________________
વિશ્વકલ્યાણની વાટે ભારતની મુલાકાતે આવેલા. વીરચંદભાઈએ ભારતમાં તેમને જૈન મંદિરોની યાત્રા કરાવેલી. એક પુસ્તકના લેખકે ભૂલથી મહાત્મા ગાંધીએ માર્ક ટ્વેઈનને જૈન મંદિરોની યાત્રા કરાવેલી તેવો ઉલ્લેખ કરેલો, પરંતુ એ યાત્રા કરાવનાર વીરચંદ ગાંધી હતા. હકીકતમાં માર્ક ટ્વેઈનની ભારતની મુલાકાતના સમયે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા.
- શાકાહારના પ્રયોગો અને પ્રસારનાં કામોમાં મહાત્મા ગાંધી અને વીરચંદ ગાંધીમાં ઘણું સામ્ય હતું. શિકાગોની એક મહિલા મિસ ઈમેલિયા મેકબીન વીરચંદભાઈનાં લખાણો અને પ્રયોગોથી પ્રભાવિત થઈ તેમણે મહાત્મા ગાંધીને પ્રશંસાયુક્ત વચનો કહેલાં ત્યારે ગાંધીજીએ તેમને પ્રત્યુત્તરમાં કહેલું કે તમે જેની વાત કરો છો તે હું નથી, પરંતુ મારા બૅરિસ્ટર મિત્ર વીરચંદ ગાંધી છે. - વીરચંદભાઈએ એક પ્રવચનમાં કહેલું કે, જ્યારે મારો દેશ સ્વતંત્ર થશે ત્યારે અમે હિંસક માર્ગે કોઈ પણ દેશ પર આક્રમણ કરીશું નહીં અને જગતનાં તમામ રાષ્ટ્ર સાથે શાંતિમય સંબંધો સ્થાપી તેને જાળવી રાખીશું. આવા હતા યુગદેય વીરચંદ રાઘવજી ગાંધી. પાલિતાણામાં મૂંડકવેરો નાબૂદ કરાવવા આણંદજી કલ્યાણજીની પેઢીને વીરચંદભાઈનો ઉત્કૃષ્ટ સહયોગ મળ્યો. સમેતશિખરના પવિત્ર તીર્થસ્થળની પાસે ડક્કરની ચરબી કાઢવાના કારખાનાના વિરોધ માટે વીરચંદભાઈ છ માસ કોલકાતા રહ્યા, બંગાળી ભાષા શીખ્યા, દસ્તાવેજોનો અભ્યાસ કરી કારખાનું દૂર કરાવ્યું. મુકદમાનો સઘળો ખર્ચ કોલકાતાના બાબુસાહેબ બદરીપ્રસાદે આપ્યો. કાવીના દેરાસરના વિવાદનો સુંદર ઉકેલ લાવ્યા.
ભારતમાં દુષ્કાળ પડવાના સમાચાર મળતાં દુષ્કાળ રાહત સમિતિની સ્થાપના કરી રૂપિયા ચાળીશ હજાર રોકડા અને અનાજ ભરેલાં વહાણોની ભારત રવાનગી કરી.
વિદેશ જવા બદલ વીરચંદભાઈને રૂઢિચુસ્ત સમાજનો વિરોધ સહન કરવો પડેલો. તેમને ‘નાતબહાર' મૂકવાની પત્રિકાઓ છપાણી. શ્રી મગનલાલ દલપતરામે ગુરુભક્તિથી પ્રેરાઈ વિદેશ મોકલવાના ખર્ચ અંગે ફાળો આપ્યો હતો અને કટોકટી સમયે નૈતિક હિંમત દાખવી ભાયખલામાં ૨૦૦ સાધર્મિક અતિથિઓનું જમણ કરી વીરચંદભાઈ સાથે વ્યવહાર જાળવી રાખ્યો.
છતાંય વિરોધના વંટોળનો નાદ પારખી વ્યવહારને લક્ષમાં લઈ સંઘના સમાધાન અર્થે આચાર્યશ્રીએ વીરચંદભાઈ ગાંધીને શત્રુંજય તીર્થની યાત્રા કરવા આજ્ઞા કરી.
પ૭
કાકા વિશ્વકલ્યાણની વાટે
સ્નાત્ર પૂજા ભણાવ્યા પછી જ્ઞાતિનો બહિષ્કાર દૂર થયો. સર પ્રેમચંદ રાયચંદે ૧૮૯૬માં જ્યારે વીરચંદભાઈ પાછા ફર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
૧૮૯૯માં વીરચંદભાઈ વિદેશ ગયા હતા ત્યારે જસ્ટિસ ગોવિંદ મહાદેવ રાનડેએ તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજ્યો હતો. મૃત્યુ પછી રડવા કરવાનો રિવાજા બંધ કરાવવા નિબંધ સ્પર્ધા યોજી હતી તેમાં આપણને વીરચંદભાઈમાં આદર્શ સમાજસુધારકનાં દર્શન થાય છે.
ભારતીય દર્શન અને જૈન શ્રમણ સંસ્કૃતિના જ્યોતિર્ધર વીરચંદ રાઘવજી ગાંધીનું માત્ર ૩૭ વર્ષની વયે ૧૯૦૧માં મુંબઈમાં અવસાન થયું. જૈન ઍસોસિયેશન ઑફ નોર્થ અમેરિકા (જૈના)ની વીરચંદ રાઘવજી ગાંધી અમેરિકા અને ઇન્ડિયાની કમિટી દ્વારા વીરચંદભાઈનાં જીવન અને કાર્યનું ઘણું સાહિત્ય પ્રગટ થયું છે અને ઇન્ટરનેટ પર પણ મુકાયું છે. એમની અનેરી શાસનસેવા, દેશસેવા અને જીવનસિદ્ધિનું એક મ્યુઝિયમ મહવામાં રચવાનો નિર્ણય લેવાયો છે. તેમની એક પ્રતિમા ચિકાગોના જૈન મંદિરમાં અને એક પ્રતિમા મહુવામાં નેમિવિહાર પાસે મૂકવામાં આવી છે.
૮ નવેમ્બર, ૨૦૦૯માં ભારત સરકાર દ્વારા તેમની ટપાલટિકિટ પ્રકાશનના સમયે વર્લ્ડ જૈન કન્ફડરેશન અને “જેના"એ વૈશ્વિક સ્તરે ઉજવણી કરી હતી.
૨૫ ઑગસ્ટ, ૨૦૧૫ના ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલૉજી - અમદાવાદ, જૈન યુવક સંઘ મુંબઈ અને જૈન વિશ્વકોશ મુંબઈ - અમદાવાદ દ્વારા અમદાવાદમાં વીરચંદ રાઘવજી ગાંધી વિશે રાષ્ટ્રીય પરિસંવાદ તેમના ૧૫૧માં જન્મદિવસ પ્રસંગે યોજાઈ ગયો. વિજયવલ્લભ સ્મારક દિલ્હીના પ્રાણગમાં ૨૯ માર્ચ, ૨૦૧૭ના વીરચંદભાઈની પ્રતિમાનું અનાવરણ થઈ રહેલ છે તે પ્રસંગે આ વિરલ પ્રતિભાને ભાવપૂર્વક ભાવાંજલિ.
૫૮