________________
વિશ્વકલ્યાણની વાટે ચાલી શકતું હોય તો વધુ પાણી ન વાપરવું.
પર્યાવરણના સંદર્ભે અહિંસા વિશે વિચાર કરીશું તો જણાશે કે ભગવાન મહાવીરે સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો. એ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તેમણે કહ્યું કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ દરેકમાં જીવ છે. આ દરેકને સ્વતંત્ર સત્તા છે. તેઓ કોઈકના માટે નથી બન્યાં. આ પાંચ તત્ત્વોમાં સ્થિર રહેનારા જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરી આ સૂક્ષ્મ જીવોની હિંસાથી બચવા જૈન દર્શને ઊંડું ચિંતન કર્યું છે. અગ્નિ, પાણી, વાયુ, માટી, વૃક્ષો અને પ્રાણીઓ આ તમામ મળી પર્યાવરણ અથવા વાતાવરણને રચે છે. આ તમામ ઘટકો પર પરસ્પરનું સંતુલન ન જળવાય તો પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. માનવજીવન પર પર્યાવરણ સંકટ આવી પડે છે.
જૈન ધર્મ એક સજીવ તત્ત્વરૂપે સ્વીકારે છે. તેમાં અપકાયના સ્થાવર જીવો પણ હોય છે. પાણીના આશ્રયમાં વનસ્પતિકાયના સ્થિર-સ્થાવર જીવો તેમ જ ત્રસકાયના એટલે હાલતા-ચાલતા જીવો ઉછેર પામતા હોય છે. જળપ્રદૂષણથી પાણીમાંની વનસ્પતિ અને હજારો પ્રકારના જળચર જીવોની હિંસા થાય છે. ઇરાન-ઇરાકના ખાડીયુદ્ધના તેલ-કચરા દ્વારા સમુદ્રમાં ભયંકર જળપ્રદૂષણ થયું, પાણીમાંના અસંખ્ય જીવોની હિંસા તો થઈ, માનવજાતે પણ ખૂબ સહન કરવું પડ્યું. જમીન પર કબજો એ સામ્રાજ્ય વધારવાનો પરિગ્રહ, સત્તા અને મૂડીનું કેન્દ્રીકરણ હિંસા વધારનારું છે. તેની સામે અપરિગ્રહના સિદ્ધાંતમાં સંયમ અને ત્યાગ અભિપ્રેત છે.
- હિરોશીમા - નાગાસાકી પર થયેલા બોમ્બવિસ્ફોટને કારણે તાપમાન ટેમ્પરેચર) એટલું વધી ગયું કે (અલ્ફા, બીટી, ગામા) રેડીએશનને કારણે કેન્સર જેવા રોગો થયા, જિન્સને અસર થઈ જેથી રોગો વારસામાં આવ્યા, પ્રદૂષણને કારણે એ સમયે ઍસિડનો વરસાદ થયો અને હજારો માણસો માર્યા ગયા ને લાખો અપંગ બન્યા, માતાના ગર્ભમાં રહેલાં બાળકો પણ અપંગ અવતર્યા.
અમેરિકાની સામ્રાજ્યવાદની ઘેલછાએ વિશ્વને યુદ્ધસર્જિત પ્રદૂષણનું તાંડવનૃત્ય બતાવ્યું. વિવેકહીન ઉપભોગ અને સ્પર્ધાને કારણે ઉત્પાદન વધારવાની આંધળી દોટમાં મહાકાય કારખાનાં પાણીનો વ્યાપક ઉપભોગ કરે છે. દિલ્હીની યમુના નદી અને ઇંગ્લેન્ડની ટેમ્સ નદી વગેરે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે.
દરેક જીવને જીવવાનો અધિકાર છે. આપણે એનું જીવન છીનવી શકીએ નહીં, એટલે માંસાહારનો જૈન ધર્મ નિષેધ કરે છે.
આઇસક્રીમ બનાવનારી અમેરિકાની એક બહુ મોટી કંપનીના માલિક જહોન
રાજા વિશ્વકલ્યાણની વાટે
કાજ રોબિન્સે લખેલા પુસ્તક ‘ડાયેટ ફૉર ન્યૂ અમેરિકામાં જણાવ્યું છે કે, માંસાહારીઓને કારણે અમેરિકામાં કુદરતી સંપત્તિ, ઊર્જા, પાણી અને વનસ્પતિઓનો જે ભયંકર દુર્થય થાય છે તેના પ્રદૂષણને કારણે પર્યાવરણની અસંતુલિતતા ઉદભવી છે.
લેખકના મતે માત્ર એક પાઉન્ડ બીફ પેદા કરવા માટે સોળ પાઉન્ડ અનાજ અને સોયાબીન, પચ્ચીસસો ગેલન પાણી, અનેક ગેલન પેટ્રોલ વપરાય છે. અમેરિકામાં ઘરવપરાશથી લઈને ખેતી અને કારખાનામાં બધું મળીને જેટલું પાણી વપરાય છે તેટલું પાણી માંસ માટે ઉછેરાતાં પશુ માટે વપરાય છે. કેવળ અમેરિકામાં બાવીસ કરોડ એકર જમીનમાં આવેલાં જંગલોનો ખાતમો ગૌમાંસના ઉત્પાદન માટે બોલાવવામાં આવે છે. અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં વપરાતાં સાધનો કરતાં માંસ ઉત્પાદન માટે વીસ ગણું રો-મટિરિયલ્સ વપરાય છે. લેખકના મતે અમેરિકા જે બેફામ માંસાહર પર પચાસ ટકા કાપ મૂકે તો દર વર્ષે દુનિયાના ત્રીસ કરોડ લોકોને પેટ પૂરતું ખાવાનું પહોંચાડી ભૂખમરાથી બચાવી શકાય. ઉપરાંત, પાણી અને વનસ્પતિની બચતથી પર્યાવરણને સંતુલિત રાખી શકાય. જંગલોમાં વૃક્ષો કાપવાની તેમ જ જળસંગ્રહ કરવાની ક્ષમતા ઘટી જાય, વનસ્પતિના વિનાશ દ્વારા રણો વિસ્તરશે.
યુવાચાર્ય મહાપ્રજ્ઞ કહે છે, વૃક્ષવિહીન ધરતી લોકોમાં ક્રતા અને બર્બરતાનાં બીજ રોપશે. વન આપણા પ્રાણવાયુનો ભંડાર છે. એક વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછો ૧૬ કિલોગ્રામ ઑક્સિજન જોઈએ અને એટલો ઑક્સિજન પેદા કરવા માટે ૫૦ વર્ષનું આયુષ્ય તથા ૫૦ ટન વજન ધરાવતાં પાંચ-છ વૃક્ષ હોવાં જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો પાંચ-છ વૃક્ષો કાપવાં એટલે પરોક્ષ રીતે એક વ્યક્તિને પ્રાણવાયુથી સદંતર વંચિત કરી દેવી. વાસ્તવમાં તેનો શ્વાસ રૂંધી તેની હત્યા કરવા સમાન છે.
વાયુનાં અને ધ્વનિનાં પ્રદૂષણો આપણે જોઈ શકીએ છીએ. પર્યાવરણવિદ્દોના મતે વાયુમંડળમાં ઓઝોન પડને નાઈટ્રોજન ઓક્સાઈડને કારણે હાનિ થવાનું જોખમ ઊભું થયું છે. છેલ્લાં સો વર્ષમાં વાયુમંડળમાં કાર્બન ડાયોકસાઈડના પ્રમાણમાં ૧૬ ટકાની વૃદ્ધિ થઈ છે જે માનવઆરોગ્ય માટે હાનિકારક છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. સુપરસોનિક જેટ વિમાનો નાઈટ્રિક ઑક્સાઈડ ઉત્પન્ન કરે છે જે વાયુનું પ્રદૂષણ વધારે છે.
જૈન ધર્મે અગ્નિકાયના જીવોનો સ્વીકાર કર્યો છે. કોલસા, પેટ્રોલ વગેરે ઊર્જા વપરાય ત્યારે અગ્નિકાયના જીવોને પીડા થાય છે. માટે શ્રાવકાચારમાં મહાહિંસા, આરંભ-સમારંભ થાય તેવા કર્માદાનના ધંધાનો નિષેધ છે અને નિરર્થક પરિભ્રમણનો
૭૨
૭૧