SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે શ્રી વિપાક સૂત્ર આગમમાં અજ્ઞાન દશામાં બાંધેલાં કર્મોનાં ભયંકર ફળ પાપકર્મોથી દૂર રહેવાનો માર્ગ બતાવે છે. દુષ્કૃત્યથી દુઃખ વિપાક થાય છે અને સુકૃતથી સુખ વિપાક. આ જાણી આપણી વૃત્તિઓ સુકૃત તરફ પ્રયાણ કરશે. જીવનશૈલીમાં પાપથી બચવું છે, સત્કર્મોથી જીવનને વિભૂષિત કરવું છે તેવા પ્રકારની વિચારસરણી ધરાવતા સાધકો માટે વિપાક સૂત્રનું માર્ગદર્શન અત્યંતપણે ઉપકારક છે. આગમમાં અંગ સૂત્રોના વર્ગીકરણ ઉપરાંત ૧૨ ઉપાંગ સૂત્રોનું પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જે ઉપાંગો અંગોના સ્વરૂપને વિસ્તારે છે. શ્રી ઉવવાઈ સૂત્રમાં ભગવાનના ગુણવૈભવ-ગણધર શ્રમણોની સંયમસાધનાનું દિગ્દર્શન છે. ભગવાનનું નગરમાં આગમન થતાં રાજા આનંદ-ઉલ્લાસ અને ભક્તિભાવથી દેવાધિદેવનાં દર્શને જાય છે તે વર્ણન વાંચતાં સંતો પાસે જવાની, વંદન કરવાની વિશિષ્ટ વિધિ કરવાનો બોધ થાય છે. આપણાં કર્મો જ આપણી સદ્ગતિ કે દુર્ગતિનું કારણ છે. કયા પ્રકારનાં કર્મોથી કયા સ્થાનમાં જીવ ઉત્પત્તિ પામે તેનું વર્ણન કરેલ છે. તમારું કર્મ જ તમારી ગતિનું કારણ બને છે, તેવા દૃષ્ટિબિંદુથી ભગવાન મહાવીરે ઈશ્વર કર્તાહર્તા નથી, પરંતુ કર્મો જ આપણા ભાગ્યવિધાતા બને છે, તેવી વિશિષ્ટ દૃષ્ટિ આ આગમમાં પ્રગટ કરેલ છે. શ્રી રાયપસેણી સૂત્ર વાંચતાં ગુરુનો સમાગમ થતાં પરદેશી રાજાના જીવનપરિવર્તનનું વર્ણન વાંચી ગમે તેવા પાપી જીવ પણ અધ્યાત્મની ઊંચી દશા સુધી પહોંચી શકે છે તેની પ્રતીતિ થાય છે. સંતસમાગમ વ્યક્તિ પર કેવો મહાન ઉપકાર કરે છે અને તેને દેવલોકનાં સુખો અપાવી શકે અને પરમપદને પણ પ્રાપ્ત કરાવી શકે છે તે પ્રેરણાદાયી હકીકતનું આલેખન છે. પોતાની રાઈટ આઇડેન્ટિટી જાણવા ઇચ્છુક સાધકો માટે રાયપસેણી સૂત્ર ઉપકારક બની રહેશે. શ્રી જીવાજીવભિગમ સૂત્ર વાંચતાં જીવ-અજીવના જ્ઞાન દ્વારા અહિંસા અને જયણાધર્મ પાળી શકાય છે. ભગવાન મહાવીરે જગતજીવોની વિવિધ પ્રકારની વૃત્તિઓ, રુચિઓ અને અલગઅલગ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને જ્ઞાનભાવોનું વર્ણન આ સૂત્રમાં કર્યું છે. આ સૂત્ર જીવવિજ્ઞાનનો એક ઊંડાણભરેલો દસ્તાવેજ છે. જે સાધકોને જીવવિજ્ઞાન વિશે જાણવાની ૧૨૧ વિશ્વકલ્યાણની વાટે જિજ્ઞાસા હોય તેમણે આ સૂત્ર અવશ્ય વાંચવું. શ્રી પન્નાવાણા સૂત્રમાં જૈન તત્ત્વજ્ઞાનની સમજણ આપવામાં આવી છે. આ સૂત્ર પદાર્થવિજ્ઞાન, શરીરવિજ્ઞાન અને ચૈતસિક શક્તિઓનો ખજાનો છે. છ લેશ્યા અને ઓરા પરમાણુની ગતિનું વર્ણન, યોગ વગેરેનું આલેખન, જ્ઞાનના ગહન ભંડારસમું આ સૂત્ર ‘લઘુ ભગવતી’ તરીકે ઓળખાય છે. શ્રી જંબૂઠ્ઠીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં તીર્થંકર અને ચક્રવર્તી જેવા ઉત્તમ પુરુષોના જીવનવ્યવહારના પરિચય દ્વારા આત્મઉત્થાનની પ્રક્રિયાને વેગ મળે છે. આ સૂત્રમાં પૃથ્વી અને પૃથ્વીમાં રહેલ અલગઅલગ દેશ, તેની ભૌગોલિક રચના વગેરેનું વર્ણન જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં બતાવેલ છે. આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ તે ક્ષેત્રને જંબુદ્વીપ કહેવાય છે. મેરુ પર્વત, વનો અને સમુદ્રોનું વર્ણન છે. આ સૂત્રમાં ભૂગોળ, ખગોળ અને ઇતિહાસનું સંયોજન છે. આ આગમ જ્યોતિષવિષયક ખજાનો છે. દરેક ગ્રહો, નક્ષત્રો અને તારાનાં વર્ણન છે. ચંદ્ર અને સૂર્યના અધિષ્ઠાયક દેવો કેવા પ્રકારની ગતિ કરાવે છે તે તેનું વર્ણન છે. આ આગમ વાંચવાની અનુજ્ઞા દરેક સાધકને મળતી નથી. ગુરુ પાત્ર શિષ્યને જ આજ્ઞા આપે છે. શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર અને શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર દ્વારા જૈન ખગોળના જ્ઞાનથી આ વિશાળ લોક અને પ્રકાશ ક્ષેત્રનું વર્ણન વાંચતાં આપણી લઘુતાનું જ્ઞાન થતાં અહંકાર ઓગળી જશે. શ્રી નિરિયાવલિકાનાં પાંચ ઉપાંગ સૂત્રો શ્રેણિક રાજા, બહુપુત્રીકાદેવી, લક્ષ્મદિવી, બળદેવ વગેરે બાવન આત્માઓના પૂર્વ પશ્ચાદ્ ભવના કથન દ્વારા કર્મસિદ્ધાંત તથા સંસારના ઋણાનુબંધ સંબંધની વિચિત્રતાનો બોધ થાય છે. ભગવાન મહાવીરના સમયમાં રાજાઓ કેવા પ્રકારના હતા, રાજશૈલી કેવા પ્રકારની હતી, ભરપૂર ભોગ સૂત્રો વચ્ચે પણ આ રાજાઓ ભગવાનના સંપર્કમાં આવીને પૂર્ણપણે યોગીપુરુષની દશામાં કેવી રીતે આવતા હતા તેનું વર્ણન આ નિરિયાવલિકા સૂત્રમાં આપવામાં આવ્યું છે. આ સૂત્રમાં આપણી ઈચ્છાઓ આપણા માટે કેવી રીતે દુઃખકારક બને છે તે બહુપુત્રીકાની વાર્તા દ્વારા જાણવા મળે છે. ભગવાન મહાવીરના આ પાંચ આગમો ઉત્તમપણે આપણી આંતરિક મનોવૃત્તિઓનાં દર્શન કરાવે છે. જેમને માનવીય સાયકોલૉજી જાણવામાં રસ છે તેમને માટે આ પાંચ આગમમાંથી અત્યંત ઉપયોગી દૃષ્ટિબિંદુ પ્રાપ્ત ૧૨૨
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy