________________
કાકા જ વિશ્વકલ્યાણની વાટે મારા કાકા
અનર્થકારી બતાવ્યું છે. કામવાસના અમુક સમય પૂરતી જ જાગે, જ્યારે અર્થવાસના ચોવીસેય કલાક જીવતી અને જાગતી રહે અને એનું ખપ્પર પૂરવા આપણે અમૂલ્ય જિંદગીને સ્વાહા કરી દઈએ છીએ.
પરંપરાગત રીતે દિવાળીની રાત્રે આખા વર્ષના ધંધાની લેવડ-દેવડના ચોપડાનું પૂજન કરવામાં આવે છે. આ ચોપડાપૂજન દ્વારા આપણે આવતા વર્ષ માટે કુબેરજીનો ભંડાર, ધના શાલિભદ્રની રિદ્ધિ અને ક્યવના શેઠના સૌભાગ્યની આશા સેવીએ છીએ. સાથોસાથ કુબેરજીનો ત્યાગ અને શાલિભદ્રના દાનભાવનું સ્મરણ કરવું જોઈએ. મહારાજા જનક અને આનંદ શ્રાવકને ન્યાયસંપન્ન લક્ષ્મી વરી હતી, પરંતુ આ અનાસક્ત આત્માઓએ તો આત્મલક્ષ્મીને વરમાળા પહેરાવી દીધી હતી. તેના પાવન સ્મરણ સાથે લક્ષ્મીપૂજન વેળાએ ‘મને ન્યાયસંપન્ન વૈભવની પ્રાપ્તિ થાય'ની પ્રાર્થના આપણને મહાલક્ષ્મી સમીપ દોરી જશે.
વિશ્વકલ્યાણની વાટે ધર્મ-નીતિ અને અધ્યાત્મનું અર્થશાસ્ત્ર નિરાળું છે. તેમાં ગમે તે રીતે નફો ગાંઠે કરી લેવાની વાત નથી. વ્યક્તિ, પરિસ્થિતિ અને સંજોગોને પણ આર્થિક વ્યવહાર કરતી વખતે લક્ષમાં લેવામાં આવે છે.
સામેવાળાની લાચાર પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શોષણ કરવું, અન્યની શારીરિક પાયમાલી થાય, માનસિક અથવા નૈતિક અધઃપતન થાય, અન્ય જીવોને દુભવીને કે હણીને હિંસા દ્વારા થતી આવક ન્યાયસંપન્ન વૈભવ નથી. તંદુરસ્ત સમાજ કે રાષ્ટ્રના નિર્માણ માટે આ પાયાની વાત છે.
ટૂંકમાં, ન્યાયસંપન્ન વૈભવ એટલે હિંસા, અન્યાય, શોષણ કે અનૈતિક ધંધા દ્વારા સંપત્તિ કે વૈભવની પ્રાપ્તિ ન કરવી. નીતિમય માર્ગે આજીવિકા કે સંપત્તિ પ્રાપ્ત કરવી.
સંપત્તિની મુખ્યત્વે ત્રણ ગતિ છે : ભાગ, ચોરી અને દાન. ન્યાયસંપન્ન લક્ષ્મીનો ઉચિત જીવનવ્યવહાર માટે વિવેકપૂર્ણ ઉપયોગ કર્યા પછી વધે તે સુપાત્રે ઉલ્લાસ ભાવપૂર્વક દાન દઈએ તો લક્ષ્મી મહાલક્ષ્મી બને છે.
ન્યાયમાર્ગે આવેલી સંપત્તિ આપણે સુખપૂર્વક ભોગવી શકીશું અને પરિવારમાં સંતોષ અને પ્રસન્નતાનું વાતાવરણ જળવાઈ રહેશે.
હિંદના દાદા, દાદાભાઈ નવરોજી એમના મુંબઈના કેટલાક મિત્રોના આગ્રહથી, તે મિત્રોએ વિલાયતમાં એક પેઢીની સ્થાપના કરી હતી, તેમાં પોતે પણ સામેલ થયા હતા.
પેઢી ખૂબ સારી ચાલતી. વર્ષને અંતે તેના સરવૈયામાં સારો એવો નફો થયો. ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી થવા લાગી. દાદાભાઈને નફાના ભાગ સાથે ધંધાની લેવડ-દેવડના પ્રૉફિટ ઍન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સશીટ (સરવૈયું)ના કાગળો આપવામાં આવ્યા. તે વાંચ્યા પછી દાદાભાઈએ પોતાનો ભાગ લેવાની ના પાડી, તેનું કારણ દર્શાવતાં કહ્યું, આપણી પેઢીમાં દારૂ અને અફીણનો પણ વેપાર થાય છે, એ આ હિસાબના કાગળો વાંચી-જાણી મને દુઃખ થાય છે. લોકોને દારૂ અને અફીણ વેચી કોઈને દારૂડિયા કે અફીણના બંધાણી બનાવવા એ પાપ છે. આવી પાપની કમાણીનો ભાગ મારે જોઈતો નથી અને મારે પાપના ભાગીદાર બનવું નથી. આમ કહી તેઓ પેઢીમાંથી ભાગીદાર તરીકે છૂટા થઈ ગયા. આના પરથી આપણે જાણી શકીએ કે તે ન્યાયસંપન્ન વૈભવ અને સાધનશુદ્ધિના સાચા આગ્રહી હતા.
જ્ઞાનીઓએ કામવાસના કરતાં પણ અર્થવાસનાના સાતત્યને વધુ ભયંકર
૧૯