છે. એ શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના મુક્તિ નથી.' મૃત્યુનો સ્વાધ્યાય જ જીવનનો ખરો સાધ્યાય છે. માટે જ જ્ઞાનીઓએ મૃત્યુના સ્મરણને સમાધિમરણનું ચિંતન કહ્યું છે.
બૌદ્ધ દર્શનમાં ત્રિપિટક ગ્રંથ, તેની ભાષ્ય અને ટીકાઓના વિપુલ સાહિત્યમાં મૃત્યુ ચિંતન આલેખાયેલું પડયું છે.
બુદ્ધ પરિવર્તનશીલ દેટ ધર્મો સિવાય કોઈ અદે સ્થાયી દ્રવ્ય કે આત્મતત્ત્વોનો સ્વીકાર કરતા નથી. તેમના મતે આ સંસાર અનિત્ય છે, ક્ષણિક છે, જેને આપણે જીવાત્મા કહીએ છીએ, તેને એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ ગણે છે, જાણે દીપકની જ્યોત. જીવનાં સંવેદનોને આત્માના ગુણરૂપે સ્વીકાયાં છે. ચેતનાની ભિન્નભિન્ન અવસ્થાનો સ્વીકાર કર્યો, પરંતુ ચૈતન્યતત્ત્વની નિત્યતાને સ્વીકારી નહીં. રાગદ્વેષ કે સુખ-દુ:ખ જેવાં સંવેદનો જેની સાથે જોડાયેલા છે તે ભૌતિક લેવર પાતે જ આત્મા છે અને તૃષ્ણાઓના બુઝાઈ જવાથી નિર્વાણ તરફ લઈ જઈ શકાય છે એવો બુદ્ધનો મત હતો. નરાત્મવાદ એ બુદ્ધ દર્શનનું વિશિષ્ટ આત્મચિંતન છે જેથી અનાત્મવાદને બુદ્ધ દર્શનના મૃત્યુચિંતનમાં કેન્દ્રસ્થાને મૂકી શકાય.
શ્રીમદ્ ભાગવતગીતામાં યોગેશ્વર શ્રીકૃષ્ણ મૃત્યુને સુંદર રીતે સમજાવતાં કહે છે, “પ્રબુદ્ધ પ્રજ્ઞજનો કદી મૃત્યુનો શોક કરતા નથી. એ ચિંતવે છે કે હું ભૂતઅતીતમાં નહોતો એમ પણ નથી અને ભાવિ-અનાગતમાં નહીં હોઉં એમ પણ નથી. એટલે એવો શોક શા માટે કરવો ? દેહ અનિત્ય છે, જે અનિત્ય છે તેની સાથે
૩૫
કાકા વિશ્વકલ્યાણની વાટે કામ કરી સંબંધ કેમ બંધાય ? તેના મોહમાં પણ વ્યાકુળ ન જ થવાય. આત્મા નથી જન્મતો કે નથી મરતો. એ તો શાશ્વત અને પુરાતન છે. આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શક્તો નથી, પાણી ભીંજવી શકતું નથી અને પવન શોષી શક્તો નતી. વળી એ કોઈને હણતો નથી કે હણાતો નથી. આત્મા જીર્ણ થયેલ દેહરૂપી વસ્ત્રનો ત્યાગ કરી અન્ય નવા દેહને ધારણ કરે છે. આપણે તેને મૃત્યુનું નામ આપીએ છીએ. જે નિત્ય ચિરંતન અને શુદ્ધ બુદ્ધ છે તેનો શોક કરવો વૃથા છે.
મહાભારતકાળમાં સત્યવાન-સાવિત્રીની દિવ્ય કથા દ્વારા મૃત્યુચિંતનનું અદ્ભુત નિરૂપણ થયું છે. યમદેવનાં અનેક પ્રલોભનો છતાં સાવિત્રી તેમાંથી પાર ઊતરી યમદેવને વચન આપવાની સ્થિતિમાં મૂકે છે. એમણે તો માત્ર સત્યવાન પાછો માગ્યો.
પ્રમાદવશ, કષાયભાવ કે જીવભાવમાં સત્યવાનરૂપી આત્માં ખોવાઈ ગયો છે. આપણામાં રહેલ પુરુષાર્થરૂપ સાવિત્રી સમ્યમ્ પરાક્રમ દ્વારા આત્મજાગૃતિ સાધી શકે. વિશ્વ પરિવર્તનશીલ છે. સાવિત્રી વિચારશૂન્ય બને છે. તેનું ચિત્ત અદ્ધત તત્ત્વમાં યુક્ત થાય છે. એ જ સનાતન નિષ્પન્ન તત્વ અપરિવર્તનશીલ છે. સાવિત્રીની ઉચ્ચ કક્ષાની સાધના દ્વારા તેને મળેલ જાગૃતિ અવિદ્યાના અંધકારમય તમસ પ્રદેશને છેદી જ્ઞાનના પરમ પ્રકાશને પામે છે. મહર્ષિ અરવિંદે સાવિત્રી મહાકાવ્ય દ્વારા મૃત્યુના રહસ્યને ઉદ્ઘાટિત કર્યું છે.
આપણે આપણા આત્માને વિસ્મૃત કરી દીધો છે. ગીતામાં પણ યોગેશ્વર શ્રીકૃષ્ણ આત્મસ્મૃતિ પાછી મેળવાની વાત વારંવાર કહી છે.
જૈન દાર્શનિકોના મૃત્યુ વિશેના વિચારો પારદર્શક છે, કારણકે તેમાં સંપૂર્ણ આત્મચિંતન અભિપ્રેત છે. આત્મસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં જૈન પૂર્વાચાર્યોએ મૃત્યુના ચિંતનનું નિરૂપણ કર્યું છે.
સંલેખના-સંથારો એ જૈન ધર્મમાં વપરાતો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે. અહીં સ્વેચ્છાએ મૃત્યુના ખોળામાં બેસવાની વાત અભિપ્રેત છે. કાયા અને કષાયોને કૃશ કરવા કે પાતળાં પાડવાં એટલે સંલેખના.
સંલેખના વ્રત અંતિમ સમયે લઈ શકાય. આ વ્રત એક ક્ષણથી માંડીને બાર વર્ષ સુધીની અવધિનું પણ હોઈ શકે છે અંતે સંથારામાં પરિણમે છે. ૦ સંલખના એ બાહ્ય - આત્યંતર તપ જ છે. મૃત્યુની પૂર્વતૈયારી માટે લેવાતું
વ્રત.
૩૬
Page #23
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે મારા જ્યારે વૃદ્ધાવસ્થા આવે, શરીર બરાબર ન ચાલતું હોય - રોગોથી ઘેરાઈ ગયું હોય. સાધુના આચારો આ શરીર દ્વારા ન પાળી શકાય તેવી સ્થિતિ હોય. આવા સંયોગોમાં ગુરુની આજ્ઞાથી સ્વેચ્છાએ દેહ છોડવા માટે વ્રત લેવાતું હોય. યુદ્ધ, દુકાળ, અધર્મથી જાતને રક્ષવા વિષમ સંજોગોમાં શિષ્ય, સાધુ, ગૃહસ્થ કે ભક્તને ગુરુમહારાજ આજ્ઞા આપે છે.
જૈન શાસ્ત્રોમાં મૃત્યુના જે વિવિધ ૧૭ પ્રકાર બતાવવામાં આવ્યા છે તેમાં સંલેખના વ્રત માટે ત્રણ પ્રકારના મૃત્યુને વિશિષ્ટ દર્શાવેલ છે, જે સકામ મરણના ત્રણ પ્રકારો છે --
૧) મૃત્યુ વખતે આહાર-પાણી વગરે ન લેવાં તે ભક્ત પ્રત્યાખ્યાન મરણ. ૨) ચાર પ્રકારના આહાર પચ્ચખી ઉપરાંત જગ્યાની મર્યાદા બાંધી લીધી
હોઈ, ઈશારાથી જીવન ચાલે-ઈંગિત મરણ. ૩) વૃક્ષની શાખાની માફક શ્વાસોશ્વાસ નીકળી જાય ત્યાં સુધી પડી રહેવું તે પાદોપગમન મરણ કહે છે.
સંથારા-સંલેખના વ્રત દ્વારા મૃત્યુ એ આત્મહત્યા નથી, તપ છે. અહીં સભાનતાપૂર્વક મૃત્યુને સ્વીકારવાની પૂર્વતૈયારી દ્વારા મૃત્યુનું સ્વાગત કરી મૃત્યુને મહોત્સવ બનાવવાની વાત છે. વ્રત લેનાર વ્યક્તિ.... • લૌકિક સુખની આકાંક્ષા કરતો નથી.
પરલોકના સુખની પણ અપેક્ષા નથી. વ્રત દરમિયાન પ્રેમ, આદર કે પ્રસિદ્ધિ મળે તેવા ભાવ પણ ન હોય અને તે માટે વધુ જીવવાની ઈચ્છા પણ ન કરે. કદ વધતાં મૃત્યુ જલદી આવે, દેહ જલદી છૂટે તેવું પણ ન ઇચ્છે - સમતામાં રહે. ભોગપભોગની પણ ઇચ્છા ન થાય.
સંલેખના-સંથારાનું વ્રત લેનાર તપસ્વીને આવા અતિચારો-દોષ ન લાગે તે માટે ‘નિર્ધામણા કરાવનાર એટલે તેની વૈયાવચ્ચ સેવા કરનાર સાધુ કે વ્યક્તિ સતત જાગૃતિ રાખે છે.
સાધકને સતત આત્મરમણતામાં રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. શરીર રોગોથી
કાકા જ વિશ્વકલ્યાણની વાટે મારા કાકા
ઘેરાયેલું હોય, અશાતા વેદનીયના પ્રબળ ઉદયે દેહમાં તીવ્ર પીડા હોય, દેહ મૂર્શિત હોય તે અવસ્થામાં જરા ભાનમાં આવે ત્યારે તીવ્ર વેદનમાં કહે કે હવે મૃત્યુ જલદી આવે તો સારું ને વળી પાછો મૂછમાં જાય ત્યારે, સ્વજનો અનુકંપા પ્રેરિત મૃત્યુનો વિચાર કરે, જેને “મર્સિકિલિંગ' કહેવાય. આવા મૃત્યુમાં મૃત્યુ પૂર્વેની સાધનાઆરાધનાનો કોઈ અવકાશ રહેતો નથી ત્યારે સંલેખનામાં મૃત્યુ પૂર્વની આરાધના અભિપ્રેત છે.
શ્રાવક ત્રણ મનોરથ સેવે છે. પહેલું, વ્રતી શ્રાવક બનું, પછી પંચમહાવ્રત સ્વીકારી સાધુ બનું અને છેલ્લે સંલેખના-સંથારા સહિત સમાધિમરણની પ્રાપ્તિ કરું. એક જ ભવમાં ત્રણે મનોરથ ચરિતાર્થ કરનાર સાધક પોતાના જીવનમાં કાંચનમણિ યોગનું સર્જન કરે છે, જાણે સંયમ જીવનરૂપી સોનાના મુગટમાં મૃત્યરૂપી ઝળહળતો મણિ.
સંથારો એ આત્મહત્યા નથી. હતાશાના સંયોગો, લાચારી કે અસહિષ્ણુતાની સ્થિતિ, આબરૂ કે પ્રતિષ્ઠા ગુમાવવાનો ભય અંતે આત્મહત્યામાં પરિણમવાની શક્યતા હોય છે. આર્તધ્યાન કે રૌદ્રધ્યાન પછી માનવ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે.
આપણે ત્યાં સતીપ્રથા દ્વારા મૃત્યુના ઘણા કિસ્સાઓ બનતા. આજે પણ ક્વચિત્ બને છે. સ્ત્રી, સ્વજન કે પતિની ચિતા પર બેસી બળી મરે તે સતી પ્રથા છે જેમાં મહામોહનીય કર્મનો ઉદય, આર્તધ્યાન અને અંધશ્રદ્ધા અભિપ્રેત છે.
જેહાદ એ ધર્મઝનૂનનું પરિણામ છે. ધર્મના રક્ષણ માટે વિવેકહીન રીતે મહાહિંસાનું શરણ એ ધર્મનો વિપર્યા છે. માનવબૉમ્બ બની મરવું ને મારવું એ મૃત્યુ વિફળતાની ચરમસીમા છે.
સાર્વભૌમત્વ કે રાષ્ટ્રની રક્ષા કાજે અન્યાય સામે કે કોઈના પ્રાણ કે શિયળ બચાવવા માટે શહીદ થવું એ મૃત્યુનો વિશિષ્ટ પ્રકાર છે. અહીં અંતિમ ક્ષણે દ્વેષ કે હિંસાનો ભાવ ન હોય તો જ આત્મા શુભ પરિણતિમાં રહી શકે.
મૃત્યુના આ બધા પ્રકારથી સંથારો અલગ છે. સંલેખના વ્રત લેવા અહીં કોઈની જબરજસ્તી ન હોય. મૃત્યુ માટેની સંપૂર્ણ માનસિક અને શારીરિક તૈયારી પછી સંખના વ્રતમાં આગળ વધતા સંથારો સિઝતા સાધકને પંડિતમરણ કે સમાધિમરણ લાધે છે.
સંથારો-સંલેખના લેનાર વ્યક્તિનું ચિંતન-મનોમંથન : હું દેહાસક્ત બની મોટા ભાગનો સમય આ દેહની સેવા-પૂજામાં ગુમાવી રહ્યો
૩૮
Page #24
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે છું. જેમ સવારનું રાંધેલું અનાજ સાંજે બગડી જાય છે, ગંધાઈ જાય છે તેમ પગલથી બનેલું અને અન્નથી પોષણ પામેલું આ શરીર એકસરખું સારું-સુંદર રહેવાનું નથી. સડન-પાન અને વિધ્વંસ તેનો સ્વભાવ છે. તેથી શરીર બીમાર પડે છે કે આત્મા તે વિચારવાયોગ્ય છે. બન્નેની બીમારી અલગઅલગ છે.
પહેલા તો આત્માની ભ્રાંતિને ટાળવી જોઈએ. તેનો ઈલાજ છે “ઓષધ વિચાર ધ્યાન". હું કોણ છું ? શું છું અને શરીર શું છે તેનું ચિંતન જ જરૂરી છે. હું આ દેહરૂપી ભાડૂતી ઘરમાં રહું છું. સમય આવ્યે ખાલી કરવું પડે. દેહદેવળમાં બિરાજિત દેહ-કર્મ અને રાગાદિ ભાવોને જાણનાર ચૈતન્ય આત્મા છું એ જાણી સ્વરૂપમાં સમાઈ જવું.
ચક્રવર્તીની સમગ્ર સંપત્તિ કરતાં સ્વરૂપ રમણતાનો એક સમય વધારે કીમતી છે. જ્ઞાનીએ કહ્યું છે કે, જ્યારે એમ લાગે કે શરીર નિમકહરામ થઈ ગયું છે ત્યારે આત્માએ જાગૃત થઈ પોતાનો માલ બચાવી લેવો જોઈએ.
- જ્યારે ઘર બળતું હોય ત્યારે સૌથી મૂલ્યવાન પદાર્થને આપણે ઘરની બહાર કાઢીએ છીએ. માત્ર ચેતનતત્ત્વ જ મૂલ્યવાન છે.
આવાં શરીર તો આ જીવે અનંતવાર ધારણ કર્યો ને છોડવાં. પૂર્વભવથી સંબંધો અને શરીર છોડીને જ આવ્યા છીએ તો હવે નવું શું?
પુદ્ગલનું બનેલ શરીર પાછું પુદ્ગલને સોંપવું છે. માટે જ મહાપુરુષો અંતિમ સમયે પુદ્ગલને વીસરાવી દે છે.
આપણને શરીર કાઢી મૂકે ત્યારે હારી, હતાશ થઈ રોતારોતા જવું પડે છે. અનિચ્છાએ જવું પડે છે ત્યારે જ્ઞાનીનો આત્મા બોલે છે, મારો ટાઈમ થઈ ગયો છે, હું જાઉં છું, શરીર મને શું કામ કાઢી મૂકે, હું જ શરીરનો ત્યાગ કરું છું. આવા સકામ અને પંડિતમરણે મરનારને જન્મ-મૃત્યુથી મુક્તિ મળે છે. આત્મજ્ઞાન એ કાળનો કાળ છે.
દેહનો નિવાસ શાશ્વત નથી. તીર્થકરોને પણ અમર શરીર મળ્યાં નથી, માટે હું આત્મનિષ્ઠાપૂર્વક દેહ છોડીશ. હું આત્મા છું, શરીર નથી તે ભાવમાં સતત રહીશ.
સંલેખના વ્રત ગ્રહણ કરવું એટલે “સંવર' ભાવમાં આવવું. વ્રતમાં આવતા નિર્મળ જીવનચર્યા શરૂ થાય છે જે આવતાં કર્મોને રોકવાની પાળ સમાન છે. આસ્રવ (કર્મનો આવતો પ્રવાહ) તો બંધ થાય છે, પણ સાધનામાં આગળ વધતા કર્મની નિર્જરા પણ થાય છે.
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ
અહીં સાધક સતત અનુપ્રેક્ષામાં રમમાણ રહે છે. બાર ભાવના અને ચાર પરાભાવના આ સોળ ભાવનાનું ચિંતન શુભમાંથી શુદ્ધ તરફ જવાનો રાજમાર્ગ છે. સંસારભાવના, અશરણભાવના અને અનિત્યભાવના વૈરાગ્યપ્રેરક બને છે. અંતે આ ભાવના-અનુપ્રેક્ષાનું ચિંતન સાધકને અજન્મા બનાવી શકે.
જન્મની વેદના વિશે આપણે કલ્પના કરતાં નથી, કારણકે તે તો પરભવની, આવતા ભવની વાત છે. આપણે માત્ર મૃત્યુની વેદના વિશે વિચારીએ છીએ, કારણ તે આ ભવમાં જ વેદવાની છે. મત્યુની વેદનારૂપી વૃક્ષનું બીજ તો જન્મ છે, જે દિવસે આપણે જન્મથી છુટકારો મેળવશું તે ક્ષણે જ જન્મ-મરણની શૃંખલામાંથી મુક્તિ મળી જશે. છેલ્લે સાધક ક્ષમાપના, પાપસ્થાનો અને અતિચારોની આલોચના સાથે ચાર મંગલ શરણાનો સ્વીકાર કરી કાયાની માયા વિસારી સંથારાસહ સમાધિમરણ-પંડિતમરણને પામે છે.
ભારતીય દર્શન સાહિત્યમાં મૃત્યચિંતન દ્વારા પ્રાપ્તિનાં સાધનો અને માર્ગ બતાવ્યાં છે.
અંતિમ સમય સુધારવા સત્ય, અહિંસા અને સદાચારમય જીવનશૈલી પર ભાર મૂક્યો. આ તમામ દર્શનમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સુંદર સમન્વય થયો છે.
સપુરુષોએ બતાવેલ માર્ગ પર શ્રદ્ધા અને વિવેક સાથે ચાલવાનો પુરુષાર્થ કરીશું તો સમાધિમરણનું દિવ્ય દ્વાર અવશ્ય ખૂલશે.
-
૩૯
Page #25
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
જ
અવધાનથી સાવધાન
એકીસાથે એક કરતાં વધુ વસ્તુને સ્મૃતિમાં ધારણ કરવી - યાદ રાખવી એને ‘અવધાન' કહે છે. મતિની નિર્મળતાને કારણે આવી શક્તિ પ્રગટ થાય છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ શતાવધાન સિદ્ધિ કરીને મનઃશક્તિનો આશ્ચર્યજનક પ્રભાવ, એના પ્રયોગો કરીને પ્રગટ કર્યો હતો.
મુનિ સૌભાગ્યચંદ્રજી (સંતબાલજી)માં નાનપણથી ઘણી વસ્તુ યાદ રાખવાની સહજશક્તિ હતી જ, હવે એમણે એવું સાંભળ્યું કે, અમુક જણ શતાવધાનના પ્રયોગ કરે
કાકા કાલકા વિશ્વકલ્યાણની વાટે
જ સાચા જવાબ આપવાના હોય છે.
હવે બન્યું એવું કે, મુનિ સૌભાગ્યચંદ્રને અવધાનના પ્રયોગો બતાવી જુવાનોને આકર્ષવાની, તેઓને સંયમ અને બ્રહ્મચર્ય દ્વારા ચિત્તની એકાગ્ર શક્તિ વધારવાના માર્ગે લઈ જવાની હોંશ જાગી. તે ઉત્સાહથી અવધાનના પ્રયોગો બધે ખાસ બતાવવા લાગ્યા.
આ જોઈને ગુરુદેવને લાગ્યું :
‘અવધાન બતાવવાની વૃત્તિ વધશે તો એમાંથી અહંકારનું ભૂત વળગશે ! અહે જાગશે તો એની ભક્તિધારા ડહોળાઈ જશે. ચિત્તવૃત્તિ ચંચળ થઈ જશે. આમ થાય તો અવધાનશક્તિ દ્વારા આત્મશક્તિનો ઉત્કર્ષ કરવાની વાત બાજુએ રહી જશે !
‘આવા અસાધારણ અવધાન-પ્રયોગથી લોકો આશ્ચર્ય પામે, પ્રશંસા પણ કરે, પરંતુ લોકોને ધર્મમાર્ગે વાળવા માટે તો આંતરતત્ત્વની ઉપલબ્ધિ જોઈએ. અવધાન તો એની પાસે તુચ્છ જેવાં છે ! અન્ય સિદ્ધિઓ પણ નહિવત્ છે.'
‘આમ આકર્ષાય છે આત્માની શક્તિ દ્વારા. માણસ ભલે બુદ્ધિથી અંજાય છે, પ્રભાવિત થાય છે, પણ પલટાય છે તો આત્માની શક્તિથી.'
તેથી ગુરૂદેવ એક બાજુથી મુનિ સૌભાગ્યને પ્રોત્સાહિત કરી સમાજમાં એમની શક્તિને આગળ લાવતા હતા, છતાં વચ્ચેવચ્ચે મીઠી ટકોર કરીને આ બધી શક્તિ આત્માનો ગુપ્ત ભંડાર ખોલવામાં, અધ્યાત્મવિદ્યાનો રંગ લગાડવામાં વપરાય એ માટે પ્રેરતા હતા.
- ૧૯૩૩માં અજમેર મુકામે સ્થાનકવાસી જૈન સાધુઓનું સંમેલન ભરાયું હતું. એ વખતે નાનચંદ્રજી મહારાજશ્રીને કેટલાક આર્યસમાજી વિદ્વાનો મળવા આવ્યા. તેમણે મહારાજશ્રીને વિનંતી કરી કે, મુનિ સૌભાગ્યચંદ્રના અવધાન પ્રયોગો અજમેરમાં ગોઠવો તો સારું. એટલે ત્યાંના દયાનંદ સરસ્વતી હૉલમાં એ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. | મુનિ સૌભાગ્યની વિદ્વત્તા, સ્મૃતિ, મેધાશક્તિ જોઈને ઘણા જાણીતા વિદ્વાનો, પંડિતો ચકિત થઈ ગયા. તેઓએ મુનિ સૌભાગ્યને ‘ભારતરત્ન’ની પદવી આપી.
ત્યાર બાદ અમદાવાદમાં પ્રોપ્રાયટરી હાઈ સ્કૂલના આચાર્ય બળવંતરાય ઠાકોરના પ્રમુખપણા હેઠળ મુનિ સૌભાગ્યના અવધાન પ્રયોગો ક્યુપીટર થિયેટરમાં યોજવામાં આવ્યા. શહેરના સુપ્રતિષ્ઠિત સજ્જનો અને વિદ્વાનો હાજર હતા. ત્યાં પુછાયેલા પ્રશ્નોમાંથી થોડાક અહીં આવ્યા છે. એ પરથી કેવા સવાલો પૂછવામાં આવે છે એનો કંઈક ખયાલ આવશે.
૧. ગુજરાત કૉલેજના સંસ્કૃતના પ્રોફેસર અત્યંકરે એક સંસ્કૃત શ્લોકનું અર્ધમાગધીમાં ભાષાંતર પદ્યમાં કરવા કહ્યું.
૨. મા. રામનારાયણ વિ. પાઠકે સંસ્કૃત પાદપૂર્તિ પરથી સંસ્કૃત શ્લોક બનાવવા કહ્યું. ૩. પ્ર. ડૉ. ચંબકલાલ દવેએ ક્રિકેટ પર સંસ્કૃત શ્લોક રચવા કહ્યું. ૪. પ્રા. ડૉ. અનંતરાય રાવળે ‘વાદે વાદે જાય તે તત્ત્વબોધઃ' એ વિષય પર
૪૨
સાંભાગ્યચંદ્રજીને પણ થયું : ‘લાવને હું પણ અવધાનના પ્રયોગ કરી જોઉં.'
તેમણે શરૂમાં આઠ અવધાન, પછી વધતાં પચીસ, પાંત્રીસ એમ વધારે ને વધારે અવધાન સહજ રીતે કરી બતાવ્યાં. ગુરુદેવે પણ એમની શક્તિને વધાવી.
પછી તો ઈ.સ. ૧૯૩૨ માં સૌભાગ્યચંદ્રજીએ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલીક જગ્યાએ જેમ કે ધાંગધ્રામાં પાંત્રીસથીય વધારે અવધાનના પ્રયોગ કરી બતાવ્યા. યુવાન વર્ગ અને અન્ય લોકો એ અભુત શક્તિ જોઈને મુનિશ્રીની પ્રશંસા કરવા લાગ્યા.
આ જોઈને ગુરુદેવે એમને પ્રોત્સાહન આપવા જાણે ટકોર કરતા હોય એમ કહ્યું : હજ સો તો પૂરાં કર. એ પહેલાં બતાવ-બતાવ શું કરે છે ?'
ગુરુદેવને મન એમ હતું કે સૌભાગ્યમુનિ લઘુ શતાવધાની નહિ, પણ ગુરુ શતાવધાની થાય તો સારું.
શતાવધાનમાં એકસાથે સો જુદી જુદી બાબતો અંગે પૂછવામાં આવતા પ્રશ્નોના
૪૧
Page #26
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે કામ
શાકાહારીઓ માટે સમય ચિંતન
મારા જ વિશ્વકલ્યાણની વાટે
કામ ગુજરાતી કાવ્ય રચવા કહ્યું.
૫. પ્રા. સાંકળચંદ શાહે ૭૪૯૩૭૪૩ન્ને એ જ રકમે ગુણવાનું કહ્યું. ૬. આર. સી. ગાંધીએ ૧૩૫૦૧૨૫૧નું પંચધાતુનું મૂળ શોધવા કહ્યું.
આવાઆવા કેટલાય સવાલો પૂછવામાં આવ્યા. વચ્ચેવચ્ચે નાનચંદ્રજી મહારાજની બુલંદ અવાજે ધૂન બોલાવતા. મુનિ સૌભાગ્ય પણ કથાવાર્તા કહેતા.
સૌના આશ્ચર્ય વચ્ચે મુનિ સૌભાગ્યચંદ્રજીએ બધા જ સવાલોના જવાબો આપ્યા !
ત્યાર બાદ મુનિ સૌભાગ્યચંદ્રએ નાશિકમાં અવધાનના પ્રયોગો ક્ય. ત્યાં તેમને પ્રતીતિ થઈ કે, એમાંથી એક બાજુથી ચમત્કાર જેવી લોકલાગણી ઊભી થાય છે અને બીજી બાજુથી લોકેષણાના વેગમાં વૃત્તિ ઘસડાઈ જાય છે !
મુનિ સૌભાગ્યમાં વિવેકનો ઉદય થયો. તેમને થયું :
‘સૌભાગ્ય, આ બધું તું શાને માટે કરે છે ? આ શું તારા જીવનની સાધના છે ? અનંતના યાત્રીને આ ચમત્કારના ચબૂતરે ચડી કીર્તિકલાપ વાગોળવો કેટલો યોગ્ય છે ?
‘આ બધી સિદ્ધિઓ છે. માણસ યોગ અથવા સાધનાને માર્ગે આગળ વધે છે ત્યારે આવી અનેક વસ્તુઓ તેને મળે છે, પણ જો તે ત્યાં જ ફસાઈ પડે તો આગળ કેમ વધાય ?'
‘આવી સિદ્ધિથી લોકો આકર્ષાય ખરા, પણ તેથી કાંઈ તેમનું હિત થયું ન ગણાય. લોકોની બુદ્ધિને આંજી શકાય ખરી, પણ તેથી કાંઈ તેમનાં દિલ જીત્યાં ન કહેવાય. વળી વહેમ, પામરતા અને ચમત્કારને બદલે પ્રજાજીવનમાં જે શ્રદ્ધા, વીરતા અને ચારિત્ર્ય ખીલવવાનાં છે તે ખીલવી શકાતાં નથી.'
મુનિશ્રીએ અંદરથી અવાજ સાંભળ્યો “અવધાનથી સાવધાન". મુનિ સૌભાગ્યચંદ્ર સંતબાલે તે જ ઘડીએ નિર્ણય કર્યો : ‘આજથી અવધાનના પ્રયોગો બંધ !' તે દિવસથી તેમણે આ ચમત્કારિક પ્રયોગો ખરેખર બંધ કરી દીધા.
છતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તેમની સ્મરણશક્તિ મેળવવા કોઈકોઈ વાર મુનિશ્રી અવધાન કરી બતાવી તેમને તે શીખવતી વખતે કહેતા :
‘આ કોઈ ચમત્કાર નથી કે નથી કોઈ જાદુ. આ તો કેવળ બુદ્ધિની કરામત છે, કસરત છે, મનની તાલીમ છે. એની પાછળ પડનાર કોઈ પણ એ કેળવી શકે છે.
‘સ્કૃતિના પ્રયોગો'નું મુનિશ્રી લિખિત પુસ્તક પણ પ્રગટ થયું છે. મુંબઈમાં માટુંગા મુકામે સાધુ-સાધ્વીને સેવક શિબિરમાં એમણે સ્મૃતિવિકાસ માટે શીખવેલા અવધાન પ્રયોગો પણ પુસ્તકરૂપે પ્રગટ થયા છે. .
કક્યુમર ઠેર અને ગ્રાહક સુરક્ષાવાળાઓ સતત કહે છે કે, ગ્રાહક સુરક્ષા મંડળો અને નાગરિકોની સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા ઓછામાં ઓછું વર્ષમાં બે વાર હોટલનાં રસોડાંઓનું સરપ્રાઈઝ ચેકિંગ થવું જોઈએ. આ પોકાર મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકારના બહેરા કાને સતત અથડાયા કરે છે.
બકુલભાઈને હોટલોની સમગ્ર વ્યવસ્થામાં કાંઈક વિશિષ્ટતા લાગે છે, “એક હોટલમાં સતત કરોળિયા જાળાં બાંધતા હતા અને જાગાલમાંથી કંઈનું કંઈ દાળમાં પડતું અને એને કારણે દાળ વિશિષ્ટ બનતી એમ અમે સાંભળેલું. આ આખી જ પ્રક્રિયા નાજુક છે, એની ચકાસણી, એની તરતપાસ કરવી શક્ય નથી. કરવા જશો તો સ્વાદ ગુમાવશો. એક હોટલનાં ફાડા-ચટણી સર્વોત્તમ ગણાતાં. એમાં ચટણીની ફૉર્મ્યુલા એવી હતી કે સોમવારની ચટણીમાંથી જે વધે તે મંગળવારની ચટણીમાં નખાતું. મંગળવારે જે વધે તે બુધવારની ચટણી બનાવવામાં વપરાતું, બુધવારે જે વધે તે... પરિણામે રવિવારની ચટણીમાં જુદી જુદી કક્ષાની સાત ચટણીઓનું મિશ્રણ થતું ! હવે આ સ્વાદના અજોડપણાને બિરદાવ્યા વિના તમે બીજું શું કરી શકો ? આ મેઘધનુષ્ય ચટણી રવિવારે ખલાસ થઈ જતી."
વર્તમાનપત્રોના અહેવાલ પ્રમાણે હોટલ ઍન્ડ ફડ સર્વિસિસ ઇન્ડિયાનાં અધ્યક્ષ મીનાક્ષી અગ્રવાલે મુંબઈની હોટલોની સ્વચ્છતા વિશે આકરી ટીકા પોતાના અહેવાલમાં લખી છે. “મુંબઈની હોટલોમાં આરોગ્યનું ધોરણ બરાબર સચવાતું નથી. રસોઈયાઓ
૪૪
Page #27
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે ખુલ્લા શરીરે નાની ચડ્ડી પહેરીને રસોઈ બનાવતા હોય છે અને જો કોઈ કપડાં પહેરેલાં હોય તો તે ખૂબ ગંદાં હોય છે. પરસેવો વાનગીમાં ટપકતો હોય છે. રસોઈનાં વાસણો અને પાણી પણ સ્વચ્છ હોતાં નથી. મોટા ભાગની હોટલોમાં વાંદા-ગરોળી અને ઉંદરોનો ઉપદ્રવ હોય છે.
મુંબઈ મહાપાલિકા પાસે ફક્ત ૨૫૦ ફૂડ ઇન્સ્પેક્ટરો છે જે ઘણા જ ઓછા કહેવાય. આ ઇન્સ્પેકટરો રસોડા સુધી પહોંચે તે પહેલાં તેમના ગજવામાં “વજન" પડી જાય છે. હોટલોમાં આગના અકસ્માતો પણ થાય છે. આજે મુંબઈમાં આડેધડ - રોકટોક વગર બિનધાસ્ત હોટલનો ધંધો “ધૂમ" ચાલી રહ્યો છે. આવી હોટલનાં રસોડાં જ્યાં પછી ૧૦માંથી આઠ માણસો મક્તમાં પણ હોટલમાં જમશે નહીં “એવો દાવો” અહેવાલમાં કરવામાં આવ્યો છે.
ચોખાઈ, જયણા (જતના) અને વિવેક આપણને માંદગી અને પાપકર્મના અનુબંધથી બચાવે છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે, જેવું અન્ન તેવું મન અને જેવું મન તેવું જીવન. સપુરુષો અને ઋષિમુનિઓએ પોતાની વિશિષ્ટ જ્ઞાનશક્તિ અને વૈજ્ઞાનિક પ્રતિભાથી સાત્ત્વિક અને ઉચ્ચ સંસ્કારમય જીવન જીવવા શું ખાવું અને શું ન ખાવું એ અંગેના વિધિનિષેધો જણાવ્યા છે. આ આર્યભૂમિના માનવીઓને આર્યભૂમિનું જ અન્ન અનુકુળ આવે. અનાર્યભૂમિના તામસ ભોજન આપણને અનુકૂળ ન આવે.
અસદ્ આહારને પરિણામે દેહસ્ત સપ્તધાતુઓ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં રાસાયણિક પરિવર્તન થાય છે. તેનાથી શારીરિક અને માનસિક વિપરીત અસરો થાય છે. મનનું ચાંચલ્ય, ચિત્તવિકાર, કષાય આદિ ભાવો જેવા કે ક્રોધ, ઇર્ષા, પ્રકોપ, લાલસા, નિદ્રા, પ્રેમ ઇત્યાદિ વિકૃતિથી મનુષ્ય બહારથી અને અંતરમનથી ખળભળી ઊંડે છે.
સાંપ્રતકાળમાં વધુમાં વધુ શાકાહારીઓ, વૈષ્ણવો અને જૈન માટેની શાકાહારી વાનગીઓ સુલભ બને તે આવકારદાયક છે.
સાત્વિક ભોજન તન અને મનને નીરોગી રાખવામાં સહાયક થાય છે. હોટલ, રેસ્ટોરાં, રોડ પરની બહારની વાનગીઓ શુદ્ધ અને સાત્ત્વિક ન જ હોય. અનિવાર્ય સંજોગોમાં બહાર જમવાનું થાય તો શાકાહારીઓ શાકાહારી રેસ્ટોરાંમાં જ ભોજન લે તે હિતાવહ છે.
ઈન્દોરના શાકાહારી ગૃહસ્થ નીતિન સોનીને અનિવાર્ય સંજોગોને કારણે ટૂંક સમય માટે એક રેસ્ટેરાંના મૅનેજર તરીકે પીડાજનક કામગીરી બજાવવી પડેલી. આ અનુભવનું તેમણે ‘અનદેખા સચમાં બયાન કર્યું છે.
૪૫ -
કાકા વિશ્વકલ્યાણની વાટે
તેઓ પોતાના લેખમાં જણાવે છે કે, “મને આ અનુભવ આપ સુધી પહોંચાડવાનું એટલે માટે જરૂરી લાગ્યું છે કે જે લોકો શાકાહારી અને માંસાહારી વાનગી પીરસતા રેસ્ટોરાંમાં માત્ર શાકાહારી વાનગી જમે છે અને માને છે કે આપણે સંપૂર્ણ શાકાહારી ભોજન ગ્રહણ કર્યું. તો એ ભૂલભરેલી મિથ્યા માન્યતા છે, એક ભ્રમમાત્ર છે."
તેમના મતે દરેક રેસ્ટોરાંમાં ત્રણ વિભાગો હોય છે. એક તંદુર સેક્શન, બીજું ઇન્ડિયન સેક્શન અને ત્રીજું ચાયનીઝ સેશન. તંદુર (સેકશન) વિભાગમાં શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારની ભોજનસામગ્રી તૈયાર થાય છે.
તંદુરી રોટીની સાથે નાનનો લોટ પણ તૈયાર કરવામાં આવે છે જેને ફુલાવવા, નરમ અને સ્વાદયુક્ત બનાવવા માટે ઇંડાનો ઉપયોગ કરવામાં આવે છે.
જે ટેબલ તંદુર રસોઈયા પાસે હોય છે તે એક જ ટેબલ પર રોટલીના લોટ સાથે માંસાહારી સામગ્રી પણ એ જ ટબલ પર રાખવામાં આવે છે.
જ્યારે માંસાહારી તંદુરી વાનગી બનાવવામાં આવે છે ત્યારે પહેલા તેના પર માખણ કે તેલનું મિશ્રણ લગાડવામાં આવે છે. તેને માટે એક ડબ્બામાં માખણ કે તેલનું મિશ્રણ ભરીને રાખવામાં આવેલું હોય છે. કપડું વિંટાળેલ લાકડાની એક દાંડી આ મિશ્રણમાં ઝબોળી, આ મિશ્રણ તંદુરી ચિકન પર લગાડવામાં આવે છે અને આ જ લાકડી શાકાહારીઓ માટેની નાન કે રોટી પર લગાડવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
કોઈ પણ તંદુરી ડીશ પનીર ટિકા કે પનીર ફદીના બનાવવા માટે લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે. માંસાહારી વાનગીઓ બનાવવા માટે આ જ સળિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. શાકાહારી અને માંસાહારી વાનગી બનાવવાનું બદલતી વખતે આ સળિયા ધોવા કે સાફ કરવાની તસદી રસોઈયા લગીરે લેતા નથી.
માખણ લગાવેલ તંદુરી વાનગી પર મસાલો લગાડવામાં આવે છે જે એક મોટા ખુલ્લા વાસણમાં રાખવામાં આવે છે. વાનગી શાકાહારી હોય કે માંસાહારી, વારાફરતી એક જ વાસણમાં મસાલો લપટેવામાં આવે છે.
રેસ્ટોરાંના કિચનનો બીજો વિભાગ ઇન્ડિયન સેકશન છે. આ ભારતીય વિભાગ રસોડાનો એવો હિસ્સો છે જ્યાં બે ભઠ્ઠીઓ પાસે બે ટેબલ બાજુબાજુમાં રાખેલાં હોય છે.
ટેબલ પર રસોઈ માટેની કાચી સામગ્રી માવો, પનીર, દૂધ, દહીં, ક્રીમ રાખેલ હોય છે. એ જ ટેબલ પર સાથે ઇંડા, માછલી, ચિકન જેવી માંસાહારી સામગ્રી પણ
Page #28
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
કામ
કાલની કોને ખબર છે?
વિશ્વકલ્યાણની વાટે રાખવામાં આવે છે. ભઠ્ઠીની પાસે બધો મસાલો રાખવામાં આવે છે, જો કોઈ ઑર્ડર આવે કે જે તે શાકાહારી હોય કે માંસાહારી, રસોઈયા બન્ને પ્રકારની વાનગી બનાવવા માટે એક જ ફાયપૅન (તવલું) અને ચમચાનો ઉપયોગ કરે છે. ચીકાશવાળા ચમચા કે ફાયપેન ધોવા માટે બાજુમાં રાખેલા તપેલાના પાણીનો ઉપયોગ કરી એ પાણી પાછું તપેલામાં જ નાખે છે. શાકાહારી અને માંસાહારી વાનગીવાળા ચમચા, વાસણોવાળું પાણી દાળને પાતળી કરવા માટે કે ગ્રેવી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.
રેસ્ટોરાંના કિચનનો ત્રીજો વિભાગ ચાયનીઝ સેકશન છે. આ વિભાગમાં મુખ્યત્વે બે ભઠ્ઠી હોય છે. સાઈડ ટેબલ પર બધી જ કાચી માલ-સામગ્રી સાથે રાખવામાં આવે છે.
સ્પ્રિંગ રોલ પર ઇંડાની જર્દી ચિપકાવવામાં આવે છે. ચીલી પનીર, ઘોલ અને મંચુરિયનમાં પણ ઇંડાનો ઉપયોગ કરાય છે. સૂપમાં કે ગ્રેવીની કોઈ વાનગી બનાવવામાં જે પાણી વાપરવામાં આવે છે તે ચિકન સ્ટોક હોય છે. ચિકનને જે પાણીમાં ઉકાળવામાં આવ્યું હોય તેના બચેલા પાણીને ચિકન સ્ટોક કહેવામાં આવે છે.
તળવાની એક જ કડાઈમાં વારાફરતી શાકાહારી અને માંસાહારી વાનગી તળવામાં આવે છે.
- શાક સમારવાના સ્ટેન્ડ ચાફ-છરી વગેરે સાધનો ધોયાં વિના બન્ને પ્રકારની વાનગી માટે વપરાય છે. પ્રિઝરવેશન માટેના ડીપ ફ્રિઝમાં બન્ને પ્રકારની વાનગી સાથે જ રાખવામાં આવે છે. એક જ રસોઈયો હાથ ધોયા વિના જ માંસાહારી વાનગી બનાવ્યા પછી તુરત જ શાકાહારી વાનગી બનાવે છે. હોટલ કે રેસ્ટોરાં, ભલે તે નાની હોય કે મોટી, પરંતુ જ્યાં શાકાહારી-માંસાહારી (વેજ-નોનવેજ) એક જ સાથે બનતું હોય ત્યાં આવું બનવું સહજ સંભવિત છે.
આવી રેસ્ટોરાંમાં જમીને કોઈ એક વ્યક્તિ એમ માને કે મેં શાકાહારી ભોજન લીધું તો તે નર્યો ભ્રમ છે. હોટલ એક વ્યવસાય છે, ધર્માનુશાસન નથી, જેથી હોટલમાલિકો શાકાહારીઓની ધાર્મિક ભાવનાની માવજત કરે તે અપેક્ષા ઉચિત નથી. શાકાહારીઓએ આવી રેસ્ટોરામાં પાણી સુધ્ધાં પીવું વર્ય હોવું જોઈએ.
શાકાહારનો વિચાર અને આચાર માત્ર પેટ ભરવા માટે નહીં, પરંતુ લોહીની નદીઓ બંધ કરવા માટે છે. ક્રૂરતાને બદલે વાત્સલ્ય, પ્રેમ અને કરુણાના સંસ્કાર માટે છે, વ્યક્તિગત અને કુટુંબજીવનની સુખ-શાંતિ માટે છે, વર્તમાન જીવન સમાધિમય બનાવવાનું અને પરિલૌકિક હિતને માટે છે. •
૪૭
કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ,
અવસર બીતા જત હૈ, બહુરી કરેંગે બિ. પાંચ પાંડવો પાસે ભિક્ષા માગવા જનાર કોઈ ખાલી હાથે પાછો ન જાય. એક વખત એક બ્રાહ્મણ યુધિષ્ઠિર પાસે દાન લેવા ગયો. યુધિષ્ઠિર કામમાં હોવાથી બ્રાહ્મણને કહ્યું, આવતી કાલે આવજે !
બ્રાહ્મણ નિરાશ થઈ પાછો વળ્યો - રસ્તામાં ભીમ મળ્યો. ભીમે બ્રાહ્મણ પાસેથી વાત જાણી તેને ખૂબ ખેદ થયો.
ભીમે આયુધશાળામાં જઈ ભંભા વગાડી. રાજ્યના નિયમ પ્રમાણે વિજય થાય તો જ ભંભા વગાડી શકાય. નાગરિકોને આશ્ચર્ય થયું. ભંભાના અવાજથી બધે દોડાદોડી થઈ કે ભંભા કેમ વગાડી? તપાસ કરતાં યુધિષ્ઠિરે ભીમને પૂછયું. ભીમ કહે! ભાઈ, કાળ જિતાયો તેથી મેં ભંભા વગાડી. યુધિષ્ઠિરે ભીમને પૂછ્યું, ભાઈ, કોણે કાળને જીત્યો? ભીમે બ્રાહ્મણની વાત કરી ને કહ્યું, ભાઈ, આપે દાન માટે બ્રાહ્મણને ‘કાલે આવજો' કહ્યું તેથી મેં માન્યું કે આપે કાળને જીત્યો. આપ તો સત્યવચની છો.' યુધિષ્ઠિરે ભૂલ સુધારવા બ્રાહ્મણને પાછો બોલાવી તુરત દાન આપ્યું.
શ્રીકૃષ્ણ યોગશક્તિથી અર્જુનને બ્રાહ્મણનું રૂપ આપ્યું અને સ્વયં પણ બ્રાહ્મણના રૂપમાં પરિવર્તિત થઈને પહોંચ્યા મહારાજા યુધિષ્ઠિર પાસે. ત્યાં જઈને
- ૪૮ -
Page #29
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
કામ
૧૪
વિશ્વકલ્યાણની વાટે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું :
‘અમને એક મણ ચંદનનાં સૂકાં લાકડાં જોઈએ છે, એ તમારા જેવા દાતા પાસેથી જ મળી શકે એમ છે, બીજે ક્યાંય નહીં, કારણકે અત્યારે વરસાદ પડે છે.'
યુધિષ્ઠિર : ‘અત્યારે ? અત્યારે સૂકાં લાકડાં ક્યાંથી લાવીશું આ વરસાદમાં ? અને તમને તો સૂકાં લાકડાં જોઈએ છે ને ?'
શ્રીકૃષ્ણ: ‘હા, એકદમ સૂકાં જોઈએ. અમને યજ્ઞ માટે જરૂરી છે.'
યુધિષ્ઠિર : ‘જો એકાદ શેર જોઈતાં હોય તો આપી શકત, પણ મણ લાકડાં માટે તો થોડી રાહ જોવી પડશે.'
યુધિષ્ઠિરની પરીક્ષા લીધા બાદ બંને બ્રાહ્મણ વેશમાં કર્ણ પાસે પહોંચ્યા અને એને પણ એ જ કહ્યું: ‘અમને એક મણ ચંદનનાં સૂકાં લાકડાં જોઈએ છે.'
કર્ણ : ‘અત્રે તો વરસાદ પડે છે, પરંતુ થોભો ભૂદેવા મારા મહેલના દરવાજાનાં લાકડાં ચંદનનાં છે અને સૂકાં છે. એ હું હમણાં તમને આપી દઉં છું.'
આમ કહીને કર્ણો પોતાના મહેલના દરવાજા કાઢી આપ્યા. પલંગ વગેરે બીજું જે કંઈ ચંદનમાંથી બનાવેલું રાચરચીલું હતું એ બધું પણ કાઢી આપ્યું અને બ્રાહ્મણ વેશધારી શ્રીકૃષ્ણ અને અર્જુનની મનોવાંચ્છા પૂરી કરી.
ત્યારે બ્રાહ્મણ વેશધારી શ્રીકૃષ્ણે કહ્યું : ‘કર્ણ ! તમે અમારી આ તુચ્છ ઇચ્છા માટે મહેલના દરવાજા શા માટે કાઢી આપ્યા ?'
કર્ણ : “બ્રાહ્મણદેવતા! કોને ખબર કાલે હું જીવતો હોઈશ કે નહીં, તેથી આજે જ આ હાથથી જેટલું સત્કર્મ થઈ જાય એટલું સારું છે. કોને ખબર કાલે મોત આવી જાય તો ?'
મોત ક્યારેય પણ આવી શકે છે, ક્યાંય પણ આવી શકે છે, કોઈ પણ નિમિત્તે આવી શકે છે. આ વાત આપણે સદૈવ યાદ રાખવી જોઈએ.
સરળતા અને ઋજુતા : પ્રભુ સાથે જોલી પવિત્ર કી
દસ યતિધર્મમાં સરળતાને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. ભદ્ર પુરુષનું ઉત્તમ લક્ષણ સરળતા છે. જેના જીવનમાં સરળતા તાણાવાણાની જેમ વણાયેલી હોય તેના જીવનમાં જ સંતત્વ પ્રગટી શકે.
જેનામાં સરળતા હોય તેનો કોઈ દુમન ન હોય. સરળતાવાળી વ્યક્તિ સ્વયં અજાતશત્રુ બની શકે છે. જેના જીવનમાં ઋજુતા અભિપ્રેત છે તેને કોઈ સાથે શત્રુતા ન જ સંભવી શકે.
વક્તા અને કુટિલતાનો ત્યાગ કરીએ તો આપણા જીવનમાં સ્વયં સરળતા પ્રગટશે. જ્ઞાનીઓ કહે છે કે સોયની રચના સીધી છે એટલે એ જોડે છે. કાતરની રચનામાં વક્રતા છે. વાંકી-ચૂકી કાતર કાપે છે.
સરળ વ્યક્તિમાં ગુણોની સમૃદ્ધિ હોય છે. વક્તા બુદ્ધિમાં ભ્રમ પેદા કરે છે. વક્ર વ્યક્તિ બુદ્ધિનો વ્યભિચાર પણ કરી શકે.
સરળ વ્યક્તિમાં બુદ્ધિની શાલીનતા હોય, તે પારદર્શક હોય. મૂર્ખતા અને સરળતા વચ્ચે એક પાતળી ભેદરેખા છે, જે વિવેકીજન જ પારખી શકે.
સરળતાયુક્ત બુદ્ધિની શાલીનતા સમ્યક જ્ઞાન તરફ લઈ જાય જેનું પ્રજ્ઞામાં પરિણમન થાય. શુદ્ધ, સાત્ત્વિક જ્ઞાનનો વિસ્ફોટ સરળતામાં જ થાય. શુદ્ધિમાં જ ધર્મ ટકી શકે છે. બાળકના જીવનમાં સરળતાનું સૌંદર્ય ઝળકતું હોય છે, કારણકે તે કપાયો, સ્વાર્થ કે પ્રપંચથી દૂર હોય છે. નિર્દોષતાભરેલું તેનું હાસ્ય બધાને આકર્ષી શકે, માટે જ
૫૦
૪૯
Page #30
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે કવિ કહે છે :
સરળતા સાથે જીવવાને,
જગતમાં મસ્ત ફરવાને, નિખાલસ પ્રીત હરવાને
પ્રભુ ! બાળક બનાવી દે! જેમજેમ ઉંમર વધે તેમતેમ શંકા, અહમ્, ભય, વાસના, લાલસા અને માયાનાં આવરણો ચડે. તેમ સરળતા લુપ્ત થતી જાય છે.
જ્ઞાનીઓ કહે છે, સરળતા અને અહંકાર જીવનમાં સાથે ન રહી શકે. માયા અને અહંકારના મૃત્યુઘંટની સાથે જ સરળતાની મધુર ઘંટડીના રણકારનો જન્મ થાય છે.
સરળ વ્યક્તિને અને સત્યને ઊંડો સંબંધ છે. તે કદી કોઈને છેતરશે નહીં. પ્રામાણિકતા તેના જીવનમાં છલકાતી હોય છે. સરળતા અને સમ્યક દર્શનને પણ અતૂટ
સંબંધ છે.
એક મિત્રને થોડા સમય પહેલાં દેશમાં જવાનું થયેલું. એ કહે, અમે અમારા એક દૂરના સગાને ત્યાં પાંચ વાગે પહોંચવાના હતા. એક ગૌશાળાના ઉદ્ઘાટન સમારંભમાં અમે હાજરી આપી આખી ગૌશાળા ર્યા. ફંડ અને પશુકલ્યાણ કેન્દ્રની સ્થાપના અંગે કેટલાક મહેમાનો સાથે ગૌશાળાના ટ્રસ્ટીઓની મિટિંગ થઈ તેમાં થોડી વધારે વાર લાગી. ત્યાંથી નીકળતા હતા ત્યારે ફોન આવ્યો કે બાજુના ગામમાં પૂ. મહાસતીજી બિરાજમાન છે. તેમની તબિયત લથડી છે તો તમારી સાથે ડૉકટર લઈને આવો. અમે ગયા. ડૉકટરે ઈંજેક્ષન આપ્યુંદવા વગેરે લખી દીધી. તે દવા ઉપાશ્રયમાં આપી. ડૉકટરને ઘરે પહોંચાડી અમે જે સ્નેહીને ત્યાં પાંચ વાગે પહોંચવાના હતા તે દસ વાગે પહોંચ્યા. અમે ફોન લગાડવાનો ઘણો પ્રયત્ન કરેલ, પણ સંપર્ક થઈ શક્યો નહિ. તેઓ દસ વાગ્યા સુધી અમારી રાહ જોઈ બેસી રહેલા.
જ્યારે સૂવા ગયા ત્યારે પલંગ પાસે આવી તે મારા પગ દબાવવા લાગ્યા. મેં કહ્યું, અરે વડીલ, આ શું કરો છો ? હું તમારાથી નાનો છું અને તમારી પાસે પણ દબાવડાવું? ના...ના...!
વડીલ કહે, તમે તપસ્વી છો. થાકી ગયા હશો. મને સેવાનો લાભ લેવા દો. મેં કહ્યું. હું થાક્યો નથી અને વળી આજે મારે ઉપવાસ-એકાસણું કાંઈ નથી, માટે તપસ્વી પણ નથી.
વડીલ કહે, તમે ગાયોની સેવા અને સાધ્વીજીની વૈયાવચમાં આજનો દિવસ પરિશ્રમ કર્યો એટલે તપસ્વી જ કહેવાઓ.
બહુ જ ઓછું ભણેલા સીધા-સાદા-સરળ માણસની વાતે મારામાં ચિંતનની
કાકા કાકી વિશ્વકલ્યાણની વાટે
કામ ચિનગારી ચાંપી.
એક નાના શહેરના નાનકડા દુકાનદારની દુકાને ત્રણ-ચાર યુવાનો કેમેરા માટે બે સેલ લેવા આવ્યા. સેલ લઈ રૂપિયા પચાસની નોટ આપી. વેપારીએ ભૂલથી રૂપિયા દસ લઈ અને નેવું પાછા આપ્યા.
યુવાનોએ એકબીજા સામે આંખ Íચકારી ચાલતી પકડી. વેપારીએ બૂમ પાડી, અલ્યા છોકરાવ, ઊભા રહો. આ લેતા જાવ. એક યુવાને બીજાને કહ્યું, કાકાને ખબર પડી ગઈ છે કે હિસાબમાં ગોટાળો છે. યુવાને ઝડપથી ચાલતાં કહ્યું. કાકા સમય નથી. અમારે ગાડી પકડવી છે... અને ભીડમાં ગાયબ થઈ ગયા.
ટ્રેનમાં બેઠેલા યુવાનોમાં અજંપે છે. ટ્રેન જલદી ઊપડતી નથી. તેટલી વારમાં હાંફળાફાંફળા કાકા યુવાનોના ડબ્બામાં ચડડ્યા અને કહ્યું કે, છોકરાવ, હું ભગવાનને પ્રાર્થના કરતો હતો કે ટ્રેન ન ઊપડે ને હું પહોંચ્યો.
યુવાનોને ધ્રાસકો પડયો કે નક્કી રૂપિયા પચાસ પાછા આપવા પડશે. તેટલામાં કાકાએ કહ્યું કે, તમે મારી દુકાનેથી સેલ લીધા ને ઉતાવળમાં ને ઉતાવળમાં આ તમારો કીમતી કેમેરા તો મારી દુકાનના કાઉન્ટર પર ભૂલી ગયા. લ્યો, સંભાળો આ તમારો કૅમેરા.
હાંફતા અને પરસેવાથી રેબઝેબ પાંચ હજારનો કૅમેરા આપવા આવનાર કાકાને આ યુવાનો જોઈ જ રહ્યા અને આશ્ચર્યચકિત થઈ ગયા. યુવાને પચાસની નોટ કાઢી વેપારીને કહ્યું કે, કાકા અમે તમને પચાસની નોટ આપેલી તેમાંથી ૧૦ સેલના બાદ કરતાં તમારે ચાળીસ પાછા આપવાના હતા. તમે સોની નોટ ગણી ભૂલથી નેવું આપ્યા તે આ પચાસ પાછા.
છોકરાવ, તમે ખાનદાન ઘરના લાગો છો. હું તમારો કેમેરા પાછો આપવા આવ્યો એટલે તમે બક્ષિસના પચાસ રૂપિયા આ રીતે આપો છો, પણ મારાથી એ થોડા લેવાય ? કહેતાંક ને ગાડીમાંથી નીચે ઊતરી પડ્યા. ગાડીએ એક ચીસ પાડી...અને ઊપડી. યુવાનો પરસેવે રેબઝેબ બૅટફૉર્મ પર મંથર ગતિએ ચાલતી સરળતાની મૂર્તિના સૌંદર્યને જોતા જ રહી ગયા.
પેલા ગામડાના સ્નેહી કે જેણે વૈયાવચ્ચ એ અત્યંતર તપ છે એ વાત સાદી અને તળપદી, સરળ ભાષામાં સમજાવી અને વેપારી કાકા કે જેની સરળતાના ગુણે નખશિખ પ્રામાણિકતાને ઉજાગર કરી તે બન્નેને સમ્યક દર્શન પ્રગટયું હશે કે નહિ તે તો મને ખબર નથી, પરંતુ એટલું તો ચોક્કસ છે કે, સરળ જીવો માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ સજ્જ છે. માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે સમ્યક દર્શન અને સરળતાને પરસ્પર સંબંધ છે. સરળતા અને ઋજુતા પ્રભુ સાથે જોડતી પવિત્ર કરી છે.
પર
*
Page #31
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
૧૫
ભારતીય દર્શન અને શ્રમણ સંસ્કૃતિના જ્યોતિર્ધર
કાળની સ્મરણમંજૂષામાંથી એક પવિત્ર પૃષ્ઠ બહાર આવ્યું જેમાં એક પ્રેરક જીવન અંકિત છે. ઇ.સ. ૧૮૯૩ની અગિયારમી સપ્ટેમ્બરે શિકાગો (Chikago)અમેરિકા)માં વિશ્વ ધર્મ પરિષદ મળેલી એમાં જેમણે જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરેલું તે વીરચંદ રાઘવજી ગાંધીનું જીવનકવન.
આ પરિષદમાં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદ, અલાહાબાદના ડૉ. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી, પી. સી. મજુમદાર, પુનાના સોરાબજી, બ્રહ્મસમાજના શ્રી નગરકર, સિલોનથી બૌદ્ધ ધર્મના સી. ધર્મપાલ ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્રના દક્ષિણે ગોહિલવાડ પંથકના ભાવનગર શહેરથી સો કિલોમીટર દૂર પ્રાચીન મધુમતી (હાલ મહવા) શહેર આવેલું છે. મહાન દાનવીર જાવડશા ભાવડશાની હૈયાની કંકાવટીમાં આ ભૂમિનો રંગ ધોળાયેલો. હિન્દુ ભજનોના રચયિતા મુસ્લિમ સંત વલી, સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રાગજી ભગત, ગુજરાતી સાહિત્યના ‘મસ્ત કવિ' હરગોવિંદ પ્રેમશંકર, વિવેચક 'જટિલ', શાસનસમ્રાટ વિજય નેમિસૂરિશ્વરજી મ.સા., વિજય ધર્મસૂરિશ્વરજી મહારાજ અને કુમારપાળના સમકાલીન જગડુશા આ વીરભૂતિનાં સંતાન હતાં.
ધર્મપ્રિય સમાજસુધારક રાઘવજીભાઈ ગાંધી પોતાના ઘરનું સમારકામ કરાવતા હતા તે વખતે જમીનમાંથી પાર્શ્વનાથ ભગવાનની દિવ્ય પ્રતિમાં પ્રાપ્ત થઈ. જાણે ભાવિમાં દિવ્ય પુરુષના અવતરણનો પવિત્ર સંકેત અને ટૂંક સમયમાં જ
કાકાવિશ્વકલ્યાણની વાટે રાઘવજીભાઈનાં સહધર્મચારિણી માનબાઈની કૂખે સંવત ૧૯૨૦ના શ્રાવણ વદ ૮, ૨૫ ઓગષ્ટ, ઈ.સ. ૧૮૬૪ના વીરચંદ ગાંધીનો જન્મ થયો. ૧૮૭૯માં લગ્નગ્રંથિથી જોડાયા. ત્યાર બાદ ભાવનગરમાં ૧૬ વર્ષની ઉંમરે તેઓ મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ સ્થાને આવ્યા. ઇ.સ. ૧૯૮૪માં માત્ર ૨૦ વર્ષની ઉમરે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજ દ્વારા બી.એ. ઑનર્સ થયા અને જૈન સમાજના પ્રથમ સ્નાતક થવાનું માન મળ્યું. ૧૮૮૫માં સૉલિસિટરના અભ્યાસ અર્થે મેસર્સ લિટસ, સ્મિથ ફ્રેઅરમાં અર્ટિકલ તરીકે જોડાયા. પાછળથી 2 ઈન ઇન્સ્ટિટયૂટ લંડન દ્વારા તેઓએ બાર-એટ-લાં પૂર્ણ કર્યું.
તે સમયે પાલિતાણાના ઠાકોરસાહેબ સાથે શત્રુંજય તીર્થ સંબંધે મતભેદ થયેલો. જૈનોને સંગઠિત કરવા ટ્રસ્ટ, ફંડ અને ધર્માદા ખાતાની દેખરેખ રાખવા, પશુવધ અટકાવવા, તીર્થસ્થાનકોમાં યાત્રિકોને પડતી મુશ્કેલી દૂર કરવા ૧૮૮૪માં વીરચંદ ગાંધીના મંત્રીપદે જૈન ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાની સ્થાપના થઈ. ૧૮૯૭ના સપ્ટેમ્બરમાં શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ મળવાની હતી. જુદાજુદા ધર્મોનું વિશ્વને જ્ઞાન આપવું, સર્વધર્મોના અનુયાયીઓમાં ભાતૃભાવ અને સ્નેહ પ્રગટાવવાનો ઉદ્દેશ પરિષદનો હતો, પરંતુ આયોજકોનો હેતુ વિવિધ ધર્મના પ્રતિનિધિઓ સમક્ષ ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ દર્શાવી તેની ઉગ્રતા સિદ્ધ કરી વિશ્વભરમાં તેનો પ્રસાર કરવાનો હતો.
પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવા પૂ. આત્મારામજી (પૂ. આચાર્ય વિજયાનંદસરિ) મહારાજને નિમંત્રણ મળ્યું. જૈન સાધુની સમાચારીને કારણે તેઓ પ્રવાસ કરી પરદેશ ન આવી શકે તેમ દિલગીરી સાથે જણાવતાં તેમણે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને લગતું લખાણ ‘ચિકાગો પ્રશ્નોત્તર' નામે તૈયાર કરી મોકલ્યું. પરિષદના સંચાલકો આ લખાણથી એટલા પ્રભાવિત થયા કે તેમણે આચાર્યશ્રીને પ્રતિનિધિ મોકલવાનો આગ્રહ કર્યો. પરિણામે વીરચંદભાઈ ગાંધીજીની પસંદગી થઈ. પૂ. આત્મારામજી પાસે તેમણે છ માસ રહી જૈન ધર્મના ઊંડાણભર્યા તત્ત્વજ્ઞાનનું તલસ્પર્શી જ્ઞાન મેળવી લીધું. પૂ. આત્મારામજી મહારાજે તેમને શ્રાવકાચારને શોભે તેવો પહેરવેશ અને જીવનચર્યા અપનાવવાની આજ્ઞા આપી. રસોઈ માટે સાથે વિશ્વવિખ્યાત જાદુગર મહુવાના વતની પ્રો. નથુ મંછાચંદન લીધા. અલગ રસોઈ કરવાની પરવાનગી સાથે તેઓ આસામ સ્ટીમરમાં ‘વિદેશ' જવા રવાના થયા. એ સમય હતો જ્યારે અંગ્રેજ સરકારની ગુલામીની બેડીમાં જકડાયેલા આ
૫૪
- ૫૩
Page #32
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે દેશને પશ્ચિમના લોકો ધૃણા, તિરસ્કાર અને ઉપેક્ષાની નજરે જોતા. ‘મંદિરો, કોબ્રા. વાઘ અને રાજા-મહારાજાના દેશ' તરીકે લોકો ઓળખતા અને અહીં ગંદકી, ગરીબી અને અંધશ્રદ્ધા છે તેવો જ પ્રચાર કરતા. આ પરિષદમાં આવેલા ભારતના બે પ્રતિનિધિઓ સ્વામી વિવેકાનંદ અને વીરચંદ ગાંધીએ ભારતભૂમિ સર્વ-સંસ્કૃતિઓનું પારણું છે, જગવંદ્ય ભારતભૂમિ ધર્મ અને અધ્યાત્મનું પિયર છે એ વાતને ચરિતાર્થ કરવાનો સમ્યફ પુરુષાર્થ કર્યો.
સોનેરી કિનખાબની કિનારીવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો ઝભ્ભો, ખભે ધોતી, શાલ અને અણિયાણા જોડા એ ભારતીય પરંપરાગત પહેરવેશથી શોભતા ઓગણત્રીસ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તાભરી તટસ્થવૃત્તિથી સભર આકંઠ સરસ્વતીનું પાન વિશ્વ ધર્મ પરિષદના ચાર હજાર શ્રોતાઓને મંત્રમુગ્ધ બની કર્યું.
અમેરિકન અખબારે નોંધ્યું હતું કે પૌવાર્ય પંડિતોમાંથી જૈન યુવકે જૈન દર્શન નીતિ અને તત્ત્વજ્ઞાન સંબંધી આપેલ ભાષણ શ્રોતાઓએ જે રસથી સાંભળ્યું તે કરતાં વધારે રસથી કોઈ પણ પૂર્વના વિદ્વાનોનું સાંભળ્યું ન હતું.
વીરચંદ ગાંધીનું જૈન ધર્મ પરનું પ્રવચન અમેરિકાનાં કેટલાંક વર્તમાનપત્રોએ અક્ષરશ: પ્રગટ કર્યું.
દક્ષિણ ભારતનાં મંદિરોમાં ગાનારીઓ ગણિકા હતી. એ વિષે લંડનના પ્રતિનિધિ રેવન્ડ પેન્ટ કોસ્ટની ટીકાનો પ્રત્યુત્તર આપતાં તેમણે જણાવ્યું કે કેટલીક દેવદાસીઓ પૈકીની ગાવાવાળી સ્ત્રીઓ શંકાસ્પદ ચારિત્ર ધરાવે છે એ હિન્દુ સમાજને દૂષણરૂપ લાગે છે અને તેને દૂર કરવા શક્ય એટલા પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ એથી તેમાં ગણિકાઓ હતી એટલે પૂજારણ બનાવવામાં આવી અને પૂજારણ છે છતાં ગણિકાનું કામ કરે છે તે કહેવું સત્યથી વેગળું છે, કારણકે ભારતભરમાં ક્યાંય પણ સ્ત્રીઓ પૂજારણ તરીકે કાર્ય કરતી નથી. એમણે કહ્યું કે, મારા ધર્મની ટીકા કરવાની કોઈએ હિંમત કરી નથી એ મારે માટે આનંદની વાત છે. તેમણે પડકાર ફેંકતાં કહ્યું કે આ એ હિંદુ ધર્મ છે જેને માટે ગ્રીસના ઇતિહાસકારોએ નોંધ્યું છે કે,
કોઈ હિંદુ ક્યારેય અસત્ય બોલતો જણાયો નથી અને કોઈ હિંદુ સ્ત્રીને ક્યારેય અપવિત્ર જાણી નથી." દરેક ટીકાઓ સમાજમાં રહેલાં દૂષણો સાથે સંબંધ ધરાવે છે. સમાજમાં રહેલી ક્ષતિઓ ધર્મને કારણે નથી, પરંતુ બીજા બધા દેશોમાં બનતું આવ્યું છે તે પ્રમાણે ધર્મ હોવા છતાં પણ મોજૂદ છે. વિશ્વ ધર્મ પરિષદ બાદ તેઓ કેટલોક વખત અમેરિકામાં રહ્યા. ત્યાર બાદ
પપ
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ ૧૮૯૬ અને ૧૮૯૯માં એમ બે વખત અમેરિકાનું પરિભ્રમણ કર્યું. ૬૫૦ જેટલાં પ્રવચનો આપેલાં જે ‘જેના ફિલોસોફી', ‘યોગા ફિલોસોફી’ અને ‘કર્મ ફિલોસોફી'રૂપે ગ્રંથસ્થ થયાં. વિદેશમાં ધ્યાન પર આપેલાં બાર પ્રવચનોનો ગ્રંથ 'કોન્સન્ટેશન' નામથી પ્રગટ થયો. એક ધર્મજિજ્ઞાસુ અંગ્રેજ હર્બર્ટ વોરને માંસાહારનો ત્યાગ કરી જૈન ધર્મ સ્વીકાર્યો. એમણે વીરચંદ ગાંધીનાં ભાષણોની નોંધ રાખી એ પરથી અંગ્રેજીમાં “જૈન ધર્મ' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. વીરચંદભાઈએ બૌદ્ધ વિહારમાંથી મળેલ ફ્રેન્ચ પુસ્તકનો ‘ધ અનનોન લાઈફ ઑફ જીસસ ક્રાઈસ્ટ'નો અનુવાદ કર્યો.
- વિદેશમાં એમના પ્રવાસ દરમિયાન એમણે ભારતીય સંસ્કૃતિને શોભે એ રીતે આર્ય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું. વિદેશમાં જૈન દર્શનનાં પ્રવચનોની સાથેસાથે તેમણે સંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વેદાંત અને બૌદ્ધ દર્શન પર પણ પ્રવચનો આપ્યાં. હિપ્નોટિઝમ, મેગ્નેટિઝમ, કૉન્સન્ટેશન (એકાગ્રતા), સાયન્સ ઓ બ્રીધિંગ ('શ્વાસનું વિજ્ઞાન) અને ધ્યાન જેવા વિવિધ વિષય પર પ્રવચન આપ્યાં. વિદેશમાં તેમણે ગાંધી ફિલોસોફી સોસાયટી, જૈન લીટરેચર સોસાયટી અને મહાવીર બ્રધરહુડ જેવી કેટલીક સંસ્થાઓની સ્થાપના કરેલી. ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિ (ધમાંતરણ)ની તેમણે કડક આલોચના કરી.
અમેરિકાની પ્રજા સમક્ષ પ્રવચન કરતાં એક વખત તેમણે કહ્યું, ‘આ દેશમાં હું આવ્યો છું ત્યારથી સાંભળી રહ્યો છું કે આ આખું વિશ્વ જીસસનું છે. ઈસાઈ જગતનો આ નારો-અવાજ છે. આ બધું શું છે ? આનો અર્થ શું? એ ઇસુ કોણ છે જેના નામ પર તમે વિશ્વવિજય મેળવવા ઇચ્છો છો ? શું અત્યાચાર કે અન્યાયના ઇસુ છે ? એવા ઇસુના ઝંડાના આધારે તમે અમને જીતવા માગશો તો અમે પરાજિત નહીં થઈએ, પરંતુ જો તમે અમારી પાસે શિક્ષા, ભાતૃભાવ અને વિશ્વપ્રેમ ઈસુના નામ પર આવશો તો અમે તમારું સ્વાગત કરીશું. એવા જીસસને અમે જાણીએ છીએ અને અમને એનો ભય નથી. ૧૮૯૯માં મળેલ આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં શ્રી વીરચંદભાઈએ સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી.
મિસિસ હાર્વર્ડ, હર્બટ વોરેન, પ્રેસિડન્ટ ચાર્લ્સ સી. બોની, ડૉ. જહોન હેનરી બરોઝ, વિલિયમ પાઈપ વગેરે વિદેશીઓ વીરચંદભાઈના ચાહકો અને અનુયાયીઓ બન્યા હતા. ફાધર ઑફ અમેરિકન લીટરેચર માર્ક ટ્વેઈન કે જેઓ બફેલો કુરિયર ન્યૂસપેપરના આંશિક માલિક અને તંત્રી હતા, તેઓ વીરચંદભાઈથી પ્રભાવિત થઈ
પ૬
Page #33
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે ભારતની મુલાકાતે આવેલા. વીરચંદભાઈએ ભારતમાં તેમને જૈન મંદિરોની યાત્રા કરાવેલી. એક પુસ્તકના લેખકે ભૂલથી મહાત્મા ગાંધીએ માર્ક ટ્વેઈનને જૈન મંદિરોની યાત્રા કરાવેલી તેવો ઉલ્લેખ કરેલો, પરંતુ એ યાત્રા કરાવનાર વીરચંદ ગાંધી હતા. હકીકતમાં માર્ક ટ્વેઈનની ભારતની મુલાકાતના સમયે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા.
- શાકાહારના પ્રયોગો અને પ્રસારનાં કામોમાં મહાત્મા ગાંધી અને વીરચંદ ગાંધીમાં ઘણું સામ્ય હતું. શિકાગોની એક મહિલા મિસ ઈમેલિયા મેકબીન વીરચંદભાઈનાં લખાણો અને પ્રયોગોથી પ્રભાવિત થઈ તેમણે મહાત્મા ગાંધીને પ્રશંસાયુક્ત વચનો કહેલાં ત્યારે ગાંધીજીએ તેમને પ્રત્યુત્તરમાં કહેલું કે તમે જેની વાત કરો છો તે હું નથી, પરંતુ મારા બૅરિસ્ટર મિત્ર વીરચંદ ગાંધી છે. - વીરચંદભાઈએ એક પ્રવચનમાં કહેલું કે, જ્યારે મારો દેશ સ્વતંત્ર થશે ત્યારે અમે હિંસક માર્ગે કોઈ પણ દેશ પર આક્રમણ કરીશું નહીં અને જગતનાં તમામ રાષ્ટ્ર સાથે શાંતિમય સંબંધો સ્થાપી તેને જાળવી રાખીશું. આવા હતા યુગદેય વીરચંદ રાઘવજી ગાંધી. પાલિતાણામાં મૂંડકવેરો નાબૂદ કરાવવા આણંદજી કલ્યાણજીની પેઢીને વીરચંદભાઈનો ઉત્કૃષ્ટ સહયોગ મળ્યો. સમેતશિખરના પવિત્ર તીર્થસ્થળની પાસે ડક્કરની ચરબી કાઢવાના કારખાનાના વિરોધ માટે વીરચંદભાઈ છ માસ કોલકાતા રહ્યા, બંગાળી ભાષા શીખ્યા, દસ્તાવેજોનો અભ્યાસ કરી કારખાનું દૂર કરાવ્યું. મુકદમાનો સઘળો ખર્ચ કોલકાતાના બાબુસાહેબ બદરીપ્રસાદે આપ્યો. કાવીના દેરાસરના વિવાદનો સુંદર ઉકેલ લાવ્યા.
ભારતમાં દુષ્કાળ પડવાના સમાચાર મળતાં દુષ્કાળ રાહત સમિતિની સ્થાપના કરી રૂપિયા ચાળીશ હજાર રોકડા અને અનાજ ભરેલાં વહાણોની ભારત રવાનગી કરી.
વિદેશ જવા બદલ વીરચંદભાઈને રૂઢિચુસ્ત સમાજનો વિરોધ સહન કરવો પડેલો. તેમને ‘નાતબહાર' મૂકવાની પત્રિકાઓ છપાણી. શ્રી મગનલાલ દલપતરામે ગુરુભક્તિથી પ્રેરાઈ વિદેશ મોકલવાના ખર્ચ અંગે ફાળો આપ્યો હતો અને કટોકટી સમયે નૈતિક હિંમત દાખવી ભાયખલામાં ૨૦૦ સાધર્મિક અતિથિઓનું જમણ કરી વીરચંદભાઈ સાથે વ્યવહાર જાળવી રાખ્યો.
છતાંય વિરોધના વંટોળનો નાદ પારખી વ્યવહારને લક્ષમાં લઈ સંઘના સમાધાન અર્થે આચાર્યશ્રીએ વીરચંદભાઈ ગાંધીને શત્રુંજય તીર્થની યાત્રા કરવા આજ્ઞા કરી.
પ૭
કાકા વિશ્વકલ્યાણની વાટે
સ્નાત્ર પૂજા ભણાવ્યા પછી જ્ઞાતિનો બહિષ્કાર દૂર થયો. સર પ્રેમચંદ રાયચંદે ૧૮૯૬માં જ્યારે વીરચંદભાઈ પાછા ફર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
૧૮૯૯માં વીરચંદભાઈ વિદેશ ગયા હતા ત્યારે જસ્ટિસ ગોવિંદ મહાદેવ રાનડેએ તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજ્યો હતો. મૃત્યુ પછી રડવા કરવાનો રિવાજા બંધ કરાવવા નિબંધ સ્પર્ધા યોજી હતી તેમાં આપણને વીરચંદભાઈમાં આદર્શ સમાજસુધારકનાં દર્શન થાય છે.
ભારતીય દર્શન અને જૈન શ્રમણ સંસ્કૃતિના જ્યોતિર્ધર વીરચંદ રાઘવજી ગાંધીનું માત્ર ૩૭ વર્ષની વયે ૧૯૦૧માં મુંબઈમાં અવસાન થયું. જૈન ઍસોસિયેશન ઑફ નોર્થ અમેરિકા (જૈના)ની વીરચંદ રાઘવજી ગાંધી અમેરિકા અને ઇન્ડિયાની કમિટી દ્વારા વીરચંદભાઈનાં જીવન અને કાર્યનું ઘણું સાહિત્ય પ્રગટ થયું છે અને ઇન્ટરનેટ પર પણ મુકાયું છે. એમની અનેરી શાસનસેવા, દેશસેવા અને જીવનસિદ્ધિનું એક મ્યુઝિયમ મહવામાં રચવાનો નિર્ણય લેવાયો છે. તેમની એક પ્રતિમા ચિકાગોના જૈન મંદિરમાં અને એક પ્રતિમા મહુવામાં નેમિવિહાર પાસે મૂકવામાં આવી છે.
૮ નવેમ્બર, ૨૦૦૯માં ભારત સરકાર દ્વારા તેમની ટપાલટિકિટ પ્રકાશનના સમયે વર્લ્ડ જૈન કન્ફડરેશન અને “જેના"એ વૈશ્વિક સ્તરે ઉજવણી કરી હતી.
૨૫ ઑગસ્ટ, ૨૦૧૫ના ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલૉજી - અમદાવાદ, જૈન યુવક સંઘ મુંબઈ અને જૈન વિશ્વકોશ મુંબઈ - અમદાવાદ દ્વારા અમદાવાદમાં વીરચંદ રાઘવજી ગાંધી વિશે રાષ્ટ્રીય પરિસંવાદ તેમના ૧૫૧માં જન્મદિવસ પ્રસંગે યોજાઈ ગયો. વિજયવલ્લભ સ્મારક દિલ્હીના પ્રાણગમાં ૨૯ માર્ચ, ૨૦૧૭ના વીરચંદભાઈની પ્રતિમાનું અનાવરણ થઈ રહેલ છે તે પ્રસંગે આ વિરલ પ્રતિભાને ભાવપૂર્વક ભાવાંજલિ.
૫૮
Page #34
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
પ્રામાણિક્તાથી મેળવેલ સંપત્તિ
સ્વ-પર માટે કલ્યાણકારી
પૂર્વાચાર્યોએ માર્ગાનુસારિના ગુણોમાં ન્યાયસંપન્ન વૈભવને સ્થાન આપ્યું છે. ન્યાયસંપન્ન વૈભવ એટલે પ્રામાણિકતાથી મેળવેલી સંપત્તિ. જે સંપત્તિ નીતિ, ન્યાય, અન્યાયનું શોષણ કર્યા વિના, બીજાને પીડા આપ્યા વિના, હક્કની સંપત્તિ મેળવી હોય તે પ્રામાણિકતાથી સંપન્ન કરી કહેવાય. ન્યાયસંપન્ન વૈભવની ભાવના ભગવાન મહાવીરના અર્થશાસ્ત્રમાં અભિપ્રેત છે.
જે માયા, કપટથી રહિત હોય, અહિંસક હોય, અન્યની પરિસ્થિતિનો વિચાર કરીને મેળવેલી સંપત્તિ જ સ્વ-પરનું કલ્યાણ કરી શકે. સત્યના આધારે નિર્વાહ કરતી વ્યક્તિનું જીવન સત્ત્વશીલ હોય છે.
વિક્રમ સં. ૧૭૪૦માં કાઠિયાવાડ અને ગુજરાતના મોટા ભાગમાં દુષ્કાળ પડ્યો. વરસાદ માટે પ્રાર્થનાઓ યોજાઈ. ગુજરાતનરેશે યજ્ઞો કર્યા, પરંતુ વરસાદ ન આવ્યો. પ્રજા ત્રાહિમામ્ પોકારી ગઈ. મૂગાં પશુઓ પાણી માટે તલસવા લાગ્યાં. કેટલાક શાણા માણસોએ રાજાને કહ્યું કે, “આપણા રાજ્યનો એક વેપારી જો ધારે તો વરસાદ લાવી શકે.” રાજા તે વેપારી પાસે ગયા અને કહ્યું કે, “તમે પ્રભુને પ્રાર્થના કરી વરસાદ લાવો." વેપારીએ નમ્રતાપૂર્વક કહ્યું કે, “હું તો એક નાનકડો વેપારી છું. મારી પ્રાર્થનાથી શું થશે ? કોઈ મોટા સાધુ-સંત, ભક્ત, મહંત પ્રાર્થના કરે કે યજ્ઞ કરવામાં આવે તો વરસાદ આવે.” રાજાએ કહ્યું, “અમે બધા પ્રયત્નો કર્યા છે. સમગ્ર રાજ્ય વતી હું આપને પ્રાર્થના કરું છું કે ભૂખ્યા
કાકા વિશ્વકલ્યાણની વાટે પ્રજાજનો અને અબોલ પશુઓ પર દયા કરી આપ પ્રભુ પાસે વરસાદ માગો."
રાજાની વિનંતીથી આખરે વેપારીએ ભગવાનને પ્રાર્થના કરી. તેણે પોતાનું ત્રાજવું ઉઠાવ્યું અને આકાશ સામે જોઈને કહ્યું કે, “જો આ ત્રાજવાથી મેં ક્યારેય કોઈને ઓછુંઅધિક તોળી દીધું ન હોય તો, નીતિનું જ સેવન કર્યું હોય તો સત્યનું જ આચરણ કર્યું હોય તો હે દેવતાઓ તમે અનુગ્રહ કરજો, મેઘરાજ અમારું કલ્યાણ કરવા પધારો.” હજુ વેપારી એ પ્રાર્થના પૂરી કરે એટલામાં વાદળાં ઘેરાવા લાગ્યાં અને થોડી વારમાં મેઘરાજાની મહેર થઈ. પ્રામાણિકતા અને ન્યાયસંપન્નતાથી પરમતત્ત્વો પણ વશમાં વર્તે છે.
સંત ગુરુ નાનક કૃતાંતાં એક નાનકડા શહેરમાં પહોંચ્યા. ત્યાં એક શેઠ રહેતા હતા. તેમને ઘરે એક ભોજન સમારંભ હતો. તેમણે ઘણા સાધુબાવા, સંતો, ફકીરો,
ઓલિયા પીરને જમવાનું આમંત્રણ આપેલું. તેમણે નાનજીને પણ આમંત્રણ મોકલ્યું. જમવા સમયે નાનકજી ન આવ્યો, એટલે શેઠે ફરી વાર માણસને બોલાવવા મોકલ્યો, તોપણ નાનકજી ન આવ્યા-જેથી શેઠને થયું કે નાનકજી જેવા વિખ્યાત સંત મારે ત્યાં આવે તો મારી વાહવાહ થઈ જાય જેથી પોતે બોલાવવા ગયા. સંતે શેઠને કહ્યું કે, “હવે બહુ મોડું થઈ ગયું છે તો હું તમારે ત્યાં ભિક્ષા લેવા નહીં આવું. અહીં જે ટુકડો મળે તે ખાઈ લઈશ.'
શેઠને થયું, મારી ઇજ્જતનો સવાલ છે, જેથી તેણે અનુચરોને પોતાને ત્યાંથી ભોજનનો થાળ લાવવાની આજ્ઞા કરી. એટલામાં લાલજી નામનો એક ગરીબ ભક્ત ભોજનનો થાળ લઈને આવ્યો. ગરીબ લાલો બે ગાય રાખીને થોડી મજૂરી કરી, થોડું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે. થોડા દૂધમાંથી છાશ બનાવી પોતે ઉપયોગ કરે અને બીજા ગરીબોને મક્ત આપે અને સંતોની ભક્તિ કરે. ભોજનમાં તે છાશ-રોટલો લાવેલો.
એટલામાં શેઠના માણસો પકવાન ભરેલો ભોજનનો થાળ લઈ આવ્યા. નાનકજી એ રોટલો ને છાશ ખાવા લાગ્યા. શેઠે કહ્યું કે, “મારા પકવાનનો થાળ આરોગો." ગુર નાનકે એક હાથમાં રોટલો અને બીજા હાથમાં પકવાન લીધું. રોટલામાંથી દૂધની ધાર થઈ અને પકવાનમાંથી લોહીની ધાર છૂટી. લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયા ! શેઠ પણ દંગ થઈ ગયા. શેઠે કહ્યું, “આમ કેમ ?" સંતે કહ્યું, “આની થોડી લક્ષ્મી છે પણ મહાલક્ષ્મી છે. તેથી આનું અન્ન પવિત્ર છે. નીતિ-ન્યાયથી શ્રમ કરીને મેળવ્યું છે અને ભક્તિભાવથી પીરસ્યું છે. આ ઉપનય કથાનો દૂધનો રોટલો ભક્તિ અને પવિત્રતાનું પ્રતીક છે.
આપ ધીરધારના ધંધામાં ગરીબો પાસેથી જે વધુ પડતું વ્યાજ લો છો તેનાથી લાચાર ગરીબોનું શોષણ થાય છે. ગરીબોના લોહી ચૂસીને એકઠી કરેલી સંપત્તિ દ્વારા તમારા અહંને પોષવા તમે આ પકવાન પીરસ્યું છે, તેથી લોહીની ધાર થઈ છે. આ પ્રસંગથી શેઠના જીવનનું પરિવર્તન થઈ ગયું. ૧
૬૦
પ૯
Page #35
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
જ
પરમ દામ્પત્યભાવના
કેટલાંક વર્ષો પહેલાં સગપણનું કાર્ય એટલું મુશ્કેલ નહોતું જેટલું આજે છે. એ સમયે સમાજના શ્રેષ્ઠીવર્યો, કટુંબના કે સમાજના આગેવાનો દીકરા-દીકરીઓનાં સગપણકાર્યમાં વ્યક્તિગત રસ તથા પૂર્ણ જવાબદારી લઈ સગપણ કરાવવામાં શુભ ભાવનાથી મધ્યસ્થી કરતા. ઉંમરલાયક કન્યા, મુરતિયાઓ અને તેના વડીલો પણ કુટુંબ કે સમાજના આગેવાનોની સલાહ સ્વીકારતા અને તેથી સગપણનું કાર્ય સહેલાઈથી પાર પડતું.
ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી અને સમૂહ માધ્યમોના વિકાસને કારણે દુનિયા નજીક આવતી ગઈ. ભણેલાં યુવક-યુવતીઓ પોતાનાં સગપણ માટે પોતાના વિચારો તથા પોતાની પસંદગીને મહત્ત્વ આપતાં થયાં. બે પેઢીના વૈચારિક અંતરને કારણે કે સંતાનોના સ્વતંત્ર વિચારોના અભિગમને કારણે માતા-પિતા પણ પોતાનાં સંતાનોને સારા-નરસાનો ભેદ સમજાવી સગપણના કાર્યમાં પોતાના અભિપ્રાય પ્રમાણે નિર્ણયો લેવામાં અનેક પ્રકારની મૂંઝવણો અનુભવી રહ્યાં છે. આવી પરિસ્થિતિ સગપણના પ્રશ્નને સમસ્યા બનાવી દે છે.
મેટ્રીમોનિયલ કે લગ્નસંબંધી જાહેરાતો મેરેજ બ્યુરો, રેફરન્સ, મિટિંગ કે કૉન્ફરન્સ બધું ક્યારેક અભિમન્યુના ચક્રાવા જેવું લાગે. સગપણનો પ્રશ્ન જ્યારે સમસ્યા બની જાય ત્યારે વર્ણશંકર પ્રજા, કજોડાં અને છૂટાછેડા જેવાં દૂષણોથી લગ્નસંસ્થા અને સમાજ રોગગ્રસ્ત બની જાય.
સંતાન જ્યારે તરુણાવસ્થામાંથી યૌવનના પ્રાંગણમાં પ્રવેશે ત્યારથી જ તેનાં ગમા, અણગમા, રુચિ વગેરેમાં માતા-પિતા રસ લે, સંતાનોની સગાઈ બાબત મા-બાપ પર વિશ્વાસ મૂકે, કુટુંબ અને સમાજના આગેવાનો સગાઈના કાર્યમાં મધ્યસ્થી કરતાં થાય,
કાકા વિશ્વકલ્યાણની વાટે કરી ઉપરાંત સગાઈની બાબતમાં ધર્મ અને સંસ્કારને પૂરતું મહત્ત્વ આપવામાં આવે તો આ પ્રશ્ન સરળ બને. વળી જ્ઞાની અને સમાજનાં સગપણ કેન્દ્રોની પ્રવૃત્તિઓ જેવી કે માહિતીનું આદાન-પ્રદાન-કન્યા/મુરતિયાની ડિરેક્ટરી - યુવાળો આમાં ઉપકારક બની શકે. આમાં કૉપ્યુટર અને ઇન્ટરનેટની સેવાનો પણ લાભ લઈ શકાય.
ધર્મ અને સંસ્કારવાળું શિક્ષિત પાત્ર એ જ અગત્યનું છે. રૂપને મુખ્ય સ્થાન આપવા જેવું નથી. આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોષી કહે છે કે, લગ્નની સિદ્ધિ રૂપથી નહિ તપસ્યાથી મળે છે. ભારતીય સંસ્કૃતિની પરમ દામ્પત્યભાવના તપશ્ચર્યાના સંદર્ભે પૌરાણિક કાળથી તપાસવા જેવી છે.
- તારકાસુરી ત્રાસેલા દવોને, એ અસૂર સામે લડવા શિવ અને પાર્વતીથી થયેલ પુત્ર સેનાની બનીને લડે તો સફળતા મળે, એવો ઉપાય બ્રહ્માએ સૂચવ્યો. અહર્નિશ સમાધિમાં મગ્ન રહેનાર મહાદેવનું મન પાર્વતી તરફ શી રીતે વાળવું તે દેવો માટે પરમપ્રશ્ન હતો. ઇન્દ્રની સંભાએ આ કામ કામદેવને સોંપ્યું. કામદેવ તેના મિત્ર વસંતને લઈને હિમાદ્રિ શિખર પર પહોંચ્યો. વસંતના આગમનના કારણે સમગ્ર શિખરનું વાતાવરણ બદલી નાખ્યું. સૌ યુગલોમાં અનુરાગના જાણે પૂર ઊમટયા. મધુકર ગુંજારવ સાથે કમળ ફૂલોમાંથી મધુરસ પીવા લાગ્યો. મૃગ અને મૃગલીના જાણે તારામૈત્રક રચાયા. વસંતી ખુબુએ વાતાવરણમાં માદકતા પાથરી દીધી.
વસંતના આ ઉન્માદ વાતાવરણથી શિવનું તો રૂવાડું પણ ફરક્યું ન હતું. એ તો સમાધિમાં લીન હતા. એ જોઈને કામદેવના હાથમાંથી ધનુષ્ય નીચે પડી ગયું એની તેને ખબર સુધ્ધાં ન પડી.
પાર્વતી ફૂલમાળા શિવને અર્પણ કરવા લાગી. તે લેવા શિવે હાથ લંબાવ્યો એ ક્ષણ ઝડપી કામદેવે સંમોહન નામનું તીર સાધ્યું. કુમાર સંભવના કવિએ આનું અલૌકિક વર્ણન ક્યું છે. શંભુ એ વખતે ચંદ્રનો ઉદય થતાં જેમ સમુદ્રનાં વારિ ખળભળી ઉઠે એમ કાંઈક ક્ષોભ અનુભવી રહ્યા અને બિમ્બલ જેવા એમનાં ત્રણેય લોચન ફરકી રહ્યાં.
ભગવાન કામદેવનો કેવો દિવ્ય પ્રભાવ ! હજુ તો એણે બાણ સાધ્યું છે, ત્યાં મહાદેવ જેવાની આ સ્થિતિ થઈ ! લજાભરી પાર્વતી આડું જોઈ ગઈ ! પરંતુ એથી તો એની શોભા વધુ ખીલી ઊઠી, એનાં અંગોમાંથી ભાવ ઊઘડી રહ્યો : રાગને શમાવી શંભુએ પ્રામરસનું પાન કર્યું. પરંતુ સૂક્ષ્મ વિકારનું કારણ શોધવા એની નજર સર્વ દિશાએ ગઈ તો એક પગ વાળી, ખભો નમાવી, ગોળાકાર ધનુષ્ય પરથી આંખના છેડા પાસેથી મૂઠીમાં પકડેલું બાણ છોડવા તત્પર એવા કામદેવને એણે જોયા. એને જોતાં જ શિવના ત્રીજા નેત્રમાંથી અગ્નિ ભભૂકી ઊઠયો. આકાશમાંથી દેવોની પર્ષદા, મહાદવ દોષ વાળી લો, વાળી લો....ની આજીજી કરે છે, પરંતુ તણ મદન બળીને ખાખ થઈ ગયા.
મદન બળીને ભસ્મ થયા એ સાથે પાર્વતીનું રૂપઅભિમાન પણ ભસ્મિભૂત થયું. પોતાના લલિત દેહને તેણે વ્યર્થ લખ્યો. હદયથી પાર્વતીએ પોતાના રૂપૌંદર્યને વખોડ્યું અને તપ વડે શિવને પામવાનો સંકલ્પ કર્યો.
૬૨
ST
Page #36
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે કામ
વિશ્વકલ્યાણની વાટે શિવ-પાર્વતીના વિવાહમાં ભારતીય સંસ્કૃતિની પરમ દામ્પત્યભાવનાનાં આપણને દર્શન થાય છે. તપસ્યા અને પ્રેમના બળે પાર્વતી અંતે શિવના અર્ધ અંગરૂપે સમાઈ જતાં બન્નેનું અર્ધનારીશ્વર રૂપે પ્રગટ થાય છે. આ સિદ્ધિ રૂપથી નહીં, પ્રેમબળ અને તપશ્ચર્યાથી ગૌરીને મળી હતી. એ ભાવના જીવનમાં વણવા ભારતની કન્યાઓ વરસોવરસ ગૌરી વ્રત કરતી આવી છે.
સમજણા, સમાધાન અને પરસ્પરનો વિશ્વાસ જ ખરો દામ્પત્યવૈભવ છે. સ્વાર્પણ લગ્નજીવનની સફળતાનું સાચું રહસ્ય છે.
ક્રાંતિકારી જૈન મુનિ શ્રી સંતબાલજીની પ્રેરણાથી પૂજ્ય રવિશંકર મહારાજે સમાજઉત્થાનનાં ઝર્યો માટે ભાલના કાંઠાને પ્રયોગભૂમિ બનાવી. એ સમયે મહારાજને એક ગામમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. ઓડની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર અને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વાર પછી જ્યાં બેઠી હતી ત્યાંથી કંઈક લેવા ખસી, તે ત્યાં મહારાજની નજર તેમના પગ પર પડી. તેમના પાતળા દોરડી જેવા ણ જોઈ, એને મહારાજે સહેજ પૂછું કેમ બહેન, તમારા પગ નથી શું ?
મહારાજના પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે પોતાના પતિ તરફ આંગળી ચીંધી કહે, “પૂછી જુઓ એમને, મેં કોઈ દુઃખ કે અગવડ આપી હોય તો. હું દળું છું, રસોઈ કરું છું, વાસણ માંજું છું, ઘર પણ લીધું છું. માત્ર પાણી એમને ભરવું પડે છે.”
ત્યાં એમના પતિ કહે, “મહારાજ, પૂછી જુઓ એમને, મેં કદી દુ:ખ પડવા નથી દીધું. મેં એને બધે જાત્રા કરાવી છે. ગાડી મળે ત્યાં ગાડી અને મોટર મળે ત્યાં મોટર. પાલિતાણા ગયો ત્યારે ખભે બેસાડી ડુંગર પર લઈ ગયો હતો અને બધે દર્શન કરાવ્યાં
નિયમ અને નીતિ એક સિક્કાની બે બાજુ
હતાં.”
મહારાજે પૂછ્યું : તમે લગ્ન કર્યા તે પહેલાં જાણતાં હતાં કે આ અપંગ છે? ઓડ કહે, હા જી ! મહારાજ કહે, તો પછી લગ્ન કેમ ક્યું ? ઓડ કહે, મને આની સેવા કરવાના કોડ જાગ્યા, એટલે મેં લગ્ન ક્યાં. અમે બન્ને સુખી છીએ.
આ યુગલનો પરસ્પરનો પ્રેમ જોઈ આપણું મન પણ પુલકિત થઈ જાય. આ પ્રસંગ સાંભળતા પ્રસન્ન દામ્પત્યજીવનની મધુર કવિતા સાંભળતા હોઈએ તેવી અનુભૂતિ થાય. આ છે લગ્નજીવનનું રહસ્ય. અર્પણ થઈ જવું એ જ લગ્નનો અર્થ. સુખ મેળવવાની આશા કરતાં હું સુખી કરીશ’ની ભાવના દામ્પત્યજીવનને મધુર બનાવે છે.
લગ્નસંબંધોમાં લેવડ-દેવડને સ્થાન ન હોય. લગ્ન પ્રેમનો પાયો છે, લાગણીનો ખજાનો છે. લગ્નને પવિત્ર બંધન તરીકે સ્વીકારું તો જ લગ્નસંસ્થા સુદઢ સમાજવ્યવસ્થાનો આધારસ્તંભ બની શકશે.
નીતિ અને નિયમ પર જ્ઞાનીઓએ વચનો કહ્યાં છે અને શ્રુતજ્ઞાનમાં લખાણોની શૃંખલા રચાણી છે. મહાત્મા ભતૃહરિથી લઈને મહાત્મા ગાંધીજીએ વિશિષ્ટ ચિંતન પ્રગટ કર્યું છે. નીતિ અને નિયમ બન્ને અલગ છે. છતાં એકબીજાને પૂરક છે. જે સમય અનુસાર ઘડાય તે નિયમ. ત્રણે કાળમાં શાશ્વત હોય તે નીતિ છે.
નીતિ શાશ્વત છે, નિયમમાં શિસ્ત અને નીતિમાં સણ અભિપ્રેત છે. સણ વગરની સાધના પ્રાણ વગરના ખોળિયા જેવી છે, એકડા વગરનાં મીંડાં જેવી અને ખેતરમાં ઊગેલા ચાડિયા જેવી નિપ્રાણ છે. ધર્મ કરવો, કરાવવો ને ધર્મ કરનાર પ્રત્યે અનુમોદના કરવી તે નીતિ છે. ધર્મ પાળવામાં અવરોધ ન પડે. ધર્મમાં દઢ થવામાં સહાયક થાય માટે જડતારહિત સમયાનુસાર વિવેકપૂર્ણ નિયમો ઘડવામાં આવે તે કલ્યાણકારક બને છે.
નીતિ જે એક દીર્ઘકાલીન શાશ્વત પરંપરા છે, જ્યારે સમય અને કાળનો પ્રવાહ નિયમોને હંમેશાં સ્પર્શે છે.
પ્રથમ તીર્થંકર ઋષભદેવથી ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ સુધીના સાધુઓ માટે વસ્ત્ર શ્વેત જ હોય તેવો નિયમ ન હતો, કારણકે ચતુર્વિધ સંઘમાં ઋજુતા અને સરળતા વિદ્યમાન હતાં, આસક્તિ અને પરિગ્રહની મૂછ પાતળી હતી. અહીં સાધુતાને વસ્ત્રોની વિવિધતા કે રંગના વિકલ્પમાં અટવાઈ જવાની ભીતિ ન હતી. ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરના સમયમાં સાધુઓને શ્વેત વસ્ત્ર પહેરવાના નિયમો થયા. અહીં વક્તા અને જડતા વ્યાપ્ત થઈ હતી.
Page #37
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
કામ
જૈન ધર્મના સંદર્ભે વૈશ્વિક તાપમાનઃ ધર્મ અને પર્યાવરણ
વિશ્વકલ્યાણની વાટે વિકલ્પના વનમાં ભૂલા પડવાનો ભય નિવારવા અને ભાવિના વૈશ્વિક તાપમાનના ધખારા (Global warming)થી બચવા આમ કરવું પડયું. પરિગ્રહના પહાડ પર સાધનાનાં પરાં ચાણ ન ચડી શકાય માટે અપરિગ્રહનો વ્રત નિયમમાં સમાવેશ કર્યો.
મોક્ષમાર્ગ એ શ્રમણ પરંપરા અને ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. સાચી સાધના વગર મોક્ષમાર્ગ મળતો નથી. એ માર્ગે જવાય તેવું જીવન જીવવું એ ધર્મની નીતિ છે. માટે જ ધર્માચાર્યો પ્રત્યેક યુગ અને કાળને અનુસરીને નિયમો આપતા હોય છે જેથી એ નિયમોને અનુસરતી જીવનશૈલી સાધનામાં સહાયક બને.
સ્વેચ્છાએ ગુરુ પાસે સમજણપૂર્વક ગ્રહણ કરેલા નિયમો બોજ બનતા નથી. યોગ-ઉપયોગની સંધિ જીવનમાં નિયમો પાળવા સહજ બનાવે છે.
પરિવાર, સમાજ અને રાજ્યમાં પણ નીતિ અને નિયમોનો વિવેકપૂર્ણ ઉપયોગ જીવનમાં સહાયક બને.
પુત્ર કહે, “પિતાજી ! કૅટરીના કામદારોમાં તંગ વાતાવરણ છે. આજે હડતાળ પડવાનો ભય છે, માટે મારે તાત્કાલિક ફૅક્ટરીએ પહોંચવું જરૂરી છે. તમે આ મારું બેંકનું અજંટ કામ જરા પતાવી આપશો ?”
પુત્રવધૂ પ્રસૂતિને કારણે હૉસ્પિટલમાં છે, નહિ તો તે જ આવા કામમાં પતિને સહાય કરે.
પિતાને એ જ સમયે દરરોજ સામાયિક કે પૂજા કરવાનો નિયમ છે, પરંતુ અહીં પિતાએ પુત્રને મદદ કરવી એ નૈતિક ફરજ છે. આ કામ પતાવી પછી સામાયિક-પૂજા કરી શકાય. આવું જ મા-પુત્રી, પુત્રવધૂ, સાસુ માટે લાગુ પડે. નીતિ અને નિયમ વચ્ચે સામંજસ્ય સચવાશે તો પરિવારોમાં પણ સંવાદ રચાશે. | સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ પોતાના બજેટ પ્રમાણે દાન ભેગું કરવું તેવો સામાન્ય નિયમ હોય છે, પરંતુ દાનમાં સાધનશુદ્ધિનો આગ્રહ તે નીતિ છે. અનૈતિક વ્યક્તિઓનું દાન સમાજ કે ધર્મની સંસ્થાઓ પર પોતાના આધિપત્ય દ્વારા ચંચુપાત કરી ખલેલ પહોંચાડશે તેવી સંસ્થાના હેતુઓ બર નહીં આવે.
રાજ્યના અર્થતંત્રને સમતોલ રાખવાના કેટલાક નિયમો છે. રાજ્ય નાણાકીય ખાધ પૂરવા લૉટરી, ગુટકા-તમાકુ, પાન-મસાલા અને દારૂ વેચતી દુકાનો પર ટૅક્સ લાદે છે જેથી રાજ્યને સારી આવક મળે છે, પણ સમાજચિંતકો, નિરીક્ષકો અને સલાહકારો કહે છે કે લૉટરી, ગુટકા અને દારૂથી પ્રજાનું માનસિક અધ:પતન થાય છે ને શારીરિક પાયમાલી થાય છે, માટે આવી આવક અનૈતિક્તાને પોષે છે. નિયમ, નાણાકીય ખાધને સરભર કરવા સરકારી તિજોરી ભરવાનો છે, પણ નીતિ તો પ્રજાના સવાંગી કલ્યાણની જ હોવી જોઈએ.
છેલ્લાં છવ્વીસ સો વર્ષથી વૈદિક ધર્મ જેટલા જ પ્રભાવથી જૈન ધર્મ પ્રભાવશાળી રહ્યો હતો અને સૂર્ય સમાન ઝળહળતો હતો. જૈન પરંપરા અને વૈદિક હિન્દુ પરંપરા સમાંતર ચાલતી હતી. જ્યારે વૈદિક પરંપરાના મૂળમાં વેદોની ઋચા તથા વૈદિક ક્રિયાકાંડો હતાં અને તેનું ધાર્મિક નેતૃત્વ બ્રાહ્મણોના હાથમાં હતું ત્યારે જેનોએ પોતાની આગવી પવિત્ર આગમધારા વિકસાવી હતી, જેમાં આચારાંગ સૂત્રનો સમાવેશ થવા પામેલ હતો. તેનું નેતૃત્વ વિહારી સાધુજી તથા સાધ્વીજીઓના હાથમાં હતું જેને ચુસ્તતાથી અને પ્રામાણિકતા, નિષ્ઠાથી અનુસરવામાં આવતું હતું. ચતુર્વિધ સંઘનું પ્રાબલ્ય તથા પ્રભાવ હતો. ભારતભરમાં વિહારયાત્રા (પગપાળા) કરી સાધુ-સાધ્વીજીઓ જૈનત્વના મૂળ સિદ્ધાંતો તથા આચારોને લોકમાનસમાં અને લોકવ્યવહારમાં પ્રસારિત કરી ધર્મપ્રભાવના કરતાં હતાં. ઉપરોક્ત નિર્દેશ મુજબ હિક્વમાં Àત અને અદ્વૈત એમ બે પ્રકારની ઈશ્વરની પરિકલ્પના હતી અને તેના દરેકના વિભિન્ન પેટાભેદ હતા. જેનોના સિદ્ધાંતના મૂળમાં અનંત જીવોથી ભરપુર ત્રણ લોક ઊર્ધ્વ-મધ્ય-અધોની માન્યતા હતી. નારકીઓ અધોલોકમાં, મનુષ્યો અને તિર્યંચો મધ્યલોકમાં અને દેવ-દેવીઓ ઊર્ધ્વલોકમાં વસતાં હતાં. જૈન દર્શનનું અંતિમ લક્ષ્ય સિદ્ધ ક્ષેત્રમાં આત્માને સ્થિર કરી, કર્મથી સર્વથા મુક્ત કરી શાશ્વત સુખનો અનંતકાળ સુધી આત્માનુભવ કરવાનું હતું. સ્વભાવમાં જ આત્માના શાશ્વત સુખની કલ્પનાને વાસ્તવિકતામાં રૂપાંતર કરવાનું હતું. સિદ્ધ ક્ષેત્રના સ્થાનને લોકો
-- ૬૬
-
Page #38
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે દેવલોકથી પણ ઉપર અંતિમ છેડા પર માનવામાં, શ્રદ્ધવામાં આવતું હતું, જ્યાં અનંતાનંત મુક્તાત્માઓ શાશ્વતપણે અનંત સુખની લહેરમાં બિરાજમાન થઈ સ્વસંવેદનરૂપ નિજભાવમાં ઉપયોગ અને નિજગુણરૂપ અનંતજ્ઞાન - અનંતદર્શનના ભોક્તા હતા. પરમપદના અધિકારી હતા. આ લક્ષ્ય આત્માને સંસારનાં બંધનોથી સદા માટે મુક્ત કરી અજર-અમરઅવિનાશી એવું અમૃત સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પ્રેરતું હતું. આ પદ પ્રાપ્ત કરવાના અભ્યાસરૂપે જેમ આત્માને સિદ્ધ ક્ષેત્રમાં અનંતાસિદ્ધ મુક્ત આત્માઓ સાથે અનેકતામાં સ્વતંત્ર ઐક્ય સ્થાપિત કરી એકમાં અનેક અને અનેકમાં એકનો સમાવેશ કરી, સ્થિરવાસ કરવાનો હોવાથી આ સૃષ્ટિ પર પણ અનેક-અનંત આત્માઓ-જીવો સાથે ભાવાત્મક એકતા સ્થાપિત કરી રાગદ્વેષ વગર, એકસાથે ઐક્ય સ્થાપવાનો આદર્શ વ્યવહારમાં મૂકવાની જૈનત્વ પ્રેરિત સિદ્ધાંતની પ્રરૂપણા કરી. આથી જૈનોએ વાતાવરણ સાથે, પ્રાકૃતિક પરિબળો જીવસૃષ્ટિ સાથે ઐક્ય કેળવવા બોધ આપ્યો, જેમાં પર્યાવરણનો સમાવેશ થઈ જતાં જેનો અને પર્યાવરણ એકમેકનાં પૂરક સહાયક તત્ત્વો ગણાયાં. અંતે તેનો પણ સંસારભાવે ત્યાગ કરવાના ઉદ્દેશ સાથે જૈન દર્શનનાં હાર્દસમા પંચમહાવ્રતો છે જે તેમના અનુયાયીઓ માટે દૈનિક જીવનમાં માર્ગદર્શકરૂપ છે. જૈન શ્રમણોના માત્ર પગપાળા વિહાર અને અષ્ટપ્રવચન માતા એટલે સ્વચ્છતા-જયણા-જીવદયા અને સંયમના પાલન માટેના આઠ નિયમોનું આચરણ પર્યાવરણ સહાયક છે. આ અનુયાયીઓ
એટલે સાધુ-સાધ્વીજી, ભગવંતો, સર્વ વિરતિ, શ્રમણ-શ્રમણીઓ આ પાંચ મહાવ્રતો રાષ્ટ્રીય યુગપુરુષ શ્રી મહાત્મા ગાંધીજીને પ્રભાવિત કરી ગયાં. તે મહાવ્રતો છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. વ્યક્તિ આ વ્રતોને ગ્રહણ કરી-સ્વીકારી સર્વ જીવોને ઓછામાં ઓછી પીડા પહોંચાડે છે. સર્વ જીવોને યથાશક્તિ અભયદાન આપી, નિર્દોષ પવિત્ર જીવનને સાધના દ્વારા સાર્થક કરે છે. જૈન દર્શન જિન શાસનમાં જીવોના ભેદો તેને પ્રાપ્ત ઇન્દ્રિયો મુજબ પાડવામાં આવ્યા છે. દા.ત. એક ઇન્દ્રિય તથા મનવાળા સંજ્ઞી મનુષ્યોરૂપ, ત્રસ જીવો, ત્યાં સ્થાવર જીવો એકેન્દ્રિય જીવોમાં પૃથ્વી, અપ (જળ), તેઉ (અગ્નિ), વાઉ (વાયુ), સૂક્ષ્મ-બાદર પ્રત્યેક સાધારણ વનસ્પતિ, છોડ, વૃક્ષાદિનો સમાવેશ થાય છે. આ બધાં સ્પર્શેન્દ્રિય દ્વારા સંસાર ભોગવે છે. કીટ, શંખ, છીપ આદિ સૂક્ષ્મ બેઇન્દ્રિય જીવો જેમને સ્પર્શ ઉપરાંત મુખ (સ્વાદ-રસેન્દ્રિય) પણ હોય છે. માંકડ, કીડી આદિ ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને સ્પર્શ, સ્વાદ ઉપરાંત સુંઘવાની ધ્રાણેન્દ્રિય હોય છે. ચોરેન્દ્રિય જીવો માખી, ભમરા વગેરે જીવોને જોવાની ઇન્દ્રિય આંખ પણ હોય છે. ત્યાંથી આગળ વધતા પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ છવો જેમાં ગાય, બળદ, ઘોડા,
૬૭
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ
હાથી આદિ છવો છે જેમાં પાંચમી શ્રવણેન્દ્રિય કાન હોય છે જે સાંભળવામાં સહાયરૂપ થાય છે. આમાં સ્થળચર-જળચર આદિ પ્રાણીઓનો સમાવેશ છે.
તેઓમાંનાં કેટલાક મનરૂપી સંજ્ઞીપણું પ્રાપ્ત થવાથી વિચારી પણ શકે છે. જૈન સાધકો માટે આમાંના કોઈ પણ જીવોની વિરાધના કરવી (દુ:ખ પહોંચાડવું) તે જીવોની ઇન્દ્રિયોની શક્તિ મુજબ ઉત્તરોત્તર ગાઢ અશુભ કર્મબંધરૂપ ઠરે છે, જે દુ:ખકર્તા નીવડે છે. તે તેમની મોક્ષસાધનામાં બાધક થાય છે. કર્મોથી બચવા અને તેને વધતાં અટકાવવા જેનો હિંસા સંબંધિત પ્રવૃત્તિનો ત્યાગ કરે છે અને શાકાહારી ખોરાક આરોગે છે. સાધનામાર્ગે આગળ વધેલ સાધુ-સાધ્વીજીઓ તો વિકસેન્દ્રિય અને યથાસંભવ સ્થાવર જીવોની પણ યત્નાપૂર્વક દયા પાળી કર્મબંધથી હળવા થવા પુરુષાર્થ કરે છે. રજોહરણ (એટલે એક પ્રકારનું કોમળ દોરા દ્વારા બનાવેલ રજ-કચરો દૂર કરવાનું. જીવરક્ષા સાથે સફાઈ કરવાનું ઉપકરણ) દ્વારા તેમના ગમનાગમનની ક્રિયાને ઇરિયા સમિતિનું પાલન કરી યથાશક્ય જીવદયાપાલનમાં પ્રવૃત્ત રહે છે. તેઓ નાના-મોટા કોઈ પણ જીવોને કોઈ પ્રકારની હાનિ-ક્ષતિ-દુ:ખ પહોંચાડતા નથી અને સૂક્ષ્મ અપકાય પાણીના જીવોની પણ દયા પાળે છે.
જૈનોનું વિશ્વ દર્શન ધરતી અને અવકાશ (ગ્રહમંડળ) બન્નેને આવરી લે છે. વિશ્વમાં રહેલ ચૈતન્યશક્તિ-જીવનશક્તિનું તેમનું દર્શન-અવલોકન, માન્યતા, શ્રદ્ધા વગેરે અદ્ભુત છે. આને કારણે તેઓ પર્યાવરણ રક્ષા માટે અત્યંત સજાગ છે. તે આદર્શની પૂર્તિ માટે પર્યાવરણ રક્ષા આંદોલનમાં ઉત્સાહથી ભાગ લઈ સર્વ જીવરક્ષાના આદર્શને જીવંત રાખવા યથાશક્તિ યોગદાન આપે છે. આ દૃષ્ટિથી જૈનોનાં પાંચ મહાવ્રતોનું પર્યાવરણની રક્ષાની દૃષ્ટિએ પુનઃ અવલોકન કરવું જોઈએ અને તે મુજબ વિશિષ્ટ અર્થઘટન થઈ શકે. પહેલા વ્રતમાં જૈનોના આચારમાં અહિંસાની આરાધના સર્વ નાનામોટા જીવો પ્રત્યેની વિશ્વ વાત્સલ્યવૃત્તિનું કરુણ મંગલદર્શન કરાવે છે. બીજું, આ વ્રત પર્યાવરણ સંતુલનમાં સહાય કરે છે. સત્ય મહાવ્રતનું અનુસરણ પરસ્પર વસ્તુઓના જીવોના સંબંધને દર્શાવે છે. એક સત્યવાદી અને સત્યપ્રિય અસંયમિત દુર્બયથી થતા પીડાત્મક નુકસાનને સહેલાઈથી અવગણી ન શકે. ત્રીજું, અસ્તેય મહાવ્રત (ચોરી ન કરવી). વિશ્વની મર્યાદિત સંપત્તિ પ્રત્યે નિર્દેશ કરી તેને આવતી પેઢીની જરૂરિયાત સંતોષવા માટે સંરક્ષણ કરવા પ્રેરિત કરે છે. (દુર્વ્યય, બેદરકારીપૂર્વકનો ઉપયોગ નિવારી કરકસરયુક્ત ઉપયોગ કરવા અને તે રીતે જીવરક્ષા-જીવસૃષ્ટિના સંરક્ષણ માટે યથાશક્તિ પ્રવૃત્ત રહેવા બોધ આપે છે). બ્રહ્મચર્ય પાલન દ્વારા ચોથું મહાવ્રત વિશ્વની વધતી
૮
Page #39
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા સારું યોગદાન આપી શકે અને સહાયભૂત થઈ શકે.
જ્યારે અપરિગ્રહ વૃત્તિ-વ્રતનું પાલન એક પ્રકારની શિસ્ત પ્રેરે છે. વિચારણા કરવા સ્થિરતા બક્ષે છે. ચીજવસ્તુનો સંગ્રહ કરતાં પહેલાં ભૌતિક સંપત્તિ-દ્રવ્ય, મિલકતાદિની સંગ્રહવૃત્તિ પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડી શકે છે તે વિચારવા જાગૃત કરે છે. અપરિગ્રહ વ્રત અમર્યાદ ભોગ-ઉપભોગનું નિયમન કરવા સહાયક છે જે કુદરતી સંપત્તિનો દુર્વ્યય અટકાવે છે. કર્માદાન એટલે મહાઆરંભ (સમારંભ - એકેન્દ્રીય આદિ) અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ અને પૃથ્વી ત્રસ જીવોનો ઘાત થતો હોય તેવા ઉદ્યોગ-ધંધા.
માનવીમાં રહેલ અનિયંત્રિત સંગ્રહવૃત્તિ અને મમત્વ પર્યાવરણ વિષયક ચિંતાનું મૂળ કારણ છે. સાધુ-સાધ્વીજીઓ તેમની નિત્ય પ્રવૃત્તિમાં રોજિંદી આધ્યાત્મિક સાધના દ્વારા પર્યાવરણની વિશાળ સૃષ્ટિ પર ઊર્ધ્વવૃત્તિ દ્વારા ઘણું યોગદાન આપી અગત્યનો ભાગ ભજવે છે. પર્યાવરણ રક્ષા એ તેમનો આધ્યાત્મિક ઉચ્ચ આદર્શ પર્યાવરણની જાળવણી માટે અત્યંત ઉપકારક છે. સ્વ-પર કલ્યાણનો દ્યોતક છે. જૈન સમાજ તેમની સંભાળ, કાળજી અને લક્ષ દ્વારા આધ્યાત્મિક આદર્શ પરંપરા, ભૌતિકવાદ પ્રત્યેનો લાલસારૂપી પ્રમાદ છોડી તેમના અનુભવોને, અહિંસાના આદર્શને મૂર્તિમંત કરવાના ઉપયોગમાં લઈ પર્યાવરણ રક્ષાને નવું પરિમાણ બક્ષી શકે અને પોતાની ઉચ્ચ વૃત્તિનું દર્શન કરાવી શકે.
પર્યાવરણની રક્ષાના પરિપ્રેક્ષ્યમાં જૈનોની અહિંસાપ્રધાન પરંપરાને કારણે તથા માંસાહાર વિરુદ્ધની તેમની ઝુંબેશના ઇતિહાસથી તેમ જ પશુબલિના ઉગ્ર વિરોધ ઉપરાંત
જ્યાં હિંસાનો અતિરેક અર્થાત મહાઆરંભ થાય તેવી કર્માદાન-વ્યાપારની પ્રવૃત્તિને મહદઅંશે ટાળવાના પ્રયાસ થતા હોય તેવા જૈનો પર્યાવરણ રક્ષા માટે સૌથી વધુ અનુકૂળ બની રહે છે. વૈશ્વિક તાપમાનમાં વધારો કરતાં અને પર્યાવરણને દુષિત કરતાં ઉદ્યોગગૃહો સાથે જોડાયેલા જૈનો આ પ્રવૃત્તિમાં પરિવર્તન લાવી નિયમન કરે તો તેણે નિજી ધર્મ પ્રતિ વફાદારીનું દર્શન કરાવ્યું ગણાશે, જે સ્વ-પર કલ્યાણકારી ગણાશે. ગાય અને પશુરક્ષામાં જેનો જેને કુળદેવી ગણે છે તેવી જીવદયા અગત્યનો ભાગ ભજવે છે.
પૃથ્વી-ધરતીની નૈતિક-આદર્શ પરિસ્થિતિના નિર્માણમાં વૈદિક-હિન્દુ તથા જૈન પરંપરા એક અજોડ અને સમૃદ્ધ સાધન-સંપત્તિનું યોગદાન આપે છે. હિન્દુ વિચારધારા ધરતીને દેવીરૂપ-માતારૂપ માને છે અને તે રીતે તેનું બહુમાન-પૂજા કરે છે. આ ધરતીને પૂજનીય-આદરણીય માની બહુમાન કરે છે. તેમના મતે પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુઆકાશ મહાભૂતરૂપ ગણી એક શક્તિરૂપે પૂજે છે. સાદગીભરી જીવનરૌલી આર્થિક વિકાસ
કાકા જ વિશ્વકલ્યાણની વાટે મારા કાકા
જાળવવામાં સહાયરૂપ થાય છે. પૃથ્વી-ધરતી પ્રતિનો આ મૈત્રીભાવ ધર્મનું એક અંગ મનાય છે. દૃષ્ટિથી અહોભાવપૂર્વક જોવાય-શ્રદ્ધાય છે. જૈન પરંપરાની વિચારધારાઆદર્શ ધરતીને એકેન્દ્રીય રૂ૫ સજીવ સ્થાવર ચૈતન્ય સ્વરૂપ ગણી તેની રક્ષા કરવા પ્રતિબદ્ધતા દાખવે છે અને વિશ્વમૈત્રીની-અહિંસાની મૈત્રીની વિચારધારા પર્યાવરણ રક્ષામાં ઘણી જ મહત્ત્વની અને ઉપયોગી સાબિત થાય છે. વિશ્વના દરેક જીવો પર પસ્પર સંબંધથી સંકળાયેલા છે તેવો ઉચ્ચ આદર્શ રજૂ કરે છે અને ત્રસ સ્થાવરની સમાનભાવે યથાશક્ય રક્ષા કરવા પ્રવૃત્ત બને છે અને પ્રબોધે છે. અહિંસાના ઉચ્ચ સૈદ્ધાન્તિક આદર્શ પર્યાવરણ રક્ષા માટે અતિમૂલ્યવાન છે. બન્ને વૈદિક અને જૈન સંસ્કૃતિનું વલણ ભૌતિકતા પ્રતિ ઉદાસીન રહી યોગી, શ્રમણ પરંપરા પ્રતિ આગળ વધવા આધ્યાત્મિક વિકાસ પર જોર આપે છે. પર્યાવરણના આયોજનમાં ભૌતિક વિકાસ પ્રત્યે તેઓ ઉદાસીન હોઈ શકે, પરંતુ બન્ને સંસ્કૃતિ માનવ-ધરતીના સંબંધોનું નવું પરિમાણ બક્ષી મૈત્રીભાવનો વિકાસ કરવા દ્વારા પર્યાવરણ રક્ષાના સિદ્ધાન્તમાં ઘણા જ ઉપયોગી નીવડી શકે તેમ છે તેની સહર્ષ નોંધ લેવી જ રહી. બન્ને આદર્શો અને વિચારધારાઓ અપેક્ષિત વિકાસમાં ઘણા જ સહાયરૂપ-મહત્ત્વનાં છે.
જૈન ધર્મ પર્યાવરણ સંતુલનપોષક છે જૈન ધર્મનાં વ્રતો, નિયમો અને સૂત્ર-સિદ્ધાંતો ધર્મની પુષ્ટિ કરનારાં છે. સાથેસાથે પર્યાવરણની સંતુલના માટે સહાયક છે. એ વિષય પર ચિંતન કરીશું તો જૈન ધર્મ વૈજ્ઞાનિક છે તેની પ્રતીતિ થશે.
સમયના સાંપ્રત પ્રવાહમાં પ્રદૂષણ સમસ્યા એક વિકરાળ રાક્ષસ સ્વરૂપે આપણા આંગણામાં આવીને ઊભી છે, જાણે વિકાસની હરણફાળ પર એક મસમોટું પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ ગયું છે!
સૃષ્ટિની સમગ્ર પ્રકૃતિ તાલબદ્ધ ચાલી રહી છે. સૃષ્ટિના તમામ પદાર્થો માનવી માટે જ સર્જાયા છે, આવા ખોટા ખયાલને કારણે ઉપભોક્તા સંસ્કૃતિનો ઉદ્ભવ થયો. માનવીય જરૂરિયાતો વધી તેથી ઉત્પાદન વધારવાની જરૂર પડી. વિવેકહીન વૈજ્ઞાનિક પ્રગતિ, અસંયમ અને કુદરતી સાધનોના શોષણ દ્વારા માનવીએ પ્રકૃતિ પર આક્રમણ કર્યું.
જૈન ધર્મે સંયમ, અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતોની પ્રરૂપણા કરી છે જે સિદ્ધાંતો પર્યાવરણના સંતુલન માટે સહાયક બને છે.
ભોગલક્ષી જીવનશૈલીની સામે ભગવાન મહાવીરે ત્યાગ અને સંયમની વાત કરી. જીવનમાં સંયમ આવશે તો ઉપભોક્તાવૃત્તિ પાતળી પડશે. દિવસમાં એક બાલદી પાણીથી
૬૯
૭o
Page #40
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે ચાલી શકતું હોય તો વધુ પાણી ન વાપરવું.
પર્યાવરણના સંદર્ભે અહિંસા વિશે વિચાર કરીશું તો જણાશે કે ભગવાન મહાવીરે સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો. એ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તેમણે કહ્યું કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ દરેકમાં જીવ છે. આ દરેકને સ્વતંત્ર સત્તા છે. તેઓ કોઈકના માટે નથી બન્યાં. આ પાંચ તત્ત્વોમાં સ્થિર રહેનારા જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરી આ સૂક્ષ્મ જીવોની હિંસાથી બચવા જૈન દર્શને ઊંડું ચિંતન કર્યું છે. અગ્નિ, પાણી, વાયુ, માટી, વૃક્ષો અને પ્રાણીઓ આ તમામ મળી પર્યાવરણ અથવા વાતાવરણને રચે છે. આ તમામ ઘટકો પર પરસ્પરનું સંતુલન ન જળવાય તો પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. માનવજીવન પર પર્યાવરણ સંકટ આવી પડે છે.
જૈન ધર્મ એક સજીવ તત્ત્વરૂપે સ્વીકારે છે. તેમાં અપકાયના સ્થાવર જીવો પણ હોય છે. પાણીના આશ્રયમાં વનસ્પતિકાયના સ્થિર-સ્થાવર જીવો તેમ જ ત્રસકાયના એટલે હાલતા-ચાલતા જીવો ઉછેર પામતા હોય છે. જળપ્રદૂષણથી પાણીમાંની વનસ્પતિ અને હજારો પ્રકારના જળચર જીવોની હિંસા થાય છે. ઇરાન-ઇરાકના ખાડીયુદ્ધના તેલ-કચરા દ્વારા સમુદ્રમાં ભયંકર જળપ્રદૂષણ થયું, પાણીમાંના અસંખ્ય જીવોની હિંસા તો થઈ, માનવજાતે પણ ખૂબ સહન કરવું પડ્યું. જમીન પર કબજો એ સામ્રાજ્ય વધારવાનો પરિગ્રહ, સત્તા અને મૂડીનું કેન્દ્રીકરણ હિંસા વધારનારું છે. તેની સામે અપરિગ્રહના સિદ્ધાંતમાં સંયમ અને ત્યાગ અભિપ્રેત છે.
- હિરોશીમા - નાગાસાકી પર થયેલા બોમ્બવિસ્ફોટને કારણે તાપમાન ટેમ્પરેચર) એટલું વધી ગયું કે (અલ્ફા, બીટી, ગામા) રેડીએશનને કારણે કેન્સર જેવા રોગો થયા, જિન્સને અસર થઈ જેથી રોગો વારસામાં આવ્યા, પ્રદૂષણને કારણે એ સમયે ઍસિડનો વરસાદ થયો અને હજારો માણસો માર્યા ગયા ને લાખો અપંગ બન્યા, માતાના ગર્ભમાં રહેલાં બાળકો પણ અપંગ અવતર્યા.
અમેરિકાની સામ્રાજ્યવાદની ઘેલછાએ વિશ્વને યુદ્ધસર્જિત પ્રદૂષણનું તાંડવનૃત્ય બતાવ્યું. વિવેકહીન ઉપભોગ અને સ્પર્ધાને કારણે ઉત્પાદન વધારવાની આંધળી દોટમાં મહાકાય કારખાનાં પાણીનો વ્યાપક ઉપભોગ કરે છે. દિલ્હીની યમુના નદી અને ઇંગ્લેન્ડની ટેમ્સ નદી વગેરે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે.
દરેક જીવને જીવવાનો અધિકાર છે. આપણે એનું જીવન છીનવી શકીએ નહીં, એટલે માંસાહારનો જૈન ધર્મ નિષેધ કરે છે.
આઇસક્રીમ બનાવનારી અમેરિકાની એક બહુ મોટી કંપનીના માલિક જહોન
રાજા વિશ્વકલ્યાણની વાટે
કાજ રોબિન્સે લખેલા પુસ્તક ‘ડાયેટ ફૉર ન્યૂ અમેરિકામાં જણાવ્યું છે કે, માંસાહારીઓને કારણે અમેરિકામાં કુદરતી સંપત્તિ, ઊર્જા, પાણી અને વનસ્પતિઓનો જે ભયંકર દુર્થય થાય છે તેના પ્રદૂષણને કારણે પર્યાવરણની અસંતુલિતતા ઉદભવી છે.
લેખકના મતે માત્ર એક પાઉન્ડ બીફ પેદા કરવા માટે સોળ પાઉન્ડ અનાજ અને સોયાબીન, પચ્ચીસસો ગેલન પાણી, અનેક ગેલન પેટ્રોલ વપરાય છે. અમેરિકામાં ઘરવપરાશથી લઈને ખેતી અને કારખાનામાં બધું મળીને જેટલું પાણી વપરાય છે તેટલું પાણી માંસ માટે ઉછેરાતાં પશુ માટે વપરાય છે. કેવળ અમેરિકામાં બાવીસ કરોડ એકર જમીનમાં આવેલાં જંગલોનો ખાતમો ગૌમાંસના ઉત્પાદન માટે બોલાવવામાં આવે છે. અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં વપરાતાં સાધનો કરતાં માંસ ઉત્પાદન માટે વીસ ગણું રો-મટિરિયલ્સ વપરાય છે. લેખકના મતે અમેરિકા જે બેફામ માંસાહર પર પચાસ ટકા કાપ મૂકે તો દર વર્ષે દુનિયાના ત્રીસ કરોડ લોકોને પેટ પૂરતું ખાવાનું પહોંચાડી ભૂખમરાથી બચાવી શકાય. ઉપરાંત, પાણી અને વનસ્પતિની બચતથી પર્યાવરણને સંતુલિત રાખી શકાય. જંગલોમાં વૃક્ષો કાપવાની તેમ જ જળસંગ્રહ કરવાની ક્ષમતા ઘટી જાય, વનસ્પતિના વિનાશ દ્વારા રણો વિસ્તરશે.
યુવાચાર્ય મહાપ્રજ્ઞ કહે છે, વૃક્ષવિહીન ધરતી લોકોમાં ક્રતા અને બર્બરતાનાં બીજ રોપશે. વન આપણા પ્રાણવાયુનો ભંડાર છે. એક વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછો ૧૬ કિલોગ્રામ ઑક્સિજન જોઈએ અને એટલો ઑક્સિજન પેદા કરવા માટે ૫૦ વર્ષનું આયુષ્ય તથા ૫૦ ટન વજન ધરાવતાં પાંચ-છ વૃક્ષ હોવાં જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો પાંચ-છ વૃક્ષો કાપવાં એટલે પરોક્ષ રીતે એક વ્યક્તિને પ્રાણવાયુથી સદંતર વંચિત કરી દેવી. વાસ્તવમાં તેનો શ્વાસ રૂંધી તેની હત્યા કરવા સમાન છે.
વાયુનાં અને ધ્વનિનાં પ્રદૂષણો આપણે જોઈ શકીએ છીએ. પર્યાવરણવિદ્દોના મતે વાયુમંડળમાં ઓઝોન પડને નાઈટ્રોજન ઓક્સાઈડને કારણે હાનિ થવાનું જોખમ ઊભું થયું છે. છેલ્લાં સો વર્ષમાં વાયુમંડળમાં કાર્બન ડાયોકસાઈડના પ્રમાણમાં ૧૬ ટકાની વૃદ્ધિ થઈ છે જે માનવઆરોગ્ય માટે હાનિકારક છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. સુપરસોનિક જેટ વિમાનો નાઈટ્રિક ઑક્સાઈડ ઉત્પન્ન કરે છે જે વાયુનું પ્રદૂષણ વધારે છે.
જૈન ધર્મે અગ્નિકાયના જીવોનો સ્વીકાર કર્યો છે. કોલસા, પેટ્રોલ વગેરે ઊર્જા વપરાય ત્યારે અગ્નિકાયના જીવોને પીડા થાય છે. માટે શ્રાવકાચારમાં મહાહિંસા, આરંભ-સમારંભ થાય તેવા કર્માદાનના ધંધાનો નિષેધ છે અને નિરર્થક પરિભ્રમણનો
૭૨
૭૧
Page #41
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે પણ નિષેધ કર્યો છે.
કોલાહલના કારણે થતાં ધ્વનિ પ્રદૂષણ સામે મૌનનો મહિમા પ્રગટ કર્યો છે. આમ, જૈન ધર્મનાં વ્રતો ને સિદ્ધાંતો પર્યાવરણના સંતુલનમાં સહાયક બને છે.
આ જગતમાં હું એકલો નથી, માત્ર મારું જ અસ્તિત્વ નથી. આ પર્યાવરણ વિજ્ઞાનનું મૌલિક સૂત્ર છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની આસપાસ તમામ દિશાઓમાં પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. તેના પરિપાર્શ્વમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. માટી, પાણી, અગ્નિ, વાયુ ને છોડ-વૃક્ષોનું રક્ષણ કરવું એટલે પોતાના અસ્તિત્વનું રક્ષણ કરવું. તેમના પ્રદૂષણનો અર્થ છે જીવનને જોખમમાં નાખવું. કારખાનાનો કચરો અને પ્રદૂષણનો અર્થ છે જીવનને જોખમમાં નાખવું. કારખાનાનો કચરો અને પ્રદૂષિત પાણી, માટી અને જળ બંનેને દૂષિત કરી રહ્યાં છે. પ્રદૂષણનાં કારણોને માણસ જાણે છે છતાં તે પ્રદૂષણમાં વૃદ્ધિ કરી રહ્યો છે. તેની પાછળ તેનું અજ્ઞાન કામ કરી રહ્યું છે. તેનું બીજું કારણ છે-આધ્યાત્મિક સ્વાસ્યની ઊણપ. પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસા જૈન ધર્મના સંદર્ભ પર આચાર્ય મહાપ્રજ્ઞના વિચારો ચિંતનપ્રેરક છે.
- ભગવાન મહાવીરે કહ્યું : માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ તમામમાં જીવન છે. તેમના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. તેમના અસ્તિત્વનો અસ્વીકારનો અર્થ છે - પોતાના જ અસ્તિત્વનો અસ્વીકાર. પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરનાર વ્યક્તિ જ તેમના અસ્તિત્વને નકારી શકે છે. સ્થાવર અને જંગમ, દૃશ્ય અને અદેશતમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ જ પર્યાવરણ સાથે ન્યાય કરી શકે છે.
અચેતન જગતના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. આ જગતમાં રહેનારી પ્રત્યેક ચેતન સત્તાએ અચેતનની ઓઢણી ઓઢેલી છે. જીવ જીવને પ્રભાવિત કરે છે, તેમ અજીવને પણ પ્રભાવિત કરે છે. આ પ્રવાહો અત્યંત સંક્રમણશીલ છે, તેથી કોઈ પણ વ્યક્તિ એકલી નથી. હિમાલયની ગુફામાં બેઠેલી વ્યક્તિ પણ પોતાની સાથે સમગ્ર સંસાર લઈને બેઠેલી છે.
અન્યનાં અસ્તિત્વ, ઉપસ્થિતિ, કાર્ય અને ઉપયોગિતાને સ્વીકારનાર માણસ જ વ્યક્તિ અને સમાજ વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરી શકે છે.
અહિંસા સામંજસ્યનું સૂત્ર છે. પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસામાં અભિન્નતા છે. આ વિજ્ઞાન વર્તમાન શતાબ્દીની ભેટ છે. અહિંસાનો સિદ્ધાંત અત્યંત પ્રાચીન છે.
ચૈત્યવૃક્ષની પરંપરા મહાવીર સાથે વનસ્થલીનું નામ જોડાયેલું છે. વનમાં રહેનાર માણસે નગર વસાવ્યું.
૭૩
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ
વનમાં જે ઉપલબ્ધ છે તે નગરમાં નથી. આ અનુભૂતિએ વળી પાછું નગરને વનસ્થલી સાથે જોડવ્યું છે. વૃક્ષો અને માણસને ક્યારેય અલગ પાડી શકાતાં નથી. વૃક્ષો દ્વારા ઑક્સિજનની પૂર્તિ થતી રહે છે. તેનાથી આપણું શારીરિક આરોગ્ય જળવાઈ રહે છે. તે આધ્યાત્મિક આરોગ્યના વિકાસમાં પણ સહાયક નીવડે છે. મહાવીર પોતાના સાધનાકાળમાં અનેક વૃક્ષો નીચે રહ્યા હતા. વૃક્ષોનો એક વર્ગ છે - ચૈત્યવૃક્ષ. જેની આસપાસ ચોતરો હોય, ચબૂતરો બનાવેલો હોય તેને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે. આ એક અભિગમ છે. આ શબ્દનો બીજો અર્થ આ પ્રમાણે છે. જેનું સાન્નિધ્ય ચિત્તને આફ્લાદિત કરનારું અથવા તો ચેતનાને જગાડનારું હોય તે ચૈત્યવૃક્ષ છે. ચૈત્યવૃક્ષની પરંપરા ચેતના સાથે જોડાયેલી છે. પીપળો, અશોક, શાલ-આવાં વૃક્ષોનો ચેતનાના જાગરણ સાથે ગાઢ સંબંધ છે. તેમની ઉપેક્ષા પોતાના અસ્તિત્વની ઉપેક્ષા કરતાં જરાય ઓછી નથી. જૈનોના તમામ તીર્થકરોના દીક્ષા અને કેળવજ્ઞાનની પ્રાપ્તિના પ્રસંગો (કલ્યાણકો) વન અને વૃક્ષ સાથે જોડાયેલા છે.
અજિતનાથને શક્રમુખ ઉદ્યાનમાં સપ્તપર્ણ વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. તીર્થંકર સંભવનાથને સહસ્સવનમાં શાલવૃક્ષની નીચે કેવળજ્ઞાન થયું. આદિનાથ પ્રથમ તીર્થંકર ઋષભદેવને શટમુખ ઉદ્યાનમાં વટવૃક્ષ (વડલા) નીચે કેવળજ્ઞાન થયું. પાર્શ્વનાથ ભગવાનને આશ્રમપદ ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. મહાવીરસ્વામીને શ્યામવનમાં શાલવૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું.
મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન પછી સમવસરણમાં બિરાજી ચૈત્યવૃક્ષ નીચે પ્રથમ દેશના આપી. ચરમતીર્થકર મહાવીરસ્વામી ગુણશીલ આદિ ચૈત્ય વગેરે. ઉદ્યાનોમાં શેષકાળમાં વાસ કરતા અને ઉદ્યાનમાં ચાતુર્માસ અર્થે રોકાતા. આમ જૈન તીર્થકરોનો વૃક્ષો-વન અને પ્રકૃતિ સાથેનો અતૂટ નાતો અભિપ્રેત છે.
મહાવીરની પચીસમી નિર્વાણ શતાબ્દીના પ્રસંગ પછી મહાવીર વનસ્થલીનું કાર્ય શરૂ થયું. દિલ્હી માત્ર હિન્દુસ્તાનની જ રાજધાની નથી, પ્રદૂષણની પણ રાજધાની છે. અનેક પાર્ક અને વનસ્થલી હોવા છતાં તે બે દસકા પછી રહેવાયોગ્ય નહીં હોય એમ પ્રતીત થયા કરે છે. આવા સંજોગોમાં મહાવીર વનસ્થલીનું શું વિશેષ મહત્ત્વ હશે એ પણ એક પ્રશ્નાર્થચિહ્ન છે. આનું સમાધાન આપણે મહાવીરના જીવનદર્શનમાંથી શોધવાનું - પામવાનું છે.
- પ્રદૂષાગની સમસ્યા મહાવીર અહિંસાના મહાન પ્રવક્તા હતા. તેમના અહિંસાવિજ્ઞાનને પર્યાવરણવિજ્ઞાન
Page #42
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
વિશ્વકલ્યાણની વાટે પણ કહી શકાય છે. પાણીનો અનાવશ્યક વ્યય, વૃક્ષો - છોડવાઓનો અનાવશ્યક ઉપભોગ આ બધું મહાવીરની અહિંસામાં અરણીય કાર્ય છે. ધ્વનિ, વાયુ-પ્રદૂષણ અને જળ-પ્રદૂષણની સમસ્યાનું સમાધાન માત્ર વનસ્થલીનું નિર્માણ જ નથી. તેનું સમાધાન છે વ્યાવસાયીકરણની આંધળી પ્રવૃત્તિ પર નિયંત્રણ. શું આ મુક્ત માનસિકતા અને મુક્ત ભોગના વાતાવરણમાં સંયમની વાત વિચારી શકાય એમ છે ખરી ? શું સંયમનો અર્થ સમજ્યા વગર આપણે પર્યાવરણના પ્રદૂષણને ઘટાડી શકીશું ખરા ?
પર્યાવરણનું પ્રદૂષણ આરોગ્યને પ્રભાવિત કરી રહ્યું છે. અધિક આવશ્યકતા, અધિક માગ, અધિક ખપત અને અધિક ઉપભોગ પર્યાવરણ-પ્રદૂષણનાં કારક તત્ત્વો છે. આ વૈજ્ઞાનિક અને વિકાસના યુગમાં આવશ્યકતા તેમ જ ઉપભોગને ઘટાડવાની વાત કહેવી એ જાણે અપરાધ જેવું લાગે છે. આપણે સચ્ચાઈ સામે ક્યાં સુધી આંખમમીંચામણાંની રમત રમતા રહીશું ? આખાય યથાર્થને સ્વીકારવું જ પડશે. પર્યાવરણ વિજ્ઞાનનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર છે - લિમિટેશન, પદાર્થો ઓછા છે અને ઉપભોગતાઓ અધિક છે. આ સમસ્યાનું સમાધાન છે - સંયમ.
વૃક્ષ પર્યાવરણના પ્રદૂષણને ઘટાડે છે. આ દૃષ્ટિએ બગીચાઓ અને જંગલોનું મહત્ત્વ અધિક છે. પ્રદૂષણના સ્ત્રોત નિરંતર વધી રહ્યા છે અને તે વધતા જ રહેશે તો બિચારાં વૃક્ષો ક્યાં સુધી પ્રદૂષણને ઘટાડતાં રહેશે ? મૂળ સમસ્યા પ્રદૂષણ ઘટાડનારી મનોરચનાની છે. સમાજની મનોરચના પ્રદૂષણ વધારનારી છે અને આપણો મુદ્દો છે. તેને ઘટાડવાનો. આજનો માણસ માત્ર શારીરિક આરોગ્યની જ ઉપેક્ષા નથી કરી રહ્યો, તે માનસિક અને ભાવાત્મક આરોગ્યની પણ ઉપેક્ષા કરી રહ્યો છે. સ્વસ્થ શરીર તો સ્વસ્થ મન - આ સત્યને જોવાનું એક પાસું છે. તેનું બીજું પાસું છે - મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ. શરીર અને મન બંનેનું આરોગ્ય આધ્યાત્મિક આરોગ્યનું કારણ બને છે. પદાર્થની ભાષાનો સમજદાર માણસ શું અહિંસાની આ ભાષાને સમજવાનો પ્રયત્ન કરશે ખરો ?
ભગવાન મહાવીરે પર્યાવરણનો આધાર જ માત્ર નથી આપ્યો, તેની ક્રિયાન્વિતીનો માર્ગ પણ બતાવ્યો છે. જે જીવની હિંસા વગર તમારી જીવનયાત્રા ચાલી શકતી હોય તે જીવની હિંસા ન કરો. જીવનયાત્રા માટે જેમનો ઉપભોગ અનિવાર્ય છે, તેમની પણ અનાવશ્યક હિંસા ન કરો. પદાર્થનો પણ અનાવશ્યક ઉપભોગ ન કરો. આ નિર્દેશના સંદર્ભમાં વર્તમાન પર્યાવરણની સમસ્યાની સમીક્ષા આવશ્યક છે. આજે પૃથ્વીનું વધારે પડતું દોહન થઈ રહ્યું છે. તેનાથી જગતનું સંતુલન વેરવિખેર થઈ રહ્યું છે. ઊર્જાના સોત
સમાપ્ત થઈ રહ્યા છે. ખનિજ ભંડારો ખાલી થવા લાગ્યા છે. આજના વૈજ્ઞાનિકો ઊર્જાના નવા સ્રોતો શોધવામાં સક્રિય બન્યા છે. સાથેસાથે ઉપલબ્ધ સ્રોતોની સમાપ્તિથી પણ ચિંતિત છે. પાણીનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે. એવી આશંકા છે કે એક દિવસ પીવાનું પાણી દુર્લભ બની જશે. જંગલો ને વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. તેનાં પરિણામો અનેક પ્રદેશો અત્યારે ભોગવી રહ્યા છે. વરસાદની ઊણપનું બહુ મોટું કારણ વૃક્ષોનું નિકંદન માનવામાં આવી રહ્યું છે.
ઇછા અને ભોગ, સુખવાદી અને સુવિધાવાદી દૃષ્ટિકોણે હિંસાને ભડકાવી છે અને સાથોસાથ પર્યાવરણનું સંતુલન પણ છિન્નભિન્ન કર્યું છે. અહિંસાનો સિદ્ધાંત આત્મશુદ્ધિ છે તો સાથેસાથે તે પર્યાવરણશુદ્ધિનો પણ છે. પદાર્થ સીમિત છે, ઉપભોક્તા અધિક છે અને ઈચ્છા અસીમ છે. અહિંસાનો સિદ્ધાંત છે - ઇચ્છાનો સંયમ કરી, તેમાં કાપકૂપ કરો. જે ઇચ્છા પેદા થાય તેને તે જ સ્વરૂપે સ્વીકારી ન લેવી, પરંતુ તેનું શુદ્ધિકરણ કરવું જોઈએ. આજના વૈજ્ઞાનિકો ને ઉદ્યોગપતિઓ માનવી સમક્ષ સુવિધાનાં વધુ ને વધુ સાધનો રજૂ કરવા ઇચ્છે છે, જે અગાઉ ક્યારેય નથી બન્યા તેવા પદાર્થો ઈચ્છે છે. એક તરફ લોકોનો સુવિધાવાદી દૃષ્ટિકોણ બની ગયો છે, બીજી તરફ સુવિધાનાં સાધનોના નિર્માણની હોડ શરૂ થઈ ગઈ છે. જીવનની અનિવાર્ય આવશ્યકતાઓ કંઈક ગૌણ બની ગઈ છે, સુવિધાનાં સાધનો અને પ્રસાધન સામગ્રી વગેરે મુખ્ય બની ગયાં છે. આવી સ્થિતિમાં અનાવશ્યક હિંસા વધી છે અને સાથોસાથ પર્યાવરણનું સંતુલન પણ બગડ્યું છે.
આજે પર્યાવરણના પ્રદૂષણનો કોલાહલ જોરશોરથી સાંભળવા મળે છે, પરંતુ આ પ્રદૂષણ દૂર થાય કઈ રીતે ? સુવિધાવાદી આંકાક્ષાની આગ ભભૂકતી રહે અને પ્રદૂષણનો ધુમાડો ન નીકળે એ કઈ રીતે શક્ય બને ? અહિંસાના સિદ્ધાંતની ઉપેક્ષા કરીને પર્યાવરણ-પ્રદૂષણની સમસ્યાને ન જ ઉકલી શકાય. શ્રમણ સંસ્કૃતિ એ ઉપભોગ નહીં પણ ઉપયોગની સંસ્કૃતિના આચરણ પર ભાર મૂક્યો છે જેથી કુરતી સંપત્તિનો બેફામ દુર્વ્યય અટકશે.
વીતરાગી પ્રભુ મહાવીરે પ્રરૂપેલ માર્ગનું આચરણ પર્યાવરણ સંતુલન માટે જરૂર સહાયક થઈ શકે.
Page #43
--------------------------------------------------------------------------
________________
જ વિશ્વકલ્યાણની વાટે
૨૦
દર્પણમાં બહુ જોયું હવે દર્પણને જોઈએ
દર્પણનું આપણા જીવનમાં મહત્ત્વનું સ્થાન છે-રોજબરોજના જીવનમાં દર્પણનું મહત્ત્વ પણ છે. દિવસ દરમિયાન આપણે કેટલીય વાર દર્પણનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ.
સવારના બાથરૂમમાં બ્રશ-દાઢી કરતી વખતે, વાળ ઓળતી, કેશગુંફન, વસ્ત્રપરિધાન અને સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ એટલે કે મેકઅપ કરતી વખતે દર્પણનો ઉપયોગ થાય છે.
ક્યારેય વિચાર્યું છે એ બાબત, ચિંતન કર્યું છે કે દર્પણ આપણો કેટલો સમય ખાઈ જાય છે ?
પહેલાંના જમાનામાં રાજાઓના અંતઃપુર કે મહેલોમાં અરીસાભવનો હતાં. હવે દરેક ઘરમાં એક ડ્રેસિંગરૂમ હોય છે. જો ઘર વિશાળ ન હોય તો દરેક બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ તો હોય જ છે.
ઘણાને ડ્રેસિંગ ટેબલનું એવું આકર્ષણ હોય છે કે ત્યાંથી એને આઘા ખસવું જ ગમતું નથી. આપણામાં સ્વચ્છતા અને સુઘડતા હોવી જરૂરી છે. એ નિરીક્ષણ કરવામાં પણ આપણને સહાયક બને છે. માનવીની પ્રતિભા અને સૌંદર્ય ઝળકાવવામાં દર્પણ કેટલાક અંશે સહાયક બની શકે છે એમ કહી શકાય, પરંતુ આપણે દર્પણનો ઉપયોગ કરતા હોઈએ તેના કરતાં વધુ સારા દેખાવામાં કરતા હોઈએ છીએ.
વિશ્વકલ્યાણની વાટે કાકી કાકી કાકી ન અરીસામાં આપણું પ્રતિબિંબ જોઈ આપણે આપણા રૂપ પર ગર્વ કરીએ છીએ. પારાવાર પ્રયત્નો છતાં આપણું રૂપ કે પ્રતિભા નીરખતાં ન હોય તો અરીસામાં જોઈ આપણે નિસાસો નાખી દુઃખ વ્યક્ત કરીએ. આમ આપણા વિચારોનું પરિણતીના કારણે અરીસો આપણાં અહંકાર કે આર્તધ્યાનનું નિમિત્ત બને છે.
દર્પણને આપણાં કર્મબંધન કે કર્મનિર્જરાનું નિમિત્ત બનાવવું તે આપણા હાથની વાત છે. અરીસાભવનમાં દર્પણ સામે શરીર પર અલંકારો સજતાં ભરતરાજાને દેહ અને રૂપની ક્ષણભંગુરતા સમજાણી, વિચારધારા ક્ષપકશ્રેણીએ ચડતાં કેવળજ્ઞાન થયું.
દર્પણમાં આપણે આપણું પ્રતિબિંબ ખૂબ જોયું, પરંતુ હવે દર્પણમાં નહીં, પણ દર્પણને જોવાનો પુરુષાર્થ કરવાનો છે. દર્પણને જોવાથી તેની વિશિષ્ટતા દેખાશે. દર્પણ સ્પષ્ટવક્તા છે. તમે જેવા છો તેવા જ તમને દેખાડશે. દર્પણની દશા નિર્લેપી છે. દર્પણ સામે આગ દેખાશે તો તે આગની જવાળાઓ દેખાડશે, પણ તે દાઝશે નહીં. દર્પણની સામે વરસાદની ધારાઓ પડતી હશે તો જળબંબાકાર દશ્યને ઝીલશે, પણ લગીરે ભીંજાશે નહીં, તે ક્યાંય લેપાઈ જશે નહીં, ભળી જશે નહીં. આમ દર્પણની નિર્લેપી દશા આપણને સબોધનાં સ્પંદનો આપે છે.
આત્મસાધનામાં રત એવાં જૈન સાધુ-સાધ્વીજીઓ દેહની સજાવટ માટે અરીસાનો ઉપયોગ કરતાં નથી, કારણકે તેની જીવનચર્યામાં દહેસૌંદર્યને સ્થાન નથી. તે તો હંમેશાં આત્મસૌંદર્યને ઉજાગર કરવાની સાધનામાં રત હોય છે.
જ્ઞાની પુરુષોએ માનવના ચાર પ્રકાર બતાવ્યા છે. એક દર્પણ-અરીસા સમાન, બે ધજા-પતાકા સમાન, ત્રણ ચૂંઠાં જેવો અને ચોથો પ્રકાર તીક્ષ્ણ કાંટા જેવો છે.
અરીસો-કાચ કે દર્પણ, સ્વચ્છતા અને સત્યનું પ્રતીક છે. દર્પણ સામે જેવો ચહેરો, જેવું રૂપ આવે તેવું જ તેમાં પ્રતિબિંબિત થાય છે. જેવા આપણે છીએ દર્પણમાં બરાબર તેવું જ આપણું પ્રતિબિંબ દેખાશે. જરા પણ આવું-પાછું નહીં, જરા ઓછું-અદકું નહીં, માટે કહેવત છે કે, “દર્પણ જૂઠ ન બોલે".
જે માનવીનું હદય એટલું નિર્મળ-સરળ હોય એ સજુપ કે સદ્ગુરુ પાસેથી જે ઉપદેશ સાંભળશે તે એ જ રૂપમાં તેના હૃદયમાં ઉતારી લેશે. તે પોતાના મનથી એમાં કાંઈ જોડશે નહીં. જે તત્ત્વનું શ્રવણ કરે છે, જે ઉપદેશ કાન દ્વારા હૃદયમાં ઉતારશે તે જ રૂપમાં તેને ગ્રહણ કરી આચરણમાં લેવા પુરપાર્થ કરશે. આ મુમુક્ષતા, સરળતા અને પાત્રતાનું લક્ષણ છે. આમ દર્પણ જેવા સરળ હદયવાળો માનવી ધર્મશ્રવણ માટે યોગ્ય પાત્ર છે.
-
૭૮
Page #44
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
બીજો પ્રકાર ધજા-પતાકા સમાન છે. મંદિર પર ચઢાવેલી ધજાને જોઈશું તો ક્યારેક પૂર્વ તરફ હવા ચાલતી હોય તો આ ધજા પૂર્વ તરફ લહેરાવવા માંડશે. પશ્ચિમ તરફ હવાનો ઝોક હશે તો એ તરફ ઝૂકી જશે. હવા દિશા બદલે તેની સાથે ધવજા પોતાની દિશા બદલી એ તરફ લહેરાવા માંડશે..
ધજા જેવા માનવીને પોતે નક્કી કરેલું કોઈ લક્ષ હોતું નથી. પોતાની સંકલ્પશક્તિ વડે તે નિર્ણયો ન લે, બીજાનાથી દોરવાઈ જાય. સ્વાર્થ માટે સિદ્ધાંત સાથે બાંધછોડ કરી લે. આવી વ્યક્તિ ‘ઢાલ જોઈને ઢળે અને હવા જોઈને ચળે' એવી ચંચળ ચિત્તવૃત્તિવાળી હોય છે. વૈચારિક ક્ષમતાનો અભાવ, અવિકસિત નિર્ણયશક્તિ, ઘેટાંનાં ટોળાંની જેમ અનુકરણ કરવાવાળી વ્યક્તિ હોય છે.
આવી વ્યક્તિ સ્વાર્થ પ્રમાણે મત, પક્ષ કે નિર્ણયો બદલતી હોય છે.
રાજાએ પોતાના રાજ્યમાં એક વ્યક્તિની સ્વાસ્થ્ય મંત્રી તરીકે નિમણૂક કરી. મંત્રીશ્રીએ એક સભામાં કહ્યું કે, “રીંગણાનો શાક તરીકે વધુ ઉપયોગ ન કરવો, તેનાથી શરીરમાં ગરમી વધે, તામસીવૃત્તિ વધે. વળી બહુ બીજવાળાં રીંગણાં ખાવાથી સૂક્ષ્મ હિંસાનું પાપ લાગે. માટે શક્ય તેટલું રીંગણાંથી દૂર રહેવું.’
બીજે દિવસે રાજાના પ્રમુખસ્થાને એક આરોગ્ય પરિષદ ભરાણી. રાજાએ પોતાના પ્રવચનમાં શાકભાજીમાં રીંગણાં ઉત્તમ છે અને રીંગણાનું શાક મને બહુ પ્રિય છે એવું કહ્યું. સ્વાસ્થ્ય મંત્રીએ પોતાના વક્તવ્યમાં રીંગણાની વાત કરી અને કહ્યું કે, જેને પોતાનાં ખેતર-વાડીમાં રીંગણાં ઉગાડવાં હોય તેને રાજ્ય તરફથી આ અંગે સહાય અને સુવિધા મળશે. પરિષદની કાર્યવાહી પૂરી થયા પછી એક શાણા સજ્જને આરોગ્ય મંત્રીશ્રીને પૂછ્યું કે, ''કાલની સભામાં તો તમે રીંગણાંના અવગુણ કહી તે ન ખાવાની સલાહ આપી અને આજે તેની તરફેણ કરી તેનું કારણ શું ?''
પ્રધાને કહ્યું, “રાજાને રીંગણાં ભાવે છે તે તમે સાંભળ્યું ને ? રીંગણાં મારા શેઠ નથી, રાજા મારા શેઠ છે. રીંગણાંના ગુણ-અવગુણ સાથે મારે શું લેવા-દેવા ! તમે સમજ્યા ને ?''
પેલો શાણો સજ્જન શું બોલે ? આ પ્રકારના માનવો સ્થાપિત હિત અને સ્વાર્થની હવા પ્રમાણે ધજા-પતાકાની જેમ ફરફરે છે.
ત્રીજા પ્રકારના માનવીઓ કે જેને પોતાનું મૌલિક ચિંતન - વિચાર જેવું કશું હોતું નથી. જે મૂર્ખ અને હઠાગ્રહી હોય છે; જેઓ બીજાના ઉપદેશ કે સારી સલાહ માનવા તૈયાર પણ નથી. તેવી દુરાગ્રહી વ્યક્તિઓને જ્ઞાનીજનોએ ‘ઠૂંઠાં’ સમાન
૭૯
વિશ્વકલ્યાણની વાટે ક
ગણાવ્યા છે. ઝાડનાં તદ્દન સુકાઈ ગયેલાં ‘ઠૂંઠાં’ પર તમે ગમે તેટલું પાણી સિંચો તોપણ તે નવપલ્લવિત થશે નહીં. આવાં સૂકાં ઠૂંઠાં પર તમે ઘી કે અમૃતનું સિંચન કરો તોપણ તે કોળશે નહીં. શેકેલું - ભૂંજેલું બીજ ઉપજાઉ ફળદ્રુપ જમીનમાં વાવીએ, તેને નિયમિત જળસિંચન કરીએ છતાંય તેમાં બીજ અંકુરિત ન થાય તેવું જ આ ઠૂંઠાંનું છે.
આ ઠૂંઠાં જેવા માનવીની ભીતરમાં જીવનશક્તિ, ચેતના કે સ્ફુરણા નથી હોતી. આવી વ્યક્તિઓની અંદર અહંકાર, પંથ કે સંપ્રદાયની પક્કડ “હું કહું કે હું કરું તે જ સાચું’’ની માન્યતાની પરખ હોય છે. તે સત્ય હકીકત કે વાસ્તવિકતાનો સરળતાથી સ્વીકાર ન કરી શકે. સામે સૂરજ દેખાતો હોય તોપણ કહે કે હજુ રાત છે.
બીજી વાત એ કે, રસ્તામાં પડેલ ઠૂંઠાં સાથે કોઈ અથડાય તો તે ઘાયલ થઈ જાય તેમ આ ઠૂંઠાં જેવી વ્યક્તિ સાથે કોઈ દલીલબાજી કરે કે ટક્કર લે તો વિવાદકલહ સર્જાઈ જાય અને સામેવાળી વ્યક્તિ ક્ષુબ્ધ બની જાય.
ચોથા પ્રકારના માનવો તીક્ષ્ણ કાંટા સમાન છે. રસ્તે ચાલતા બાવળનાં ઝાડ પાસેથી પસાર થયા ને તેનો કાંટો કપડામાં ભરાઈ ગયો. હવે કપડા પકડી અને કાંટો કાઢવાની કોશિશ કરીએ તો કાંટો આંગળીમાં ખૂંચી જાય અને આંગળી લોહીલુહાણ કરી નાખે. બીજા હાથેથી કાંટો આંગળીમાંથી કાઢવાનો પ્રયત્ન કરતાં બીજો હાથ પણ ઘાયલ થઈ જાય છે.
તો સદા કાંટા જેવા તીક્ષ્ણ, ઝેરીલા, ઝઘડાળુ, બીજાને ઘાયલ કરવાવાળાને દૂરથી સો ગજના નમસ્કાર કરવા સારા. એટલા માટે જ્ઞાનીઓએ આવી વ્યક્તિને તીક્ષ્ણ કંટક સમાન ગણાવી આપણને સાવધાન કર્યા છે.
જ્ઞાન, બુદ્ધિ, તર્ક કે સમજદારીનો ઉપયોગ આપણે એવી જગાએ જ કરવો જોઈએ કે જ્યાં તેનું મૂલ્ય હોય, એનાથી કોઈ લાભાન્વિત થાય. સાપને દૂધ પાવાથી સાપ આપણને જ દંશ દે તેવી શક્યતા રહેલી છે. વળી સાપને દૂધ પાવાથી તેનું વિષ વધશે. એટલે જ્ઞાનનો ઉપયોગ પાત્ર વ્યક્તિ જોઈને કરવો જોઈએ.
જિન સૂત્રની ૪૩૧મી ગાથામાં ૪ (ચાર) પ્રકારના શ્રાવક બતાવ્યા છે -
चतारी समणोवासगा पण्णता तं जहा
ऊदाग समाणं, पडा ग समाणं
वाणु समाणं रबरकंटक समाणं
આ ગાથાનું વિવેચન કરતાં જૈનચાર્યા પૂ. વિજય નિત્યાનંદસૂરિ કહે છે કે, દર્પણ
८०
Page #45
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે કામ
વિશ્વકલ્યાણની વાટે સમાન, પતાકા સમાન, પૂંઠાં સમાન અને કંટક સમાન એ ચાર પ્રકારના માનવામાં દર્પણ સમાન માનવી શ્રાવકશ્રેષ્ઠી છે.
જ્ઞાનીઓએ આ માનવીનું આ ચાર પ્રકારમાં અલગ વિભાજન કરીને આપણને દર્પણ જેવા માનવ બનવાની પ્રેરણા આપી છે.
ધજા, પૂંઠાં કે કંટક જેવા ન જ બનીએ અને આત્મનિરીક્ષણ કર્યા પછી આમાંના આપણા સ્વદોષનું દર્શન કરી, એ દૂર કરીશું તો આપણા આત્મગુણોનો વિકાસ સાધી શકીશું.
જૈન ધર્મમાં અષ્ટમંગલને મહત્ત્વ આપવામાં આવ્યું છે.
સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત (ગવળી), વર્ધમાન (સંપુટ), ભદ્રાસન, પૂર્વકળશ, મીનયુગલ અને દર્પણ આ બધાંને માંગલિક પ્રતીકો ગપ્યાં છે. આમાં આઠમું મંગલ દર્પણ છે જે કેવળી પ્રરૂપિત ધર્મનું પ્રતીક ગણવામાં આવે છે અને તે જ આત્મનિરીક્ષણની પ્રેરણા આપે છે. માટે જ જ્ઞાનીઓએ માનવીને દર્પણતુલ્ય બનવાનો પુરુષાર્થ કરવાની પ્રેરણા આપી છે.
અંધાપો
આપણો આત્મા કર્મોનાં બંધનથી બંધાયેલો છે. આપણે સૌ મુક્તિપંથના પ્રવાસીઓ છીએ. કર્મનાં આ બંધનો તોડવા માટે સર્વપ્રથમ તો એ બંધનનું સ્વરૂપ જાણવું પડશે. સ્વરૂપ જાણ્યા પછી એ બંધન તોડવાનો સમ્યફ પુરુષાર્થ કરવો પડશે.
કર્મબંધનનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે. ખરાને ખોટું માનવું અને ખોટાને ખરું માનવું, અનિત્યને નિત્ય, અશુદ્ધને શુદ્ધ કે દુ:ખને સુખ માનવું એટલે મિથ્યાત્વ. આ માન્યતાઓને છોડીએ તો જીવનમાંથી મિથ્યાત્વની વિદાય થાય અને કર્મબંધનની પ્રક્રિયાનું સાતત્ય તૂટે અને કર્મબંધન અટકે.
મિથ્યાત્વના સ્વરૂપને સમજીશું તો મિથ્યાત્વ છોડવામાં સરળતા રહેશે.
કોઈ વ્યક્તિ કુળપરંપરાગત ધર્મ પાળે. સાચા અર્થમાં એ ધર્મ ન હોય. અંધશ્રદ્ધા કે કુરૂઢિનું પોષણ થતું હોય છતાંય સત્યાસત્યનો વિવેકબુદ્ધિથી વિચાર કર્યા વિના વળગી રહે તે મિથ્યાત્વ છે. આ મોહ છે અને મોહનીય કર્મની શક્તિ એટલી પ્રબળ હોય કે તેના કારણે ખરા ધર્મની કસોટી થઈ શકતી નથી. વળી કેટલાક મૂઢતાને કારણે સત્ય ધર્મ પારખવાની બુદ્ધિ ધરાવતા નથી અને પુરુષાર્થ પણ નથી કરતા તો વળી કેટલાક તો સમજી ગયા હોય છે કે મારી ધર્મમાન્યતા કે કલ્પના ખોટી છે. છતાં નિજ અહને કારણે ખોટી તાર્કિક દલીલો કરી કુમતને સિદ્ધ કરવાનો અવળો પુરુષાર્થ કરે છે. પુરુષોનાં વચનમાં સંશય કરી મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. કેટલાક લોકો લોકપરંપરાના સંદર્ભે લોકસંજ્ઞાના પ્રવાહમાં તણાઈને મિથ્યાત્વને
૮૨
૮૧
Page #46
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે પોષતા હોય છે. જે અસત્ અને વિરુદ્ધ માન્યતાને વળગી હિંસાચાર, મહાઆરંભ અને સમારંભ દ્વારા કર્મબંધનનું કારણ નિપજાવે છે. સુદેવ, સદ્ગર અને સુધર્મથી વિપરીત માન્યતાને કારણે આમ બને છે.
જેણે રાગ અને દ્વેષને નિર્મળ ક્યાં તે સુદેવ છે. જે જીવનમાં સમતા રાખવાનું સૂચન કરી વિશ્વકલ્યાણની વાંછના કરે તે સુધર્મ અને જે પોતે તરે અને અન્યને તારે તે જ કલ્યાણમિત્ર સર. આ ત્રણમાં શ્રદ્ધા દૃઢ થવાથી જીવનમાંથી મિથ્યાત્વ
જશે.
એક નૌકા સમુદ્રકિનારે લાંગરી હતી. રાત પડી એટલે સફર શરૂ કરવા નાવિકે નૌકામાં બેસી હલેસાં મારવાનું શરૂ કર્યું. આખી રાત હલેસાં માર્યા. સવાર પડયું. નાવિકે જોયું તો આશ્ચર્ય ! નૌકા ત્યાંની ત્યાં જ હતી, બંદરગાથી જરા પણ આગળ વધેલ નહિ. કારણ..... લંગરથી નૌકા છૂટી પડી ન હતી. કિનારે લંગર સાથે બંધાયેલ જ હતી. આપણો જીવ મિથ્યાત્વનું લંગર છોડે તો જ આત્મા તરફથી સફર શરૂ થાય.
વળી કેટલાક મિથ્યાત્વને આપણે આ મિથ્યા છે, એમ જાણતા હોવા છતાં છોડતા નથી, કારણકે એમાં આપણો સ્વાર્થ હોય છે. આપણી અનુકૂળતા અને મમત્વને કારણે આપણે મિથ્યાત્વને પોષતા હોઈએ છીએ. મિથ્યાત્વના ચશ્માં ઉતારી ખુલ્લી દૃષ્ટિથી જોવાની આપણી હિંમત નથી. આ વાતને જ્ઞાનીપુર સુંદર દૃગંતથી સમજાવી છે.
એક ગામના શેઠને પોતાની ઉમરલાયક કન્યાનો વિવાહ કરવો છે. પુત્રી કુરૂપ છે. કોઈ મુરતિયા તેને પસંદ કરતા નથી. શેઠ ઉપાય વિચાર છે. એક અંધ યુવાનને કહે છે, તારે લગ્ન કરવાં છે ? અંધ યુવાન કહે, શા માટે મશ્કરી કરો છો ? હું અંધ છું, મારી સાથે કોણ પોતાની કન્યા પરણાવે ?
શેઠ કહે, હું મારી પુત્રી જોડે તારો વિવાહ કરું. સુરદાસ ખુશ...!
પુત્રી અને અંધ જમાઈ શેઠને ઘરે સુખેથી રહે છે. આંખ નથી એટલે રૂપકુરૂપનો તે યુવાનને ભેદ નથી. તે પોતાની પત્નીને પ્રેમ કરે છે. એક વાર શેઠને ત્યાં તેનો મિત્ર પરદેશથી આવે છે. કહે છે કે, હવે તો તબીબી વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે હું ઉપચાર કરી તારા જમાઈને દૃષ્ટિ અપાવી શકું છું. શેઠ કહે, જરૂર નથી. મિત્ર કહે, કેમ ? શેઠ કહે, મારો જમાઈ દૃષ્ટિહીન છે ત્યાં સુધી મારી પુત્રીને
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ
વાંધો નથી. તે ચાલ્યા કરશે. પ્રેમ કરશે. આંખો મળતાં કુરૂપ પત્નીને જોઈ કદાચ પ્રેમ કરતો અટકી પણ જાય. એની દૃષ્ટિ મારી પુત્રીના સુખ માટે જોખમ છે.
આપણે પણ અજ્ઞાનના અંધારામાં મિથ્યાત્વને પ્રેમ કરી રહ્યા છીએ. જ્ઞાનનાં પ્રજ્ઞાચક્ષુ મળે તો કદરૂપા મિથ્યાત્વને છોડી સમક્તિ તરફ વળીએ.
એક વ્યક્તિને ખીર બહુ ભાવે, થાળીમાં પીરસાણી. તેને પેટની વ્યાધિ હતી, તે કારણે તેને વૉમિટ થતાં તે ખાધેલી ખીર થાળીમાં પડી. એક વાટકામાં ખીર ભરી લીધી અને એક અંધ સુરદાસને તે ખીર આપી. વમેલી ખીર જેણે વમન દૃશ્ય જોયું છે તેને આ ખીર કુત્સિત, સૂગવાળી લાગી, પરંતુ સુરદાસે ખાઈ લીધી. કારણકે તેને ખબર નથી. તેણે આ દૃશ્ય જોયું નથી, કારણ તેની પાસે આંખ નથી, બસ અજ્ઞાનનો અંધાપો લઈને ફરતાં આપણું પણ કંઈક આવું જ છે. જ્ઞાનીઓ પાસે સમ્યક દૃષ્ટિ છે તેથી તેઓ આ સંસારનાં સુખોથી અલિપ્ત રહેશે. યુગપુરુષ શ્રીબ્દજીએ કહ્યું છે,
સકળ જગત તે એંઠવત્ અથવા સ્વપ્ન સમાન,
તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન.” આમ જ્ઞાની માટે આખો સંસાર વમનના વાટકા સમાન છે.
સર તો આપણને જ્ઞાન આપવા તત્પર છે. એમનો હાથ તો આપણા તરફ લંબાયેલો જ છે. આપણે એ હાથ પકડી લેવાનો પુરુષાર્થ કરીશું તો કર્મદળમાંથી બહાર નીકળી શકીશું.
સપુરુષોનાં વચનો નકશાની રેખાઓ જેવાં હોય છે. જ્ઞાનીનો ઉપદેશ નકશો છે. જો તેમણે ચીંધ્યા માર્ગે ચાલીએ તો લક્ષ સુધી પહોંચાય. તેમનાં વચનામૃતો માત્ર વાંચવાં કે સાંભળવાથી આગળ નહીં વધાય, આચરણમાં મૂકવાં પડશે, પ્રયોગ કરવો પડશે. અનુભૂતિમાં આવશે તો સફળ થઈશું. નકશો જોયા કરવાથી લક્ષે નહીં પહોંચાય. લક્ષે પહોંચવા તો સ્વયં સક્ર કરવાનો પુરુષાર્થ કરવો પડશે.
૮૩
૮૪
Page #47
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
કન્યાદાન
ધર્મસ્થાનકમાં સંત આત્યંતર તપનો ભાવ સમજાવી રહ્યા છે. શારીરિક શુદ્ધિ માટે જેમ સ્નાન જરૂરી છે તેમ આંતરિક આત્મશુદ્ધિ માટે બાહ્યાભ્યતર તપનું અનુસંધાન જરૂરી છે. ઉપવાસ કરવો એ બાહ્ય તપ છે. ઉપવાસના દિવસના આચાર-વિચાર આધ્યાત્મિક અનુષ્ઠાન, આત્મા સાથે અનુસંધાન કરાવનારું ધ્યાન એ કર્મનિર્જરાનું લક્ષ છે. ઉપવાસ કે કોઈ પણ પ્રકારના તપની પૂર્વભૂમિકાના વિચાર એટલે તપ કરવાનું પ્રયોજન. તપની પૂર્ણાહુતિના દિવસના આચાર-વિચારમાં પણ નિર્મળતાની ખૂબ જ અગત્ય છે. તપના આડલાભ ઘણો હોઈ શકે, પરંતુ તેનું અંતિમ એય કર્મનિર્જરાનું હોય તે જ તેની ફલશ્રુતિ ગણાય.
એક યુવાને સંતના શબ્દો ઝીલી લીધા. ત્રણ દિવસના નિર્જળા ઉપવાસ પૂર્ણ ક્ય. ચૌવિહારું અઠ્ઠમતપ પૂર્ણ કર્યું.
ત્રણ ઉપવાસનું પારણું કરવાનું છે. સંતના શબ્દો કાનમાં ગુંજે છે. આ ઉપવાસના પારણામાં તું તારી કમાણીના પૈસામાંથી, ન્યાય અને નીતિથી મેળવેલી આવકમાંથી જે અને જેટલું મળે તેનાથી પારણું કરજે.
પથારીમાંથી ઊઠી પ્રભુમરણ કર્યું. નિત્ય આવશ્યક ક્રિયાઓ પતાવી. નદીકિનારા તરફ નીકળ્યો. સંતના શબ્દો વિચારોમાં વાગોળતોવાગોળતો આ યુવાન નદીકિનારે આગળ ચાલે છે. પૈસા નથી, શું કરવું તેની મૂંઝવણ . તેટલામાં નદીના કિનારા પાસે એક સફરજન તણાતું આવતું જોયું અને માન્યું કે આ તો કુદરતની ભેટ
: ૮૫
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ
છે... અને તેણે સફરજનથી પારણું કર્યું. થોડી વાર પછી યુવાનને વિચાર આવે છે કે, આપણી બુદ્ધિ અને શ્રમ દ્વારા મેળવેલી સંપત્તિ પર જ આપણો હક્ક છે. સંતે કહેલ ન્યાયસંપન્ન વૈભવના ઉન્નત શબ્દોના ભણકારા વાગે છે. સંતની દેશનાનો પ્રતિછંદ જાણે પર્વત સાથે ટકરાઈને પાછો ફરે છે અને નિશ્ચય કરે છે કે, સફરજનના માલિકને શોધી સજનના બદલામાં તેનું કામ કરવું જોઈએ અને તો જ આ તપશ્ચર્યાનું સાચું સમાધાન થયું ગણાશે.
આવા શુભ નિશ્ચયથી યુવાન નદીને કિનારેકિનારે ત્રણ માઈલ ચાલ્યો. એ નદીને કિનારે એક વાડી દેખાઈ અને વાડીમાં સફરજનનું વૃક્ષ પણ જોયું. વાડીના માલિકને મળીને પોતાનું સમગ્ર વૃત્તાંત કહ્યું અને કહે છે કે, હું આપના સફરજનની કિંમત ચુકવવા માગું છું. મારી પાસે ધન નથી, બદલામાં મને જે કામ કહો તે સ્વીકારવા તૈયાર છું.
વાડીનો માલિક કહે, હજ એક વાર વિચારી લો ! દંડરૂપે હું કહું તે કરવા તૈયાર છો ? યુવકે મક્કમતાથી હા કહી અને કહ્યું કે હું વચનબદ્ધ છું.
માલિક દંડ આપે છે, તમારે મારી પુત્રી સાથે વિવાહ કરવા પડશે. યુવક કહે, આ તે પ્રાયશ્ચિત્ત કે પારિતોષિક ! માલિક કહે હા, તો સાંભળી લો, મારી પુત્રી ક્યારેક ચાલે છે તો ક્યારેક ચાલી શકતી નથી, ક્યારેક એક આંખે જ જોઈ શકે છે, ક્યારેક બે આંખે જોઈ શકે તો ક્યારેક અંધની જેમ બન્ને આંખે જોઈ શકતી નથી. ક્યારેક બોલે અને ક્યારેક સાવ મૂંગી બની જાય છે. ક્યારેક સાંભળે તો ક્યારેક બિલકુલ સાંભળી શકતી નથી, સમજ કે મારી પુત્રી કાણી, લંગડી, અર્ધમૂંગી અને અર્ધબહેરી કે બધિર છે.
યુવક કહે, મેં વચન આપ્યું છે એટલે હું અવશ્ય પાળીશ. વાડીના માલિકે પોતાની પુત્રીને બોલાવવા સાદ પાડ્યો. થોડી વારમાં મંથર ગતિએ, નીચાં નેણ ઢાળી એક સ્વરૂપવાન કન્યા આવી. યુવાન એને મુગ્ધતાથી નિહાળી રહ્યો અને પછી બોલ્યો કે, આપની પુત્રી લૂલી, લંગડી, બહેરી કે કાણી નથી. આપ જૂહું કેમ બોલ્યા ?
લંગડી હોય તો એક પગે ચાલે. મારી પુત્રી સમય સાથે એક પગે ચાલતી હોય તેવી ત્વરાથી ચાલે છે. ક્રાંતિ કરવાની હોય ત્યાં દોડે, પરમાર્થ માટે બંને પગે મક્કમતાથી આગળ વધે. કોઈનું અહિત થતું હોય, ઉતાવળ થતી જણાય ત્યાં ખોડંગાઈ જાય, એક પગ રોકાઈ જાય એટલે એ રીતે લંગડી છે. મૈત્રીભાવમાં બન્ને
૮૬
Page #48
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
કામ
સાંપ્રત જીવનશૈલીમાં યોગનું મહત્ત્વ
વિશ્વકલ્યાણની વાટે કાજ પગે ચાલે. મનમાં શત્રુતાનો વિચાર આવે તો એ વખતે અપંગ બની અટકી જાય.
કાણી હોય તે એક આંખે જુએ, જ્યારે કોઈ નાનામાં નાની વસ્તુ જોવી હોય, એકાગ્રતાથી કાંઈ જોવું હોય, નિરીક્ષણ કરવા કાંઈ જોવું હોય ત્યારે એક આંખ બંધ કરી એક આંખે જોવું પડે. મારી પુત્રી એક આંખે જગતની સૂક્ષ્મ વસ્તુ જોવાની જિજ્ઞાસાવૃત્તિ ધરાવે છે. કોઈનું દુઃખ જોઈ કરુણાભાવમાં તેનાં સજળ નયનો ડૂબી જાય છે. કોઈનું મંગળ થતું હોય તે દૃશ્ય કે સતપુરુષનાં દર્શન નિર્મળ આનંદથી માણે છે, પરંતુ ન જોવા જેવું બીભત્સ જોતી હોય ત્યારે આંખો બંધ કરી દે છે, અંધ બની જાય છે.
સાંભળવા જેવું શ્રવણ કરે, ન સાંભળવા જેવું હોય તો બહેરી થઈ જાય. સંતવાણી સાંભળે, કોઈનો ગુણાનુવાદ પ્રમોદભાવથી સાંભળે, પણ નિંદા ન સાંભળે.
ક્યારેક બોલે ને ક્યારેક મૂંગી, સત્ય વચન બોલે, હિત, મિત ને પ્રિય બોલે. કોઈનું અહિત થતું હોય કે અસત્યનો પક્ષ બનતો હોય ત્યાં મુંગી રહે. કોઈની નિંદા ન કરે. તેના મૌનમાં માધ્યસ્વભાવનું આશ્રયસ્થાન હોય છે.
યુવકે કહ્યું, તમારી પુત્રીમાં સાચા વૈષ્ણવજન કે આદર્શ શ્રાવકત્વનાં લક્ષણો અભિપ્રેત છે. હું ગરીબ અનાથ તેને લાયક નથી. - તમારામાં સંસ્કારલક્ષ્મીનો વૈભવ છલોછલ ભરેલો છે. ત્રણ માઈલ ચાલીને એક ફળની કિંમત ચૂકવવા આવ્યા તે તમારી અંતરંગદશાની પ્રતીતિ કરાવે છે. તમે બાહ્ય અને આત્યંતર તપની પરિભાષા સાચા અર્થમાં સમજ્યા છો. હું મારી પુત્રીનું કન્યાદાન કરી નિશ્ચિત બનું છું, એમ કહી વાડીને માલિકે સાક્ષાત્ લક્ષ્મીસ્વરૂપ પોતાની દેદીપ્યમાન દીકરીનો હાથ પરમઆનંદ અને પ્રસન્નતા સાથે યુવકના હાથમાં મૂકી દીધો.
ત્યારે કોયલ ટહુકો ર્યો, ઝરણાએ કલકલ નાદ સાથે નૃત્ય કર્યું મંદ સમીરે ફૂલોની સુગંધ પ્રસરાવી જાણે, પ્રકૃતિએ આ સંબંધ પર સ્વીકૃતિની મહોર મારી.
- માનવીનું સાંપ્રત જીવન કેટલીક સમસ્યાઓથી ભરેલું છે. જીવનપ્રવાહમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ જણાય છે. સ્પર્ધા, અસલામતી, ગેરસમજણોને કારણે અને સંકુલ જીવનશૈલીને લીધે શારીરિક અને માનસિક રોગો આપણા પર હુમલા કરે છે. આ બધા સામે યોગ એક સંરક્ષણાત્મક અડીખમ દીવાલ બનીને ઊભો રહી શકે તેમ છે.
યોગ જીવનદીપક છે. આ એક એવો ભવ્ય અને દિવ્ય દીપક છે કે અગણિત લોકો તેનો સહારો લઈને જીવનમાં સ્વાચ્ય, શાંતિ અને સમાધિની મંજિલો સુધી પહોંચી શક્યા છે. હજારો વર્ષ પૂર્વે મહર્ષિ પતંજલિએ એક ઉમદા મનોવૈજ્ઞાનિક અને ઉત્કૃષ્ટ અધ્યાત્મ પ્રતિભા બનીને યોગવિજ્ઞાનને પ્રસ્થાપિત કર્યું છે.
મોડેમોડે પણ વિશ્વને યોગનું મહત્ત્વ સમજાણું છે. તાજેતરમાં આપણા દેશમાં યોગ અંગે સારી જાગૃતિ આવી છે. .N.૦.એ પણ જૂન મહિનાની ૨૧મી તારીખને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે જાહેર કર્યો છે.
યોગ એટલે જીવન જીવવાની કળા યોગ એટલે જીવનની એક ચોક્કસ પ્રકારની રીતિ યોગ એટલે એક અનોખી જીવનપદ્ધતિ યોગ એટલે એક સ્પષ્ટ જીવનક્રમ. આસન, પ્રાણાયામ, એકાગ્રતા ..એ બધો તન અને મનનો વ્યાયામ છે. પોતાની પૂરક પ્રારંભિક સાધનાઓ છે. માત્ર એટલામાં અટકી પડવું એ
- ૮૮ -
Page #49
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે મારા સંપૂર્ણ કે વાસ્તવિક યોગ નથી. કોઈ પણ વ્યક્તિ ગમે તે ધર્મનું પાલન કરતાકરતા યોગસાધના કરી શકે છે. યોગની પહેલી શરત - હું શરીર છું, મન છું, હૃદય છું કે આત્મા છું - એ વિશેનું સત્ય માનવાની તમન્ના હોવી જોઈએ. બીજી શરત જીવનશુદ્ધિ - તમામ દુર્ગુણોનો નાશ અને સદ્ગણોનો વિકાસ. ભલે પૂરેપૂરી સફળતા ન મળે તોપણ મથામણ તો કરવી જ રહી. યોગ અનેક પ્રકારે અનેક રીતે થઈ શકે. જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ ઉપરાંત રાજયોગ, નાદયોગ, લયયોગ, મંત્રયોગ, હઠયોગ, શબ્દયોગ... વગેરે યોગો દીર્ઘકાલીન સાધના, સમય અને શક્તિ માગી લે છે. સામાન્ય માનવીને સમજમાં આવે તેવો મધ્યમમાર્ગ યોગ એટલે
સમન્વય યોગ'. કોઈ પણ વ્યક્તિ સ્ત્રી-પુરુષના ભેદ, ભાષા-ધર્મના ભેદ વિના કરી શકે. તે માટે સંન્યાસી થવાની જરૂર નથી કે ધંધા-વ્યવસાય છોડવાની જરૂર નથી. એમાં તમામ યોગનાં ઉત્તમ લક્ષણોનો સમન્વય થયેલો છે. સમન્વય યોગ એ જીવન જીવવાની ઉત્તમોત્તમ કલા છે. એનો મૂળ સાર આટલો. ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવું. દેવ-ગુરુ અને ધર્મને શરણે પોતાનું જીવન ભક્તિભાવે સમર્પિત કરવું. કોઈ પણ કાર્યમાં આપણે નિમિત્તમાત્ર છીએ એવી સમજણ અને જાગૃત જ્ઞાન સાથે જીવનના સર્વ વ્યવહાર આચરવા. રોજ સવારે - સાંજે શાંતિથી, એકાંતે બેસીને પ્રાર્થના કરવી ને અંતર્મુખ
બનવું. • ધ્યાનમાં એકાગ્ર થવાનો પ્રયત્ન કરવો. આત્મસ્થ બનવું.
સહજ શબ્દને જીવનનો સ્ત્રોત્ર બનાવી દેવો. “હશે, ચાલશે, ફાવશે, ગમશે, નભશે, પરવડશે” એવી વૃત્તિ દરેક કાર્યમાં અને તેના પરિણામમાં વણી લેવી.
યોગ એ ચિરંતન વહેતી ગંગાધારા છે. દૂરથી દર્શન કરવાને બદલે તેમાં ડૂબકી લગાવવી પડશે. એ એક એવું કલ્પવૃક્ષ છે જે માગો તે મળશે.
જ્ઞાન -દુનિયામાં જે-જે ઊથલપાથલ થાય તે સાક્ષીભાવે ચુપચાપ જોયા કરવી.
જજ વિશ્વકલ્યાણની વાટે
કાર પ્રેમ - કોઈને પણ મળીને એમની સાથે આત્મીયતાભર્યો વ્યવહાર કરવો. આનંદ - ગમે ત્યાં હો, એકલાએકલા પણ આનંદમાં રહેવું. જ્ઞાનમાર્ગમાં તત્ત્વબોધ દ્વારા આપણને શાંત કરવાની વાત છે. ભક્તિમાર્ગમાં પ્રેમ અને સમર્પણ દ્વારા શાંત કરવાની વાત છે. યોગમાર્ગમાં પ્રાણ દ્વારા મનને શાંત કરવાની વાત છે. ભક્તિયોગ : - આજીવિકા મેળવવા માટે નોકરી-ધંધો કરવો તે યોગ છે.
- સંતાનોનો સવાંગી ઉછેર કરવો, સુસંસ્કાર-ભણતરથી તેમને સંપૂર્ણ પગભર કરવા તે યોગ છે.
- રસોઈ બનાવી સૌને પ્રેમપૂર્વક જમાડવા તે યોગ છે.
- અન્યના જીવનમાં ઉપયોગી થવું, કોઈની સેવા, વૈયાવચ્ચ કરવી, તેમના સહયોગી બનવું તે યોગ છે.
- દિવસ દરમિયાન જે-જે સારી-નરસી, યોગ્ય-અયોગ્ય પ્રવૃત્તિઓનું રાત્રે સૂતી વેળાએ આત્મનિરીક્ષણ કરવું તે યોગ છે.
- ઇન્દ્રિયો અને મનને સંપૂર્ણ શાંત કરી રાત્રે ગાઢ નિદ્રામાં સરી પડવું એ પણ યોગ છે.
હવે જૈન દાર્શનિકના મતે યોગ અને ઉપયોગ વિશે થોડી વિચારણા કરીએ. મન યોગ, વચન યોગ અને કાય યોગ એ ત્રણ પ્રકારના યોગોનું પ્રવર્તન આપણામાં હોય છે. ઉપયોગ એ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આ આત્માના જ્ઞાનગુણનું પ્રવૃત્તિરૂપમાં પરિણમન થવાને ઉપયોગ કહે છે. 'ઉપ' એટલે સમીપ અને ‘યોગ” એટલે જ્ઞાન દર્શનનું પ્રવર્તન. આનો સરળ અર્થ એ થાય કે જેના વડે આત્મા જ્ઞાન દર્શનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળો થાય એવો જે ચેતનાનો વેપાર છે તેને ઉપયોગ કહેવાય છે. દાર્શનિક દૃષ્ટિએ વિચારીએ તો આપણી હજી યોગની પ્રવૃત્તિ છે. યોગની પ્રવૃત્તિ પૂરી થયા પછી એકલો ઉપયોગ કામ કરશે. માત્ર યોગની પ્રવૃત્તિ બદલવી તે સાધના નથી, ઉપયોગ બદલાય તે સાધના છે • અંદરથી આનંદ મેળવવાનો રસ્તો એટલે યોગમાર્ગ, બહારથી આનંદ મેળવવાનો
રસ્તો એટલે ભોગમાર્ગ • ભોગ અને યોગ એ બન્નેમાં શરીર, શ્વાસ, ઇન્દ્રિય અને મન એ ચારેય સક્રિય
( ૮૯
CO
Page #50
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
બનતાં હોય છે. ભોગમાં ચારેય ચંચળ અને ઉત્તેજિત બને છે, જ્યારે યોગમાં ચારેય શાંત અને સ્થિર બને છે.
યમ-નિયમ એ યોગની ઈમારતનો પાયો છે, જ્યારે ધ્યાન, સમાધિ એ ઈમારતની અગાશી છે. માત્ર પાયામાં જ અટવાઈ જઈશું તો ટેરેસ-અગાશીમાં નહીં પહોંચાય. અનંત આકાશનું દર્શન અગાશીમાંથી જ થાય છે.
ભોગાસનો ઇન્દ્રિય અને મનને ચંચળ બનાવે છે. યોગાસનો ઇન્દ્રિય અને મનને શાંત બનવામાં સહાયક બને છે.
* તમોગુણની જડતામાંથી અને રજોગુણની ચંચળતામાંથી મુક્ત થઈ સત્ત્વગુણમાં સ્થિર થવા માટે પ્રાણાયામનો અભ્યાસ જરૂરી છે.
રેચકથી પ્રાણ શુદ્ધ થાય છે. પૂરકથી પ્રાણ પ્રબળ થાય છે. કુંભકથી પ્રાણ સ્થિર થાય છે. શૂન્યકથી પ્રાણ સૂક્ષ્મ થાય છે. શરીર, શ્વાસ, ઇન્દ્રિય અને મન એ ચારેયની શુદ્ધિ તેમ જ સંયમ ર્યા વિના સીધેસીધી ધ્યાન અને સમાધિની વાતો કરવી એ પાયા વિનાનો મહેલ ચણવા જેવી વાત છે.
• સુખ બે રીતે અનુભવાય છે. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થઈને અને ઈન્દ્રિયોના વિષયોથી અલિપ્ત થઈને આત્મભાવમાં સ્થિર થઈને પહેલો ભોગનો માર્ગ છે. બીજો યોગનો માર્ગ છે.
યોગ એ માત્ર શરીરશાસ્ત્રનું વિજ્ઞાન નથી, પરંતુ ચિત્તવૃત્તિના શુદ્ધિકરણ અને ઊર્ધીકરણનું વિજ્ઞાન છે. યોગ શ્રદ્ધાનો કે અંધશ્રદ્ધાનો વિષય નથી કે માત્ર ચર્ચાનો કે ચિંતનનો પણ વિષય નથી. યોગ તો પ્રયોગનો વિષય છે. શાસ્ત્રોમાં કહ્યું છે : ‘‘યોગેન યોગો જ્ઞાતવ્યો’.
યોગ સાધના દ્વારા યોગને જાણવો જોઈએ.
યોગાત યોગ પ્રવર્તતે.
યોગ સાધના દ્વારા યોગ પ્રવર્તન થાય છે.
અષ્ટાંગ યોગની સાધના અને સિદ્ધિ
૧) યમના પાલનથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે
૨) નિયમના પાલનથી જીવન ધર્મમય બને છે
૩) આસનોના અભ્યાસથી શરીર સ્વસ્થ બને છે ૪) પ્રાણાયામના અભ્યાસથી જીવનશક્તિ વિકસે છે
૯૧
વિશ્વકલ્યાણની વાટે ક
૫) પ્રત્યાહારની સાધનાથી ઇન્દ્રિયો અંતર્મુખ બને છે ૬) ધારણાના અભ્યાસથી મન એકાગ્ર બને છે
૭) ધ્યાન દ્વારા અંતઃકરણ શુદ્ધ અને શાંત બને છે ૮) સમાધિ દ્વારા ચેતનાનો સંપૂર્ણ વિકાસ પ્રાપ્ત થાય છે
જૈનાચાર્યોએ વૈદિક પરંપરાના કોઈ આચાર્યના ગ્રંથને મહત્ત્વ આપી એની વાતો સ્વીકારી હોય તો તે માત્ર મહર્ષિ પતંજલિનું યોગસૂત્ર છે.
મહાનજ્ઞાની જૈનાચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ‘યોગદષ્ટિ'' ગ્રંથમાં ઉલ્લેખ ‘‘ભગવાન પતંજલિ” તરીકે કર્યો છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ‘પાતંજલ યોગસૂત્ર' પર ટીકા લખી છે. હેમચંદ્રાચાર્યજી અને ચિદાનંદજી મહારાજે અષ્ટાંગ યોગને આવકાર્યો છે.
યોગના સંદર્ભે પ્રાણાયમથી આધિ-વ્યાધિ-ઉપાધિનું નિરાકરણ કઈ રીતે થઈ
શકે છે તે જોઈએ.
પ્રાણાયામ યોગક્રમાંક - ૧
આ પ્રાણાયામ આવેશયુક્ત મન:સ્થિતિવાળી તથા ક્રોધના આવેશવાળી વ્યક્તિઓએ કરવો જોઈએ. ડાબા નસકોરાથી શ્વાસ ખેંચો. સાથે એવી ભાવના કરો કે પ્રકાશનાં કિરણો ચંદ્રનાડીથી અંદર પ્રવેશ કરીને ઈડા-પિંગલા તથા સુષુમ્બ્રાની ધરી પર પ્રાણપ્રવાહને ઉત્તેજિત કરી રહ્યાં છે. તેમાંથી નીકળેલો પ્રકાશપુંજ એના થેલેમસમાં રહેલા કેન્દ્ર સાથે અથડાઇને એને પ્રકાશવાન બનાવી રહ્યો છે. જેટલો સમય શ્વાસ રોકો ત્યાં સુધી એવી ભાવના કરો કે પોતાનો આવેશ હવે શાંત થઈ રહ્યો. છે. મન:સ્થિતિ સમતોલ અને વ્યવસ્થિત બની રહી છે તથા એ કેન્દ્ર કે જ્યાં પહેલાં અંધારું હતું તે હવે પ્રકાશથી ભરપૂર જ્યોતિપુંજ બની ગયો છે. જમણા નસકોરાથી રેચક કરતી વખતે એવી ભાવના કરવી કે પહેલાં જે વિકાર પોતાની અંદર હતા તે ઉચ્છ્વાસની સાથે બહાર નીકળી રહ્યા છે. પીળો મેલો પ્રકાશ બહાર નીકળી રહ્યો છે અને હવે ધીરેધીરે આવેશ શાંત થઈ રહ્યો છે. દરેક પ્રાણાયામ વખતે આ સમગ્ર ભાવના દોહરાવવી જોઈએ.
પ્રાણાયામ યોગક્રમાંક ૨
આ પ્રાણાયામ ધૂન, ભ્રમ તથા અકારણ ભયથી ગ્રસ્ત મનઃસ્થિતિવાળા લોકોએ કરવો. આમાં ડાબા નસકોરાથી શ્વાસ લઈ જમણા નસકોરાથી બહાર
૯૨
Page #51
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
કાઢવો. તેના પછી જમણાથી લઈ ડાબા નસકોરાથી બહાર કાઢવો. પૂરક-કુંભકરેચક વેગપૂર્વક વારંવાર કરવામાં આવે છે. પૂરક કર્યા પછી ભાવના કરવી કે મસ્તકના ફુવારા પાસે ઉત્સર્જિત પ્રવાહનો સ્ફુલિંગ ઉપર જઈને પેરાહરલ કાર્નેક્સમાં આવેલ કેન્દ્ર સાથે અથડાઇને તેને જાગૃત તથા પ્રકાશવાન બનાવે છે. શ્વાસ બહાર કાઢતી વખતે બધી ફુકલ્પનાઓ વેગપૂર્વક બહાર નીકળી રહી છે એવી ભાવના કરવી જોઈએ. આ પ્રાણાયામથી સારા વિચાર, સારી કલ્પનાઓ તથા શ્રેષ્ઠ ચિંતન પેદા થાય છે તથા આપણી અંદર રહેલું ખરાબ ચિંતન દૂર થઈ જાય છે. પ્રાણાયામ યોગક્રમાંક ૩
અવસાદ, નિરાશા, કાયરતા તથા ડરપોક મન:સ્થિતિવાળા લોકોએ આ પ્રાણાયામ કરવો જોઈએ. આમાં પ્રથમ જમણા નસકોરાથી (સૂર્યનાડી) શ્વાસ ખેંચવો તથા તેની સાથે જ એવું ધ્યાન કરવું જોઈએ કે આશાવાદી તથા પ્રસન્નતાદાયક વિચાર બ્રહ્માંડમાંથી પોતાની અંદર શ્વાસ સાથે પ્રવેશી રહ્યા છે. કુંભક દરમિયાન કલ્પના કરવી કે આ પ્રાણપ્રવાહ મગજની મધ્યમાં હાઈપોથેલેમસમાં રહેલ કેન્દ્રોને પ્રકાશિત અને પ્રાણવાન બનાવી રહ્યો છે. એવી પ્રબળ ભાવના કરવી કે ઝડપથી આવનાર આ સચિંતન મનમાં અડ્ડો જમાવી બેઠેલ અવસાદને જડમૂળમાંથી ઉખાડી રહ્યું છે. બંને વચ્ચે ઘમસાણ યુદ્ધ થઈ રહ્યું છે અને છેવટે અવસાદ પેદા કરનારું ચિંતન ડાબા નસકોરા દ્વારા રેચકની સાથે બહાર નીકળી રહ્યું છે. આ અભ્યાસ વારંવાર કરવો.
-
પ્રાણાયામ યોગક્રમાંક *
આ પ્રાણાયામ આતુરતા, ઉતાવળ તથા અધીરાઈની મનઃસ્થિતિવાળા લોકોએ કરવો જોઈએ. આમાં ડાબા નસકોરાથી પૂરક કરી રેચક પણ ડાબી બાજુથી જ કરવાનો છે. ડાબા નસકોરાથી એટલે કે ચંદ્રનાડી દ્વારા શાંતિદાયક, ધીરજ આપનાર, બધી વ્યગ્રતા, તણાવ તથા બેચેનીને દૂર કરનારા સદ્વિચારો બ્રહ્માંડના પ્રાણ મહાસાગરમાંથી ખેંચીને, મસ્તકની મધ્યમાંથી પેદા થતા સ્નાયુ સ્ફુલ્ડિંગ પ્રવાહની સાથે એમગ્લેડાઈટ બોડીમાં (પિચ્યુટરી ગ્રંથિ) રહેલાં કેન્દ્રોને જાગૃત કરી પ્રકાશવાન બનાવી રહ્યાં છે. તેનાથી પેદા થતા વિદ્યુતપ્રવાહના સ્ફુલિંગો આતુરતાને જન્મ આપનાર વિચારોને ડાબા નસકોરા દ્વારા જ રેચક વખતે બહાર કાઢી રહ્યા છે. આ ચિંતન દરેક પ્રાણાયામ વખતે કરવું જોઈએ તથા દરેક વખતે તેનો વધારે પ્રચંડ સંકલ્પ કરવો જોઈએ.
-
૯૩
વિશ્વકલ્યાણની વાટે
પ્રાણાયામ યોગક્રમાંક
૫
અપરાધી મનોવૃત્તિવાળી તથા સતત અયોગ્ય ચિંતન કરનારી વ્યક્તિઓએ આ પ્રાણાયામ કરવો જોઈએ.
-
આમાં જમણા નસકોરાથી શ્વાસ લેવો, સાથે ભાવના કરવી કે સદ્વિચારો ખૂબ જોરથી અંદર ખેંચી રહ્યા છીએ. કુંભક વખતે ભાવના કરવી કે મનની અચેતન પ્રવૃત્તિઓમાં જે દુર્ગુણો વ્યાપેલા હતા તેમને શાંત કરનાર પ્રાણપ્રવાહ મધ્ય મગજમાંથી ઉપરનાં વાદળોની જેમ ફેલાય છે. તે લિમ્બિક સિસ્ટિમમાં રહેલાં કાર્નેક્સની નજીક રહેલા ન્યૂકલાઈને ઉત્તેજિત, જાગૃત તથા અભિસંચિત કરે છે. દરેક વખતે શ્વાસ ખેંચતી વખતે અંદર આવેલા વિચારો એટલા દૈવી અને શુભ છે કે ખરાબ વિચાર હવે ત્યાં ટકી શકે તેમ નથી. દરેક વાર શ્વાસ બહાર કાઢતી વખતે જમણા નસકોરા દ્વારા જ એ ખરાબ વિચારોને બહાર કાઢી નાખવાની ભાવના કરવી. દરેક વખતે શુભ ચિંતનને મસ્તકમાં છવાયેલું તથા અશુભ ચિંતનને ભાગી જતું જોવાની કલ્પના પ્રબળતાથી કરવી જોઈએ.
આ સંદેશ એટલો પ્રાણવાન હોવો જોઈએ કે પ્રાણાયામ પૂરો થતાંની સાથે આપણને એવું લાગવા માડે કે આપણી અંદરથી બધી આક્રમક તથા કામુક વૃત્તિઓ જતી રહી છે અને દૈવી વૃત્તિઓ જાગ્રત થઈ રહી છે.
પ્રાણાયામ યોગક્રમાંક
અલ્પમંદતા (બુદ્ધિ મંદ હોવી તે) અને આત્મહીનતાવાળા, અસ્તવ્યસ્ત વિચારવાળા લોકોએ પોતાની બુદ્ધિને પ્રખર અને તીક્ષ્ણ બનાવવા આ પ્રાણાયામ કરવો જોઈએ.
આ પ્રાણાયામમાં નાક બંધ કરવા હાથનો ઉપયોગ કરવાનો નથી. શાંત સ્થિતિમાં બેસીને બંને નસકોરાંથી ઝડપથી શ્વાસ અંદર ખેંચીને મંથન તથા પ્રાણશક્તિના આવાગમનની ભાવના કરવી. મસ્તિષ્ક પટલ પર આ વિદ્યુતપ્રવાહોને દોડતા તથા મેધા (બુદ્ધિ) સંબંધી કેન્દ્રોને જાગૃત કરતાં હોય એવી કલ્પના જોવી. ભાવના કરવાની કે દરેક વખતે બંને નસકોરાં દ્વારા ખેંચવામાં આવેલો પ્રાણપ્રવાહ ઝડપથી પ્રિન્ટલ લોનનાં કેન્દ્રો સાથે અથડાય છે તથા એમને પ્રકાશવાન બનાવે છે અને રેચક વખતે બંને નસકોરાં દ્વારા પરત આવતો રહે છે. બીજી વાર તે બમણા વેગથી બમણી શક્તિ લઈને આવે છે અને મસ્તકના અગ્રભાવને પ્રકાશથી ભરી દે છે. બુદ્ધિ પ્રખર થવાની, પોતાની લઘુતાગ્રંથિ દૂર થવાની, પોતે શ્રેષ્ઠ,
૯૪
Page #52
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
બુદ્ધિમાન અને અત્યંત મનસ્વી બનવાની કલ્પના દરેક પ્રાણાયામ સાથે પ્રબળતાપૂર્વક કરવી. વારંવારના આ અભ્યાસથી સ્નાયુપ્રવાહ સક્રિય બનતો જાય છે. આમ સાંપ્રત જીવનની કેટલીક મનોરોગની સમસ્યાઓ પ્રાણાયામથી ઉકેલી
શકાય છે.
જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં યોગ નિયમિત રીતે કરતા રહેવું જોઈએ. યોગ પ્રતિ અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા હોવા જોઈએ.
આ વિષયનું ક્રાંતિકારી શહીદ બિસ્મિલની જીવનની એક ઘટનાથી સમાપન
કરીશું.
શહીદ રામપ્રસાદ બિસ્મિલને ફાંસીની સજા કરવામાં આવી હતી. જેલરે કહ્યું કે કાલે આ સમયે તમને ફાંસીએ લટકાવી દેવામાં આવશે. નિયત સમયે જેલર ફાંસી માટે તેને લેવા તેની કોટડી પર પહોંચ્યા ત્યારે રામપ્રસાદ યોગપ્રાણાયામ અને પ્રભુપ્રાર્થનામાં લીન હતા. જેલરે પૂછ્યું કે હમણાં તો તારે મરવાનું છે તો આ યોગનો શો અર્થ ? રામપ્રસાદે જવાબ આપ્યો કે, મારે મરવાનું છે તે મને ખબર છે તેથી જ હું આજે ૧૦ મિનિટ વધુ યોગ કરવા માગું છું, એટલા માટે કે મરવાના અંતિમ સમયે મારું મનોબળ નબળું ન પડે. પ્રભુને પણ લાગે કે તેમની પાસે હાલતો-ચાલતો સ્વસ્થ માનવી શહીદ થઈને આવ્યો છે. જેલર તેમને સેલ્યૂટ મારવા પોતાની જાતને રોકી શક્યો નહીં. આ હતી ઈશ્વર અને યોગ પ્રતિ તેની શ્રદ્ધ
૯૫
૨૪
વિશ્વકલ્યાણની વાટે
ભારતીય ગુરુ પરંપરાના સંદર્ભ : સદ્ગુરુ : સંસ્કૃતિનો આધારસ્તંભ
શૈશવકાળમાં બાળકની માતા જ તેની ગુરુ હોય છે. મા ઘરના પરિસરમાં રહીને પોતાના બાળકને શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરે છે, પરંતુ વિશ્વના વિશાળ ફલક પર તેની વિકાસયાત્રા માટે તે માતા પોતાના સ્તરની વ્યક્તિને શોધે છે અને તે છે માસ્તર. આમ જીવનમાં માના સ્તર પર જો કોઈ પણ હોય તો તે છે માસ્તર... એટલે વિદ્યાગુરુ. પોતાના બાળકના જ્ઞાનની ક્ષિતિજના વિસ્તાર માટે મા પોતાનું બાળક શિક્ષકને સોંપી દે છે. પ્રથમ શિક્ષક માતા અને પછી જીવનમાં વિદ્યાગુરુનો પ્રવેશ થાય છે. ગુ = અંધકાર, ૩
=
દૂર કરનાર.
અવિદ્યાનો અંધકાર દૂર કરનાર, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી, મુક્તિનું મંગલ પ્રવેશદ્વાર જે ચીંધે તે સદ્ગુરુ છે. જેમને સત્નો સાક્ષાત્કાર થયો છે એવા તે સદ્ગુરુને ભારતવર્ષનાં શાસ્ત્રોએ ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ઉપમા આપી નવાજ્યા છે, કેમ કે જીવનમાં સદ્ગુણોના સર્જક ગુરુને બ્રહ્મા ગણ્યા છે. સદ્ગુણના પોષક શ્રી વિષ્ણુને તુલ્ય ગણ્યા છે અને દોષોના વિનાશક મહાદેવ જેવા માન્યા છે. આ ત્રણ દેવોની ઉપમા યથાર્થ છે.
વિદ્યાગુરુ વિદ્યાદાન દ્વારા આપણા વ્યાવહારિક જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે, જે જ્ઞાન નોકરી, ધંધા કે વ્યવસાય દ્વારા જીવનનિર્વાહ ચલાવવા ઉપયોગી થાય છે. વળી,
૯૬
Page #53
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે ભૌતિક સુખ, સંપત્તિ, પ્રતિષ્ઠાનું ઉપાર્જન પણ તેના દ્વારા થઈ શકે છે. ઉપરાંત, વિદ્યાગુરએ આરોપેલ ધર્મનીતિના સંસ્કારો આપણામાં રહેલી સુષુપ્ત ચેતનાને જાગૃત કરવાનું કાર્ય કરે છે. આમ વિદ્યાગુર માનવીનો આખો ભવ સુધારે છે.
પરષાર્થ અને પુણ્યના યોગથી ભૌતિક સમૃદ્ધિ સંપન્ન થઈ હોય તો તે સમૃદ્ધિને કઈ રીતે ભોગવવી, તેનો વિવેક ધર્મગુરુ જ શીખવી શકે અને ભૌતિક સમૃદ્ધિ વિના પણ, ખૂબ જ પ્રસન્નતાથી કઈ રીતે જીવી શકાય તે વિદ્યા તો માત્ર ધર્મગુર દ્વારા જ પામી શકાય.
ભારતીય ગુરુ પરંપરામાં હજારો વર્ષથી ભક્તો-શિષ્યોના હૃદયમાં ગુરુમહિમાનું ગાન, રટણ અને જાપનું અખલિત સાતત્ય છે.
गुरुर्बह्मा गुरविष्णु गुरुर्देवो महेश्वर । गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुये नमः ॥ આ સંસ્કૃતિએ ગુરુનો પરમતત્ત્વરૂપે સ્વીકાર કર્યો છે.
આધ્યાત્મિક તત્ત્વનાં રહસ્યો પામવા માટે માત્ર આ ભવ જ નહિ, પરંતુ ભવ પરંપરા સુધારવા માટે જીવનમાં ધર્મગુરનું મહત્ત્વ અનન્ય છે.
બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદ્ગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત બુઝી ચહત જો પ્યાસ કો, હે બુઝન કી રીત, પાવે નહી ગુરૂગમ બિના, એહ અનાદિ સ્થિત!
આપણાં વિદ્વાન વ્યાખ્યાતા ડૉ. પૂજ્ય મહાસતી તરુલતાજીએ હું આત્મા છું'માં યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની આ મહાન રચનાને અદ્ભુત રીતે સમજાવતાં કહ્યું છે કે, “બીના નયનની વાત એટલે જે અનુભવ ઈદ્રિયોથી થઈ શકતો નથી, ઇંદ્રિયાતીત છે એવો આત્માનુભવ. આપણાં ચર્મચક્ષુઓ જગતના સર્વરૂપી પદાર્થો જોઈ શકે છે, પણ અરૂપી એવો આત્મા આ નયનોમાં સમાતો નથી. તેને જોવો, જાણવો હોય તો અંતરચક્ષુ ઉઘાડવાં પડશે. અંતરનો થયેલો ઉઘાડ, અંતરની અનુભવદશાની પ્રાપ્તિની તીવ્ર લગન જ આત્માનો સાક્ષાત્કાર કરાવી શકે, પણ એ લગન લગાડે કોણ? બ્રહ્મ જ્ઞાનનો ભોમિયો જેણે પોતે આત્માનુભવ કરી લીધો છે તેઓ માટે હે માનવ આત્માનુભવી સરુનાં ચરણોમાં ચાલ્યો જા. તેમનાં ચરણનું ગ્રહણ કરવાથી પરમાનંદને પામી શકાશે.'
સંત કબીરજીએ પણ સદ્ગરને જીવનમાં પ્રથમ સ્થાને મૂક્યા - પ્રસ્થાપ્યા છે.
વિશ્વકલ્યાણની વાટે કામ ગુરુ ગોવિંદ દોઉ ખડે, કિસકે લાગું પાય? બલિહારી ગુરુ આપની, ગોવિંદ દિયો બતાય.
આમ સહુ સંતોએ એકીઅવાજે સરુના શરણને સ્વીકાર્યું છે. સદ્ગર વિના સાધનામાર્ગે વિકાસ થઈ શકતો નથી.
ગુણપૂજક જૈન પરંપરામાં વિશુદ્ધિની દૃષ્ટિએ સિદ્ધભગવંતનું સ્થાન ઊંચું છે. અરિહંત પ્રભુ સિદ્ધોને નમસ્કાર કરે છે, પરંતુ નમસ્કાર મહામંત્રમાં પહેલા નમસ્કાર અરિહંત પ્રભુને અને પછી સિદ્ધ પ્રભુને કરીએ છીએ, કારણકે આપણને સિદ્ધનું સ્વરૂપ સમજાવનાર જો કોઈ હોય તો તે ઉપકારી અરિહંત ભગવાન છે. મહાન સરરૂપે જો અરિહંત ભગવાને સિદ્ધનું સ્વરૂપ ન બતાવ્યું હોત તો આપણે જાણી શક્યા ન હોત અને એવી સિદ્ધદશાની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવા કોઈ જીવ પ્રેરાયો પણ ન હોત.
આમ પ્રત્યેક જીવ પુરુષાર્થ કરીને પરમાત્મા થઈ શકે છે. એ બતાવનાર અરિહંત પ્રભુને સિદ્ધભગવંત કરતાં પણ પ્રથમ સ્થાન આપ્યું છે.
વર્તમાન ગુની અનિવાર્યતા છે, કારણ, આ કાળમાં આ ક્ષેત્રે અરિહંતદેવ આપણી વચ્ચે સદેહે નથી ત્યારે આપણા માટે જો કોઈ સચોટ અને સબળ અવલંબન હોય તો તે માત્ર એક જ છે અને તે છે સર.
જિનેશ્વરે શાસ્ત્ર પ્રરૂપ્યા, ગુરુ ગણધર તથા તેમની શિષ્ય પરંપરાએ એ ઉપદેશ સૂત્ર-સિદ્ધાંતને આગમરૂપે ગુંચ્યા. આમ સને કારણે આપણને આગમરૂપી અમૂલ્ય વારસો મળ્યો. શાસ્ત્રોમાં માર્ગ બતાવ્યો છે. મર્મ બતાવ્યો નથી. મર્મ તો સદ્ગુના અંતરમાં પડવ્યો છે. ગુરુ આપણા દોષ જોઈ આપણને જાગૃત કરે, જ્યાં ભૂલીએ ત્યાં ફરી ગણવાની પ્રેરણા આપે, પરમહિતકારી મિત્ર, કરુણાનિધાન સદ્ગુરુ, હિતબુદ્ધિએ શામ, દામ, દંડ, ભેદરૂપ નીતિ આચરીને પણ સાધકને સાચા રસ્તે ચડાવે. ગુરુ શિલ્પી છે. શિલામાંથી નકામો ભાગ દૂર કરી શિલ્પી સુંદર મૂર્તિ બનાવે તેમ ગુરુ શિષ્યના દુર્ગુણો દૂર કરીને તેને જીવનસૌંદર્ય બક્ષે છે.
જ્ઞાન તો પ્રત્યેક માનવીના આત્માનો પ્રથમ ગુણ છે, પરંતુ જ્ઞાનાવરણીય કર્મથી આત્મા જ્યાં સુધી લોપાયેલો છે ત્યાં સુધી તેને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ નથી. આ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય ગુના ઉપદેશ વિના શક્ય નથી.
અહિલ્યા થઈને સૂતું છે, અમારું જ્ઞાન અંતરમાં, ગુ! મમ રામ થઈ આવો, તમારા સ્પર્શ ઝંખું છું.”
- ૯૮ –
Page #54
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
આમ સદ્ગુરુના સ્પર્શમાત્રથી જ્ઞાન પ્રગટ થવાની માર્મિક વાત કવિએ કહી છે. કબીરજીએ તો સદ્ગુરુને જ્ઞાનરૂપી લોચન ઉઘાડનાર કહ્યા છે.
સદગુરુકી મહિમા અનંત, અનંત કિયા ઉપકાર લોચન અનંત ઉઘાડિયા, અનંત દિખાવણહાર
આવા સદ્ગુરુ મેળવવા માટે આપણને અંતરના અતલ ઊંડાણમાંથી જિજ્ઞાસા ઝંખના જાગવી જોઈએ. ગુરુપ્રાપ્તિની અભિલાષા રોમરોમમાંથી પ્રગટ થવી જોઈએ. સહરાના રણમાં પ્રવાસ કરતાં પ્રવાસીને તરસ લાગે ત્યારે શીતલ જળ માટે કેવી ઉત્કૃષ્ટ ઈચ્છા થાય છે, એ જ રીતે...
સદ્ગુરુ!
તમોને ઝંખું છું પ્રખર સહરાની તરસથી...
સદ્ગુરુ જેવા મહાન રત્નને જીરવી શકે તેવી પાત્રતા પણ કેળવવી જોઈએ. આ તો સિહંણના દૂધ જેવી વાત છે. વિનય, હિતશિક્ષાની પાત્રતા અને ગુરુ પ્રત્યે આદર, અતૂટ શ્રદ્ધા, આદર્શ શિષ્યના ગુણો છે. આવા આદર્શ શિષ્ય માટે સદ્ગુરુનું શરણું કલ્પવૃક્ષની શીતળ છાંયા સમાન છે.
જ્ઞાનીઓએ કહ્યું છે કે ફુગુરુ કાગળની કે પથ્થરની નાવ જેવા હોય છે. કાગળની નાવ જેવા ગુરુ પોતે ડૂબે ને બીજાને ડૂબાડે, પથ્થરની નાવ જેવા ગુરુ પોતે ડૂબે ને બીજાને પણ ડૂબાડે, જ્યારે સદ્ગુરુ કાષ્ઠની નાવ જેવા હોય છે જે પોતે તરે અને બીજાને પણ તારે છે. જ્ઞાનીઓએ ગુરુને પનિહારી સમાન અને સોનાની ખાણના ખાણીયારૂપે કહ્યા છે.
કૂવામાં પાણી ઘણું છે. તરસ્યો પ્રવાસી કાંઠે ઊભો છે. પાણીનાં દર્શનથી તેની તૃષા તૃપ્ત થવાની નથી. પનિહારી દોરડું સિંચી ઘડામાં પાણી ભરી બહાર લાવે, તેને કપડા વડે ગાળી પ્રવાસીની તૃષા તૃપ્ત કરે છે, તેમ શાસ્ત્રનું જ્ઞાન ફૂવાના પાણી જેવું છે. ગુરુ તેનું ચિંતન-મનન-પરિશીલન કરી આપણે યોગ્ય બનાવી આપે છે અને આપણી જ્ઞાનપિપાસાને તૃપ્ત કરે છે. જેમ પનિહારી કોઈ પણ તરસ્યા વટેમાર્ગુની નાત, જાતપાતના ભેદ વગર તૃષા તૃપ્ત કરે છે. તેવા જ છે ણાવંત જ્ઞાની ગુરુજન.
વળી સોનાની ખાણમાં માટી મિશ્રિત સોનાના પુરુષાર્થ દ્વારા અનેક પ્રક્રિયાથી ચોવીસ કેરેટની શુદ્ધ સોનાની લગડી ખાણીયા બનાવે છે, તેમ જ્ઞાની ગુરુજન શાસ્ત્રનાં અગાધ રહસ્યોને સરળ ભાષામાં આપણી સમક્ષ રજૂ કરી મોક્ષનો માર્ગ સુલભ કરી આપે છે. સદ્ગુરુના અંતરમાં અખૂટ અનુકંપાનું ઝરણું વહેતું હોય છે. તેથી સંસ્કાર
CC
વિશ્વકલ્યાણની વાટે ક
અને સાચી સમજણ ગુરુ પાસેથી મળે છે. અધ્યાત્મજ્ઞાન અને જીવનનાં ઉચ્ચ મૂલ્યો ગુરુ દ્વારા સાંપડે છે. આપણી આર્યસંસ્કૃતિમાં ગુરુને પ્રભુના પ્રતિનિધિ અને ધર્મસંસ્કૃતિના સંરક્ષક, આધારસ્તંભ અને પોષક માનવામાં આવ્યા છે. સદ્વિદ્યા, બ્રહ્મવિદ્યા ને સદ્ગુણો ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય છે. નમ્રતા, સેવાભાવ, વિનય ને વિવેક એ બધું ગુરુકૂપાથી જ પ્રાપ્ત થાય છે.
દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણે તત્ત્વો પરમમંગલકારી છે. આ ત્રણ તત્ત્વો તારક છે, પરંતુ આમાં ગુરુનું મહત્ત્વ અવર્ણનીય છે. ત્રણેમાં ગુરુનું સ્થાન એટલા માટે ર્વોપરી છે કે દેવ અને ધર્મતત્ત્વની સમજણ કરાવનાર ગુરુ જ છે.
ગુરુ ભવ્ય જીવોને બોધ આપે છે. ગુરુનાં માર્ગદર્શન અને સદ્બોધનાં સ્પંદનો જ જ્ઞાનપ્રાગટચ માટે ઉપકારી છે. ગુરુથી જ સમ્યક્ પંચની પ્રાપ્તિ થાય છે. ગુરુથી જ સમસ્યાનું સમાધાન થાય છે. ગુરુની આરાધના તારે છે ને પાર ઉતારે છે. ગુરુરૂપી નાવમાં બેસીને જ સંસારસાગર તરી શકાય છે.
સંસારના સમુદ્રમાં તોફાન આવે અને જીવનનૌકા જ્યારે તેમાં અટવાઈ જાય ત્યારે ખૂબ પ્રયત્ન કરવા છતાં ખરાબે ચડેલી નાવ કિનારા તરફ જઈ શકતી નથી ત્યારે મૂંઝાયેલા શિષ્યના હૃદયમાંથી પોકાર ઊઠે છે -
“હું તો હલેસાં મારતો થાકી ગયો છું હે ગુરુ ! નાવિક બનીને આવજો આ જીવનનૈયા તારવા.''
સાચા હૃદયના આ પુકારથી ગુરુ અવશ્ય માર્ગ બતાવે છે.
ગુરુ કુંભાર જેવા છે. જેમ કુંભાર ઘડાનું ઘડતર કરે તેમ ગુરુ શિષ્યનું ઘડતર કરે છે. બહારથી ભલે ટપલા મારે, પણ અંદરથી મૃદુ હાથના સ્પર્શથી ઉષ્માભર્યો ટેકો આપે છે. કુંભાર જેમ વધારાની માટીથી ઘડાને સુંદર ઘાટ આપે છે, તેમ ગુરુ શિષ્યની ભૂલો, ઊણપ, ક્ષતિઓને દૂર કરી યોગ્યતા બક્ષે છે.
બહારથી ગુરુનું સખત કે કડક અનુશાસન હોય, પરંતુ અંદરથી શિષ્ય પ્રતિ દયાવાન ગુરુ મૃભાવ રાખે છે.
કબીર સાચું જ કહે છે :
‘યહ તન વિષ કી બેલડી ગુરુ અમૃત કી ખાણ શીશ દીયે જો ગુરુ મીલે તે ભી સસ્તા જાણ.'
૧૦૦
Page #55
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે મારા “હું તો વિષય-કષાયોના ઝેરથી ભરેલ છું. ગુરુ તો સગુણોની અમૃતખાણ છે. મસ્તક અર્પણ કરવાથી પણ જો ગુર મળે તો હું ન્યાલ થઈ જાઉં.'
ભારતીય સંતો, ભજનિકો અને દાર્શનિક કવિઓએ ગુમહિમાનાં ગીતો ગાયાં છે. રવિભાણ સંપ્રદાયના સંતો, મહાપંથી સંતો, પરબ પરંપરાના સંતો દાસી જીવણ, લક્ષીસાહેબ સ્વામિનારાયણ સંપ્રદાયના નિષ્કુળાનંદસ્વામી, શંકરાચાર્યની વિવેક ચૂડામણિ, કાશ્મીરની કવિ લલેશ્વરીની રચનાઓ, ગંગાસતી, હોથી, દેવાયત, ડુંગરપરી, નરસિંહ, મીરા, ધરમદાસ, સંતકવિ અખો, નાનકવાણી અને પ્રીતમદાસે ભરપૂર ગુરુગુણ ગાયા છે.
જૈન શ્રાવક કવિઓ અને જૈન આચાર્યોની રચનાઓ ગુરુગુણદર્શન કરાવે છે.
શ્રાવક કવિ ઋષભદાસ, પૂ. આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજી, આ. સમયસુંદર, યોગનિ થાર્ય બુદ્ધિસાગરજી, જ્ઞાનમિલસૂરિજીની સન્ઝાઈઓ, શ્રી ચિદાનંદજી, પાર્ધચંદ્રસૂરિ, કમલસુંદર ગણી ઉદયગિરિના યોગેશ્વર જગજીવનસ્વામી, મુનિ સંતબાલજી, પરમ દાર્શનિક જયંતમુનિએ પોતાની રચનાઓમાં ગુરુમહિમા ગાયો છે.
સાધનાના દરેક તબક્કામાં ગુરુ, શિષ્યો અને ભકિતના સહાયક બને છે. ગુરુ અહંકાર દૂર કરાવી પાત્રતા પ્રગટાવે છે. ગુરુ આપણા જીવનમાં વિનયધર્મનું આરોપણ કરે છે અને સાધના માટે લીધેલા સાધન અંગે માર્ગદર્શન આપે છે. ગુરઆજ્ઞાથી લીધેલ સાધનથી સાધ્ય સુધી પહોંચવામાં સરળતા રહે છે.
દાર્શનિક સંદર્ભે ગુરદક્ષિણા વિશે ચિંતન કરવા જેવું છે. શિષ્ય હદયમાં એવા ભાવ પ્રગટ કરવા જોઈએ કે, 'જે કાંઈ મને મળ્યું છે તે ગુરુકૃપાએ જ મળ્યું છે, માટે સર્વ ગુરુનું જ છે તો હું તેને ગુરુદક્ષિણા આપનાર કોણ? ગુરુને અર્પણ થયા પછી અહનું વિસર્જન થયું છે, મનનું મૃત્યુ થયું છે. આ જગતમાં આત્માથી શ્રેષ્ઠ કશું જ નથી અને મને આત્માનું દર્શન કરાવનાર તો ગુરુ જ છે જેથી આત્મા પણ તેનો જ છે તો હું ગુરુને શું આપી શકું? આમ લઘુતાભાવ પ્રગટ થાય તો જ શિષ્યત્વ આદર્શ બની શકે છે. ગુરુ, ભક્તિની પરાકાષ્ટારૂપ શ્રીમદ્જીની ગાથા દ્વારા આપણે આ વિષયનું સમાપન કરીશું.'
અહો અહો શ્રી સદ્ગુરુ કરુણા સિંધુ અપાર આ પામર પર તમે કર્યો અહો અહો ઉપકાર શું ગુરુ ચરણ કને ધરું આત્માથી સૌ હીન
- ૧૦૧
કાકા વિશ્વકલ્યાણની વાટે
તે તો ગુરુએ આપીયો વતું ચરણાધીન દેહ છતાં જે ની જ શા વર્તે દેહાતીત
તે જ્ઞાનીનાં ચરણમાં હો વંદન અગણિત. સંત દત્તાત્રેયે, પશુ-પંખી અને પ્રાણીઓમાં દેવી ગુણોની વિશિષ્ટતાનાં દર્શન કર્યા તો તેમણે એ બધાને ગુરુપદે સ્થાપી દીધાં. ધન્ય છે તેમની ગુણાનુરાગી દૃષ્ટિને
દતાત્રયેને માનવી, પ્રાણી અને પ્રકૃતિમાં જે સણો દેખાયા તેને તેમણે ગુર માન્યા. ધરતી, આકાશ, સમુદ્ર, વાયુ, અગ્નિ, ઈયળ, ચંદ્ર, સૂર્ય, અજગર, જલ, પતંગિયું, હાથી, મધપૂડો, હરણ, માછલી, ગણિકા, બાળક, કુંવારી કન્યા, લુહાર, સર્પ, મધમાખી, અને ક્તરો આમ આ ચોવીશ ગ્રઓ બતાવ્યા છે.
અખો, કબીર, મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદના ગરસંબંધી ચિંતનમાં એક સૂર પ્રગટે છે “તું તારો ગુરુ થા!" સદ્ગુરુની શોધ કરવા, ગુરુની પ્રાપ્તિ માટે તું જ સ્વયં તારો ગુરુ થઈને પુરુષાર્થ કર તો જ તને પુરુષની પ્રાપ્તિ થશે.
વ્યાસમુનિ-નારદ, ભીષ્મના ગુરુ પરશુરામ આરુણિ, ઉપમન્યુ, સત્યકામ જૈમિન, પરશુરામ, કર્ણ, ભગવાન મહાવીર-ગણધર ગૌતમ, વશિષ્ઠ-રામ, કૃષ્ણ-સાંદીપનિ, દ્રોણાચાર્ય-એકલવ્ય, રામાનંદસ્વામી, રામકૃષ્ણ-વિવેકાનંદ જેવા મહાન ગુરુ-શિષ્યનું પાવન સ્મરણ કરી સંસ્કૃતિના આધારસ્તંભ સમા સદ્ગુરુને વંદના !
૧૦૨
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૫
વિશ્વકલ્યાણની વાટે
દિવ્ય વૈશ્વિકબેંકનો ચેક
જૈનશાસ્ત્રોમાં અમરાવતીના શ્રેષ્ઠી સુમેદની એક સરસ ક્યા આવે છે, તેનો સાર નીચે પ્રમાણે છે :
અમરાવતી નગરીના સૌથી ધનાઢચ શેઠનું અવસાન થયું. તેઓ સુમેદના પિતા હતા. અંત્યેષ્ટિની ક્રિયામાં ભેગાં થયેલાં બધાં સગાં-વહાલાંઓએ વિદાય લી ધી. પછી શેઠના મુનિમે સુમેદ સમક્ષ આવીને બધો હિસાબ-કિતાબ રજૂ કર્યો. પિતાનાં ધન, દોલત, સંપિત્ત કેટલી છે તે જણાવી. પિતાનો કારભાર ક્યાં અને કેટલો વિસ્તૃત ફેલાયેલો છે, દેશમાં ક્યાં કેટલી પેઢીઓ છે, વેપાર-ધંધામાં કેટલું રોકાણ થયેલું છે તેની વિગતવાર સમજણ અને માહિતી આપી. ત્યાર પછી મુનિમ સુમેદને ભોંયરામાં લઈ ગયો. ભંડારો અને તિજોરીઓની ચાવીઓ સોંપતાં કહ્યું કે, હવે તમે આ બધી જ સંપત્તિના માલિક છો.
સુમેદે સઘળો હિસાબ-કિતાબ જોયો, ભંડારો અને તિજોરીઓ જોઈ, મૂલ્યવાન હીરા-માણેક, ધન-દોલત અને સર્પત્તિ જોઈ જેનું મૂલ્ય અબજો અને ખર્ચો રૂપિયાનું હતું. (એક ખર્વ = ૧૦ અબજ) આટલી અઢળક સંપત્તિ જોયા બાદ સુમેદને કશામાં મોહ, મમતા કે લોલુપતા ન દેખાઈ, તે જાણીને મુનિમને ખૂબ જ આશ્ચર્ય કે થયું. સુમેદ સામે નજર કરી તો એની આંખોમાંથી આંસુ ટપકતાં હતાં. એટલે મુનિમે પ્રશ્ન કર્યો, ‘તમે આટલી અબજો રૂપિયાની સંપત્તિના માલિક છો, વારસદાર છો. આપના પૂર્વજોની સંપત્તિ છે પછી તમે કેમ રડો છો ?'
૧૦૩
વિશ્વકલ્યાણની વાટે ક
સુમેદે મુનિમને કહ્યું, ‘મારે તમારી પાસેથી એક વાત સમજવાની છે. મારા વડદાદા મૃત્યુ પામ્યા. તેઓ પણ આ સંપિત્ત સાથે ન લઈ ગયા. મારા દાદા પણ આ સંપિત્ત અહીં જ છોડી ગયા અને મારા પિતાજી પણ આ સંપિત્ત તેમી સાથે ન લઈ ગયા. તમે હવે કોઈ યુક્તિ બતાવો કે મારા મૃત્યુ પછી આ બધી સંપત્તિ મારી સાથે લઈ જવા માગું છું, તેને અહીં છોડી જવા નથી માગતો. કાલ સવાર સુધી કોઈ ઉપાય શોધી મને બતાવજો. કદાચ મારું મૃત્યુ પણ થાય પછી. આ સંપત્તિ મૃત્યુ પછી સાથે ન લઈ જઈશ કે ન મારાં સંતાનો તેમના મૃત્યુ બાદ આ સંપત્તિ સાથે લઈ જઈ શકશે. હવે હું આ સંપત્તિનો નિકાલ કરી દેવા માગું છું.'
મુનિમે સુમેદને જવાબ આપ્યો, ‘શેઠશ્રી, આવું તો કદી બન્યું જ નથી અને બનવાનું પણ નથી. કોઈ મૃત્યુ બાદ સાથે સંપત્તિ લઈને ગયું જ નથી !'
આખરે સુમેદે યુક્તિ શોધી લીધી. યુક્તિ હતી સંપત્તિનું દાન કરી સંસાર ત્યાગવાની. તેણે મુનિમને યુક્તિ જણાવી. યુક્તિ જણાવવાની ક્ષણે જ તેણે આ સઘળી સંપત્તિનું દાન કરી દીધું અને સંયમના માર્ગે જવા સઘળું ત્યાગી દીધું. પુણ્ય નામની દિવ્ય વૈશ્વિક કોસ્મિક બૅંકનો ટ્રાવેલર્સ ચેક ભવોભવ સાથે રહે છે.
૧૦૪
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૬
વિશ્વકલ્યાણની વાટે
વૃક્ષોના રક્ષણ માટે શહાદતની કથા
સૃષ્ટિની સમગ્ર પ્રકૃતિ તાલબદ્ધ ચાલી રહી છે. સૃષ્ટિના તમામ પદાર્થો માનવી માટે જ સર્જાયા છે, આવા ખોટા ખયાલને કારણે ઉપભોક્તાવાદનો જન્મ થયો. ઉપભોક્તા સંસ્કૃતિના ઉદયે માનવીની જરૂરિયાતો વધારી તેથી ઉત્પાદન વધારવાની જરૂર પડી. વૈજ્ઞાનિક શોધોનો વિવેકહીન ઉપયોગ અસંયમ અને કુદરતી સાધનોના શોષણ દ્વારા માનવીએ પ્રકૃતિ પર આક્રમણ કર્યું.
પર્યાવરણના સંદર્ભે અહિંસા વિશે વિચારણા કરતાં જણાશે કે ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ દરેકમાં જીવ છે એમ જણાવેલ. આ દરેકને સ્વતંત્ર સત્તા છે. તેઓ કોઈકના માટે નથી બન્યાં. આ પાંચ તત્ત્વોમાં સ્થિર રહેનારા જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરી હિંસાથી બચવા કહ્યું. જલ (પાણી), વાયુ, માટી (પૃથ્વી), ઉષ્ણતા (પ્રકાશ) અને પ્રાણીઓ આ તમામ મળીને પર્યાવરણ અથવા વાતાવરણ રચે છે. આ તમામ ઘટકોનું પરસ્પર સંતુલન ન જળવાય તો પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. જનજીવન પર પર્યાવરણ સંકટ આવી પડે છે. વળી વૈશ્વિક તાપમાનને સંતુલિત કરવામાં વૃક્ષોનું ઊંચું યોગદાન છે.
પર્યાવરણની રક્ષા માટે અને જનજીવન માટે વૃક્ષો ઉપયોગી છે. વૃક્ષો ફળ અને છાંયડો આપે છે. સંતો વૃક્ષમંદિરો રચવાની વાતો કરે છે. તો વૃક્ષપ્રેમીઓ સ્મૃતિવન દ્વારા પર્વના દિવસોએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજે છે. વિશ્નોઈ ધર્મગુરુ શ્રી જાંભેશ્વરજી મહારાજ તો કહેતા કે (સર સાઠે ડંખ બચે તો ભી સસ્તો જાન) શિર
૧૦૫
વિશ્વકલ્યાણની વાટે ક
સાટે પણ વૃક્ષની રક્ષા કરવાનો, વૃક્ષને બચાવવાનો પ્રસંગ આવે તો વૃક્ષની કિંમત કરતાં મસ્તક સસ્તું છે એમ ગણવું તે જ ખરો ધર્મ છે.
શાયત ધર્મ દ્વારા અચલચંદજી કહે છે કે આ ગુરુજીનો ઉપદેશ ચરિતાર્થ કરતી એક ઘટના રાજસ્થાનના જોધપુર જિલ્લામાં બની ગઈ.
વિક્રમ સંવત ૧૭૮૭, ઈ.સ. ૧૭૩૦, ખેજડલી ગામમાં જોધપુર નરેશના આદેશથી ખીજડા (ખેજડી)નાં વૃક્ષો કાપવા કઠિયારાઓ આવ્યા. શ્રીમતી અમૃતાદેવીના નેતૃત્વમાં તેનો સખત વિરોધ કરવામાં આવ્યો.
કઠિયારાઓ-વૃક્ષહત્યારાઓની કુહાડીથી વૃક્ષને બચાવવા અમૃતાદેવી ખેજડીના વૃક્ષને બન્ને ભૂજાઓ પહોળી કરી વીંટળાઈ વળી અને તેણે પોતાની ડોક પર કુહાડીનો પ્રહાર ઝીલી લીધો. લોહીથી લથબથ બની અને વૃક્ષની રક્ષા કરવા શહીદ થઈ ગઈ.
શ્રીમતી અમૃતાદેવીની પુત્રીઓ, પડોશી આસીબાઈ, રત્નીબાઈ, ઈમરતીબાઈ, સીમાબાઈ, ભાગુબાઈ સહિત એકએક વીરાંગનાએ શહાદત વહોરી. શ્રીમતી અમૃતાદેવીના પતિ રામોજી સહિત ઘણા લોકો શહીદ થયા. એક વ્યક્તિની ગરદન પર કુહાડો પડતાં ધડથી મસ્તક અલગ થતું તો બીજી વ્યક્તિ નીડરતાથી શહાદતને આમંત્રણ આપતી. આમ ૩૬૩ લોકો શહીદ બન્યા. લોહીની નદી વહી. રાજાના કઠિયારા હરકારોના હાથ રક્તરંજિત બની કાંપી ઊઠચા. હથિયારવિહીન ‘નિહત્યા’ લોકોનો વૃક્ષપ્રેમ જોઈ તેમના આવા અપ્રતિમ અને ભવ્ય બલિદાન જોઈ રાજા પાસે જઈ ઘટનાની વાત કહી.
લોકોનો અહિંસા-પર્યાવરણ અને વૃક્ષો પ્રત્યેનો પ્રેમ જોઈ નરેશે વિશ્નોઈ ગામોમાં વૃક્ષો કાપવા પર અને શિકાર કરવા પર પ્રતિબંધ જાહેર કર્યો. શ્રીમતી અમૃતાદેવીના નેતૃત્વમાં વૃક્ષની રક્ષા માટે સ્ત્રીઓ દ્વારા દેવાયેલાં આ બલિદાન પર્યાવરણ અને વૃક્ષપ્રેમી માટે એક અનેરા ઉદાહરણરૂપ છે.
રાજ્ય સરકાર શ્રીમતી અમૃતાદેવીની સ્મૃતિમાં દર વર્ષે પર્યાવરણ પુરસ્કાર આપે છે, એટલું જ નહીં, પરંતુ ખેજડીને રાજ્યવૃક્ષ ઘોષિત કર્યું છે.
સંવત ૧૭૮૭ની ભાદરવા સુદ દશમના બનેલી આ ઘટનાની સ્મૃતિને જીવંત રાખવા અને વૃક્ષપ્રેમીઓની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા આ સ્થળે એક મેળો ભરાય છે, જેની સામે એક મેદાન છે. દુ:ખની વાત એ છે કે ત્યાં વૃક્ષો બહુ જ ઓછાં છે. જે વૃક્ષો છે તેની સંભાળ પણ ઓછી લેવાય છે. શહીદોના નામની કોઈ ખાંભી પણ નથી. એ સ્થળ પર ૩૬૩ ખેજડી વૃક્ષ ઉગાડી વૃક્ષમંદિર બનાવવું જોઈએ અને તમામ શહીદોનાં નામની તકતી મૂકી સ્થળને રાષ્ટ્રીય સ્મારક બનાવવું જોઈએ જેથી પર્યાવરણ અને વૃક્ષપ્રેમીઓ માટે તે સ્થળ તીર્થ બની શકે અને તે દિવસ વૃક્ષારોપણનો પાવન દિવસ બની શકે.
૧૦૬
Page #58
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે ચાલ, ઝાડની ખબર કાઢવા કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. એક કુહાડી કયાંક ઊઠી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. પાનખરે જે પંખીઓ એ, ઝાડને હિંમત આપી’તી, એ પંખીઓની હામ ખૂટી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. ડાળ તૂટી ને કેટકેટલાં પંખીનાં ઘર તૂટી ગયાં; કો’કે શું મિરાત લૂંટી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. ઝાડ કુહાડીલાયક હો, તો માણસ શેને લાયક ? તરણાંઓમાં વાત ફૂટી છે,
ચાલ, ઝાડની ખબર કાઢવા. આચાર્ય પ્રધુમ્નસૂરિનું આ કાવ્યનું સુંદર રસદર્શન ચિંતનપ્રેરક છે. દૃશ્ય ભલે એક હોય, પરંતુ તેનું દર્શન તો વ્યક્તિએ વ્યક્તિએ નોખું જ રહેવાનું અને તેમાં પણ કવિનું દર્શન તો લોકોત્તર જ રહેવાનું. કવિ માત્ર આંખથી નથી જોતા; તેની નજરનો મહિમા છે.
જુઓ, આ વાત તો ક્યાં નવી છે ! જંગલમાં એક ઝાડનું તૂટવું, તે તો રોજની ઘટના છે. જેની નોંધ પણ ન લેવાય એવી સાદી ઘટના છે. એ સામાન્ય લાગતી ઘટનાને ઉઠાવીને કવિ કોનીકોની સાથે જોડે છે તેનું જ મહત્ત્વ છે.
- લોકમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સ્વર્ગવાસી થાય ત્યારે વૃક્ષને યાદ કરવામાં આવે છે. ભાયાણીસાહેબ સ્વર્ગવાસી થયા ત્યારે ઘણાએ હૃદયમાં જે અનુભવ્યું હતું તે શબ્દમાં અવતરિત કર્યું હતું: ‘એક ધીંગો વડ ધરાશાયી થઈ ગયો, જેની ઓથે કેટકેટલા માળા બંધાયા હતા તે બધા વીંખાઈ ગયા '. આમ વ્યક્તિથી વૃક્ષ સૂઝે છે. અહીં વૃક્ષથી વ્યક્તિ સુધી જવાનું છે.
- ૧૦૭
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ
ગીતરચનામાં કવિ મુકેશ જોષીની હથોટી સારી જામી છે. આ કાવ્યમાં એ સહજ જોવા મળે છે. જેની ડાળ તૂટી છે, તેવા કોઈ ઝાડની ખબર કાઢવાની વાત છે.
ગુજરાતી ભાષાની ખૂબી અહીં છે. શબ્દવ્યંજનામાં તો તે મેદાન સર કરે છે. શબ્દો સાદા પણ અર્થચ્છાયા અજબની ! ઝાડની ખબર એટલે પરિવારની ખબર કાઢવાની વાત છે.
ડાળ તૂટવામાં કારણ છે કોઈ કુહાડી - કોઈ આપત્તિ ! કોઈ અપેક્ષા ! કુહાડીની સાથે ક્રિયાપદ જોડાયું છે ‘ઊઠી છે'. આપણે ત્યાં “સોળ ઉઠ્યા છે' એવો પ્રયોગ પ્રચલિત છે. અહીં ‘એક કુહાડી ક્યાંક ઊઠી છે'. ડાળને તોડવામાં નિમિત્ત બનેલી કુહાડી છે એ સહાનુભૂતિપ્રેરક છે. હવે ડાળની ખબર કાઢવાનું કારણ માત્ર એ ડાળ છે એમ નથી. એ ડાળે તો કેટકેટલાના પવન પડી ગયેલા દુ:ખદ દિવસો સાચવી જાણ્યા છે. પાનખરના લાંબા લાગે એવા દિવસોમાં, ફરી વસંત આવશે, પડેલાં પાન નવાં થઈ શણગારાશે - એમ હિંમત આપી પંખીઓની જમાતને રાજી કરી હતી તે બધાંની હામ જવા બેઠી છે. એની ખબર કાઢી આવીએ.
ડાળ તૂટવા માત્રથી વૃક્ષનો વિયોગ છે એમ નથી. ત્યાં અખૂટ પ્રીતિપૂર્વક પોતાની મોંઘેરી મૂડી જેવાં ઘર બાંધ્યાં હતાં. હંફ અને સલામતી આપતાં, મોટી મિરાત સમા એ ઘર ભાંગ્યાં છે. ચાલ, આપણે તેની ખબર કાઢીએ અને શ્રદ્ધાનું ભાતું બાંધીએ; વિશ્વાસના દીવામાં ઘી પૂરીએ.
છેલ્લે વેદનાનીતરતા શબ્દો છે : ઝાડ જો કુહાડીને લાયક છે તો માણસ શેને લાયક છે ? મોટા માણસોમાં નહીં, નાનાં તરણાંઓમાં આ વાત ચર્ચાય છે !' ‘તરણાંઓમાં વાત ફૂટી છે'. - રોજિંદા વ્યવહારમાં ‘વાત ફૂટી ગઈ એ પ્રયોગથી તદ્દન ભિન્ન અર્થમાં આ પંક્તિ રચાઈ છે.
એક સારા વિવેચકનું એવા મતલબનું વાક્ય છે : 'કવિનો શબ્દ પ્રતિભાદત્ત છે કે પ્રયાસદત્ત છે તેની કસોટી આ છે કે, કાવ્યાત્મક રીતે પ્રયોજાયેલો હોય તે શબ્દ, એ પંક્તિમાં અને એ પંક્તિ એ કૃતિમાં ઓગળી જવા જોઈએ. જો એમ થાય તો જ એ શબ્દ પ્રતિભાદત્ત ગણાય, અન્યથા એ શબ્દ કરામતનો દીધેલો છે.
અહીં ‘તરણાંઓમાં વાત ફૂટી છે એ પંક્તિ ગીતમાં બરાબર ઓગળી ગઈ છે. આ ગીતની વ્યંજના માણવી ગમે એવી છે. મમળાવતા રહીએ એવી છે.
ફરી એકવાર આ ગીતનું ગાન કરી જુઓ. શબ્દના પડઘા તરંગની જેમ આવર્તન પામશે.
૧૦૮ '
Page #59
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
નિર્લેપી દશા
હરણી હાંફતી હતી. તેની વેદના જોઈ સાધુની વ્યાકુળતા વધી. આંખને ખૂણેથી ટપકતાં એક અશ્રુબિંદુ સાથે હરણીને ઉપાડી તપોવનના આમ્રકુંજની છાયામાં સુવાડી શીતળ જળનો છંટકાવ કર્યો. થોડી વારમાં એ શાંત થઈ. તેને શાતા વળતા સંતની ઉદાસી દૂર થઈ. જાણે ઉપવનની સમગ્ર પ્રકૃતિમાં પ્રસન્નતાનાં સ્ફલિંગો ફૂટ્યાં. એક છોડ સુકાયેલો જોતાં જ સંતની કરુણ દૃષ્ટિમાં ભરતી ચડે તો આ તો નાનેથી ઊછરેલી વર્ષોની નિર્દોષ સાથી હરણી.
શિષ્ય આવી ગુરુજીને પ્રણામ કરી કહ્યું કે, “આજે અમે નિર્લેપી રાજાને ત્યાંથી ભિક્ષા લઈને આવ્યા છીએ.” ગુર કહે, “નિર્લેપી રાજા ?” “હા ગુરદેવ, એનું સાચું નામ તો અમે નથી જાણતા પણ લોકો એને નિર્લેપી રાજ કહીને માનથી સંબોધે છે." ગમે તેવી પરિસ્થિતિમાં એની નિર્લેપી દશા ટકેલી જોઈ લોકો તેની અભિવંદના કરે છે.
ગુરુ વિચારે છે, રાજા અને નિર્લેપી દશા ? શક્ય નથી લાગતું. કઠિન વાત છે. ગરજીને જિજ્ઞાસા જાગી. રાજાની નિર્લેપી દશા કેવી હશે. શિષ્યને કહે કે તમે જાઓ અને રાજાને કહો કે અમારા ગુરુદેવની ઇચ્છા છે કે આપનો રાજકુમાર અમારા તપોવનમાં ત્રણ દિવસ માટે રોકાવા આવે.
શિષ્ય રાજાને ગુરુજીના આમંત્રણની વાત કરી. રાજાએ સંતના આમંત્રણનો સ્વીકાર કરી રાજકુમારને મોકલ્યો. રાજકુમાર ત્રણ દિવસ ગુરુકુળ તપોવનમાં રહે છે. ચોથે દિવસે વહેલી સવારે
૧૦૯
કાકા વિશ્વકલ્યાણની વાટે ગ્રદેવ એક શિષ્યને એક સંદેશ સાથે નિર્લેપી રાજાના મહેલમાં મોકલે છે.
મહેલમાં પ્રવેશતાં જ દાસી વંદન કરી સંતનું સ્વાગત કરે છે.
સંત કહે છે, મને રાજકુમારના ખંડ તરફ લઈ જાઓ, મારે રાણીને એક દુ:ખદ સમાચાર આપવાના છે કે તેના પતિ કુંવરનું અમારા આશ્રમમાં મૃત્યુ થયું છે.
ઓહો ! બસ, રાજકુંવરનો અમારા સાથેનો શણાનુબંધ આમ અચાનક પૂરો થયો. એમને પરમશાંતિ મળો. દાસી સ્વસ્થતાપૂર્વક સંતને કહે છે.
અને દાસી સંતને યુવાન રાણીના ખંડ તરફ લઈ જાય છે. સંત દાસીની સ્વસ્થતા અને શબ્દોથી આશ્ચર્ય અનુભવે છે.
સગર્ભા રાણી સંતના ચરણસ્પર્શ કરી અભિવંદના કરવા એક કદમ આગળ ભરે છે. ત્યારે સંત કહે છે, “તમે ધનરાણી છો, વાંકાં ન વળશો. માત્ર ઊભાં રહીને જ વંદનવિધિ કરો." રાણીએ ભાવપૂર્વક પ્રણામ કરતાં સંતે રાણી અને તેની ગર્ભસંપદાને કલ્યાણમય - મંગળમય જીવન માટે આશીર્વચન આપતાં કહ્યું કે, વિપદાને સહન કરવાનું પ્રભુ તમને બળ આપે. મારા ગુરુજીએ આપેલ સંદેશ કહેતાં મને દુઃખ થાય છે કે આજે મોડી રાત્રિએ આપનું સૌભાગ્ય ચૂંટવાઈ ગયું છે. આપના પતિ રાજકુમાર આમારા તપોવન આશ્રમમાં કાળનો કોળિયો બની ગયા છે. મને રાણીબાના આવાસ તરફ લઈ જાઓ, મારે ગુરઆજ્ઞા પ્રમાણે તેમને સ્વયં આ દુ:ખદ સમાચાર આપવા છે. જરાય વિચલિત થયા વિના રાણી કહે છે, આપ અહીં બેસો, જલ ગ્રહણ કરી વિશ્રામ કરો. બા પૂજાખંડમાંથી થોડી વારમાં જ બહાર આવશે.
સંત કહે છે, આપનાં દુઃખ અને વેદનાની ભયંકરતા હું જાણું છું.
‘‘દવ, ગુરુ અને ધર્મના પ્રતાપે હું સંસારની વિચિત્રતાને જાણું છું. વળી કર્મની વિચિત્ર લીલાનો પાર આપણે પામી શક્તા નથી. આયુષ્યનો કોઈ ભરોસો નથી. એ આયુષ્યકર્મ તો કાચા સુતરના તાંતણા જેવું છે. તે ઓચિંતો ક્યારે તૂટે તે કોઈ જાણી શકતું નથી. તેમનું જીવનજળ ખૂટે તો અમારા પ્રસન્ન દામ્પત્યનો અમૃતકુંભ રિક્ત બની જાય, પરંતુ રાજકુમારનો પવિત્ર અંશ મારા ઉદરમાં ઉદયમાન થતાં વિકસિત થઈ રહ્યો છે અને મને શાતા અને શાંતિ આપી રહ્યો છે. મને શ્રદ્ધા છે કે એમનો આત્મા વર્તમાને સંતાપરહિત પ્રસન્નતાનો અધિકારી છે. રાણીએ દૃઢતાપૂર્વક પોતાની વાત રજૂ કરી.
એટલામાં દાસી કહે છે કે, રાણીબા પૂજાખંડમાંથી બહાર આવી આપની પ્રતીક્ષા કરી રહ્યાં છે.
૧૧૦ '
Page #60
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે રાણીબાએ સંતના ચરણસ્પર્શ કરી અને અભિવંદના કરી. સંત કહે છે કે રાણીબા, મારા ગુરુજીનો સંદેશ લઈને હું આવ્યો છું. ગુરુજીએ કહ્યું છે કે, “શું કુબુદ્ધિ સૂઝી કે મેં આપના એકના એક લાડીલા કુંવરને ગુફળ બોલાવ્યા. મને કહેતાં દુ:ખ થાય છે કે આજે મોડી રાત્રે ગોજારા આશ્રમે કુંવરને ભરખી લીધો.'
રાણી કહે છે, “આહો ! આપણા ગુરજી તો #ણાવંત છે, પરંતુ હંમેશાં મિલન આનંદદાયક અને વિરહ દુ:ખદાયક હોય છે, પરંતુ જ્યાં મિલન છે ત્યાં વિરહ નિશ્ચિત જ છે, તે નિયતિ છે, સંસારનો ક્રમ છે.”
“ધર્મનો આધાર સ્વભાવ પર છે. જીવનમાં એક તરફ સંયોગ અને બીજી તરફ સ્વભાવ છે. બન્ને એક સમયે આવે છે ત્યારે દૃષ્ટિ કોના પર પડે છે તેના પર ધર્મનો આધાર છે. સંયોગ પર દૃષ્ટિ છે તો અધર્મ થાય છે અને સ્વભાવ પર દૃષ્ટિ છે તો ધર્મ થાય છે. દ્રવ્ય આત્મા સ્વભાવ છે, બાકી બધાં જ પરદ્રવ્યો છે.”
“હે સંત પુરપ ! આપ તો જ્ઞાની ગુરજીના શિષ્ય છો, નિમિત્ત અને સંયોગ પર આપણે દૃષ્ટિ શું કામ પાડીએ ?'
રાજકુમારને ગુરુકુળમાં આવવાનું નિમંત્રણ અને ગુરુકુળનો આશ્રમ એ તો નિમિત્ત માત્ર છે. આ ઘટનામાં નિમિત્ત કે સંયોગને કેમ દોષ દઈએ ? ઘટનાનું કારણ તો કર્મોદય છે. અહીં શરીરનો સ્વભાવ માત્ર વિયોગનું કારણ છે. સંયોગ પર સ્વભાવનો વિજય થતાં જ ધર્મ આત્મસાત થશે. રાણીબાએ હૃદયના ભાવો વ્યક્ત કર્યા."
સંતે કહ્યું, આપણે રાજાજી પાસે જઈએ. એટલામાં દાસી કહે છે કે સ્વયં રાજાજી આપનાં દર્શને અહીં પધારી રહ્યા છે.
જાણે મંથર ગતિએ ચાલતી ધીરગંભીર પ્રતિભાનું પદાર્પણ થયું. મુગટ અને આભૂષણો ઉતારી રાજાએ સંતનાં પુનિત ચરણનો સ્પર્શ કરી ભાવપૂર્વક વંદન કર્યા અને કહ્યું કે, આટલી વહેલી સવારે આપના આગમનનું કારણ શું? ગુરુવરનું સ્વાથ્ય તો સારું છે ને ? સૌ ક્ષેમકુશળ છો ને ? - સંતે કહ્યું, “આજે મોડી રાતે આપના રાજકુમારનું આશ્રમમાં અકાળ અવસાન થયું છે, તે સમાચાર માટે ગુરુજીએ મને મોકલ્યો છે. આ આકસ્મિક દુ:ખદ ઘટનાથી બધા આશ્રમવાસીઓ, ગુરુકુળના વિદ્યાર્થીઓ શોકમાં ડૂબી ગયા છે.”
“હું કલ્યાણ મિત્ર સંત, આપણે તો જીવનની દરેક ક્ષણમાં શોકરહિત જીવવાનું છે, તો જ આપણે અ-શોક બની શકીશું.”
૧૧૧
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ
વળી રાજકુમાર મૃત્યુ કેમ પામે ? હા, એ જરૂર મુક્તિપંથની યાત્રાએ જઈ શકે. મુક્તિ એટલે અમરત્વ. મુક્તિપ્રાપ્તિની પ્રક્રિયા ધર્મ દ્વારા જ થઈ શકે. કર્મોનું બંધન આત્માને જ છે. સંબંધો કે સંપત્તિ દુ:ખનું કારણ ત્યારે જ બને કે જ્યારે તેમાં આસક્તિ હોય. આ આસક્તિને કારણે જ તેનો વિરહ આપણામાં વેદનારૂપે પરિણમે. જેટલી તેમાં નિર્લેપી દશા તેટલું દુઃખ ઓછું. આ આસક્તિ અને કર્મોથી લેપાયેલા આત્માને મુક્ત કરવાનો છે. નોકષાય કષાય ભાવો જ મૃત્યુ છે. અન્યનું મૃત્યુ જોઈને આપણે માની લઈએ છીએ કે એક દિવસ આપણું પણ મૃત્યુ ચોક્કસ થવાનું છે. આમ મરણને આપણે આપણો સ્વભાવ માની લઈએ છીએ, પરંતુ હકીકતમાં જોઈએ તો મરવાનો સ્વભાવ તો આત્માને વળગેલા શરીરનો છે. ધર્મ એ સમજાવે છે કે શરીર અને આત્મા ભિન્ન છે. દેહ આપણો પોતાનો કઈ રીતે હોઈ શકે ? માટે અહીં મૃત્યુના અનુસંધાનને તોડવાની વાત કરી છે. મૃત્યુનું સ્વાગત કરવું હોય તો આત્માના અમરત્વના સ્વભાવ સાથે જીવવું પડશે.
આપણે જે જગત જોઈએ છીએ તે જગતમાં મૃત્યુ એટલે શરીરથી આત્માનું અગલ થવું. દેહમાંથી જીવનું ચાલ્યા જવું એટલે મૃત્યુ. દાર્શનિક દૃષ્ટા મૃત્યુને ભિન્ન રીતે ઓળખાવે છે. ઘડીકમાં રાજી અને ઘડીકમાં નારાજી, આજે આશા કાલે નિરાશા, કોઈ પળે શુભ ભાવ તો કેટલીક ક્ષણો પછી કષાય ભાવો, વિચારોના ચઢાવ-ઉતાર, મનની ચંચળતા, વિહ્વળતા અને ભાવોની જે અનિત્યતા છે તે ક્ષણેક્ષણે ભાવમરણ છે. અધ્યાત્મ ક્ષેત્રે તો તેને જ મૃત્યુ ગણવામાં આવે છે. નિર્લેપી દશા અને અનાસક્તિના માર્ગે જ મુક્તિની યાત્રા કરી શકાય.” રાજાએ મૃત્યચિંતન રજૂ કર્યું.
રાજકુમાર તો આ મહેલનો અતિથિ હતો. મહેમાન આવી અને ચાલ્યા ગયા. તેનાં મરણોની મધુરતા આપણા જીવનને સભર કરશે. હા ! વિરહમાં ઉદાસીનભાવ અને મિલનમાં પ્રસન્નતા એ સંસારનો વ્યવહાર ક્રમ છે, પરંતુ નિશ્ચયદૃષ્ટિમાં સમભાવ જ આપણને મુક્તિપંથના પ્રવાસી બનાવી શકે.
એટલામાં ગુરૂદેવ રાજકુમાર સાથે મહેલમાં પ્રવેશે છે. હા, રાજકુમાર જીવિત છે. બધા સાનંદાશ્ચર્ય રાજકુમારને નિહાળે છે.
શિષ્યએ ગુરજીને રાજમહેલમાં થયેલા સંવાદનું વૃત્તાંત કહ્યું.
આપને આશ્ચર્ય થશે કે આવા આઘાતજનક અને અસત્ય વચનો મારા શિષ્યએ આપને કેમ કહ્યાં ? આ હતી આપની નિર્લેપ દશાની કસોટી. ગુરુજીએ કહ્યું.
' ૧૧૨
Page #61
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે કામ
વિશ્વકલ્યાણની વાટે આપની દાસીનાં સ્વસ્થતાપૂર્વક વચનોને કારણે એ કસોટી કરવા આગળ વધ્યા જો દાસીમાં આવાં ગુણ-જ્ઞાન હોય તો પાણીમાં કેટલાં હશે. સંતે કહ્યું.
આપ સૌની નિર્લેપી, અનાસક્ત અને સમભાવયુક્ત દશા સાચા અર્થમાં ધર્મ પામ્યાં છો તેની પ્રતીતિ કરાવે છે. આશ્રમની એક હરણી બીમાર પડે તો અમે સંતો વ્યાકુળ થઈ જઈએ છીએ, ભયંકરમાં ભયંકર જીવનની ક્ષણોમાં પણ આપની નિરાળ દશા, આપની નિર્લેપી અવસ્થાની પ્રતીતિ કરાવે છે.
આપના નામમાં ગુણોનો ભંડાર છે. યથા નામ તથા ગુણ તેવા આપે “નિર્લેપી રાજા” એ નામને ચરિતાર્થ કર્યું છે, તેમ કહી રાજકુમાર સહિત નિર્લેપી રાજાના સમગ્ર પરિવારને ગુદેવે આશીર્વાદ આપી વિદાય લીધી.
આત્મસુધારણાના અમૂલ્ય દસ્તાવેજ
ધર્મ, જીવનનો ધબકાર છે. માનવજીવનમાં ધર્મ તાણાવાણાની જેમ વણાઈ ગયેલ છે. વ્યક્તિ કોઈ પણ ધર્મનું અનુસરણ કે પાલન કરતી હોય, પરંતુ તે ધર્મના ધર્મગ્રંથ તેના જીવનને સાચી દિશા આપે છે. સદાચારમય જીવન જીવવામાં અને આત્મોત્થાન માટે તે પ્રેરક બને છે.
ખ્રિસ્તી ધર્મનો મુખ્ય ધર્મગ્રંથ બાઇબલ છે, બૌદ્ધ ધર્મનો ત્રિપિટક, હિન્દુ-સનાતન ધર્મનો ધર્મગ્રંથ ગીતા છે, ઇસ્લામનો કુરાન, શીખ ધર્મનો ગ્રંથસાહેબ, પારસીનો અવસ્થા, કૉશિયસનો ક્લાસિક, તાઓનો લાઓત્સએ આપેલ પ્રવચનો, શિન્તો, અનાદિધર્મનો. કો-જી-કી અને નીહોન-ગી, યહુદીનો જૂનો કરાર, જૈન ધર્મના ધર્મગ્રંથોમાં કલ્પસૂત્ર અને તત્ત્વાર્થ સૂત્રને ઘણા વિદ્વાનોએ માન્યતા આપી છે, પરંતુ જૈન ધર્મના મૂળ અને મુખ્ય ધર્મગ્રંથ તો ભગવાન મહાવીરના ઉપદેશથ આગમો છે.
| બાઇબલ, કુરાન, ત્રિપિટક જેવા ધર્મગ્રંથો વિશ્વની વિવિધ ભાષાઓમાં અનુવાદ થઈ પ્રગટ થયા છે. કોલકાતાની એશિયાટિક સોસાયટીના કહેવાથી ચાર્લ્સ વિલ્કીન્સ હિન્દુ સનાતન ધર્મના પવિત્ર ગ્રંથ ગીતાનું ૧૭૮૫માં ઇંગ્લિશ ભાષામાં ટ્રાન્સલેશન કરેલું. આમ વિશ્વના અનેક ધર્મોના ધર્મગ્રંથો વિવિધ ભાષામાં સુલભ હોવાથી લોકોના પરિચિત બન્યા.
જૈન ધર્મના આગમ ગ્રંથોનો આવો પ્રચાર થયો નથી. તેના કારણમાં કેટલાક આચાર્યોનું માનવું છે કે આગમ ગ્રંથો વાંચવા માટે બધા અધિકારી નથી, કારણકે તેનું
' ૧૧૪
૧૧૩
Page #62
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે બરાબર અર્થઘટન ન સમજે તો તે અહિતકારી બને. વળી આ મૂળ ગ્રંથો અર્થમાગધીપ્રાકૃત ભાષામાં લખાયેલા હોવાથી તેના પારિભાષિક શબ્દોનો અનુવાદ ઘણો મુશ્કેલ છે, પરંતુ હવે ઘણા વિદ્વાનો અને સંતો દ્વારા તેના પ્રચારના પ્રયત્નો થઈ રહ્યા છે.
પ્રબુદ્ધ કરુણાના કરનારા ભગવાન મહાવીર ઉપૂનેઈવા, વિગઈવા અને ધુવેઈવા આ ત્રિપદી દ્વારા દેશના આપી. ગણધર ભગવંતો દ્વારા આ ઉપદેશ આપણને આગમરૂપે મળ્યો.
| દેવો, મનુષ્યો અને તિર્યંચો સમવસરણમાં ભગવાન મહાવીરની પાવન વાણી ઝીલવા આસનસ્થ થઈ જાય છે. ભગવાન માલકૌંસ રાગમાં પોતાની દેશના પ્રવાહિત કરે છે ને સૌ જીવો પોતપોતાની ભાષામાં તે સમજે છે.
જેનું ઉપાદાન ઉત્કૃષ્ટ છે અને જેની ગણધર થવાની પાત્રતા છે, ભગવાનના શ્રીમુખેથી ત્રિપદી સાંભળતાં આ ભવ્ય જીવોના કચક પ્રદેશો ખૂલે છે. જ્ઞાનાવરણીય કર્મનો અદભુત ક્ષયોપશમ થતાં તેમના અંતરમનમાં સહજ રીતે દ્વાદશાંગીની રચના થઈ જાય છે અને આ રીતે ભગવાન મહાવીરના ઉપદેશનો અમૂલ્ય વારસો આપણને મળે છે.
પૂ. શ્રી દેવર્લીગણીને અનુભૂતિ થઈ કે કાળક્રમે માનવીની સ્મૃતિશક્તિ ઓછી થતી જાય છે, જેથી પૂજ્યશ્રીએ ભગવાન મહાવીરનો આ દિવ્ય વારસો જળવાઈ રહે તે માટે વલ્લભીપુરમાં ૫૦૦ સાધુમહાત્માઓના સહયોગથી સતત ૧૩ વર્ષના પુરુષાર્થથી લેખનકાર્ય દ્વારા આ વારસો લિપિબદ્ધ કર્યો.
પૂર્વાચાર્યોએ શ્રમણ સંસ્કૃતિની જ્ઞાનધારા ગતિમાન રાખવા માટે સમયે સમયે આગમોનું સંપાદન, સંશોધન, સંવર્ધન અને સંકલન કરી અદ્દભુત યોગદાન આપ્યું છે.
સમગ્ર માનવજાતના કલ્યાણને માટેની હિતચિંતા, અકારણ કરુણાના કરનારા પ્રભુ મહાવીરને સતત દેશના આપવા પ્રેરે છે. તેને કારણે માત્ર જૈન સાહિત્યને જ નહિ, પરંતુ વિશ્વના દર્શન સાહિત્યને એક અમૂલ્ય ભેટ મળે છે.
આગમનું ચિંતન, સ્વાધ્યાય અને પરિશીલન અજ્ઞાનનાં અંધારાં દૂર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. જૈન તત્ત્વજ્ઞાન, આચારશાસ્ત્ર તથા વિચારદર્શનના સુભગ સમન્વય સાથે સંતુલિત તેમ જ માર્મિક વિવેચન આગમમાં છે. તેથી તેને જૈન પરંપરાનું જીવનદર્શન કહી શકાય.
- પાપવૃત્તિ અને કર્મબંધનમાંથી મુક્ત થઈને પંચમગતિનાં શાશ્વત સુખો કઈ રીતે પામી શકાય તે દર્શાવવા હિંસા આદિ દૂષણોનું પરિણામ દેખાડી અહિંસાના પરમધ્યેયની પુષ્ટિ કરવા સણોની પ્રતિષ્ઠા આ સંપૂર્ણ સૂત્રોમાં કરી છે.
૧૧૫
કાકા વિશ્વકલ્યાણની વાટે કામ કરી
આગમના નૈસર્ગિક તેજપુંજમાંથી એક નાનકડું કિરણ મળે તો પણ આપણું જીવન પ્રકાશમય થઈ જાય. આત્માને કર્મમુક્ત થવાની પાવન પ્રક્રિયામાં પ્રવાહિત કરતાં આગમ સૂત્રો આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે.
ગણધર ભગવંતોએ ભગવાનની વાણીને ઝીલી સૂત્રબદ્ધ કરેલા આગમો જીવના કલ્યાણમંગલ માટે, વ્યક્તિને ઊર્ધ્વપંથનો યાત્રી બનાવવા માટે પ્રેરણાના પ્રકાશ પાથરે છે.
અનાદિકાળથી આત્મા પર લાગેલી કમરજને સાફ કરવાની પ્રક્રિયા એટલે આત્મસુધારણા. આત્મા પર કર્મ દ્વારા વિકૃતિ અને મલિનતાના ધર જામ્યા છે, જેથી હું મારા આત્માના સાચા સ્વરૂપને જોઈ શક્તો નથી. અપાર શક્તિના સ્વામી આત્માનાં દર્શન થઈ જાય તો સંસારનાં દુઃખો અને જન્મ-મરણની શૃંખલામાંથી મળી જાય. અંગ, ઉપાંગ, છેદસૂત્ર, પન્ના, મૂળસૂત્ર અને પ્રકીર્ણક વગેરેમાં ૩૨ અથવા - અને ૪૫ આગમાં સમાવિષ્ટ છે.
શ્વેતાંબર જૈનોએ આગમનો ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથરૂપે સ્વીકાર કર્યો છે. દિગંબર જૈનોની માન્યતા છે કે ભગવાન મહાવીર પછી નવસો એંશી વર્ષ બાદ આગમને લિપિબદ્ધ કરવામાં આવ્યા એટલે એ ભગવાનની પ્રત્યક્ષ દેશનારૂપ સ્વીકારી શકાય નહીં.
લગભગ બે હજાર વર્ષ પહેલાં દિગંબર મુનિ કુંદકુંદાચાર્ય થઈ ગયા. એ મહાન લબ્ધિધારી આચાર્ય શંકાના સમાધાન અને જ્ઞાનપ્રાપ્તિ અર્થે સદેહે મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન તીર્થંકર સીમંધરસ્વામી પાસે ગયા. ત્યાં આઠ દિવસ ઉપવાસ સાથે જ્ઞાનપ્રાપ્તિ કરી. ત્યાંથી આવીને સીધા તામિલનાડુના બડેવાસી ગામની પુનટમલય ગુફામાં બેસીને સમયસાર, નિયમસાર આદિ શાસ્ત્રોની રચના કરી. દિગંબર પરંપરાએ એનો પરમાગમ શાસ્ત્રોરૂપે સ્વીકાર કર્યો છે. છતાંય જૈનોના તમામ ફિરકાઓ, સમસ્ત જૈનોએ અને વિશ્વના અનેક વિદ્વાનોએ આગમનો જૈન તત્ત્વજ્ઞાનના ઉત્કૃષ્ટ સાહિત્યરૂપે તો સ્વીકાર કર્યો જ છે.
આ આગમ ગ્રંથોમાં સમાવિષ્ટ દ્રવ્યાનુયોગ, ચરણકરુણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગમાં ઠેરઠેર જીવમાંથી શિવ બનવાની પ્રક્રિયાનો નિર્દેશ છે.
આગમશાસ્ત્રો જૈન શાસનના બંધારણનો પાયો છે. જૈન આગમરૂપી આ દસ્તાવેજમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રિરત્નની માલિકી આપવાના સિદ્ધાંતો, નિયમો અને આચારોનું વિશદ, માર્ગદર્શન આપવામાં આવેલ છે. એમાં જણાવેલ આચારપાલન અવશ્ય માનવીની આત્મોન્નતિ કરાવી શકે.
' ૧૧૬
Page #63
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે આ આગમો આપણા માટે કઈ રીતે પ્રેરક બન્યા છે તેની વિચારણા કરીએ.
‘આચાર એ જ પ્રથમ ધર્મ છે' આ જીવનસૂત્ર અપનાવવાની સફળ તરકીબો શ્રી આચારાંગ સૂત્રમાં આચારશુદ્ધિ દ્વારા જીવનશુદ્ધિના સ્તરને ઊંચું લાવવા માટે છ પ્રકારના જીવોને ‘યતના', 'જયણા અને આચારશુદ્ધિનો માર્ગ બતાવ્યો છે. વળી આત્મસુધારણા અને સમાધિની પ્રાપ્તિ કરવામાં ઇંદ્રિયવિજયની પ્રધાનતાનું નિરૂપણ કરતાં શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, જે પાંચ ઇન્દ્રિયોના વિષયો છે તે સંસારનું મૂળ કારણ છે.
આત્માથી પરમાત્મા સુધીની યાત્રાનું માર્ગદર્શન આ સૂત્રમાં આપવાની સાથે જણાવાયું છે કે આત્મજ્ઞાન પામ્યા વગર જગતનું કોઈ પણ જ્ઞાન અજ્ઞાન ગણાય છે, માટે આત્મજ્ઞાન પામવા ઇચ્છુક સાધકોએ અને નવદીક્ષિતોએ આચારાંગનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ.
વૈજ્ઞાનિકોએ વનસ્પતિમાં જીવન હોવાની શોધ કરી. શ્રી આચારાંગમાં ભગવાને આગળ વધીને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ જીવ છે, વનસ્પતિ અને પ્રાણીને પણ સંવેદના છે, એમ કહ્યું છે. ફોરનટ નામના મૅગેઝિનમાં 'Mountain are Grows' નામના લેખનું પ્રકાશન થયેલું, જેમાં પર્વતોની માત્ર બાહ્ય વૃદ્ધિ નહીં, પણ આંતરિક વૃદ્ધિની વાત પ્રગટ થયેલી છે. એ વાત સ્વાભાવિક છે કે જ્યાં જીવ હોય ત્યાં જ આવી આંતરિક વૃદ્ધિ સંભવી શકે.
આચારાંગમાં શ્રી ભગવાન કહે છે કે, ભોગમાં સુખનો અનુભવ થાય છે તેના કરતાં વિશેષ યોગમાં પરમ આનંદની અનુભૂતિ થાય છે.
જગતના ભિન્નભિન્ન દાર્શનિકોના વિચારોનો કપેરેટિવ સ્ટડી-તફાવત અને સરખામણી દ્વારા તેની અપૂર્ણતા પ્રત્યે અંગુલિનિર્દેશ કરી સાધના આચારો અને વૈરાગ્યનાં દુ:ખોનાં વર્ણન દ્વારા જીવને વૈરાગ્યભાવ તરફ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર પ્રેરે છે.
શ્રી સુયાગડંગ, (શ્રી સૂત્રકૃતાંગ) સૂત્રમાં જૈન દર્શનની શ્રેષ્ઠતાનું ન્યાયયુક્ત વર્ણન કર્યું છે. જગતનાં અન્ય દર્શનો જૈન દર્શનથી કઈ રીતે અલગ પડે છે તેનાં કારણો અને વિશિષ્ટતાઓ આ સૂત્રમાં મળે છે.
ભગવાન મહાવીરે કહેલું કે, તાર્કિકપણે ગંગાસ્નાનથી મોક્ષ મળતો હોય તો ગંગામાં રહેલી બધી જ માછલીઓને મોક્ષ મળી જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્નાન એ બાહ્યશુદ્ધિનું કારણ માત્ર છે, આત્મશુદ્ધિની પ્રક્રિયા નથી. દેહશુદ્ધિનું મહત્ત્વ ગૌણ છે. મોક્ષમાર્ગમાં આત્મશુદ્ધિનું જ મહત્ત્વ છે.
-- ૧૧૭ -
વિશ્વકલ્યાણની વાટે કામ વિવેકબુદ્ધિનું બંધારણ વ્યવસ્થિત રાખવા માટે જગતના ભિન્નભિન્ન પદાર્થોનું વર્ગીકરણ શ્રી ઠાણાંગ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આત્મસુધારણા માટે દસ સંજ્ઞાઓને દસ રાષ્ટ્રધર્મ દ્વારા કઈ રીતે સંરકારિત કરી શકાય તેનું સુંદર નિરૂપણ આ સૂત્રમાં કરવામાં આવેલ છે.
વરસાદ ન આવતો હોય તો કેમ લાવવો અને કઈ નદીમાં કેટલું પાણી રહેશે તેની ભવિષ્યની વાત આ સૂત્રમાં છે.
આ સૂત્રમાં ભગવાને ૧૦ નક્ષત્રમાં જ્ઞાનની વૃદ્ધિની વાત દર્શાવી છે.
૧) મૃગશિર ૨) આદ્રા ૩) પુષ્ય ૪) પૂવાંધાઢી ૫) પૂર્વ ભદ્રપદા ૬) પૂર્વાફાલ્ગની ૭) મૂળ ૮) અશ્લેષા ૯) હસ્ત ૧૦) ચિત્રા. આ દસ નક્ષત્રોમાં વિદ્યાપ્રાપ્તિનો પ્રબળ પુરુષાર્થ કરવા કહેલું.
નક્ષત્રોમાંથી જે કિરણો નીકળે છે તે આપણા બ્રેઈનને અસર કરે છે. આ નક્ષત્રોના સમયમાં ખુલ્લામાં ટેરેસ પર વિદ્યાપ્રાપ્તિનો પ્રયોગ કરવાનો હોય છે.
પૂર્વે તપોવનમાં, ઋષિકૂળમાં ગુરુજી વૃક્ષ નીચે કે ખુલ્લામાં વિદ્યાદાન દેતા હતા. ધરતીકંપનાં કારણો આ સૂત્રમાં બતાવ્યાં છે.
જગતના પદાર્થોનું સમ્યફ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન શ્રી સમવાયાંગ સૂત્રમાં આપ્યું છે, જે અનેક પ્રકારના વિષયોના સમન્વયનું વિશિષ્ટ દૃષ્ટિબિંદુ રજૂ કરે છે. વિરોધી વિષયોનો સમન્વય કઈ રીતે કરવો તે આ સૂત્રના અભ્યાસથી જાણી શકાશે.
એકતાળીસ વિભાગમાં દસ હજાર ઉદ્દેશકો અને પંદર હજાર સાતસો બાવન શ્લોકસહ દ્વાદશાંગીની સૌથી મોટું મહાસાગર સમાન ગંભીર અને ગૂઢાર્થવાળું આગમ એટલે શ્રી ભગવતી સૂત્ર. શ્રી ગૌતમસ્વામી અને અન્ય સાધકોએ ભગવાનને પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નોનું સુંદર સમાધાન કરવામાં આવ્યું છે. આગમમાંથી એકાદ ભાવ પણ જો આચરણમાં મૂકીએ તો માનવજીવન સાર્થક બની જાય.
સાધુજીવનની ચર્યા સાથે અણુ-પરમાણુનું વર્ણન વૈજ્ઞાનિક ઢબે પરમવૈજ્ઞાનિક પ્રભુ મહાવીરે કરેલ છે.
કોઈના પણ શરીરમાં ક્યારેય દેવી કે દેવ પ્રવેશ ન કરી શકે, પણ દેવ-દેવી વ્યક્તિને વશ કરી શકે તેનું વર્ણન છે.
હવામાન અને ચોમાસાના વર્તારાની વાત કરી છે. છ મહિનાથી વાદળાં વધુ ન રહી શકે. છ મહિનામાં વિસરાળ થઈ જાય.
ઘોડો દોડે ત્યારે એક પ્રકારનો અવાજ ક્યાંથી આવે છે ? ઘોડાનાં હદય અને
૧૧૮
Page #64
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
કાળજા (લીવર) વચ્ચે કર્કર નામનો વાયુ ઉત્પન્ન થાય છે. ઘોડો દોડે ત્યારે તે વાયુ બહાર નીકળતા આ અવાજ થાય છે. આ દર્શાવે છે કે ભગવાનને પ્રાણીઓના શરીરની રચનાનું સૂક્ષ્મ જ્ઞાન હતું.
બધા તીર્થંકરોના સાધુ રંગીન વસ્ત્રો પહેરતા, પણ ભગવાને શ્વેત વસ્ત્રો પહેરવા આદેશ કર્યો. ગરમી અને તાપમાં રંગીન વસ્ત્રોમાં વધુ ગરમી લાગે, શ્વેતમાં ઓછી, આ રીતે પ્રભુએ ગ્લોબલ વૉર્મિંગની આગાહી કરી કે ભવિષ્યમાં વૈશ્વિક તાપમાન વધશે. ધર્મકથાનુયોગમાં શ્રી જ્ઞાતાધર્મકથા નામના આ આગમમાં મહાપુરુષોના જીવનની સત્યઘટનાઓ અને ઔપદેશિક કથાઓનો વિપુલ સંગ્રહ છે. દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવારી કરીને આવે તો દર્શનનાં રહસ્યો સરળતાથી સમજાઈ શકે. આ ધર્મકથાનું શ્રવણ બાળજીવોને ધર્મપ્રીતિ પ્રેરનારું બની રહે, ધર્મમાર્ગમાં સ્થિર કરનારું બની રહે તેવું છે.
પોઝિટિવ થિંકિંગ કઈ રીતે રાખવું - સમુદાય વચ્ચેના જીવનમાં સમુદાય ધર્મ કઈ રીતે નિભાવવો તેમ જ વડીલોનાં સ્થાન અને સન્માનની વાત આ સૂત્રોમાં કહી છે. વાસ્તુશાસ્ત્ર, નગરરચના, જીવનવ્યવસ્થા અને જીવનશૈલીમાંથી ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન જાણવાની ઇચ્છાવાળાઓએ જ્ઞાતાધર્મ કથા સૂત્ર વાંચવું જોઈએ.
શ્રી ઉપાસકદશાંગ સૂત્ર વીરપ્રભુના શાસનના દશ મહાશ્રાવકોના દેશવિરતિના ઉત્કૃષ્ટ આચારનું વર્ણન આપણને પ્રેરણાના પીયૂષ પાય છે.
શ્રાવકોની જીવનશૈલી, તેમની વ્યાપારની પદ્ધતિ કેવા પ્રકારની હતી, રોકાણની પદ્ધતિ, ક્ષેત્ર, સાધનો અને ન્યાયસંપન્ન વૈભવ અને શ્રાવકોની આવકના વ્યય અને સદ્બયનું વર્ણન આ સૂત્રમાં છે.
ભગવાન મહાવીરના શ્રાવકો પાસે ગાયોના વિશાળ ગોકુળ હતા. જે ઘરમાં ગાય છે ત્યાં આસુરી સંપત્તિનું આગમન થતું નથી, તે આ સૂત્ર દ્વારા ફલિત થાય છે. પરિવારમાં પત્ની, માતા અને પુત્રોનું સ્થાન અને વાનપ્રસ્થ આશ્રમનું વર્ણન પણ આ સૂત્રમાં છે.
ભગવાન મહાવીરે પોતાના શ્રાવકો, જે સંસારમાં રહીને પણ ઉત્કૃષ્ટ આત્મકલ્યાણ કરે છે તેવા શ્રાવકોનું પોતાના શ્રીમુખેથી વર્ણન કરી શ્રાવકોને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે તે ઉપાસકદશાંગ સૂત્રથી પ્રગટ થાય છે.
શ્રી અંતગડદશાંગ સૂત્રમાં અંતર્મુહૂર્તમાં મોક્ષે ગયેલા પુણ્યાત્મા આરાધક મુનિઓનાં જીવન શ્રાવકના ત્રણ મનોરથ ચરિતાર્થ કરવાના પ્રેરક બને છે.
આ સૂત્રમાં સહનશીલતાથી સફળતા સુધીની યાત્રાનું વર્ણન છે. શ્રાવક સુદર્શન
૧૧૯
વિશ્વકલ્યાણની વાટે
‘નમો જીણાણંજી અભયાર્ણ’ના જાપ કરે છે ત્યારે સેંકડો કિલો વજનનું શસ્ત્ર તેના પર ફેંકવામાં આવે છે છતાં તે વાગતું નથી. જપસાધનાને કારણે તેની આસપાસ સુરક્ષાચક્ર રચાય છે અને તેને બચાવે છે. આ ઘટનાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરતા જણાશે કે અદશ્ય પદાર્થ દશ્યને રોકી શકે. સુરક્ષાનો એક અદશ્ય ફોર્સ આપણી આસપાસ રચાય જે મેટલને પણ રોકી શકે છે. ગોશાલકે ભગવાન સામે ફેંકેલી તેજોલેશ્યા વખતે પણ આવું જ થયું હતું.
ગજસુકુમારના માથે અંગારા મૂક્યા ત્યારે તેને પીડા ન થઈ. સાધુ લોચ કરે ત્યારે પહેલી ચાર-પાંચ લટ ખેંચે ત્યારે દુ:ખ-પીડા થાય, પછી તે પીડા ઓછી થાય એનો અર્થ એ થયો કે આપણી ભીતર એનેસ્થેસિયા સક્રિય થાય છે. આપણી અંદર પીડાશામક રસાયણ સર્જાય છે જે નેચરલ એનેસ્થેસિયા છે. અંદરમાં એવું કાંઈક તત્ત્વ સર્જાય છે જે તત્ત્વ આપણી સહનશીલતાને વિકસાવે છે. આ સંશોધનનો વિષય છે.
શ્રી અનુત્તરોપપાતિકદશાંગ સૂત્ર આગમના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મહાત્માઓનું જીવન આપણા અધ્યાત્મ જીવનને નવી દિશા આપે છે.
ભગવાન મહાવીરની ઉપદેશધારામાં નવમા આગમમાં દેહ પ્રત્યેનું મહત્ત્વ ઘટાડતા તપસાધકો જેવા કે ધન્ના અણગારની સાધનાનું વર્ણન છે.
આ સૂત્રમાં કહ્યું છે કે, મનુષ્ય માત્ર ખોરાકથી જ જીવી શકે એવું નથી, પ્રકાશ અને હવાથી પણ જીવી શકાય છે. સૂર્યપ્રકાશથી પણ જીવી શકાય તેવા દાખલા છે. રોજ એક ચોખાનો દાણો લઈને પણ લાંબો સમય જીવી શકાય તેવા ઉદાહરણ છે. શરીરવિજ્ઞાનના સંશોધનનો આ વિષય છે.
મંત્રના ઉપયોગ અને લબ્ધિદિશા દર્શન કરાવનાર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાંનાં પાંચ મહાપાપોનું વર્ણન વાંચતાં પાપથી પાછા ફરવાનો પાવન અવસર પ્રાપ્ત થાય છે.
સત્ય, અહિંસા આદિ ગુણો દ્વારા વિધેયાત્મક શક્તિની પ્રાપ્તિ કઈ રીતે કરવી તેનું વર્ણન આ સૂત્રમાં છે. અનેક પ્રકારની સિદ્ધિઓ, વિદ્યાઓ, લબ્ધિઓ અને
ઊર્જાઓને કઈ રીતે પ્રાપ્ત કરવી તે બતાવેલ છે.
પ્રાચીનકાળમાં આ આગમમાં અનેક વિદ્યાઓનાં મંત્રો તથા યંત્રોની વાત હતી, પરંતુ એ વિદ્યાઓનાં મંત્રો કે યંત્રોનો દૂરઉપયોગ ન થાય, કોઈ ફુપાત્ર તેનો અકલ્યાણ માટે ઉપયોગ ન કરે તે આશયથી આ સૂત્રની પ્રાચીન વિદ્યાને ગુરુએ સંગોપી દીધી છે. આમ અનઅધિકારી શિષ્યને જ્ઞાનનો પરિચય ન કરાવવાની જૈન પદ્ધતિ વિશેષ વંદનીય છે અને આ જ કારણે આચાર્યએ આ આગમનો વિષય બદલી નાખ્યો છે.
૧૨૦
Page #65
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
શ્રી વિપાક સૂત્ર આગમમાં અજ્ઞાન દશામાં બાંધેલાં કર્મોનાં ભયંકર ફળ પાપકર્મોથી દૂર રહેવાનો માર્ગ બતાવે છે. દુષ્કૃત્યથી દુઃખ વિપાક થાય છે અને સુકૃતથી સુખ વિપાક. આ જાણી આપણી વૃત્તિઓ સુકૃત તરફ પ્રયાણ કરશે.
જીવનશૈલીમાં પાપથી બચવું છે, સત્કર્મોથી જીવનને વિભૂષિત કરવું છે તેવા પ્રકારની વિચારસરણી ધરાવતા સાધકો માટે વિપાક સૂત્રનું માર્ગદર્શન અત્યંતપણે ઉપકારક છે.
આગમમાં અંગ સૂત્રોના વર્ગીકરણ ઉપરાંત ૧૨ ઉપાંગ સૂત્રોનું પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જે ઉપાંગો અંગોના સ્વરૂપને વિસ્તારે છે.
શ્રી ઉવવાઈ સૂત્રમાં ભગવાનના ગુણવૈભવ-ગણધર શ્રમણોની સંયમસાધનાનું દિગ્દર્શન છે. ભગવાનનું નગરમાં આગમન થતાં રાજા આનંદ-ઉલ્લાસ અને ભક્તિભાવથી દેવાધિદેવનાં દર્શને જાય છે તે વર્ણન વાંચતાં સંતો પાસે જવાની, વંદન કરવાની વિશિષ્ટ વિધિ કરવાનો બોધ થાય છે.
આપણાં કર્મો જ આપણી સદ્ગતિ કે દુર્ગતિનું કારણ છે. કયા પ્રકારનાં કર્મોથી કયા સ્થાનમાં જીવ ઉત્પત્તિ પામે તેનું વર્ણન કરેલ છે. તમારું કર્મ જ તમારી ગતિનું કારણ બને છે, તેવા દૃષ્ટિબિંદુથી ભગવાન મહાવીરે ઈશ્વર કર્તાહર્તા નથી, પરંતુ કર્મો જ આપણા ભાગ્યવિધાતા બને છે, તેવી વિશિષ્ટ દૃષ્ટિ આ આગમમાં પ્રગટ કરેલ છે.
શ્રી રાયપસેણી સૂત્ર વાંચતાં ગુરુનો સમાગમ થતાં પરદેશી રાજાના જીવનપરિવર્તનનું વર્ણન વાંચી ગમે તેવા પાપી જીવ પણ અધ્યાત્મની ઊંચી દશા સુધી પહોંચી શકે છે તેની પ્રતીતિ થાય છે.
સંતસમાગમ વ્યક્તિ પર કેવો મહાન ઉપકાર કરે છે અને તેને દેવલોકનાં સુખો અપાવી શકે અને પરમપદને પણ પ્રાપ્ત કરાવી શકે છે તે પ્રેરણાદાયી હકીકતનું આલેખન છે.
પોતાની રાઈટ આઇડેન્ટિટી જાણવા ઇચ્છુક સાધકો માટે રાયપસેણી સૂત્ર ઉપકારક બની રહેશે.
શ્રી જીવાજીવભિગમ સૂત્ર વાંચતાં જીવ-અજીવના જ્ઞાન દ્વારા અહિંસા અને જયણાધર્મ પાળી શકાય છે.
ભગવાન મહાવીરે જગતજીવોની વિવિધ પ્રકારની વૃત્તિઓ, રુચિઓ અને અલગઅલગ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને જ્ઞાનભાવોનું વર્ણન આ સૂત્રમાં કર્યું છે. આ સૂત્ર જીવવિજ્ઞાનનો એક ઊંડાણભરેલો દસ્તાવેજ છે. જે સાધકોને જીવવિજ્ઞાન વિશે જાણવાની
૧૨૧
વિશ્વકલ્યાણની વાટે જિજ્ઞાસા હોય તેમણે આ સૂત્ર અવશ્ય વાંચવું.
શ્રી પન્નાવાણા સૂત્રમાં જૈન તત્ત્વજ્ઞાનની સમજણ આપવામાં આવી છે. આ સૂત્ર પદાર્થવિજ્ઞાન, શરીરવિજ્ઞાન અને ચૈતસિક શક્તિઓનો ખજાનો છે. છ લેશ્યા અને ઓરા પરમાણુની ગતિનું વર્ણન, યોગ વગેરેનું આલેખન, જ્ઞાનના ગહન ભંડારસમું આ સૂત્ર ‘લઘુ ભગવતી’ તરીકે ઓળખાય છે.
શ્રી જંબૂઠ્ઠીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં તીર્થંકર અને ચક્રવર્તી જેવા ઉત્તમ પુરુષોના જીવનવ્યવહારના પરિચય દ્વારા આત્મઉત્થાનની પ્રક્રિયાને વેગ મળે છે.
આ સૂત્રમાં પૃથ્વી અને પૃથ્વીમાં રહેલ અલગઅલગ દેશ, તેની ભૌગોલિક રચના વગેરેનું વર્ણન જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં બતાવેલ છે. આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ તે ક્ષેત્રને જંબુદ્વીપ કહેવાય છે. મેરુ પર્વત, વનો અને સમુદ્રોનું વર્ણન છે. આ સૂત્રમાં ભૂગોળ, ખગોળ અને ઇતિહાસનું સંયોજન છે.
આ આગમ જ્યોતિષવિષયક ખજાનો છે. દરેક ગ્રહો, નક્ષત્રો અને તારાનાં વર્ણન છે. ચંદ્ર અને સૂર્યના અધિષ્ઠાયક દેવો કેવા પ્રકારની ગતિ કરાવે છે તે તેનું વર્ણન છે. આ આગમ વાંચવાની અનુજ્ઞા દરેક સાધકને મળતી નથી. ગુરુ પાત્ર શિષ્યને જ આજ્ઞા
આપે છે.
શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર અને શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર દ્વારા જૈન ખગોળના જ્ઞાનથી આ વિશાળ લોક અને પ્રકાશ ક્ષેત્રનું વર્ણન વાંચતાં આપણી લઘુતાનું જ્ઞાન થતાં અહંકાર ઓગળી જશે.
શ્રી નિરિયાવલિકાનાં પાંચ ઉપાંગ સૂત્રો શ્રેણિક રાજા, બહુપુત્રીકાદેવી, લક્ષ્મદિવી, બળદેવ વગેરે બાવન આત્માઓના પૂર્વ પશ્ચાદ્ ભવના કથન દ્વારા કર્મસિદ્ધાંત તથા સંસારના ઋણાનુબંધ સંબંધની વિચિત્રતાનો બોધ થાય છે.
ભગવાન મહાવીરના સમયમાં રાજાઓ કેવા પ્રકારના હતા, રાજશૈલી કેવા પ્રકારની હતી, ભરપૂર ભોગ સૂત્રો વચ્ચે પણ આ રાજાઓ ભગવાનના સંપર્કમાં આવીને પૂર્ણપણે યોગીપુરુષની દશામાં કેવી રીતે આવતા હતા તેનું વર્ણન આ નિરિયાવલિકા સૂત્રમાં આપવામાં આવ્યું છે.
આ સૂત્રમાં આપણી ઈચ્છાઓ આપણા માટે કેવી રીતે દુઃખકારક બને છે તે બહુપુત્રીકાની વાર્તા દ્વારા જાણવા મળે છે. ભગવાન મહાવીરના આ પાંચ આગમો ઉત્તમપણે આપણી આંતરિક મનોવૃત્તિઓનાં દર્શન કરાવે છે. જેમને માનવીય સાયકોલૉજી જાણવામાં રસ છે તેમને માટે આ પાંચ આગમમાંથી અત્યંત ઉપયોગી દૃષ્ટિબિંદુ પ્રાપ્ત
૧૨૨
Page #66
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
થતાં હોય છે. આ પાંચ આગમમાં મનની અડગતા, સ્થિરતા અને મનની ચંચળતા, મનની વિચિત્રતા આ બધી જ દશાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. કેવા પ્રકારની માનસિકતામાં વ્યક્તિ દુઃખી થાય છે, દુ:ખ-સુખનાં કારણમાં મન કેવો ભાગ ભજવે છે તેનું વિશેષ વર્ણન આ નિરિયાવલિકા સૂત્રમાં આવે છે. જેમને મનોવિજ્ઞાનના વિષયમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવવું હોય તેમને માટે આ પાંચ આગમો થારૂપે અને સાહિત્યરૂપે મનોવિજ્ઞાનના દષ્ટિબિંદુને ઉજાગર કરે છે. આમ આ પાંચ આગમો મનોવિજ્ઞાનને જાણવા ઉત્સુક સાધકો માટે ઉપકારક બની રહે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાનની અંતિમ દેશનારૂપે સમસ્ત જૈન સમાજમાં શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે. ૩૬ અધ્યયનમાં પ્રભુના અંતિમ ઉપદેશમાં જૈન ધર્મના મુખ્યતમ વિષયોનો પ્રાયઃ સમાવેશ થયો છે જેનું ચિંતન અને આચરણ આત્માનું ઊર્ધ્વગમન કરાવી શકે.
આ સૂત્રના ૨૯મા અધ્યયનમાં સમ્યક્ પરાક્રમના ૭૩ બોલ દ્વારા સાધક દશામાં ઉત્કૃષ્ટ સાધના કઈ રીતે પ્રગટ કરવી અને મોક્ષમાર્ગમાં કઈ રીતે આગળ વધવું તેનો નિર્દેશ છે.
અહીં અનેક પ્રકારના કથાસાહિત્યનું વર્ણન છે. ગેરસમજથી કોઈ સાધક ધર્મવિમુખ બને ત્યારે ભગવાનના સાધકોનું આચરણ જ તેની ગેરસમજ દૂર કરી ધર્મમાં સ્થિર કરે છે તેનું વિશેષ વર્ણન છે.
શ્રી શય્યભવાચાર્ય દ્વારા પોતાના પુત્ર બાલમુનિ શ્રી મનકને લક્ષમાં રાખી પ્રથમ મૂળ સૂત્ર શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરવામાં આવી છે. પરમદાર્શનિક પૂ. જયંતમુનિ લખે છે કે, ‘દશવૈકાલિક જૈન આગમનો સાર સરવાળો છે. આ એક શાસ્ત્રના અવગાહનથી હજારો શાસ્ત્રોનું અવગાહન થઈ જાય છે.' આ સૂત્ર મુક્તિધામની
મહાયાત્રા છે.
સાધુજીવનના સમગ્ર વ્યવહારને સમજાવતો આ આગમ ગ્રંથ સાધુજીવનની બાળપોથી છે. સાધુજીવનમાં ત્યાગનું મહત્ત્વ અને ગુરુ-શિષ્યના સંબંધ અને વિનયની વાત કહી છે. સાધુજીવનમાં ઉપયોગી હિતશિક્ષાઓ અને બે ચૂલિકામાં ભાવથી પતિત થયેલા સાધકને સંયમભાવમાં સ્થિર થવા માટે પ્રેરે છે.
શ્રી નંદી સૂત્રમાં પૂ. દેવીંગણિ ક્ષમાશ્રમણે આ આગમમાં પાંચ જ્ઞાનનું વર્ણન કર્યું છે. અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન છે. આ પાંચ જ્ઞાન ગ્રહણ કરવાની વિધિને પ્રદર્શિત કરતું શ્રી
૧૨૩
વિશ્વકલ્યાણની વાટે
નંદી સૂત્ર શ્રુતસાધકના આત્મિક આનંદનું કારણ બની જાય છે.
આ સૂત્રમાં સંઘ અને સંઘની વ્યવસ્થાનું વર્ણન છે. ભગવાન મહાવીરની પાટ પરંપરાના સાધકોનું વર્ણન છે. બુદ્ધિ અને બુદ્ધિની ક્ષમતાના પ્રકારનું વર્ણન છે. સ્મરણશક્તિ વધારવાની અને સફળતાના ઉપયોગની વાત આ સૂત્રમાં કરી છે.
નવ પૂર્વધર આચાર્ય શ્રી આર્યરક્ષિત મુનિએ શ્રી અનુયોગદ્દાર સૂત્રની રચના દ્વારા સર્વ આગમોને સમજવાની આપણને માસ્ટર કી આપી છે.
કઠિન વિષયોને સહજ રીતે સમજવાની ચાવી આ આગમમાંથી મળે. કોઈ પણ શબ્દોના અનેક અર્થ હોઈ શકે. ડિક્સનરી (શબ્દકોષ) બનાવવાની કળા, એક શબ્દના અનેક અર્થ કઈ રીતે પગ્રટ કરવા તે સમજાવ્યું છે. આ સૂત્રમાં એક જ આવશ્યક સૂત્ર પર અનેક રહસ્યસભર દૃષ્ટિબિંદુ આપેલ છે. મનની અપાર શક્તિના ઉપયોગ દ્વારા વ્યક્તિ કઈ રીતે વિકાસ કરી શકે તેનું વિશષ્ટ વર્ણન છે.
શ્રી નિશીથ સૂત્રમાં પાપસેવન કે વ્રતભંગના પ્રાયશ્ચિત્તનો નિર્દેશ કરી આત્માને પાવન કરવાની પ્રક્રિયા બતાવી છે.
આ છેદ સૂત્ર નિયમો અને પ્રતિજ્ઞાઓના આત્મગુણોની વૃદ્ધિ કરાવે છે.
પરિસ્થિતિવશ આ નિયમો કે પ્રતિજ્ઞાઓનો ભંગ થતો હોય ત્યારે તેનો ઉપાય દર્શાવે તેને છેદ સૂત્રો કહે છે.
નિશીથ એટલે રાત્રિ. રાત્રિનો અંધકાર એ અનેક દોષનું કારણ છે અને સૂર્યનો પ્રકાશ અનેક દોષોનું નિવારણ છે. આ સૂત્રમાં સાધુજીવનમાં કેવા દોષો લાગી શકે ને તેનું નિવારણ કઈ રીતે કરવું તે બતાવેલ છે. આ સૂત્રમાં પસ્તાવો, પ્રાયશ્ચિત્ત અને વિશુદ્ધિકરણના ઉપાયો બતાવ્યા છે.
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં મહામોહનીય કર્મબંધનાં સ્થાનો અને નવનિધાનનું ક્શન સાધકને દોષસેવનથી દૂર રાખે છે.
આ સૂત્રમાં શ્રમણજીવનની મર્યાદાઓ અને આચારશુદ્ધિનું વર્ણન હોવાથી માત્ર ઉચ્ચ કક્ષાના સાધકોને ગુરુજનો આજ્ઞા આપે તો જ આ આગમ વાંચી શકાય છે.
શ્રી બૃહદ્ કલ્પસૂત્ર આચારમર્યાદા, વિધિનિષેધરૂપ નિયમોનું કથન સાધુજીવનની નિર્મળતા માટે અત્યંત ઉપયોગી છે.
આ સૂત્રમાં સાધુજીવનની વ્યવસ્થાઓનું જ વર્ણન હોવાથી જનસામાન્ય સાધકો માટે વાંચનયોગ્ય નથી, પરંતુ ઉચ્ચ કક્ષાના જ્ઞાનસાધકો માટે અનેક પ્રકારની મનોવૈજ્ઞાનિક સ્થિતિમાંથી કઈ રીતે પસાર થવું તેનું વર્ણન છે.
૧૨૪
Page #67
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે કાજ સર્પદંશનું ઝેર ઉતારવાના મંત્રોચ્ચાર, પાણીમાં પગ મૂકીને કે નાવમાં બેસીને વિકટ સમયે નદી કઈ રીતે પાર કરવી તેનું નિરૂપણ કરેલ છે. આમ વર્તમાનમાં જે પરંપરાઓ પ્રચલિત નથી, પરંતુ ભગવાનના સમયમાં જે પ્રચલિત હતી તેનું વર્ણન બૃહદ્ કલ્પસૂત્રમાં છે.
શ્રી વ્યવહાર સૂત્રમાં આગમવ્યવહાર, વ્યુતવ્યવહાર, જ્ઞાનવ્યવહાર, ધારણાવ્યવહાર અને જિતવ્યવહાર સંયમી જીવનને નિર્મળ બનાવે છે.
ભગવાને પોતાના બે સાધકોની વચ્ચે એ બે ભેગા મળે ત્યારે, બે શ્રાવકો કે બે આચાર્યો ભેગા મળે ત્યારે, ગુરુ-શિષ્ય મળે તો બે મળવા પર એકબીજાએ કેવો વ્યવહાર કરવો તેનું વર્ણન આ સૂત્રમાં છે જેના દ્વારા સામુદાયિક સુમેળતાનું સર્જન થાય છે. આ સૂત્ર સાધુ, સાધ્વી, શ્રાવકો અને પરિવાર વચ્ચે સંવાદનું સર્જન કરાવતું શાસ્ત્ર છે.
સાધકોને સાધનાની વિશુદ્ધિ માટે અવશ્ય કરવાયોગ્ય અનુષ્ઠાનોનું નિરૂપણ કરતું આગમ તે શ્રી આવશ્યક સૂત્ર છે. વ્યવહારમાં આપણે તેને પ્રતિક્રમણ સૂત્ર કહીએ છીએ. આત્મવિશુદ્ધિ કરવા માટે જે ક્રિયા અવશ્ય કરવાની છે તેને આવશ્યક કહ્યું છે.
આવશ્યને જ્ઞાનીઓએ જીવનશુદ્ધિ, સંયમ વિશુદ્ધિની ક્રિયા કહી સાધનાનો પ્રાણ કહેલ છે. સમભાવની સાધના એ સામાયિક છે. તીર્થંકારોની સ્તુતિ ચૌવિસંથોથી શ્રદ્ધા બળવાન બને છે. વંદના દ્વારા સાધકનો ભક્તિભાવ પ્રગટ થાય છે. પ્રતિક્રમણ એ પાપથી પાછા ફરવાની પ્રક્રિયા છે. અંતર્મુખ થઈ આત્મભાવમાં સ્થિર થવા માટે કાઉસગ્ન અને ભવિષ્યમાં કર્મોના નિરોધ માટે પચ્ચખાણ એમ આ છ આવશ્યકની આરાધના સાધકના આત્મવિશુદ્ધિના લક્ષને સફળ બનાવવામાં સહાયક બને છે.
પ્રતિક્રમણ સાધક અને શ્રાવક બન્ને માટે દરરોજ કરવાયોગ્ય એવી પ્રક્રિયા છે જેનાથી આત્માની શુદ્ધિ અને વિશુદ્ધિ વર્તે છે. કર્મો જે દરરોજ બંધાતાં હોય તે નિદ્ધત બંધાય છે અને નિકાચિત કક્ષાનાં થતાં અટકી જાય છે. તેની પ્રક્રિયા પણ આ જ પ્રતિક્રમણ સૂત્રમાં બતાવેલી છે. જે કર્મને અવશ્ય ભોગવ્યા વિના ક્ષય કરી શકાય તે નિદ્ધત છે. દરરોજનાં પાપનું જ્યારે પ્રતિક્રમણ કરવામાં આવે છે ત્યારે પાપની કક્ષા નિદ્ધત બની જાય છે, પરંતુ જ્યારે પ્રતિક્રમણ કરવામાં નથી આવતું ત્યારે તે કર્મો નિકાચિત બની જાય તેનું વર્ણન આ સૂત્રમાં છે. સાધકો અને શ્રાવકો નિત્ય પ્રતિકમણ કરે તો પરમપદ સુધી પહોંચી શકે છે. અગિયાર અંગ સૂત્રો, બાર ઉપાંગ સૂત્રો, ચાર મૂળ, ચાર છે અને એક
૧૨૫
વિશ્વકલ્યાણની વાટે કામ આવશ્યક સૂત્ર એમ બત્રીસ આગમો આત્મસુધારણા માટે સાધકને કઈ રીતે ઉપયોગી થાય છે તેની વિચારણા આપણે કરી. સ્થાનકવાસી અને તેરાપંથ સંપ્રદાયમાં બત્રીસ આગમ સૂત્રોનો સ્વીકાર થયો છે.
શ્વેતાંબર મૂર્તિપૂજક આરાધકોની માન્યતા પ્રમાણે દસ પન્ના સૂત્રપ્રકીર્ણક સહિત બીજા તેર આગમ ગ્રંથોને સ્વીકાર્યા છે. તીર્થંકર દેવે અર્થથી જણાવેલ શ્રુતને અનુસરીને પ્રજ્ઞાવાન મુનિવરો જેની રચના કરે તેને પ્રકીર્ણક કે પન્ના કહે છે.
ચતુદશરણ પ્રકીર્ણકમાં ૩૪ અતિશયોથી વિભૂષિત અરિહંતોનો પરિચય અને ચાર શરણ સ્વીકારની વાત સાથે દુષ્કૃત્ય ગહ ને સુકૃત અનુમોદનાની વાત કહી છે. મહાપ્રત્યાખ્યાનમાં પાપ કરવું એ દુષ્કર નથી, પરંતુ કરેલાં પાપોની નિર્મળભાવે આલોચના કરવી એ દુષ્કર છે કહી આલોચનાવિધિ કહી છે. ભક્તપ્રતિજ્ઞા પ્રત્યાખ્યાનમાં ભક્ત એટલે આહાર અને પ્રતિજ્ઞા એટલે પ્રત્યાખ્યાન જીવનના અંત સમયે આહારત્યાગના પચ્ચખાણ કઈ રીતે લેવા તે વિધિ બતાવી છે.
આ આગમોમાં બાળ પંડિતમરણ અને પંડિતમરણની વિચારણા છે. પ્રત્યાખ્યાનનું વર્ણન, અનશન માટેની યોગ્યતા અને પૂર્વતૈયારી, સંથારાનું વર્ણન, વૈરાગ્યભાવને દઢ. કરતી વાતો, ગચ્છાચારમાં સાધુ-સાધ્વીની મર્યાદા, જ્યોતિષ અને દેવેન્દ્રોનું વર્ણન, મરણસમાધિ પ્રકીર્ણકમાં મરણ સુધારવા માટેની આદર્શ પદ્ધતિમાં આત્મસુધારણા માટે ઉપયોગી છે.
જિતકલ્પ સૂત્ર (પંચકલ્પ ભાણે) ૧૦૩ ગાથાઓના આ આગમમાં સાધુજીવનમાં લાગેલા અતિચારો, અનાચારોના દશ અને ઓગણીશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તોનું વર્ણન કર્યું છે. આ ગંભીર ગ્રંથ છે. ગીતાર્થ ભગવંતો જ આ ગ્રંથના અધિકારી ગણાય છે.
પાંચ પ્રકારના વ્યવહારથી જૈન શાસન ચાલે છે : (૧) આગમ (૨) શ્રત (૩) આજ્ઞા (૪) ધારણા અને (૫) જિતવ્યવહાર. આ પ્રત્યેકની વિગતપૂર્ણ સમજણ આ આગમમાં આપવામાં આવી છે. ઉપરાંત, આચાર્યની આઠ સંપદાનું વર્ણન, વિદ્યા અને મંત્ર વચ્ચેનો તફાવત વગેરેની ચર્ચા પણ પ્રાપ્ત થાય છે.
મહાનિશીથ સૂત્ર. મહા મધ્ય. આ સૂત્ર મધ્યરાત્રિએ જ શિષ્યને આપી શકાય. આ આગમના આઠ વિભાગ છે, જેમાં પ્રથમ વિભાગમાં છ અધ્યયન છે અને બાકીના બે ચૂલિકાઓ છે. વિશાળ આગમ છે. ૪૫૪૮ શ્લોક પ્રમાણ ગ્રંથ છે.
આ આગમ સંયમી જીવનની વિશુદ્ધિ પર ખૂબ જ ભાર મૂકે છે. સરળતા,
' ૧૨૬
Page #68
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે આચારશુદ્ધિ, ભૂલો સુધારવાની તત્પરતા, વૈરાગ્યભાવ તેમ જ આજ્ઞાધીનતા વગેરે વર્ણન છે.
ઓધનિર્યુક્તિ (મૂળ સુત્ર). મૂર્તિપૂજા સંપ્રદાય પણ ચાર મૂળ સૂત્રો ગણાવે છે, પરંતુ ચોથા સૂત્ર તરીકે ઓધનિયુક્તિ સૂત્રની ગણના કરી છે. આ સૂત્ર સ્થાનકવાસી તેમ જ તેરાપંથી સંપ્રદાયને માન્ય નથી.
આ આગમ પૂજ્ય આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીએ ‘પ્રત્યાખ્યાન પ્રવાદ' નામના નવમા પૂર્વમાંથી સંકલિત કર્યું છે.
ઓધ=સંક્ષેપથી સાધુના જીવનને લગતી તમામ નાની-મોટી બાબતનું વર્ણન, આદર્શ શ્રમણચર્ચારૂપ વર્ણન આ ગ્રંથમાં છે. આ આગમમાં મુખ્યત્વે પડિલેહણ, પિંડ, ઉપાધિનું વર્ણન, અનાયતનનો ત્યાગ, પ્રતિસેવના, આલોચના અને વિશુદ્ધિનું વર્ણન છે.
સાધુ-સાધ્વીની સમાચારીનું વર્ણન છે. સંયમજીવનના પ્રાણસ્વરૂપ, ચરણસિત્તરી અને તેને સહાય એવી કરણસિત્તરીનું વર્ણન છે. ચરણકરણાનુયોગનું આ સૂત્ર છે. સાધુ પોતાના આચારમાં સ્થિર રહે અને જયણાનું ખાસ પાલન કરે તે હકીકત સચોટ રીતે દર્શાવી છે. બીમાર સાધુની સેવા માટે વૈદ્યને બોલાવવાની વિધિ અને શ્રાવક પાસેથી ઔષધ મેળવવાની વિધિ પણ વર્ણવી છે. ચોમાસામાં વિહાર કરવાથી લાગતા દોષોનું વર્ણન છે. આહાર લેવાનાં અને ન લેવાનાં છ કારણો દર્શાવ્યાં છે. શયા, ઉપધિ, પડિલેહણ પાત્રા કેટલાં રાખવાં વગેરે દર્શાવ્યું છે.
સાધુજી ૪૫ આગમ વાંચી શકે, જ્યારે શ્રાવકો ગુરુમુખેથી ૩૯ આગમ સાંભળી શકે તેવી પરંપરા છે.
જિન શાસનના સમગ્ર બંધારણનો પાયો આ આગમ ગ્રંથો છે જેમાંથી ગુરુ આજ્ઞા દ્વારા યત્કિંચિત આચરણ કરવાથી પરમપદના માર્ગની પ્રાપ્તિ સહજ બને છે.
ક્ષણેક્ષણે જાગૃત રહી આત્મસુધારણ કરવાની શીખ ઉત્તરાધ્યયન સૂત્ર (૪/૬)માં આપી છે.
સૂતેલી વ્યક્તિની વચ્ચે પણ પ્રજ્ઞાસંપન્ન પંડિત જાગૃત રહે છે. પ્રમાદમાં એ વિશ્વાસ કરતો નથી. કાળ ઘણો નિર્દય છે. શરીર દુર્બળ છે. ભારંડ પંખીની માફક સાવધાનીથી વિચરવું જોઈએ.
વિશ્વના તમામ વિષયો એક યા બીજી રીતે આગમમાં સંગોપ્યા છે. વ્યક્તિ, કુટુંબ કે વિશ્વની અનેક સમસ્યાનું સમાધાન આગમમાંથી મળે છે. આગમમાં લખાયેલ સુક્તિઓ, ગાથાઓ શુષ્ક કે તર્કવાદી નથી, પરંતુ જેમનું
- ૧૨૭
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ
જીવન એક પ્રયોગશાળા હતું તેવા પરમવૈજ્ઞાનિક પ્રભુ મહાવીરની અનુભૂતિની એરણ પર ઘડાયેલ પરમસત્યની સફળ અભિવ્યક્તિ છે. આ આગમવાણીના જનક માત્ર વિચારક કે ચિંતક જ નહિ, પરંતુ ઉત્કૃષ્ટ સાધક હતા. વ્રતોને માત્ર ચિંતનની ભૂમિકા સુધી સીમિત ન રાખતાં, ચારિત્ર આચારમાં પરાવર્તિત થઈને આવેલા આ વિચારો શાસ્ત્ર બની ગયા, જે જીવને શિવ બનાવી પરમપદને પ્રાપ્ત કરવા સક્ષમ છે.
સરની આજ્ઞા લઈ આ આગમસૂત્રોના સ્વાધ્યાય કરવામાં આવે, જ્ઞાની ગુરુભગવંતોના સમાગમમાં તેનો શાસ્ત્રાર્થ સમજવામાં આવે અને તેનું નિજી જીવનમાં આચરણમાં અવતરણ થાય તો અવશ્ય આપણને મુક્તિપંથ મળે.
જિનાગમમાં સિદ્ધાંતમાં વિચાર, વાણી અને વર્તનની વૃત્તિ-પ્રવૃત્તિ અને નિવૃત્તિની ભાવના અને કર્તવ્યનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. આ કાળે અને ક્ષેત્રે ભીતરની સંપદાની એકવીશ હજાર વર્ષ સુધીના માલિકી હક્ક આપતો એક આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે.
પુષ્પરાવર્ત મેઘની વર્ષાની અસરથી વર્ષા ન આવે તો પણ કેટલાંક વર્ષ ફળો અને પાક આવ્યા કરે, પરંતુ ભગવાન મહાવીરની વાણી ઉપદેશ ધારારૂપ આ પાવન મેઘવર્ષાની અસર આ આરાની સમાપ્તિ એટલે કે એકવીશ હજાર વર્ષ સુધી રહેનાર છે. ગુરુકૃપાએ તે પાવન વાણીને ઝીલવાનું આપણને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
૧૨૮
Page #69
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
ધર્મ આધારિત સમાજરચના
ભારતીય સંસ્કૃતિનાં ચાર અંગો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. અર્થોપાર્જન એટલે આજીવિકા, ધંધો-વ્યવસાય વગેરે પ્રવૃત્તિઓ ધર્મને નજર સમક્ષ રાખીને કરવામાં આવે અને કામ-ભોગ, સાંસારિક અને વ્યાવહારિક જીવનનાં કાર્યો પણ ધર્મને નજર સમક્ષ રાખીને કરવામાં આવે તો જીવન સત્ત્વશીલ બને અને મોક્ષમાર્ગે વહેલા જઈ શકાય. આમ જીવનના દરેક તબક્કામાં અભિન્ન પ્રવાહમાં ધર્મ અભિપ્રેત હોય તો જ એ સંસ્કૃતિ મોક્ષલક્ષી બની શકે.
ચેતન કે જડના સ્વભાવને ધર્મ કહેવાય. વ્યાપક સ્વરૂપમાં સમજીએ તો ધરી રાખે તે ધર્મ, માનવસમાજને એક કરી રાખે-ધારણ કરી રાખે તે ધર્મ. આવા ધર્મની બુનિયાદ એટલે કે પાયા પર જે સમાજની ઈમારત રચાય તે આદર્શ સમાજ બને.
મુનિ શ્રી સંતબાલજીએ ભાલનાળ કાંઠામાં સમાજ સુધારાનાં કાર્યો શરૂ કર્યો ત્યારે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો, તમે ધર્મઆધારિત સમાજરચના કઈ રીતે કરી શકશો ? અહીં તો વહેમ, અંધશ્રદ્ધા, દારૂ, જુગાર, માંસાહાર, ભૂવા-ડાકલા અને દોરા-ધાગાની પ્રબળતા વધારે છે. પૂજ્ય સંતબાલજીએ મક્કમતાપૂર્વક કહ્યું કે, લોકમાનસનું ઘડતર કરવાનું છે, શિલ્પી એક મૂર્તિ ઘડે તેમ માનવસ્વભાવનું ઘડતર કરવાનું છે. શિલ્પી પથ્થરમાંથી નકામો ભાગ દૂર કરે ત્યારે સુંદર મૂર્તિ તૈયાર થાય છે તેમ માનવજીવનમાંથી વહેમ-વ્યસન જેવાં અનિષ્ટ તત્ત્વો દૂર થતાં આદર્શ
- ૧૨૯ -
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ સમાજની રચના થઈ જાય છે. જે સમાજમાં ધર્મ પ્રેરિત નીતિ હોય ત્યાં સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ ની રચના થઈ શકે. નીતિ ધર્મવિમુખ હોય ત્યાં કદાચ બાહ્મ સમૃદ્ધિ મળશે, પરંતુ આંતરિક શાંતિનો ત્યાં અભાવ હશે અને સંવેદના બઠ્ઠી થઈ ગયેલી જોવા મળશે. ધર્મ જ સમાજને નીતિનાશના માર્ગથી બચાવશે.
સામાન્ય રીતે સામાજિક નીતિમત્તા શીખવતી વ્યક્તિને કુટુંબ-પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો શીખવવામાં આવે છે. તેની સાથે જ શરીર અને આત્મા પ્રત્યેની જાગૃતિ જીવનમાં ધર્મનાં મૂલ્યો સ્થાપિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.
અર્થોપાર્જનની પ્રવૃત્તિમાં સત્ય, અપરિગ્રહ અને અચૌર્યના સિદ્ધાંતોની ઉપયોગીતા છે જ, સાથેસાથે અનુકંપા અને સાધનશુદ્ધિની પણ એટલી જ મહત્તા છે.
યુગપુરષ શ્રીમદ્ રાજચંદ્ર અર્થોપાર્જનની પ્રવૃત્તિમાં પણ ધર્મનાં આ બધાં શુભ તત્ત્વનો સુભગ સમન્વય કર્યો હતો. લાખોની ધંધાકીય લેવડદેવડનું કામ પૂરું કર્યા પછી બીજી જ ક્ષણે એ સમાધિભાવમાં રહી શકતા. અનુકંપાભાવને કારણે લાખો રૂપિયાનો નફો પણ જતો કરી શકતા. આમ એક વેપારીમાં પણ વીતરાગતાના ગુણો હોઈ શકે તે આદર્શ શ્રીમદ્જીએ આપ્યો.
- વ્યાવહારિક અને રોજબરોજના જીવનમાં ધર્મભાવના વણાઈ જાય તો તેનું પાલન સહજ બની જાય છે. કુટુંબજીવન કે લગ્ન જેવા વ્યાવહારિક પ્રસંગોએ તમામ વ્યક્તિઓનો ખયાલ રાખીને વ્યવહાર કરીશું તો સંવાદિતા સ્થપાશે.
ધર્મઆધારિત સમાજરચનાનો પાયો વ્યક્તિગત ત્યાગભાવનામાં છે. કુટુંબમાંથી અલગ થતી વખતે હક્ક માટે લડત ચલાવવાને બદલે માત્ર ત્યાગભાવનાને આગળ કરી કુટુંબમાંથી જે મળ્યું છે, તેનો પ્રસાદીરૂપે સ્વીકાર કરી અને આગળ વધવું તે ભાવ કલેશને બદલે પ્રસન્નતાનું વાતાવરણ સર્જે છે.
પરિસ્થિતિ, સમય અને વ્યક્તિ પ્રમાણે વ્યવહારધર્મ બદલાતો રહે છે. જ્યારે પ્રત્યેક વ્યક્તિ માટે કોઈ પણ સમયે નિશ્ચયધર્મ એક જ હોય છે. નિશ્ચયધર્મ કદી બદલાતો નથી.
ધર્મસંસ્થાઓ અને ધર્મક્રિયાઓમાં ધર્મ પ્રસ્થાપિત કરવાનું કાર્ય કપરું છે. માત્ર સાંપ્રદાયિક અને જડ ક્રિયાકાંડમાં અટકી જવાનું નથી. સંપ્રદાયની બહાર જઈ ક્રાંતિકારી વિચારોનો પ્રચાર કરવાવાળા છે. સંપ્રદાયની સંખ્યામાં વધારો કરવાવાળા પણ ખરા, પરંતુ ગુણવત્તા વધારવાવાળા બહુ ઓછા છે.
' ૧૩૦
Page #70
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે કામ
વિશ્વકલ્યાણની વાટે ઘણાને એક એવો પ્રચ્છન્ન ભય હોય છે કે, ધર્મઆધારિત સમાજરચનાથી સમાજ આળસુ થઈ જશે, માત્ર ભાગ્ય પર નિર્ભર બની શકે, પરંતુ શ્રીકૃષ્ણથી માંડીને ભગવાન મહાવીર સુધીના ધર્મપ્રવર્તકોએ પોતાની દાર્શનિક વિચારધારામાં પુરુષાર્થને પ્રધાનતા આપી છે. ધર્મચિંતકો અને સમાજસુધારકો આ વિચારધારાના યોગ્ય અર્થઘટનથી જરૂર જાગૃતિ લાવી શકે.
ધર્મની ભાષા બધા સમજી શકે. હૃદયને ચોટ લગાવે, વિચાર કરતાં કરી મૂકે તેવી ભાષા તે ધર્મની ભાષા છે. માનવચિત્તમાં ધર્મે ઊંડાં મૂળિયાં નાખ્યાં છે. શ્રદ્ધાના બળે એક સદાચારી આદર્શ સમાજની રચના થઈ શકે. સરકારી કાયદા કરતાં આત્માનું અનુશાસન અદ્ભુત અને સચોટ છે. શુભ વિચારનાં આંદોલનો સામી
વ્યક્તિ પાસે જરૂર પહોંચે છે. અશુભ વિચારનાં આંદોલનો સામેવાળા પાસે જાય, તેનું ખરાબ કરે કે ન કરે, પરંતુ અશુભ વિચાર કરનારનું તો જરૂર ખરાબ કરે. સારા વિચારનાં આંદોલનો સમાજ માં મૈત્રીભાવ પ્રગટાવશે. આમ શુભ ચિંતન ચિંતામણિ સમાન છે. હવે તો ઘણાં સ્થળે સદ્ભાવના વિચાર આંદોલનનાં મંડળો પણ સ્થપાયાં છે. આપણે લાગણીના દુષ્કાળમાં જીવતા હોઈએ અને સમાજ જીવનમાં ધર્મ પ્રગટે તો હુંફ-ઉષ્માનું સર્જન થાય અને માનવગુણોના વિકાસનો વિસ્તાર થાય.
ધર્મ પ્રદર્શન કે નિર્બળતા ઢાંકવાનું સાધન બને તેના કરતાં આંતરિક ઉન્નતિનું સાધન બને તે અતિમહત્ત્વનું છે.
ચારિત્રશીલ સાધુ-સાધ્વી પરત્વે શ્રદ્ધા પ્રતિષ્ઠિત થતાં લોકશ્રદ્ધા બળવતર બને તે અધ્યાત્મની દિશા ઊઘડે. અહિંસા અને સત્ય જેવાં શાસ્વત મૂલ્યો પર આધારિત સમાજ રચાય તેવા સમાજની સંગીન ઈમારત જ ટકી શકશે.
ત્રીજો ચૂલો
ફૈબાના આગમન સાથે જ જાણે ઘરનું વાતાવરણ બદલાઈ જાય. ધર્મની વસંતઋતુ ખીલે, સંસારસરિતા ગૃહદ્વારે ખળખળ કરતી વહેતી હોય.
તપસ્વી સાધ્વી જેવો ફૈબાનો દેહ, રસપરિત્યાગ અને દ્રવ્ય જીવનમાં વણાયેલાં. દ્રવ્ય તપ એટલે ચોક્સ નક્કી કરેલી થોડી વાનગીઓ જ જમવામાં લેવી. દા. ત. દસ દ્રવ્યથી શરૂ કરતા જમવામાં એકએક દ્રવ્ય ઘટાડતું જવું, તેવા તપને દ્રવ્ય તપ કહે છે.
સાદગીપૂર્ણ ધર્મયુક્ત જીવન. સાથેસાથે કર્મયોગી પરિશ્રમવાળી જીવનચર્યા આળસનું નામ નહીં.
ફૈબા ચૈત્ર-વૈશાખમાં અમારા ગામ ખાંભામાં આવે. સાવરકુંડલા એમનું સાસરું. ભર્યભાદર્યું એમનું કુટુંબ. સમૃદ્ધ હોવા છતાં સંયમિત જીવન. નિરાભિમાની, સરળતા અને સૌમ્યતાના ભાવો તેમના મુખારવિંદ પર રમતા રહે.
- સવારે બે સામાયિક કરે. દરરોજ કાંઈક ને કાંઈક નવી વાનગી - વડી, પાપડ, ચોળાફળી બનાવે, ગોદડા સીવી દે, રાત્રે પ્રતિક્રમણ ર્યા પછી સ્તવનો, ભજન ગવડાવે અને અમને બધાં બાળકોને ભેગાં કરી ધર્મપ્રેરક કથાવાર્તા સંભળાવે.
બપોરે અમે બહાર રમતાં હોઈએ ત્યારે પકડીને ઘરમાં લાવે અને કહે કે, બહુ તડકો છે, ટાઢે પહોરે રમજો, ચાલો... તમારી પરીક્ષા પૂરી થઈ, હવે તમે તમારા ચોપડા અને કપડાંના કબાટ સાફ કરી ગોઠવો. સ્વચ્છતાના આગ્રહી. ઝયણા ધર્મ વિશે સમજાવે. ‘શિવકુંવરબેન થોડા દિ રોકાવા આવ્યાં છો તો આરામ કરો. જાણે કામ સાથે જ
૧૩૨
૧૩૧
Page #71
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે કામ
ભગવાન મહાવીર અને ગાંધીજીની અહિંસા
વિશ્વકલ્યાણની વાટે લેતાં આવ્યાં છો અને વધારામાં આ છોકરાંવ સાથે માથાકૂટ.” મારાં બા કહેતાં.
‘ભાભી, મનગમતાં કામમાં તો થાક ઊતરી જાય.' બા હસીને કહેતાં.
અમારા માટે તો ફૈબાનું આગમન એટલે ઘરઆંગણે ફૂટેલા વાત્સલ્યવીરડાનું અમૃતપાન.
ચૈત્ર માસમાં આયંબિલની ઓળી આવે. આયંબિલ તપમાં રસ વિનાનો લુખ્ખો આહાર દિવસમાં એક સમય જ લેવાનો હોય. ફૈબા નવેનવ દિવસનું વિધિસહ આયંબિલ તપ કરે. વારાફરતી અમને એકેક ભાંડરડાને એકેક આયંબિલ કરાવે. એક દિવસ ફ્રેબા સાથે હું ઉપાશ્રયની આયંબિલ શાળામાં આયંબિલ કરવા ઘરેથી નીકળતો હતો. ફ્રેબા કહે, તારી બચતપેટીમાંથી આઠ આના લઈ લે. મને એમ કે વળતા કલિંગર, પતાસા કે એવો કાંઈ ભાગ લેવાનો હશે. આયંબિલ કર્યા પછી ફૈબાએ પોતાના બટવામાંથી એક રૂપિયાનો સિક્કો કાઢી ઉપાશ્રયની દાનપેટીમાં નાખ્યો અને મને કહ્યું કે, 'પેલા આઠ આના આ પેટીમાં નાખી દે.’ મેં તેમ કર્યું. પછી મને કહે કે, આયંબિલ શાળામાં આપણે જમ્યાં એટલે કાંઈક દાન કરવું જોઈએ. વળી તપ સાથે ત્યાગનું મહત્ત્વ સમજાવ્યું.
ઉપાશ્રયનાં પગથિયાં ઊતરતાં ફૈબાના વેવાઈ અમીચંદભાઈ મળી ગયા. દૃઢધર્મી શ્રાવક ઉપાશ્રયની બાજુમાં જ રહે. ફૈબાને કહે કે, ‘શિવકુંવરબેન, ઓળી પૂરી થયા પછી એક દિ મારે ઘરે જમવાનું રાખો.'
‘ભાઈ, હું બધાને મળવા ઘરે આવી જઈશ, પણ જમવાનું નહીં બને.' ફૈબાએ જવાબ આપ્યો.
વિસ્મયથી અમીચંદભાઈ કહે, 'કેમ ?'
‘એક મહિના માટે મારે પચ્ચકખાણ છે (બાધા છે). મારે ત્રીજા ચૂલાનું ના ખપે. એક ચૂલો ભાઈના ઘરનો, બીજો ઉપાશ્રયની આયંબિલ શાળાનો. હવે ત્રીજા ચૂલાનું નહિ ખપે. આવતે વખતે આવીશ ત્યારે વાત.'
આપણી સાંપ્રત જીવનશૈલીનું નિરીક્ષણ કરીએ ત્યારે વિચાર આવે કે દરરોજ આપણે કેટલા ચૂલાનું ખાઈએ છીએ ?
સવારે ઘરનું. બપોર પછી ઑક્સિની ચા, સાંજે કોઈક હોટલમાં નાસ્તો, ક્યારેક સ્ટોલ પરનું, ક્યારેક માર્કેટની ગાદી પર આવેલી ભેળ, દરરોજ આપણે કેટલા ચૂલાનું ખાતા હોઈશું ?
- ફૈબા તો હવે હયાત નથી. ક્યારેક બીજી વાર બહારનું ખાવાનું બને ત્યારે ચોક્કસ ફૈબાના શબ્દોના ભણકારા સંભળાય, ‘ભાઈ! મારે ત્રીજા ચૂલાનું ન ખપે...!' છે
' ૧૩૩
જૈન ધર્મમાં અહિંસાને વિશિષ્ટ સ્થાન છે. માનવીની પ્રત્યેક સાધનામાં અહિંસાનું એક એવું મધુર સંગીત વહેતું રહે છે કે માનવને આનંદવિભોર કરી મૂકે છે. મહાવીર ધર્મ અહિંસાપ્રધાન ધર્મ છે, કારણકે અહિંસાના આવિષ્કારથી જીવનમાં સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહની ભાવનાનું સર્જન થાય છે. જીવન પ્રત્યે ઉચ્ચ આદર્શનું મૂળભૂત સાધન અહિંસા છે. આધ્યાત્મિક સાધનાની આચારભૂમિ અહિંસા છે.
ભગવાન મહાવીરની આ અહિંસાનો પ્રભાવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનમાં ઠેરઠેર જોવા મળે છે. ભગવાન મહાવીરની અહિંસા ઉપભોગની નહિ, પણ ઉપયોગની સંસ્કૃતિમાં માને છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના એકેન્દ્રિય જીવો પ્રત્યે પણ અપાર કરુણા છે માટે તેના ઉપયોગમાં પણ વિવેક અને ઝયણાની ભગવાને પ્રરૂપણા કરી છે.
ગાંધીજી માટે લીમડાની ચટણી બનાવવા માટે એક આશ્રમવાસી આખી ડાળખી લઈ આવ્યા. ગાંધીજીએ એક અઠવાડિયા સુધી ચલાવી. ગાંધીજી પાણીનો પણ સંયમપૂર્વક ઉપયોગ કરતા. એક ભાઈએ ગાંધીજીને કહ્યું કે, બાજુમાં જ સાબરમતી ખળખળ વહી જાય છે તો પાણી વાપરવામાં આટલી કંજૂસાઈ કેમ કરો છો ? ગાંધીજીએ જવાબ આપ્યો, “આ નદી મારા પિતાશ્રીની માલિકીની નથી. આ સરિતાના જળ પર મારા પ્રત્યેક દેશવાસીનો અધિકાર છે.”
પ્રકૃતિના ઘટકોના બેફામ દુરુપયોગ સામે ગાંધીજી લાલ બત્તી ધરતા. નિરંકુશ
- ૧૩૪
Page #72
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
ભોગ-ઉપભોગ નહિ, પણ ઉપયોગની સંસ્કૃતિના પુરસ્કર્તા મહાત્માજીની વાતમાં છ’કાયના જીવોની અહિંસા દ્વારા અભય દાનની ભાવના અભિપ્રેત છે.
મુંબઈમાં એક વખત શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી વચ્ચે દયાધર્મ અંગે ચર્ચા ચાલી. ચામડું વાપરવું કે નહિ તેનો વિચાર-વિમર્શ ચાલતો હતો. બન્ને એવા મત પર આવ્યા કે બને ત્યાં સુધી ચામડાનો ઉપયોગ ટાળવો અને માથે તો ન જ પહેરાય.
શ્રીમદ્દએ ટોપીમાંથી ચામડું દૂર કર્યું અને તેનો ઉપયોગ બંધ કર્યો. ત્યાર પછી ગાંધીજીએ ચામડાના બોરિંગવાળા ચરખાના મૉડેલનો અસ્વીકાર કર્યો.
વિદ્વાન શ્રાવક વીરચંદ રાઘવજી ગાંધીએ ઇંગ્લૅન્ડમાં જૈન લિટરેચર સોસાયટી સ્થાપી. લોકોને માંસાહાર છોડાવી શાકાહાર તરફ વાળતા હતા. ત્યાંથી તેમને મહાત્મા ગાંધીજીનો પરિચય થયો. બન્નેએ સાથે નિરામિષ આહારના પ્રયોગો કર્યા હતા. શાકાહારના પ્રેરક બન્યા.
ગાંધી આશ્રમોમાં સત્ય અને અહિંસા પાયાના આદર્શો છે. ફિનિક્સ, ટૉલ્સટૉય ફાર્મ અને સાબરમતી આશ્રમ આ ત્રણે જગાએ અવાવરુ જમીનમાં વસવાટ કરવો પડયો. છતાં સર્પાદિક હિંસક જીવોને ન મારવાના નિયમનું યથાશક્તિ પાલન કરાવવામાં ગાંધીજી સફળ થયા હતા.
પરંપરામાં તો હિંસા કરવી નહીં, કરાવવી નહીં, અનુમોદવી નહીં, અસત્યાચરણ કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં, અધર્મ કરવો નહી, કરાવવો નહીં, અનુમોદવો નહીં એમ ત્રણ પરિમાણ ચાલતાં હતાં. ગાંધીજીએ ચોથું પરિમાણ ઉમેર્યું. હિંસા, અસત્ય, અધર્મનો ઇનકાર અને પ્રતિકાર કરી પ્રેમ, સત્ય અને આત્મધર્મથી હિંસા, અસત્ય અને અધર્મનું નિવારણ કરવું. આ આત્મબળથી, દયાબળથી, પ્રેમબળથી થતાં પ્રતિકારનું નામ એમણે સત્યાગ્રહ આપ્યું. હિંસકભાવ અને હિંસક શાસ્ત્રના ત્યાગથી જ ભગવાન મહાવીરનું આચારાંગ સૂત્ર શરૂ થાય છે. આત્મતત્ત્વ સમજાવી હિંસક બળના ત્યાગની તે વાત કરે છે. ગાંધીજી એ જ વાત સમજાવતા લખે છે, “જ્યાં અને જેટલે અંશે હથિયાર એટલે કે શરીરબળ કે પશુબળનો ઉપયોગ થતો હોય તે આત્મબળનો વિરોધી છે. જ્યારે સત્યાગ્રહ હથિયાર બળવિરોધી છે. સત્યાગ્રહ એ આત્મબળ છે, દયાબળ છે, પ્રેમનું બળ છે. પેલામાં વેરભાવને અવકાશ છે. જ્યારે સત્યાગ્રહમાં પ્રેમભાવને અવકાશ છે. એમાં વેરભાવ અધર્મ ગણાય છે. સત્યાગ્રહમાં વિરોધીને દુઃખ દેવાની કલ્પના જ ન હોય. જાતે દુઃખ સહન કરી વિનયથી વિરોધીને વશ કરવાનું સત્યાગ્રહ શીખવે છે. શસ્ત્રબળ અને સશસ્ત્રદળ ગુપ્તતાથી ચાલે છે. સત્યને કાંઈ સંતાડવાનું નથી એટલે સત્યાગ્રહીની
૧૩૫
વિશ્વકલ્યાણની વાટે
છૂપી સેના જ હોય. રાગવીર બીજાના મોત પોતાના હાથમાં રાખે છે, સત્યાગ્રહી મોતને માથે લઈને ફ્રે છે. મરદાનગી અભય અને હિંમતથી જુલમનો સામનો કરે છે.''
ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. તેઓ સ્વચ્છતાને, આરોગ્ય અને અહિંસાને સમાંતર ષ્ટિથી જોતા. આ જ રીતે જૈનોના ઝયણા ધર્મમાં સ્વચ્છતાને અગ્રસ્થાન અપાયું છે. સ્વચ્છતા-જતના, હિંસાનિવારણ અને અહિંસાની પ્રતિષ્ઠામાં સહાયક છે.
જૈનાચાર્ય પૂ. બહેચરજીસ્વામીની પ્રેરણાથી માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રેરણા ગાંધીજીને મળી. રાજચંદ્રના સત્સંગથી ગાંધીજીના જીવન પર જૈન ધર્મનો ઘેરો પ્રભાવ પડચો. શ્રીમદ્ રાજચંદ્રજી, મુનિ સંતબાલજીના ગુરુ નાનચંદ્રજી મહારાજ અને ગાંધીજી જેવી વિભૂતિઓએ વક્તવ્ય અને કર્તવ્યને જીવનની એક રેખા પર રાખ્યા. મહાવીરના અહિંસા ધર્મના વિચારો સાથે મહાત્મા ગાંધીજીના વિચારોનું સામંજસ્ય એટલે રાજસત્તા અને ધર્મસત્તાનો સમન્વય કહી શકાય. ગાંધીજીએ પોતાના જીવનમાં સર્વધર્મ સમભાવને આત્મસાત્ કરેલો. શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનવ્યવહારથી જૈનોના મહાવ્રત અપરિગ્રહોની એટલી પ્રબળ અસર ગાંધીજીના જીવન પર પડી કે તેઓ દૃઢપણે માનતા થયા કે સત્યશોધક, અહિંસાવાદી પરિગ્રહ ન કરી શકે. અપરિગ્રહ અને અહિંસા એકબીજાંનાં પૂરક વ્રતો છે. જેથી જીવનના દરેક સ્તરે ગાંધીજીએ અપરિગ્રહ વ્રતની પ્રાણપ્રતિષ્ઠા કરી અને આ શ્રદ્ધા જ્યારે ઐચ્છિક ગરીબાઈ વ્રતમાં પરિણમી ત્યારે એ વિચારધારાએ સમગ્ર રાષ્ટ્રને સમાજવાદનો આદર્શ આપ્યો.
સંતસાથી દુલેરાય માટલિયાએ નોંધ્યું છે કે, “જૈન દર્શનની સૂક્ષ્મ અને ઊંડી અહિંસા ગાંધીજીએ તેમના જીવનમાં આત્મસાત્ કરી હતી.’’
ભગવાન મહાવીરે અહંકારને હિંસા ગણી છે. અહંકાર કરનાર વ્યક્તિ પોતાના આત્માને હણે છે. સ્થૂળ હિંસક વ્યક્તિ એકવાર કોઈને મારી દેશે તે એકવાર હિંસા કરી, પણ અહંકારી વારંવાર અહંકાર કરી વારંવાર ભાવમરણ કર્યા કરશે. ગાંધીજીએ આ ઉક્તિનું આચરણ કરી અહંભાવને પોતાના જીવનમાંથી દેશવટો દીધો. પોતે બૅરિસ્ટર છે, રાષ્ટ્રના માન્ય નેતા હોવાનો અહંકાર કર્યો નહિ. આવી વ્યક્તિ જ સૂટ-બૂટ ને ટાઇને બદલે અંગે માત્ર પોતડી પહેરી શકે.
અહિંસાનું વિધેયાત્મક સ્વરૂપ દયા જ છે. ગમે તેવા વિકટ સંજોગોમાં સાધકઆત્મા દયા છોડતો નથી અને તેનું પરિપાલન કરે છે. દયાનો અર્થ પ્રાણીમાત્ર પ્રત્યે સહાનુભૂતિ, કરુણા, પ્રેમ, પ્રીતિ, રક્ષા કરવી તેવો થાય છે.
જિનમાર્ગમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરવી તે દ્રવ્યદયા, બીજા જીવોને દુર્ગતિ તરફ
૧૩૬
Page #73
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે
કામ
ભયથી નિર્ભયતાની યાત્રા
વિશ્વકલ્યાણની વાટે જતા જોઈ અનુકંપાથી તેને સદ્ગતિ તરફ વાળવાને ભાવદયા, છ'કાય જીવની રક્ષા તે પર દયા, ઉપયોગ અને વિધિપૂર્વક દયા પાળવી તે વ્યવહારદયા વગેરે વ્યવહારધર્મમાં દયાના આઠ પ્રકાર બતાવ્યા છે.
જિનમાર્ગમાં બતાયેલા આઠેય પ્રકારના વ્યવહારધર્મની દયા ગાંધીજીએ પાળવાનો પુરુષાર્થ કર્યો છે.
દ્રવ્યદયામાં એકેન્દ્રિય જીવોનો પણ ખયાલ રાખતા એક અંતેવાસી જાજરૂ જઈ આવીને વધુ માટી લઈ આવ્યા. ગાંધીજીએ તેને ખેતરમાં જ પાછી મુકાવી.
શાકાહારી કલબની શરૂઆતથી અંત સુધી બીજાને દયાધર્મ સમજાવી ભાવદયા આચરી. હિંસા, અસત્ય કરનારને કડવું લાગે તેવું દબાણ કરી તેના હિતાર્થે કડવું ઔષધ પાય તેમ અનુબંધદયા પાળી.
અહિંસાનો સામુદાયિક પ્રયોગ કરી ભારતને આઝાદી અપાવવાનું અદ્ભુત કહી શકાય તેવું અહિંસક કામ ગાંધીજીએ કરી બતાવ્યું. અહિંસાના આ પ્રયોગકાર્યમાં મહાવીરનું તપ, મૌન અને પ્રાર્થનાનો ગાંધીજીએ સામુદાયિક ઉપયોગ પણ કર્યો.
શ્રીમજી પાસેથી જેમણે દયાધર્મનાં કૂંડાં અને ક્રૂડાં રસ પીને સત્ય અને અહિંસાના પ્રયોગો કર્યા છે એવા ગાંધીજી લખે છે,
“સત્ય એ ઈશ્વર છે. એ સૂત્રની સહાયથી જ હું જાણે કે ઈશ્વરનું પ્રત્યક્ષ દર્શન કરી શકું છું. મારી રગેરગમાં હું તેને વ્યાપી રહેલું અનુભવું છું. સત્યને તમે ઈશ્વર તરીકે પામવા ચાહતા હો તો તે માટે એક અનિવાર્ય સાધન પ્રેમ એટલે અહિંસા છે. આખરે સાધ્ય ને સાધન એક જ અર્થના બે શબ્દો છે. અહિંસા મારો ઈશ્વર છે. સત્ય મારો ઈશ્વર છે. સત્યને શોધું છું ત્યારે અહિંસા કહે છે, ‘મારી મારફત શોધ' અને અહિંસાને શોધું છું ત્યારે સત્ય કહે છે, મારી મારા શોધ'. આવી અહિંસા તે પ્રેમનો સાગર છે.”
- મહાત્મા ગાંધીજીએ ભગવાન મહાવીરની અહિંસાના મૂળ તત્ત્વને પકડ્યું છે. તેમની રોજબરોજની જીવનચર્યામાં અહિંસાત્મક પાસાના વૈવિધ્યનું દિવ્યદર્શન થાય છે.
ભગવાન મહાવીરે અન્યાય અને શોષણને હિંસા ગણી. શુદ્ર જાતિના મેતાર્ય અને હરિકેપીને પણ મુનિપદ આપ્યું. ચંદનબાળાની મુક્તિ દ્વારા સ્ત્રીઓને પ્રતિષ્ઠા આપી તેમ ગાંધીજીએ પણ અસ્પૃશ્યતા નિવારણ અને કન્યાકેળવણી, સ્ત્રીને મતાધિકારની પ્રેરણા કરી. ગૌસેવા સંઘની સ્થાપના, પાંજરાપોળ દ્વારા નિરઉપયોગી પશુઓનો ઉપયોગ બતાવી પશુહિંસા રોકી, તેમાં તેમની સેવા અને કરુણાભાવ માનવેતર સૃષ્ટિ સુધી વિસ્તર્યો હોવાની પ્રતીતિ થાય છે.
- ૧૩૭
આપણા જીવનઆકાશમાં ભયનાં વાદળ શાથી ઘેરાય છે ? ભયની ભ્રાન્તિ કેવી રીતે પેદા થાય છે? જીવનપ્રવાહમાં એક પછી એક ભયની શૃંખલાથી આપણે કેમ અશાંત છીએ? આપણે સતત ભયની ભઠ્ઠીમાં શાથી શેકાઈ રહ્યા છીએ? શાંતચિત્તે ચિંતન કરવા જેવો પ્રશ્ન છે.
આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ કર્મોથી લેપાયેલ આપણા આત્મા સાથે જન્મજન્માંતરથી જોડાયેલી છે. જ્ઞાનીઓએ ભયનાં મૂળ કારણો અને તેના નિરાકરણના ઉપાયો પણ બતાવ્યાં છે જેથી જીવનગગનમાં નિર્ભયતાનો સૂર્ય ઝળહળી ઉઠે.
જૈન દર્શનમાં ભયના મુખ્ય સાત પ્રકાર બતાવવામાં આવ્યા છે, જેમાં આલોકનો ભય, પરલોકનો ભય, ધન, અકસ્માત, આજીવિકા, મૃત્યુ અને અપયશના ભયનો સમાવેશ થાય છે.
ઇન્કમટૅક્સ, એક્સાઈઝ, સેલ્સટૅક્સ, કસ્ટમ કે પોલીસ જેવાં સરકારી ખાતાંઓનો ભય અને છેતરપિંડી, ચોર, લુંટારા, નક્સલવાદી અને ગુંડાગેંગનો ભય વર્તમાન સમયમાં વધી ગયો છે.
ભયનું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ વિશ્લેષણ અને અભ્યાસ માનવજીવન માટે ઘણોજ ઉપયોગી છે. પૂર્વજન્મ સંસ્કારપ્રેરિત ભય કેટલીક વાર આ જીવનમાં સતત ડોકિયાં કરે છે, જેમ કે કોઈકને પાણીનો વધુ ડર લાગે તો કોઈકને આગનો વધુ ડર લાગે છે.
- ૧૩૮
Page #74
--------------------------------------------------------------------------
________________
વિશ્વકલ્યાણની વાટે ભૂત-પ્રેત-યોનિ અને વ્યંતરોનો આભાસ અને કલ્પનાથી પણ ભયભીત થવાય છે. ઉંમરના સંદર્ભ માનવને અલગઅલગ પ્રકારના ભય હેરાન-પરેશાન કરે છે..
નવજાત બાળક (Infant)ને અજાણ્યા સ્થળ, અજાણ્યા અવાજ અને અજાણી વ્યક્તિનો ભય લાગે છે. ત્રણથી છ વર્ષના શિશુને એકાંત અને અંધારાનો ડર લાગે છે. આ ઉંમરનું શિશુ ઘરના વાત્સલ્યથી સભર હંફાળા વાતાવરણથી થોડું અળગું થઈ નવા સામાજિક વર્તુળ તરફ પગરણ માંડે ત્યારે શિક્ષક-મિત્રો વગેરે સાથે તેના આત્મીય સંબંધો કઈ રીતે બંધાશે, તે ઘરમાં જે મુક્ત વાતાવરણમાં રહે, તેની રીતભાત કે કાલીઘેલી બોલી બહાર સ્વીકારાશે કે કેમ તેના પ્રત્યાઘાતોનો પ્રચ્છન્ન ભય શૈશવકાળમાં હોય છે. સાતથી ૧૨ વર્ષમાં શિક્ષકનો - પનિશમેન્ટનો, કોઈ પણ ક્ષેત્રની સ્પર્ધા અને ખોટું બોલવાનો ભય વધુ લાગે છે. તેથી ઓગણીસ વર્ષ સુધીનો ટીનએજરનો સમયગાળો (Identity crisis) નિજી પ્રતિભા અંગેના સંઘર્ષનો હોય છે. જે મિત્રોની સોબત હોય, જે પ્રવૃત્તિ કરતો હોય, જે ટેવો હોય તે સારી છે કે ખરાબ, તેનો શોખ અને વર્તણૂક સમાજ તેને સ્વીકારશે કે કેમ ? કુટુંબ, સમાજ અને ધર્મની પરંપરાઓ પ્રતિ તેને ગૂંચવાડો થાય અને તે Dilemma સ્થિતિમાંથી પસાર થાય ત્યારે પણ ભયની અનુભૂતિ થાય છે.
વીસથી સત્તાવીશનો સમયગાળો, કૅરિયર, કારકિર્દી, ઉચ્ચ અભ્યાસ જે નોકરીવ્યવસાય કે ધંધામાં સ્થિર થવું છે, તેમાં સફળતા મળશે કે કેમ તેનો ભય, મહત્ત્વાકાંક્ષાઓના આ તબક્કામાં પ્રિય પાત્રની પ્રાપ્તિની તીવ્રતમ ઇચ્છા જીવનસાથી, મનગમતું ઘર મળશે કે કેમ ? યુવાને સેવેલાં સ્વપ્ન સાકાર થશે કે કેમ તેનો ભય. ત્યાર પછી ચાળીશાની વય સુધી ધંધા-નોકરી કે કટુંબજીવનના ભયો સતાવે. ત્યાર પછીની સાંઠ સુધીની વયમાં સામાજિક પ્રતિષ્ઠાને લગતા ભયનો ઉમેરો થાય. સાંઠ પછીની વયમાં પોતાની ઉપેક્ષા થવાનો, બીમારીનો, સંતાનોના અલગ થવાનો, જીવનસાથી ગુમાવી દેવાનો અને નિવૃત્તિ (Retirement) પછી શું? અને મૃત્યુના ભયનો ઉમેરો થાય છે.
સત્વશીલ જીવનશૈલી કોઈને પણ નિર્ભય બનાવે. તેથી જ મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને રવિશંકર મહારાજનું જીવન નિર્ભયતાનો પર્યાય બની ગયું હતું.
બાળકોને કદી બાવો, રાક્ષસ કે ભૂત જેવાં કાલ્પનિક પાત્રોથી ડરાવાય નહીં. માતા-પિતા દ્વારા ધર્મના સંસ્કાર અને સત્યનું આચરણ બાળકોમાં નિર્ભયતાના ગુણો ખીલવે છે.
યુવાનોમાં આત્મવિશ્વાસનું આરોપણ કરવાથી તે નિર્ભય બને છે. ધંધામાં મોટું ખોટું અને સતત ખોટું ન કરવું પડે તેવી ગોઠવણ કરવી જરૂરી.
૧૩૯
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ ધંધો-ઉદ્યોગ કે વ્યવસાય પ્રામાણિકતાથી અને નીતિથી કરનારને ભય રહેતો નથી. વ્યવહાર અને કુટુંબજીવનમાં માયા, કપટરહિત સત્ય અને સરળ આચરણથી કેટલાક ભયને નિવારી શકાય છે.
આપણે સામાજિક, ધાર્મિક કે રાજકીય સંસ્થાઓના હોદ્દા પર હોઈએ અને કોઈ પ્રસંગે કોઈ મુદ્દો ઉપસ્થિત થાય તો તેને પ્રતિષ્ઠાનો પ્રશ્ન (Prestige issue) ન બનાવીએ તો જાહેરજીવનનો ભય ટળી જાય.
જીવનપ્રવાહમાં પ્રીતનો ભય અને ભયની પ્રીત હોય છે. મારા પ્રિય પાત્રને ગમે છે, તેને ગમતું હું નહીં કરું તો તેને દુ:ખ થશે. એ પ્રીતનો ભય અને જીવનમાં કેટલાંક કાર્યને, કેટલીક વસ્તુને અને કેટલીક વ્યક્તિને અન્ય વ્યક્તિના ભયને કારણે પ્રીત કરવી તે ભયની પ્રીત છે. આત્મીયતા હોય ત્યાં નિર્ભરતા હોય.
શંકાશીલ વ્યક્તિઓ પોતાના જીવનમાં નિરર્થક ભયનું વર્તુળ પેદા કરે છે. ઓછો પરિગ્રહ જીવનને નિર્ભયતા તરફ લઈ જાય.
ભયમાં મગજનાં તીવ્ર આંદોલનો હોય છે. ચિત્તવિકારમાં સર્વથી હાનિકારક ભય છે. ભયને કારણે ચિત્તની ચંચળવૃત્તિ, યોગની એકત્તાનો મોટો વિરોધ કરનાર માનસિક દશા છે. માટે ભયભીત એકાગ્ર ન બની શકે, ભયભીત ચિત્તનો સંબંધ સત્ય સાથે સંભવી શકે નહીં.
ધ્યાન અને કાયોત્સર્ગ અભયની સ્થિતિ સુધી લઈ જવા ખૂબ ઉપયોગી છે. જ્ઞાનસુખ ભયરહિત છે. સમજણ અને જ્ઞાનની અમૃતવર્ષાથી આત્મભૂમિ પર ભયવેદનાની આગ બુઝાઈ જાય છે અને નિજાનંદની મસ્તીની અનુભૂતિ થાય છે.
નૈતિક કે સામાજિક રીતે અસ્વીકાર્ય છૂપી પ્રવૃત્તિ કરનારને તેનો આત્મા તો ડંખે અને તેથી તેનો ભય સતાવે છે. આપણે નિર્ભય થવું હોય તો કોઈને પણ ભય પમાડે તેવું કોઈ પણ કૃત્ય ન કરવું જોઈએ. માનવી તો શું, શુદ્ર જંતુ પણ ભયભીત ન થાય તેવું વર્તન આપણા જીવનને નિર્ભયતા ભણી લઈ જશે. જૈન ધર્મમાં અભયદાનને શ્રેષ્ઠ દાન કહ્યું છે.
આ પરથી આપણને જણાશે કે જ્ઞાનીભગવંતોએ બતાવેલ પાંચ અણુવ્રત, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના આચરણમાં ભયની સમસ્યાનો ઉકેલ છે. પવિત્ર શ્લોક, સ્તોત્ર, મંત્રનું રટાણ, પરમતત્વમાં શ્રદ્ધા અને સદ્ગુરુનું શરણ આપણને નિર્ભયતાના ઉત્તુંગ શિખર પર લઈ જશે
૧૪૦
Page #75
--------------------------------------------------------------------------
________________ વિશ્વકલ્યાણની વાટે કાકા વિશ્વકલ્યાણની વાટે કામ ગુણવંત બરવાળિયાનાં પુસ્તકો | સર્જન તથા સંપાદના ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેકસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ-ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામ સંઘ -ઘાટકોપર, માણગુરુ જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઇન્સ્ટિટયૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉકટરેટ કરેલ છે. જૈન વિશ્વકોશ, “ગુજરાત વિશ્વકોશ” તથા જૈન આગમ મિશન સાથે સંકળાયેલા છે. * હૃદયસંદેશ * પ્રીત-ગુંજન * શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન * અમૃતધારા * સમરસેન વયરસેન ક્યા * piscu Pilar Glimpsis of world Religion. Introduction to Jainisim * Commentray on non-violence . Kamdhenu (wish cow) * Glorry of detechment * ઉપસર્ગ અને પરીષહ પ્રધાન જૈન કથાઓ * વિનય ધર્મ * ભારતીય સંસ્કૃતિમાં મા છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા : આગમ એવગાઈન રસાનધારા (ભાગ 1 થી 15) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્ર૭) * કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે)• વિચારમંથન * દાર્શનિક દૃષ્ટા - અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) * જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) * અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * ચંદ્રસેન કંથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * અમરતાના આરાધક * જૈન દર્શનમાં કેળવણી વિચાર * જૈન દર્શન અને ગાંધીવિચારધારા - અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી * આપની સન્મુખ * મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) * વીતરાગ વૈભવ : આગમ દર્શન * જૈન કથામાં સંબોધના સ્પંદનો * જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના * વિધવાત્સલ્યનો સંકલ્પ વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) * આધ્યાત્મિક કાર્યોમાં આત્મદર્શન : જીવનસંધ્યાએ અરુણોદય : સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) * આદર્શ કેળવણીનું ઉપનિષદ * અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) * ઉરનિર્જરા (કાવ્ય સંગ્ર) * તપાધિરાજ વર્ષીતપ * ઉત્તમ શ્રાવકો * દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) * ભગવાન મહાવીર અને સંયમજીવન * મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) * Aagam An Introduction Development & Impact of Jainism in India & abroad. 8 RU - અધ્યાત્મ આભા શ્રી ઉવસહરં સ્તોત્ર : એક અધ્યયન કૃતજ્ઞાનનાં અજવાળાં , જેન થાનકોમાં સબોધના સ્પંદન. * શૈલેશી (આલોચના અને ઉપાસના) * જૈન ધર્મના ચોવીશ તીર્થંકરો * જૈન વિશ્વકોશ (ડૉ. કુમારપાળ દેસાઈ સાથે) E-mail : gunvant.barvalia@gmail.com 02242153545 - 141