SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે થતાં હોય છે. આ પાંચ આગમમાં મનની અડગતા, સ્થિરતા અને મનની ચંચળતા, મનની વિચિત્રતા આ બધી જ દશાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. કેવા પ્રકારની માનસિકતામાં વ્યક્તિ દુઃખી થાય છે, દુ:ખ-સુખનાં કારણમાં મન કેવો ભાગ ભજવે છે તેનું વિશેષ વર્ણન આ નિરિયાવલિકા સૂત્રમાં આવે છે. જેમને મનોવિજ્ઞાનના વિષયમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવવું હોય તેમને માટે આ પાંચ આગમો થારૂપે અને સાહિત્યરૂપે મનોવિજ્ઞાનના દષ્ટિબિંદુને ઉજાગર કરે છે. આમ આ પાંચ આગમો મનોવિજ્ઞાનને જાણવા ઉત્સુક સાધકો માટે ઉપકારક બની રહે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાનની અંતિમ દેશનારૂપે સમસ્ત જૈન સમાજમાં શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે. ૩૬ અધ્યયનમાં પ્રભુના અંતિમ ઉપદેશમાં જૈન ધર્મના મુખ્યતમ વિષયોનો પ્રાયઃ સમાવેશ થયો છે જેનું ચિંતન અને આચરણ આત્માનું ઊર્ધ્વગમન કરાવી શકે. આ સૂત્રના ૨૯મા અધ્યયનમાં સમ્યક્ પરાક્રમના ૭૩ બોલ દ્વારા સાધક દશામાં ઉત્કૃષ્ટ સાધના કઈ રીતે પ્રગટ કરવી અને મોક્ષમાર્ગમાં કઈ રીતે આગળ વધવું તેનો નિર્દેશ છે. અહીં અનેક પ્રકારના કથાસાહિત્યનું વર્ણન છે. ગેરસમજથી કોઈ સાધક ધર્મવિમુખ બને ત્યારે ભગવાનના સાધકોનું આચરણ જ તેની ગેરસમજ દૂર કરી ધર્મમાં સ્થિર કરે છે તેનું વિશેષ વર્ણન છે. શ્રી શય્યભવાચાર્ય દ્વારા પોતાના પુત્ર બાલમુનિ શ્રી મનકને લક્ષમાં રાખી પ્રથમ મૂળ સૂત્ર શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરવામાં આવી છે. પરમદાર્શનિક પૂ. જયંતમુનિ લખે છે કે, ‘દશવૈકાલિક જૈન આગમનો સાર સરવાળો છે. આ એક શાસ્ત્રના અવગાહનથી હજારો શાસ્ત્રોનું અવગાહન થઈ જાય છે.' આ સૂત્ર મુક્તિધામની મહાયાત્રા છે. સાધુજીવનના સમગ્ર વ્યવહારને સમજાવતો આ આગમ ગ્રંથ સાધુજીવનની બાળપોથી છે. સાધુજીવનમાં ત્યાગનું મહત્ત્વ અને ગુરુ-શિષ્યના સંબંધ અને વિનયની વાત કહી છે. સાધુજીવનમાં ઉપયોગી હિતશિક્ષાઓ અને બે ચૂલિકામાં ભાવથી પતિત થયેલા સાધકને સંયમભાવમાં સ્થિર થવા માટે પ્રેરે છે. શ્રી નંદી સૂત્રમાં પૂ. દેવીંગણિ ક્ષમાશ્રમણે આ આગમમાં પાંચ જ્ઞાનનું વર્ણન કર્યું છે. અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન છે. આ પાંચ જ્ઞાન ગ્રહણ કરવાની વિધિને પ્રદર્શિત કરતું શ્રી ૧૨૩ વિશ્વકલ્યાણની વાટે નંદી સૂત્ર શ્રુતસાધકના આત્મિક આનંદનું કારણ બની જાય છે. આ સૂત્રમાં સંઘ અને સંઘની વ્યવસ્થાનું વર્ણન છે. ભગવાન મહાવીરની પાટ પરંપરાના સાધકોનું વર્ણન છે. બુદ્ધિ અને બુદ્ધિની ક્ષમતાના પ્રકારનું વર્ણન છે. સ્મરણશક્તિ વધારવાની અને સફળતાના ઉપયોગની વાત આ સૂત્રમાં કરી છે. નવ પૂર્વધર આચાર્ય શ્રી આર્યરક્ષિત મુનિએ શ્રી અનુયોગદ્દાર સૂત્રની રચના દ્વારા સર્વ આગમોને સમજવાની આપણને માસ્ટર કી આપી છે. કઠિન વિષયોને સહજ રીતે સમજવાની ચાવી આ આગમમાંથી મળે. કોઈ પણ શબ્દોના અનેક અર્થ હોઈ શકે. ડિક્સનરી (શબ્દકોષ) બનાવવાની કળા, એક શબ્દના અનેક અર્થ કઈ રીતે પગ્રટ કરવા તે સમજાવ્યું છે. આ સૂત્રમાં એક જ આવશ્યક સૂત્ર પર અનેક રહસ્યસભર દૃષ્ટિબિંદુ આપેલ છે. મનની અપાર શક્તિના ઉપયોગ દ્વારા વ્યક્તિ કઈ રીતે વિકાસ કરી શકે તેનું વિશષ્ટ વર્ણન છે. શ્રી નિશીથ સૂત્રમાં પાપસેવન કે વ્રતભંગના પ્રાયશ્ચિત્તનો નિર્દેશ કરી આત્માને પાવન કરવાની પ્રક્રિયા બતાવી છે. આ છેદ સૂત્ર નિયમો અને પ્રતિજ્ઞાઓના આત્મગુણોની વૃદ્ધિ કરાવે છે. પરિસ્થિતિવશ આ નિયમો કે પ્રતિજ્ઞાઓનો ભંગ થતો હોય ત્યારે તેનો ઉપાય દર્શાવે તેને છેદ સૂત્રો કહે છે. નિશીથ એટલે રાત્રિ. રાત્રિનો અંધકાર એ અનેક દોષનું કારણ છે અને સૂર્યનો પ્રકાશ અનેક દોષોનું નિવારણ છે. આ સૂત્રમાં સાધુજીવનમાં કેવા દોષો લાગી શકે ને તેનું નિવારણ કઈ રીતે કરવું તે બતાવેલ છે. આ સૂત્રમાં પસ્તાવો, પ્રાયશ્ચિત્ત અને વિશુદ્ધિકરણના ઉપાયો બતાવ્યા છે. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં મહામોહનીય કર્મબંધનાં સ્થાનો અને નવનિધાનનું ક્શન સાધકને દોષસેવનથી દૂર રાખે છે. આ સૂત્રમાં શ્રમણજીવનની મર્યાદાઓ અને આચારશુદ્ધિનું વર્ણન હોવાથી માત્ર ઉચ્ચ કક્ષાના સાધકોને ગુરુજનો આજ્ઞા આપે તો જ આ આગમ વાંચી શકાય છે. શ્રી બૃહદ્ કલ્પસૂત્ર આચારમર્યાદા, વિધિનિષેધરૂપ નિયમોનું કથન સાધુજીવનની નિર્મળતા માટે અત્યંત ઉપયોગી છે. આ સૂત્રમાં સાધુજીવનની વ્યવસ્થાઓનું જ વર્ણન હોવાથી જનસામાન્ય સાધકો માટે વાંચનયોગ્ય નથી, પરંતુ ઉચ્ચ કક્ષાના જ્ઞાનસાધકો માટે અનેક પ્રકારની મનોવૈજ્ઞાનિક સ્થિતિમાંથી કઈ રીતે પસાર થવું તેનું વર્ણન છે. ૧૨૪
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy