________________
વિશ્વકલ્યાણની વાટે મારા સંપૂર્ણ કે વાસ્તવિક યોગ નથી. કોઈ પણ વ્યક્તિ ગમે તે ધર્મનું પાલન કરતાકરતા યોગસાધના કરી શકે છે. યોગની પહેલી શરત - હું શરીર છું, મન છું, હૃદય છું કે આત્મા છું - એ વિશેનું સત્ય માનવાની તમન્ના હોવી જોઈએ. બીજી શરત જીવનશુદ્ધિ - તમામ દુર્ગુણોનો નાશ અને સદ્ગણોનો વિકાસ. ભલે પૂરેપૂરી સફળતા ન મળે તોપણ મથામણ તો કરવી જ રહી. યોગ અનેક પ્રકારે અનેક રીતે થઈ શકે. જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ ઉપરાંત રાજયોગ, નાદયોગ, લયયોગ, મંત્રયોગ, હઠયોગ, શબ્દયોગ... વગેરે યોગો દીર્ઘકાલીન સાધના, સમય અને શક્તિ માગી લે છે. સામાન્ય માનવીને સમજમાં આવે તેવો મધ્યમમાર્ગ યોગ એટલે
સમન્વય યોગ'. કોઈ પણ વ્યક્તિ સ્ત્રી-પુરુષના ભેદ, ભાષા-ધર્મના ભેદ વિના કરી શકે. તે માટે સંન્યાસી થવાની જરૂર નથી કે ધંધા-વ્યવસાય છોડવાની જરૂર નથી. એમાં તમામ યોગનાં ઉત્તમ લક્ષણોનો સમન્વય થયેલો છે. સમન્વય યોગ એ જીવન જીવવાની ઉત્તમોત્તમ કલા છે. એનો મૂળ સાર આટલો. ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવું. દેવ-ગુરુ અને ધર્મને શરણે પોતાનું જીવન ભક્તિભાવે સમર્પિત કરવું. કોઈ પણ કાર્યમાં આપણે નિમિત્તમાત્ર છીએ એવી સમજણ અને જાગૃત જ્ઞાન સાથે જીવનના સર્વ વ્યવહાર આચરવા. રોજ સવારે - સાંજે શાંતિથી, એકાંતે બેસીને પ્રાર્થના કરવી ને અંતર્મુખ
બનવું. • ધ્યાનમાં એકાગ્ર થવાનો પ્રયત્ન કરવો. આત્મસ્થ બનવું.
સહજ શબ્દને જીવનનો સ્ત્રોત્ર બનાવી દેવો. “હશે, ચાલશે, ફાવશે, ગમશે, નભશે, પરવડશે” એવી વૃત્તિ દરેક કાર્યમાં અને તેના પરિણામમાં વણી લેવી.
યોગ એ ચિરંતન વહેતી ગંગાધારા છે. દૂરથી દર્શન કરવાને બદલે તેમાં ડૂબકી લગાવવી પડશે. એ એક એવું કલ્પવૃક્ષ છે જે માગો તે મળશે.
જ્ઞાન -દુનિયામાં જે-જે ઊથલપાથલ થાય તે સાક્ષીભાવે ચુપચાપ જોયા કરવી.
જજ વિશ્વકલ્યાણની વાટે
કાર પ્રેમ - કોઈને પણ મળીને એમની સાથે આત્મીયતાભર્યો વ્યવહાર કરવો. આનંદ - ગમે ત્યાં હો, એકલાએકલા પણ આનંદમાં રહેવું. જ્ઞાનમાર્ગમાં તત્ત્વબોધ દ્વારા આપણને શાંત કરવાની વાત છે. ભક્તિમાર્ગમાં પ્રેમ અને સમર્પણ દ્વારા શાંત કરવાની વાત છે. યોગમાર્ગમાં પ્રાણ દ્વારા મનને શાંત કરવાની વાત છે. ભક્તિયોગ : - આજીવિકા મેળવવા માટે નોકરી-ધંધો કરવો તે યોગ છે.
- સંતાનોનો સવાંગી ઉછેર કરવો, સુસંસ્કાર-ભણતરથી તેમને સંપૂર્ણ પગભર કરવા તે યોગ છે.
- રસોઈ બનાવી સૌને પ્રેમપૂર્વક જમાડવા તે યોગ છે.
- અન્યના જીવનમાં ઉપયોગી થવું, કોઈની સેવા, વૈયાવચ્ચ કરવી, તેમના સહયોગી બનવું તે યોગ છે.
- દિવસ દરમિયાન જે-જે સારી-નરસી, યોગ્ય-અયોગ્ય પ્રવૃત્તિઓનું રાત્રે સૂતી વેળાએ આત્મનિરીક્ષણ કરવું તે યોગ છે.
- ઇન્દ્રિયો અને મનને સંપૂર્ણ શાંત કરી રાત્રે ગાઢ નિદ્રામાં સરી પડવું એ પણ યોગ છે.
હવે જૈન દાર્શનિકના મતે યોગ અને ઉપયોગ વિશે થોડી વિચારણા કરીએ. મન યોગ, વચન યોગ અને કાય યોગ એ ત્રણ પ્રકારના યોગોનું પ્રવર્તન આપણામાં હોય છે. ઉપયોગ એ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આ આત્માના જ્ઞાનગુણનું પ્રવૃત્તિરૂપમાં પરિણમન થવાને ઉપયોગ કહે છે. 'ઉપ' એટલે સમીપ અને ‘યોગ” એટલે જ્ઞાન દર્શનનું પ્રવર્તન. આનો સરળ અર્થ એ થાય કે જેના વડે આત્મા જ્ઞાન દર્શનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળો થાય એવો જે ચેતનાનો વેપાર છે તેને ઉપયોગ કહેવાય છે. દાર્શનિક દૃષ્ટિએ વિચારીએ તો આપણી હજી યોગની પ્રવૃત્તિ છે. યોગની પ્રવૃત્તિ પૂરી થયા પછી એકલો ઉપયોગ કામ કરશે. માત્ર યોગની પ્રવૃત્તિ બદલવી તે સાધના નથી, ઉપયોગ બદલાય તે સાધના છે • અંદરથી આનંદ મેળવવાનો રસ્તો એટલે યોગમાર્ગ, બહારથી આનંદ મેળવવાનો
રસ્તો એટલે ભોગમાર્ગ • ભોગ અને યોગ એ બન્નેમાં શરીર, શ્વાસ, ઇન્દ્રિય અને મન એ ચારેય સક્રિય
( ૮૯
CO