________________
વિશ્વકલ્યાણની વાટે રાણીબાએ સંતના ચરણસ્પર્શ કરી અને અભિવંદના કરી. સંત કહે છે કે રાણીબા, મારા ગુરુજીનો સંદેશ લઈને હું આવ્યો છું. ગુરુજીએ કહ્યું છે કે, “શું કુબુદ્ધિ સૂઝી કે મેં આપના એકના એક લાડીલા કુંવરને ગુફળ બોલાવ્યા. મને કહેતાં દુ:ખ થાય છે કે આજે મોડી રાત્રે ગોજારા આશ્રમે કુંવરને ભરખી લીધો.'
રાણી કહે છે, “આહો ! આપણા ગુરજી તો #ણાવંત છે, પરંતુ હંમેશાં મિલન આનંદદાયક અને વિરહ દુ:ખદાયક હોય છે, પરંતુ જ્યાં મિલન છે ત્યાં વિરહ નિશ્ચિત જ છે, તે નિયતિ છે, સંસારનો ક્રમ છે.”
“ધર્મનો આધાર સ્વભાવ પર છે. જીવનમાં એક તરફ સંયોગ અને બીજી તરફ સ્વભાવ છે. બન્ને એક સમયે આવે છે ત્યારે દૃષ્ટિ કોના પર પડે છે તેના પર ધર્મનો આધાર છે. સંયોગ પર દૃષ્ટિ છે તો અધર્મ થાય છે અને સ્વભાવ પર દૃષ્ટિ છે તો ધર્મ થાય છે. દ્રવ્ય આત્મા સ્વભાવ છે, બાકી બધાં જ પરદ્રવ્યો છે.”
“હે સંત પુરપ ! આપ તો જ્ઞાની ગુરજીના શિષ્ય છો, નિમિત્ત અને સંયોગ પર આપણે દૃષ્ટિ શું કામ પાડીએ ?'
રાજકુમારને ગુરુકુળમાં આવવાનું નિમંત્રણ અને ગુરુકુળનો આશ્રમ એ તો નિમિત્ત માત્ર છે. આ ઘટનામાં નિમિત્ત કે સંયોગને કેમ દોષ દઈએ ? ઘટનાનું કારણ તો કર્મોદય છે. અહીં શરીરનો સ્વભાવ માત્ર વિયોગનું કારણ છે. સંયોગ પર સ્વભાવનો વિજય થતાં જ ધર્મ આત્મસાત થશે. રાણીબાએ હૃદયના ભાવો વ્યક્ત કર્યા."
સંતે કહ્યું, આપણે રાજાજી પાસે જઈએ. એટલામાં દાસી કહે છે કે સ્વયં રાજાજી આપનાં દર્શને અહીં પધારી રહ્યા છે.
જાણે મંથર ગતિએ ચાલતી ધીરગંભીર પ્રતિભાનું પદાર્પણ થયું. મુગટ અને આભૂષણો ઉતારી રાજાએ સંતનાં પુનિત ચરણનો સ્પર્શ કરી ભાવપૂર્વક વંદન કર્યા અને કહ્યું કે, આટલી વહેલી સવારે આપના આગમનનું કારણ શું? ગુરુવરનું સ્વાથ્ય તો સારું છે ને ? સૌ ક્ષેમકુશળ છો ને ? - સંતે કહ્યું, “આજે મોડી રાતે આપના રાજકુમારનું આશ્રમમાં અકાળ અવસાન થયું છે, તે સમાચાર માટે ગુરુજીએ મને મોકલ્યો છે. આ આકસ્મિક દુ:ખદ ઘટનાથી બધા આશ્રમવાસીઓ, ગુરુકુળના વિદ્યાર્થીઓ શોકમાં ડૂબી ગયા છે.”
“હું કલ્યાણ મિત્ર સંત, આપણે તો જીવનની દરેક ક્ષણમાં શોકરહિત જીવવાનું છે, તો જ આપણે અ-શોક બની શકીશું.”
૧૧૧
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ
વળી રાજકુમાર મૃત્યુ કેમ પામે ? હા, એ જરૂર મુક્તિપંથની યાત્રાએ જઈ શકે. મુક્તિ એટલે અમરત્વ. મુક્તિપ્રાપ્તિની પ્રક્રિયા ધર્મ દ્વારા જ થઈ શકે. કર્મોનું બંધન આત્માને જ છે. સંબંધો કે સંપત્તિ દુ:ખનું કારણ ત્યારે જ બને કે જ્યારે તેમાં આસક્તિ હોય. આ આસક્તિને કારણે જ તેનો વિરહ આપણામાં વેદનારૂપે પરિણમે. જેટલી તેમાં નિર્લેપી દશા તેટલું દુઃખ ઓછું. આ આસક્તિ અને કર્મોથી લેપાયેલા આત્માને મુક્ત કરવાનો છે. નોકષાય કષાય ભાવો જ મૃત્યુ છે. અન્યનું મૃત્યુ જોઈને આપણે માની લઈએ છીએ કે એક દિવસ આપણું પણ મૃત્યુ ચોક્કસ થવાનું છે. આમ મરણને આપણે આપણો સ્વભાવ માની લઈએ છીએ, પરંતુ હકીકતમાં જોઈએ તો મરવાનો સ્વભાવ તો આત્માને વળગેલા શરીરનો છે. ધર્મ એ સમજાવે છે કે શરીર અને આત્મા ભિન્ન છે. દેહ આપણો પોતાનો કઈ રીતે હોઈ શકે ? માટે અહીં મૃત્યુના અનુસંધાનને તોડવાની વાત કરી છે. મૃત્યુનું સ્વાગત કરવું હોય તો આત્માના અમરત્વના સ્વભાવ સાથે જીવવું પડશે.
આપણે જે જગત જોઈએ છીએ તે જગતમાં મૃત્યુ એટલે શરીરથી આત્માનું અગલ થવું. દેહમાંથી જીવનું ચાલ્યા જવું એટલે મૃત્યુ. દાર્શનિક દૃષ્ટા મૃત્યુને ભિન્ન રીતે ઓળખાવે છે. ઘડીકમાં રાજી અને ઘડીકમાં નારાજી, આજે આશા કાલે નિરાશા, કોઈ પળે શુભ ભાવ તો કેટલીક ક્ષણો પછી કષાય ભાવો, વિચારોના ચઢાવ-ઉતાર, મનની ચંચળતા, વિહ્વળતા અને ભાવોની જે અનિત્યતા છે તે ક્ષણેક્ષણે ભાવમરણ છે. અધ્યાત્મ ક્ષેત્રે તો તેને જ મૃત્યુ ગણવામાં આવે છે. નિર્લેપી દશા અને અનાસક્તિના માર્ગે જ મુક્તિની યાત્રા કરી શકાય.” રાજાએ મૃત્યચિંતન રજૂ કર્યું.
રાજકુમાર તો આ મહેલનો અતિથિ હતો. મહેમાન આવી અને ચાલ્યા ગયા. તેનાં મરણોની મધુરતા આપણા જીવનને સભર કરશે. હા ! વિરહમાં ઉદાસીનભાવ અને મિલનમાં પ્રસન્નતા એ સંસારનો વ્યવહાર ક્રમ છે, પરંતુ નિશ્ચયદૃષ્ટિમાં સમભાવ જ આપણને મુક્તિપંથના પ્રવાસી બનાવી શકે.
એટલામાં ગુરૂદેવ રાજકુમાર સાથે મહેલમાં પ્રવેશે છે. હા, રાજકુમાર જીવિત છે. બધા સાનંદાશ્ચર્ય રાજકુમારને નિહાળે છે.
શિષ્યએ ગુરજીને રાજમહેલમાં થયેલા સંવાદનું વૃત્તાંત કહ્યું.
આપને આશ્ચર્ય થશે કે આવા આઘાતજનક અને અસત્ય વચનો મારા શિષ્યએ આપને કેમ કહ્યાં ? આ હતી આપની નિર્લેપ દશાની કસોટી. ગુરુજીએ કહ્યું.
' ૧૧૨