SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે આ આગમો આપણા માટે કઈ રીતે પ્રેરક બન્યા છે તેની વિચારણા કરીએ. ‘આચાર એ જ પ્રથમ ધર્મ છે' આ જીવનસૂત્ર અપનાવવાની સફળ તરકીબો શ્રી આચારાંગ સૂત્રમાં આચારશુદ્ધિ દ્વારા જીવનશુદ્ધિના સ્તરને ઊંચું લાવવા માટે છ પ્રકારના જીવોને ‘યતના', 'જયણા અને આચારશુદ્ધિનો માર્ગ બતાવ્યો છે. વળી આત્મસુધારણા અને સમાધિની પ્રાપ્તિ કરવામાં ઇંદ્રિયવિજયની પ્રધાનતાનું નિરૂપણ કરતાં શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, જે પાંચ ઇન્દ્રિયોના વિષયો છે તે સંસારનું મૂળ કારણ છે. આત્માથી પરમાત્મા સુધીની યાત્રાનું માર્ગદર્શન આ સૂત્રમાં આપવાની સાથે જણાવાયું છે કે આત્મજ્ઞાન પામ્યા વગર જગતનું કોઈ પણ જ્ઞાન અજ્ઞાન ગણાય છે, માટે આત્મજ્ઞાન પામવા ઇચ્છુક સાધકોએ અને નવદીક્ષિતોએ આચારાંગનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. વૈજ્ઞાનિકોએ વનસ્પતિમાં જીવન હોવાની શોધ કરી. શ્રી આચારાંગમાં ભગવાને આગળ વધીને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ જીવ છે, વનસ્પતિ અને પ્રાણીને પણ સંવેદના છે, એમ કહ્યું છે. ફોરનટ નામના મૅગેઝિનમાં 'Mountain are Grows' નામના લેખનું પ્રકાશન થયેલું, જેમાં પર્વતોની માત્ર બાહ્ય વૃદ્ધિ નહીં, પણ આંતરિક વૃદ્ધિની વાત પ્રગટ થયેલી છે. એ વાત સ્વાભાવિક છે કે જ્યાં જીવ હોય ત્યાં જ આવી આંતરિક વૃદ્ધિ સંભવી શકે. આચારાંગમાં શ્રી ભગવાન કહે છે કે, ભોગમાં સુખનો અનુભવ થાય છે તેના કરતાં વિશેષ યોગમાં પરમ આનંદની અનુભૂતિ થાય છે. જગતના ભિન્નભિન્ન દાર્શનિકોના વિચારોનો કપેરેટિવ સ્ટડી-તફાવત અને સરખામણી દ્વારા તેની અપૂર્ણતા પ્રત્યે અંગુલિનિર્દેશ કરી સાધના આચારો અને વૈરાગ્યનાં દુ:ખોનાં વર્ણન દ્વારા જીવને વૈરાગ્યભાવ તરફ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર પ્રેરે છે. શ્રી સુયાગડંગ, (શ્રી સૂત્રકૃતાંગ) સૂત્રમાં જૈન દર્શનની શ્રેષ્ઠતાનું ન્યાયયુક્ત વર્ણન કર્યું છે. જગતનાં અન્ય દર્શનો જૈન દર્શનથી કઈ રીતે અલગ પડે છે તેનાં કારણો અને વિશિષ્ટતાઓ આ સૂત્રમાં મળે છે. ભગવાન મહાવીરે કહેલું કે, તાર્કિકપણે ગંગાસ્નાનથી મોક્ષ મળતો હોય તો ગંગામાં રહેલી બધી જ માછલીઓને મોક્ષ મળી જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્નાન એ બાહ્યશુદ્ધિનું કારણ માત્ર છે, આત્મશુદ્ધિની પ્રક્રિયા નથી. દેહશુદ્ધિનું મહત્ત્વ ગૌણ છે. મોક્ષમાર્ગમાં આત્મશુદ્ધિનું જ મહત્ત્વ છે. -- ૧૧૭ - વિશ્વકલ્યાણની વાટે કામ વિવેકબુદ્ધિનું બંધારણ વ્યવસ્થિત રાખવા માટે જગતના ભિન્નભિન્ન પદાર્થોનું વર્ગીકરણ શ્રી ઠાણાંગ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આત્મસુધારણા માટે દસ સંજ્ઞાઓને દસ રાષ્ટ્રધર્મ દ્વારા કઈ રીતે સંરકારિત કરી શકાય તેનું સુંદર નિરૂપણ આ સૂત્રમાં કરવામાં આવેલ છે. વરસાદ ન આવતો હોય તો કેમ લાવવો અને કઈ નદીમાં કેટલું પાણી રહેશે તેની ભવિષ્યની વાત આ સૂત્રમાં છે. આ સૂત્રમાં ભગવાને ૧૦ નક્ષત્રમાં જ્ઞાનની વૃદ્ધિની વાત દર્શાવી છે. ૧) મૃગશિર ૨) આદ્રા ૩) પુષ્ય ૪) પૂવાંધાઢી ૫) પૂર્વ ભદ્રપદા ૬) પૂર્વાફાલ્ગની ૭) મૂળ ૮) અશ્લેષા ૯) હસ્ત ૧૦) ચિત્રા. આ દસ નક્ષત્રોમાં વિદ્યાપ્રાપ્તિનો પ્રબળ પુરુષાર્થ કરવા કહેલું. નક્ષત્રોમાંથી જે કિરણો નીકળે છે તે આપણા બ્રેઈનને અસર કરે છે. આ નક્ષત્રોના સમયમાં ખુલ્લામાં ટેરેસ પર વિદ્યાપ્રાપ્તિનો પ્રયોગ કરવાનો હોય છે. પૂર્વે તપોવનમાં, ઋષિકૂળમાં ગુરુજી વૃક્ષ નીચે કે ખુલ્લામાં વિદ્યાદાન દેતા હતા. ધરતીકંપનાં કારણો આ સૂત્રમાં બતાવ્યાં છે. જગતના પદાર્થોનું સમ્યફ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન શ્રી સમવાયાંગ સૂત્રમાં આપ્યું છે, જે અનેક પ્રકારના વિષયોના સમન્વયનું વિશિષ્ટ દૃષ્ટિબિંદુ રજૂ કરે છે. વિરોધી વિષયોનો સમન્વય કઈ રીતે કરવો તે આ સૂત્રના અભ્યાસથી જાણી શકાશે. એકતાળીસ વિભાગમાં દસ હજાર ઉદ્દેશકો અને પંદર હજાર સાતસો બાવન શ્લોકસહ દ્વાદશાંગીની સૌથી મોટું મહાસાગર સમાન ગંભીર અને ગૂઢાર્થવાળું આગમ એટલે શ્રી ભગવતી સૂત્ર. શ્રી ગૌતમસ્વામી અને અન્ય સાધકોએ ભગવાનને પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નોનું સુંદર સમાધાન કરવામાં આવ્યું છે. આગમમાંથી એકાદ ભાવ પણ જો આચરણમાં મૂકીએ તો માનવજીવન સાર્થક બની જાય. સાધુજીવનની ચર્યા સાથે અણુ-પરમાણુનું વર્ણન વૈજ્ઞાનિક ઢબે પરમવૈજ્ઞાનિક પ્રભુ મહાવીરે કરેલ છે. કોઈના પણ શરીરમાં ક્યારેય દેવી કે દેવ પ્રવેશ ન કરી શકે, પણ દેવ-દેવી વ્યક્તિને વશ કરી શકે તેનું વર્ણન છે. હવામાન અને ચોમાસાના વર્તારાની વાત કરી છે. છ મહિનાથી વાદળાં વધુ ન રહી શકે. છ મહિનામાં વિસરાળ થઈ જાય. ઘોડો દોડે ત્યારે એક પ્રકારનો અવાજ ક્યાંથી આવે છે ? ઘોડાનાં હદય અને ૧૧૮
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy