________________
વિશ્વકલ્યાણની વાટે કવિ કહે છે :
સરળતા સાથે જીવવાને,
જગતમાં મસ્ત ફરવાને, નિખાલસ પ્રીત હરવાને
પ્રભુ ! બાળક બનાવી દે! જેમજેમ ઉંમર વધે તેમતેમ શંકા, અહમ્, ભય, વાસના, લાલસા અને માયાનાં આવરણો ચડે. તેમ સરળતા લુપ્ત થતી જાય છે.
જ્ઞાનીઓ કહે છે, સરળતા અને અહંકાર જીવનમાં સાથે ન રહી શકે. માયા અને અહંકારના મૃત્યુઘંટની સાથે જ સરળતાની મધુર ઘંટડીના રણકારનો જન્મ થાય છે.
સરળ વ્યક્તિને અને સત્યને ઊંડો સંબંધ છે. તે કદી કોઈને છેતરશે નહીં. પ્રામાણિકતા તેના જીવનમાં છલકાતી હોય છે. સરળતા અને સમ્યક દર્શનને પણ અતૂટ
સંબંધ છે.
એક મિત્રને થોડા સમય પહેલાં દેશમાં જવાનું થયેલું. એ કહે, અમે અમારા એક દૂરના સગાને ત્યાં પાંચ વાગે પહોંચવાના હતા. એક ગૌશાળાના ઉદ્ઘાટન સમારંભમાં અમે હાજરી આપી આખી ગૌશાળા ર્યા. ફંડ અને પશુકલ્યાણ કેન્દ્રની સ્થાપના અંગે કેટલાક મહેમાનો સાથે ગૌશાળાના ટ્રસ્ટીઓની મિટિંગ થઈ તેમાં થોડી વધારે વાર લાગી. ત્યાંથી નીકળતા હતા ત્યારે ફોન આવ્યો કે બાજુના ગામમાં પૂ. મહાસતીજી બિરાજમાન છે. તેમની તબિયત લથડી છે તો તમારી સાથે ડૉકટર લઈને આવો. અમે ગયા. ડૉકટરે ઈંજેક્ષન આપ્યુંદવા વગેરે લખી દીધી. તે દવા ઉપાશ્રયમાં આપી. ડૉકટરને ઘરે પહોંચાડી અમે જે સ્નેહીને ત્યાં પાંચ વાગે પહોંચવાના હતા તે દસ વાગે પહોંચ્યા. અમે ફોન લગાડવાનો ઘણો પ્રયત્ન કરેલ, પણ સંપર્ક થઈ શક્યો નહિ. તેઓ દસ વાગ્યા સુધી અમારી રાહ જોઈ બેસી રહેલા.
જ્યારે સૂવા ગયા ત્યારે પલંગ પાસે આવી તે મારા પગ દબાવવા લાગ્યા. મેં કહ્યું, અરે વડીલ, આ શું કરો છો ? હું તમારાથી નાનો છું અને તમારી પાસે પણ દબાવડાવું? ના...ના...!
વડીલ કહે, તમે તપસ્વી છો. થાકી ગયા હશો. મને સેવાનો લાભ લેવા દો. મેં કહ્યું. હું થાક્યો નથી અને વળી આજે મારે ઉપવાસ-એકાસણું કાંઈ નથી, માટે તપસ્વી પણ નથી.
વડીલ કહે, તમે ગાયોની સેવા અને સાધ્વીજીની વૈયાવચમાં આજનો દિવસ પરિશ્રમ કર્યો એટલે તપસ્વી જ કહેવાઓ.
બહુ જ ઓછું ભણેલા સીધા-સાદા-સરળ માણસની વાતે મારામાં ચિંતનની
કાકા કાકી વિશ્વકલ્યાણની વાટે
કામ ચિનગારી ચાંપી.
એક નાના શહેરના નાનકડા દુકાનદારની દુકાને ત્રણ-ચાર યુવાનો કેમેરા માટે બે સેલ લેવા આવ્યા. સેલ લઈ રૂપિયા પચાસની નોટ આપી. વેપારીએ ભૂલથી રૂપિયા દસ લઈ અને નેવું પાછા આપ્યા.
યુવાનોએ એકબીજા સામે આંખ Íચકારી ચાલતી પકડી. વેપારીએ બૂમ પાડી, અલ્યા છોકરાવ, ઊભા રહો. આ લેતા જાવ. એક યુવાને બીજાને કહ્યું, કાકાને ખબર પડી ગઈ છે કે હિસાબમાં ગોટાળો છે. યુવાને ઝડપથી ચાલતાં કહ્યું. કાકા સમય નથી. અમારે ગાડી પકડવી છે... અને ભીડમાં ગાયબ થઈ ગયા.
ટ્રેનમાં બેઠેલા યુવાનોમાં અજંપે છે. ટ્રેન જલદી ઊપડતી નથી. તેટલી વારમાં હાંફળાફાંફળા કાકા યુવાનોના ડબ્બામાં ચડડ્યા અને કહ્યું કે, છોકરાવ, હું ભગવાનને પ્રાર્થના કરતો હતો કે ટ્રેન ન ઊપડે ને હું પહોંચ્યો.
યુવાનોને ધ્રાસકો પડયો કે નક્કી રૂપિયા પચાસ પાછા આપવા પડશે. તેટલામાં કાકાએ કહ્યું કે, તમે મારી દુકાનેથી સેલ લીધા ને ઉતાવળમાં ને ઉતાવળમાં આ તમારો કીમતી કેમેરા તો મારી દુકાનના કાઉન્ટર પર ભૂલી ગયા. લ્યો, સંભાળો આ તમારો કૅમેરા.
હાંફતા અને પરસેવાથી રેબઝેબ પાંચ હજારનો કૅમેરા આપવા આવનાર કાકાને આ યુવાનો જોઈ જ રહ્યા અને આશ્ચર્યચકિત થઈ ગયા. યુવાને પચાસની નોટ કાઢી વેપારીને કહ્યું કે, કાકા અમે તમને પચાસની નોટ આપેલી તેમાંથી ૧૦ સેલના બાદ કરતાં તમારે ચાળીસ પાછા આપવાના હતા. તમે સોની નોટ ગણી ભૂલથી નેવું આપ્યા તે આ પચાસ પાછા.
છોકરાવ, તમે ખાનદાન ઘરના લાગો છો. હું તમારો કેમેરા પાછો આપવા આવ્યો એટલે તમે બક્ષિસના પચાસ રૂપિયા આ રીતે આપો છો, પણ મારાથી એ થોડા લેવાય ? કહેતાંક ને ગાડીમાંથી નીચે ઊતરી પડ્યા. ગાડીએ એક ચીસ પાડી...અને ઊપડી. યુવાનો પરસેવે રેબઝેબ બૅટફૉર્મ પર મંથર ગતિએ ચાલતી સરળતાની મૂર્તિના સૌંદર્યને જોતા જ રહી ગયા.
પેલા ગામડાના સ્નેહી કે જેણે વૈયાવચ્ચ એ અત્યંતર તપ છે એ વાત સાદી અને તળપદી, સરળ ભાષામાં સમજાવી અને વેપારી કાકા કે જેની સરળતાના ગુણે નખશિખ પ્રામાણિકતાને ઉજાગર કરી તે બન્નેને સમ્યક દર્શન પ્રગટયું હશે કે નહિ તે તો મને ખબર નથી, પરંતુ એટલું તો ચોક્કસ છે કે, સરળ જીવો માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ સજ્જ છે. માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે સમ્યક દર્શન અને સરળતાને પરસ્પર સંબંધ છે. સરળતા અને ઋજુતા પ્રભુ સાથે જોડતી પવિત્ર કરી છે.
પર
*