________________
વિશ્વકલ્યાણની વાટે
નિર્લેપી દશા
હરણી હાંફતી હતી. તેની વેદના જોઈ સાધુની વ્યાકુળતા વધી. આંખને ખૂણેથી ટપકતાં એક અશ્રુબિંદુ સાથે હરણીને ઉપાડી તપોવનના આમ્રકુંજની છાયામાં સુવાડી શીતળ જળનો છંટકાવ કર્યો. થોડી વારમાં એ શાંત થઈ. તેને શાતા વળતા સંતની ઉદાસી દૂર થઈ. જાણે ઉપવનની સમગ્ર પ્રકૃતિમાં પ્રસન્નતાનાં સ્ફલિંગો ફૂટ્યાં. એક છોડ સુકાયેલો જોતાં જ સંતની કરુણ દૃષ્ટિમાં ભરતી ચડે તો આ તો નાનેથી ઊછરેલી વર્ષોની નિર્દોષ સાથી હરણી.
શિષ્ય આવી ગુરુજીને પ્રણામ કરી કહ્યું કે, “આજે અમે નિર્લેપી રાજાને ત્યાંથી ભિક્ષા લઈને આવ્યા છીએ.” ગુર કહે, “નિર્લેપી રાજા ?” “હા ગુરદેવ, એનું સાચું નામ તો અમે નથી જાણતા પણ લોકો એને નિર્લેપી રાજ કહીને માનથી સંબોધે છે." ગમે તેવી પરિસ્થિતિમાં એની નિર્લેપી દશા ટકેલી જોઈ લોકો તેની અભિવંદના કરે છે.
ગુરુ વિચારે છે, રાજા અને નિર્લેપી દશા ? શક્ય નથી લાગતું. કઠિન વાત છે. ગરજીને જિજ્ઞાસા જાગી. રાજાની નિર્લેપી દશા કેવી હશે. શિષ્યને કહે કે તમે જાઓ અને રાજાને કહો કે અમારા ગુરુદેવની ઇચ્છા છે કે આપનો રાજકુમાર અમારા તપોવનમાં ત્રણ દિવસ માટે રોકાવા આવે.
શિષ્ય રાજાને ગુરુજીના આમંત્રણની વાત કરી. રાજાએ સંતના આમંત્રણનો સ્વીકાર કરી રાજકુમારને મોકલ્યો. રાજકુમાર ત્રણ દિવસ ગુરુકુળ તપોવનમાં રહે છે. ચોથે દિવસે વહેલી સવારે
૧૦૯
કાકા વિશ્વકલ્યાણની વાટે ગ્રદેવ એક શિષ્યને એક સંદેશ સાથે નિર્લેપી રાજાના મહેલમાં મોકલે છે.
મહેલમાં પ્રવેશતાં જ દાસી વંદન કરી સંતનું સ્વાગત કરે છે.
સંત કહે છે, મને રાજકુમારના ખંડ તરફ લઈ જાઓ, મારે રાણીને એક દુ:ખદ સમાચાર આપવાના છે કે તેના પતિ કુંવરનું અમારા આશ્રમમાં મૃત્યુ થયું છે.
ઓહો ! બસ, રાજકુંવરનો અમારા સાથેનો શણાનુબંધ આમ અચાનક પૂરો થયો. એમને પરમશાંતિ મળો. દાસી સ્વસ્થતાપૂર્વક સંતને કહે છે.
અને દાસી સંતને યુવાન રાણીના ખંડ તરફ લઈ જાય છે. સંત દાસીની સ્વસ્થતા અને શબ્દોથી આશ્ચર્ય અનુભવે છે.
સગર્ભા રાણી સંતના ચરણસ્પર્શ કરી અભિવંદના કરવા એક કદમ આગળ ભરે છે. ત્યારે સંત કહે છે, “તમે ધનરાણી છો, વાંકાં ન વળશો. માત્ર ઊભાં રહીને જ વંદનવિધિ કરો." રાણીએ ભાવપૂર્વક પ્રણામ કરતાં સંતે રાણી અને તેની ગર્ભસંપદાને કલ્યાણમય - મંગળમય જીવન માટે આશીર્વચન આપતાં કહ્યું કે, વિપદાને સહન કરવાનું પ્રભુ તમને બળ આપે. મારા ગુરુજીએ આપેલ સંદેશ કહેતાં મને દુઃખ થાય છે કે આજે મોડી રાત્રિએ આપનું સૌભાગ્ય ચૂંટવાઈ ગયું છે. આપના પતિ રાજકુમાર આમારા તપોવન આશ્રમમાં કાળનો કોળિયો બની ગયા છે. મને રાણીબાના આવાસ તરફ લઈ જાઓ, મારે ગુરઆજ્ઞા પ્રમાણે તેમને સ્વયં આ દુ:ખદ સમાચાર આપવા છે. જરાય વિચલિત થયા વિના રાણી કહે છે, આપ અહીં બેસો, જલ ગ્રહણ કરી વિશ્રામ કરો. બા પૂજાખંડમાંથી થોડી વારમાં જ બહાર આવશે.
સંત કહે છે, આપનાં દુઃખ અને વેદનાની ભયંકરતા હું જાણું છું.
‘‘દવ, ગુરુ અને ધર્મના પ્રતાપે હું સંસારની વિચિત્રતાને જાણું છું. વળી કર્મની વિચિત્ર લીલાનો પાર આપણે પામી શક્તા નથી. આયુષ્યનો કોઈ ભરોસો નથી. એ આયુષ્યકર્મ તો કાચા સુતરના તાંતણા જેવું છે. તે ઓચિંતો ક્યારે તૂટે તે કોઈ જાણી શકતું નથી. તેમનું જીવનજળ ખૂટે તો અમારા પ્રસન્ન દામ્પત્યનો અમૃતકુંભ રિક્ત બની જાય, પરંતુ રાજકુમારનો પવિત્ર અંશ મારા ઉદરમાં ઉદયમાન થતાં વિકસિત થઈ રહ્યો છે અને મને શાતા અને શાંતિ આપી રહ્યો છે. મને શ્રદ્ધા છે કે એમનો આત્મા વર્તમાને સંતાપરહિત પ્રસન્નતાનો અધિકારી છે. રાણીએ દૃઢતાપૂર્વક પોતાની વાત રજૂ કરી.
એટલામાં દાસી કહે છે કે, રાણીબા પૂજાખંડમાંથી બહાર આવી આપની પ્રતીક્ષા કરી રહ્યાં છે.
૧૧૦ '