________________
વિશ્વકલ્યાણની વાટે
આમ સદ્ગુરુના સ્પર્શમાત્રથી જ્ઞાન પ્રગટ થવાની માર્મિક વાત કવિએ કહી છે. કબીરજીએ તો સદ્ગુરુને જ્ઞાનરૂપી લોચન ઉઘાડનાર કહ્યા છે.
સદગુરુકી મહિમા અનંત, અનંત કિયા ઉપકાર લોચન અનંત ઉઘાડિયા, અનંત દિખાવણહાર
આવા સદ્ગુરુ મેળવવા માટે આપણને અંતરના અતલ ઊંડાણમાંથી જિજ્ઞાસા ઝંખના જાગવી જોઈએ. ગુરુપ્રાપ્તિની અભિલાષા રોમરોમમાંથી પ્રગટ થવી જોઈએ. સહરાના રણમાં પ્રવાસ કરતાં પ્રવાસીને તરસ લાગે ત્યારે શીતલ જળ માટે કેવી ઉત્કૃષ્ટ ઈચ્છા થાય છે, એ જ રીતે...
સદ્ગુરુ!
તમોને ઝંખું છું પ્રખર સહરાની તરસથી...
સદ્ગુરુ જેવા મહાન રત્નને જીરવી શકે તેવી પાત્રતા પણ કેળવવી જોઈએ. આ તો સિહંણના દૂધ જેવી વાત છે. વિનય, હિતશિક્ષાની પાત્રતા અને ગુરુ પ્રત્યે આદર, અતૂટ શ્રદ્ધા, આદર્શ શિષ્યના ગુણો છે. આવા આદર્શ શિષ્ય માટે સદ્ગુરુનું શરણું કલ્પવૃક્ષની શીતળ છાંયા સમાન છે.
જ્ઞાનીઓએ કહ્યું છે કે ફુગુરુ કાગળની કે પથ્થરની નાવ જેવા હોય છે. કાગળની નાવ જેવા ગુરુ પોતે ડૂબે ને બીજાને ડૂબાડે, પથ્થરની નાવ જેવા ગુરુ પોતે ડૂબે ને બીજાને પણ ડૂબાડે, જ્યારે સદ્ગુરુ કાષ્ઠની નાવ જેવા હોય છે જે પોતે તરે અને બીજાને પણ તારે છે. જ્ઞાનીઓએ ગુરુને પનિહારી સમાન અને સોનાની ખાણના ખાણીયારૂપે કહ્યા છે.
કૂવામાં પાણી ઘણું છે. તરસ્યો પ્રવાસી કાંઠે ઊભો છે. પાણીનાં દર્શનથી તેની તૃષા તૃપ્ત થવાની નથી. પનિહારી દોરડું સિંચી ઘડામાં પાણી ભરી બહાર લાવે, તેને કપડા વડે ગાળી પ્રવાસીની તૃષા તૃપ્ત કરે છે, તેમ શાસ્ત્રનું જ્ઞાન ફૂવાના પાણી જેવું છે. ગુરુ તેનું ચિંતન-મનન-પરિશીલન કરી આપણે યોગ્ય બનાવી આપે છે અને આપણી જ્ઞાનપિપાસાને તૃપ્ત કરે છે. જેમ પનિહારી કોઈ પણ તરસ્યા વટેમાર્ગુની નાત, જાતપાતના ભેદ વગર તૃષા તૃપ્ત કરે છે. તેવા જ છે ણાવંત જ્ઞાની ગુરુજન.
વળી સોનાની ખાણમાં માટી મિશ્રિત સોનાના પુરુષાર્થ દ્વારા અનેક પ્રક્રિયાથી ચોવીસ કેરેટની શુદ્ધ સોનાની લગડી ખાણીયા બનાવે છે, તેમ જ્ઞાની ગુરુજન શાસ્ત્રનાં અગાધ રહસ્યોને સરળ ભાષામાં આપણી સમક્ષ રજૂ કરી મોક્ષનો માર્ગ સુલભ કરી આપે છે. સદ્ગુરુના અંતરમાં અખૂટ અનુકંપાનું ઝરણું વહેતું હોય છે. તેથી સંસ્કાર
CC
વિશ્વકલ્યાણની વાટે ક
અને સાચી સમજણ ગુરુ પાસેથી મળે છે. અધ્યાત્મજ્ઞાન અને જીવનનાં ઉચ્ચ મૂલ્યો ગુરુ દ્વારા સાંપડે છે. આપણી આર્યસંસ્કૃતિમાં ગુરુને પ્રભુના પ્રતિનિધિ અને ધર્મસંસ્કૃતિના સંરક્ષક, આધારસ્તંભ અને પોષક માનવામાં આવ્યા છે. સદ્વિદ્યા, બ્રહ્મવિદ્યા ને સદ્ગુણો ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય છે. નમ્રતા, સેવાભાવ, વિનય ને વિવેક એ બધું ગુરુકૂપાથી જ પ્રાપ્ત થાય છે.
દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણે તત્ત્વો પરમમંગલકારી છે. આ ત્રણ તત્ત્વો તારક છે, પરંતુ આમાં ગુરુનું મહત્ત્વ અવર્ણનીય છે. ત્રણેમાં ગુરુનું સ્થાન એટલા માટે ર્વોપરી છે કે દેવ અને ધર્મતત્ત્વની સમજણ કરાવનાર ગુરુ જ છે.
ગુરુ ભવ્ય જીવોને બોધ આપે છે. ગુરુનાં માર્ગદર્શન અને સદ્બોધનાં સ્પંદનો જ જ્ઞાનપ્રાગટચ માટે ઉપકારી છે. ગુરુથી જ સમ્યક્ પંચની પ્રાપ્તિ થાય છે. ગુરુથી જ સમસ્યાનું સમાધાન થાય છે. ગુરુની આરાધના તારે છે ને પાર ઉતારે છે. ગુરુરૂપી નાવમાં બેસીને જ સંસારસાગર તરી શકાય છે.
સંસારના સમુદ્રમાં તોફાન આવે અને જીવનનૌકા જ્યારે તેમાં અટવાઈ જાય ત્યારે ખૂબ પ્રયત્ન કરવા છતાં ખરાબે ચડેલી નાવ કિનારા તરફ જઈ શકતી નથી ત્યારે મૂંઝાયેલા શિષ્યના હૃદયમાંથી પોકાર ઊઠે છે -
“હું તો હલેસાં મારતો થાકી ગયો છું હે ગુરુ ! નાવિક બનીને આવજો આ જીવનનૈયા તારવા.''
સાચા હૃદયના આ પુકારથી ગુરુ અવશ્ય માર્ગ બતાવે છે.
ગુરુ કુંભાર જેવા છે. જેમ કુંભાર ઘડાનું ઘડતર કરે તેમ ગુરુ શિષ્યનું ઘડતર કરે છે. બહારથી ભલે ટપલા મારે, પણ અંદરથી મૃદુ હાથના સ્પર્શથી ઉષ્માભર્યો ટેકો આપે છે. કુંભાર જેમ વધારાની માટીથી ઘડાને સુંદર ઘાટ આપે છે, તેમ ગુરુ શિષ્યની ભૂલો, ઊણપ, ક્ષતિઓને દૂર કરી યોગ્યતા બક્ષે છે.
બહારથી ગુરુનું સખત કે કડક અનુશાસન હોય, પરંતુ અંદરથી શિષ્ય પ્રતિ દયાવાન ગુરુ મૃભાવ રાખે છે.
કબીર સાચું જ કહે છે :
‘યહ તન વિષ કી બેલડી ગુરુ અમૃત કી ખાણ શીશ દીયે જો ગુરુ મીલે તે ભી સસ્તા જાણ.'
૧૦૦