________________
વિશ્વકલ્યાણની વાટે
કામ
ન્યાયસંપન્ન વૈભવ
વિશ્વકલ્યાણની વાટે અને તારે તો મુશ્કેલીનો પાર નહીં. વરુ કહે, તો મારે પણ માણસ બનવું છે. કેવી રીતે બનાય ? તો ભરવાડ કહે, પુણ્ય કરે તો માનવ બનાય. તું ઘેટાં મારવાનું બંધ કરશે તો પુષ્ય વધશે અને તેથી ભગવાન તને માનવ બનાવશે. આથી વરું તો રાજીરાજી થઈ ગયું. તેણે ઘેટાં મારવાનું બંધ કર્યું. હવે પેલા ભરવાડને નિરાંત થઈ. તેનાં ઘેટાંનો પરિવાર વધવા લાગ્યો.
આ ખુશીના કારણે એક દિવસ તેણે વરુના માનમાં એક સમારંભ યોજ્યો. ઘણા મહેમાનોને નોતર્યા. જદીદી મીઠાઈઓ સાથે ઘેટાં અને બીજાં પ્રાણીઓના સારાસારા માંસની રસોઈ બનાવી. વરુ આવ્યું. તેણે જાણ્યું કે અહીં માંસ રાંધ્યું છે કે તરત વિચારમાં પડી ગયું : અરે ! મને માનવ થવા આણે માંસાહારત્યાગનો ઉપદેશ આપ્યો અને પોતે તો માંસાહાર કરે છે.
તેણે કહ્યું : ભાઈ ધનગર ભરવાડ ! હું માંસ ખાતો નથી એટલે હું આમાં ભાગ નહીં લઈ શકું. અરેરે ! તું માણસ થઈને આવું કામ કરે છે ? હું તો માત્ર પેટા ભરવા જ માંસાહાર કરતો હતો અને તું તો દૂધ પીએ છે, અનાજ, શાકભાજી ખાય છે અને પાછો માંસ પણ રાંધીને ખાય છે ! પછી પોતાના ભાઈઓને કહ્યું કે, આનો ઉપદેશ ખોટો લાગે છે. આપણે કરતા હતા તે કરો. આવા માણસ નથી થવું. પણ ભગવાને કહ્યું, ભાઈ વરુ ! તારા આ કાર્યથી હવે મારા ચોપડામાં તારું નામ માનવ તરીકે લખાઈ ગયું છે એટલે માનવ તો થવું પડશે. ત્યારે તે બોલ્ય: તો પ્રભુ! માનવી બનાવો તો આવો રાક્ષસી માનવ તો ન જ બનાવજો. આટલી વિનંતી કરું છું. આ દૃષ્ટાંત સાંભળી મને થયું કે એક વરુ આટલું સમજે છે તો હું કેમ નથી સમજતો? અને ત્યારથી માંસાહાર છોડયો. તેમણે આગળ ચાલતાં કહ્યું : આ ધર્મકાર્યથી મને ઘણા ફાયદા થયા છે. જેથી મારી શ્રદ્ધા દિવસેદિવસે વધતી ગઈ છે.
એક પ્રત્યક્ષ દાખલો આપતાં તેમણે જણાવ્યું કે, ઘરમાં મારી પત્ની અને બાળકો માંસ ખાતાં, પણ હું તેમને છોડવા આગ્રહ કરતો નહીં. એક દિવસ હું હરિશ્ચંદ્ર-તારામતીનું પુસ્તક વાંચી સંભળાવતો હતો. તેમાં પત્ની પતિ માટે કેટલું દુ:ખ વેઠે છે એ મારી પત્નીએ સાંભળ્યું કે પતિનાં પગલાંમાં પોતાનું પગલું હોવું જોઈએ. ત્યારે હું તો મારા પતિને ન ગમતું કરું છું. મારે માંસાહાર છોડવો જોઈએ અને તેણે તે છોડ્યો. એટલે બાળકો આપમેળે જ તૈયાર થાય એમાં શી નવાઈ ! આમ અમારું કુટુંબ શાકાહારી બની ગયું છે તો ગુરુજી આપ જરૂર અમારે ત્યાં ભિક્ષા માટે પધારો.
જીવનમાં સુખને ધન અને વૈભવ સાથે ગાઢ સંબંધ સ્થપાઈ ચૂક્યો છે. સુખના દરેક તબક્કાને લક્ષ્મીના સમીકરણના સંદર્ભે મૂલવવાની ભ્રમણામાંથી આપણે બહાર નીકળી શકતા નથી. ધન અને વૈભવથી જ દરેક સુખની પ્રાપ્તિ થાય છે એવા માની લીધેલા સત્યને કારણે જીવનને માત્ર ભૌતિક નજરે જોયા કરીએ છીએ.
કોઈ પણ વ્યક્તિ સાથે ભૌતિક વસ્તુની આપ-લેના વ્યવહારને પ્રેમનો વિકલ્પ માની લીધો છે અને કોઈ પણ સાધનો દ્વારા બાહ્યાભ્યાંતર પરિગ્રહ, એટલે સંપત્તિ, વૈભવ કે સત્તા પ્રાપ્ત કરવી તે જીવનનું ધ્યેય બની ગયું છે.
પદાર્થને બદલે પ્રેમ અને સાધનશુદ્ધિનો વિચાર જ જીવનપ્રવાહની દિશા બદલી શકે કે સાચી દૃષ્ટિ આપી શકે.
સંપત્તિ અને વૈભવ જીવનવ્યવહાર માટે જરૂરી ખરાં, પરંતુ આપણે તેને જ અગ્રિમ સ્થાન આપી દીધું છે. દરેક ક્ષેત્રમાં સંપત્તિની પ્રધાનતાને કારણે જીવનનાં ખરાં મૂલ્યોની અવગણના થઈ છે.
કુટુંબજીવન કે સમાજજીવનમાં સંપત્તિના માપદંડના ત્રાજવાએ માનવીના સત્ત્વશીલ ગુણોની અવગણના કરી છે.
સમગ્ર સમાજજીવન દ્વારા માનવીના સત્ત્વશીલ ગુણોને પ્રધાનતા આપવી હોય તો પૂર્વાચાર્યોએ આપેલા ન્યાયસંપન્ન વૈભવના વિચારનું સાધનશુદ્ધિના સંદર્ભે જીવનમાં અવતરણ કરીએ તો સત્ત્વગુણોનો વિકાસ થાય.
૧૮