________________
વિશ્વકલ્યાણની વાટે
કાળજા (લીવર) વચ્ચે કર્કર નામનો વાયુ ઉત્પન્ન થાય છે. ઘોડો દોડે ત્યારે તે વાયુ બહાર નીકળતા આ અવાજ થાય છે. આ દર્શાવે છે કે ભગવાનને પ્રાણીઓના શરીરની રચનાનું સૂક્ષ્મ જ્ઞાન હતું.
બધા તીર્થંકરોના સાધુ રંગીન વસ્ત્રો પહેરતા, પણ ભગવાને શ્વેત વસ્ત્રો પહેરવા આદેશ કર્યો. ગરમી અને તાપમાં રંગીન વસ્ત્રોમાં વધુ ગરમી લાગે, શ્વેતમાં ઓછી, આ રીતે પ્રભુએ ગ્લોબલ વૉર્મિંગની આગાહી કરી કે ભવિષ્યમાં વૈશ્વિક તાપમાન વધશે. ધર્મકથાનુયોગમાં શ્રી જ્ઞાતાધર્મકથા નામના આ આગમમાં મહાપુરુષોના જીવનની સત્યઘટનાઓ અને ઔપદેશિક કથાઓનો વિપુલ સંગ્રહ છે. દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવારી કરીને આવે તો દર્શનનાં રહસ્યો સરળતાથી સમજાઈ શકે. આ ધર્મકથાનું શ્રવણ બાળજીવોને ધર્મપ્રીતિ પ્રેરનારું બની રહે, ધર્મમાર્ગમાં સ્થિર કરનારું બની રહે તેવું છે.
પોઝિટિવ થિંકિંગ કઈ રીતે રાખવું - સમુદાય વચ્ચેના જીવનમાં સમુદાય ધર્મ કઈ રીતે નિભાવવો તેમ જ વડીલોનાં સ્થાન અને સન્માનની વાત આ સૂત્રોમાં કહી છે. વાસ્તુશાસ્ત્ર, નગરરચના, જીવનવ્યવસ્થા અને જીવનશૈલીમાંથી ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન જાણવાની ઇચ્છાવાળાઓએ જ્ઞાતાધર્મ કથા સૂત્ર વાંચવું જોઈએ.
શ્રી ઉપાસકદશાંગ સૂત્ર વીરપ્રભુના શાસનના દશ મહાશ્રાવકોના દેશવિરતિના ઉત્કૃષ્ટ આચારનું વર્ણન આપણને પ્રેરણાના પીયૂષ પાય છે.
શ્રાવકોની જીવનશૈલી, તેમની વ્યાપારની પદ્ધતિ કેવા પ્રકારની હતી, રોકાણની પદ્ધતિ, ક્ષેત્ર, સાધનો અને ન્યાયસંપન્ન વૈભવ અને શ્રાવકોની આવકના વ્યય અને સદ્બયનું વર્ણન આ સૂત્રમાં છે.
ભગવાન મહાવીરના શ્રાવકો પાસે ગાયોના વિશાળ ગોકુળ હતા. જે ઘરમાં ગાય છે ત્યાં આસુરી સંપત્તિનું આગમન થતું નથી, તે આ સૂત્ર દ્વારા ફલિત થાય છે. પરિવારમાં પત્ની, માતા અને પુત્રોનું સ્થાન અને વાનપ્રસ્થ આશ્રમનું વર્ણન પણ આ સૂત્રમાં છે.
ભગવાન મહાવીરે પોતાના શ્રાવકો, જે સંસારમાં રહીને પણ ઉત્કૃષ્ટ આત્મકલ્યાણ કરે છે તેવા શ્રાવકોનું પોતાના શ્રીમુખેથી વર્ણન કરી શ્રાવકોને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે તે ઉપાસકદશાંગ સૂત્રથી પ્રગટ થાય છે.
શ્રી અંતગડદશાંગ સૂત્રમાં અંતર્મુહૂર્તમાં મોક્ષે ગયેલા પુણ્યાત્મા આરાધક મુનિઓનાં જીવન શ્રાવકના ત્રણ મનોરથ ચરિતાર્થ કરવાના પ્રેરક બને છે.
આ સૂત્રમાં સહનશીલતાથી સફળતા સુધીની યાત્રાનું વર્ણન છે. શ્રાવક સુદર્શન
૧૧૯
વિશ્વકલ્યાણની વાટે
‘નમો જીણાણંજી અભયાર્ણ’ના જાપ કરે છે ત્યારે સેંકડો કિલો વજનનું શસ્ત્ર તેના પર ફેંકવામાં આવે છે છતાં તે વાગતું નથી. જપસાધનાને કારણે તેની આસપાસ સુરક્ષાચક્ર રચાય છે અને તેને બચાવે છે. આ ઘટનાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરતા જણાશે કે અદશ્ય પદાર્થ દશ્યને રોકી શકે. સુરક્ષાનો એક અદશ્ય ફોર્સ આપણી આસપાસ રચાય જે મેટલને પણ રોકી શકે છે. ગોશાલકે ભગવાન સામે ફેંકેલી તેજોલેશ્યા વખતે પણ આવું જ થયું હતું.
ગજસુકુમારના માથે અંગારા મૂક્યા ત્યારે તેને પીડા ન થઈ. સાધુ લોચ કરે ત્યારે પહેલી ચાર-પાંચ લટ ખેંચે ત્યારે દુ:ખ-પીડા થાય, પછી તે પીડા ઓછી થાય એનો અર્થ એ થયો કે આપણી ભીતર એનેસ્થેસિયા સક્રિય થાય છે. આપણી અંદર પીડાશામક રસાયણ સર્જાય છે જે નેચરલ એનેસ્થેસિયા છે. અંદરમાં એવું કાંઈક તત્ત્વ સર્જાય છે જે તત્ત્વ આપણી સહનશીલતાને વિકસાવે છે. આ સંશોધનનો વિષય છે.
શ્રી અનુત્તરોપપાતિકદશાંગ સૂત્ર આગમના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મહાત્માઓનું જીવન આપણા અધ્યાત્મ જીવનને નવી દિશા આપે છે.
ભગવાન મહાવીરની ઉપદેશધારામાં નવમા આગમમાં દેહ પ્રત્યેનું મહત્ત્વ ઘટાડતા તપસાધકો જેવા કે ધન્ના અણગારની સાધનાનું વર્ણન છે.
આ સૂત્રમાં કહ્યું છે કે, મનુષ્ય માત્ર ખોરાકથી જ જીવી શકે એવું નથી, પ્રકાશ અને હવાથી પણ જીવી શકાય છે. સૂર્યપ્રકાશથી પણ જીવી શકાય તેવા દાખલા છે. રોજ એક ચોખાનો દાણો લઈને પણ લાંબો સમય જીવી શકાય તેવા ઉદાહરણ છે. શરીરવિજ્ઞાનના સંશોધનનો આ વિષય છે.
મંત્રના ઉપયોગ અને લબ્ધિદિશા દર્શન કરાવનાર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાંનાં પાંચ મહાપાપોનું વર્ણન વાંચતાં પાપથી પાછા ફરવાનો પાવન અવસર પ્રાપ્ત થાય છે.
સત્ય, અહિંસા આદિ ગુણો દ્વારા વિધેયાત્મક શક્તિની પ્રાપ્તિ કઈ રીતે કરવી તેનું વર્ણન આ સૂત્રમાં છે. અનેક પ્રકારની સિદ્ધિઓ, વિદ્યાઓ, લબ્ધિઓ અને
ઊર્જાઓને કઈ રીતે પ્રાપ્ત કરવી તે બતાવેલ છે.
પ્રાચીનકાળમાં આ આગમમાં અનેક વિદ્યાઓનાં મંત્રો તથા યંત્રોની વાત હતી, પરંતુ એ વિદ્યાઓનાં મંત્રો કે યંત્રોનો દૂરઉપયોગ ન થાય, કોઈ ફુપાત્ર તેનો અકલ્યાણ માટે ઉપયોગ ન કરે તે આશયથી આ સૂત્રની પ્રાચીન વિદ્યાને ગુરુએ સંગોપી દીધી છે. આમ અનઅધિકારી શિષ્યને જ્ઞાનનો પરિચય ન કરાવવાની જૈન પદ્ધતિ વિશેષ વંદનીય છે અને આ જ કારણે આચાર્યએ આ આગમનો વિષય બદલી નાખ્યો છે.
૧૨૦