________________
વિશ્વકલ્યાણની વાટે
કામ
ભયથી નિર્ભયતાની યાત્રા
વિશ્વકલ્યાણની વાટે જતા જોઈ અનુકંપાથી તેને સદ્ગતિ તરફ વાળવાને ભાવદયા, છ'કાય જીવની રક્ષા તે પર દયા, ઉપયોગ અને વિધિપૂર્વક દયા પાળવી તે વ્યવહારદયા વગેરે વ્યવહારધર્મમાં દયાના આઠ પ્રકાર બતાવ્યા છે.
જિનમાર્ગમાં બતાયેલા આઠેય પ્રકારના વ્યવહારધર્મની દયા ગાંધીજીએ પાળવાનો પુરુષાર્થ કર્યો છે.
દ્રવ્યદયામાં એકેન્દ્રિય જીવોનો પણ ખયાલ રાખતા એક અંતેવાસી જાજરૂ જઈ આવીને વધુ માટી લઈ આવ્યા. ગાંધીજીએ તેને ખેતરમાં જ પાછી મુકાવી.
શાકાહારી કલબની શરૂઆતથી અંત સુધી બીજાને દયાધર્મ સમજાવી ભાવદયા આચરી. હિંસા, અસત્ય કરનારને કડવું લાગે તેવું દબાણ કરી તેના હિતાર્થે કડવું ઔષધ પાય તેમ અનુબંધદયા પાળી.
અહિંસાનો સામુદાયિક પ્રયોગ કરી ભારતને આઝાદી અપાવવાનું અદ્ભુત કહી શકાય તેવું અહિંસક કામ ગાંધીજીએ કરી બતાવ્યું. અહિંસાના આ પ્રયોગકાર્યમાં મહાવીરનું તપ, મૌન અને પ્રાર્થનાનો ગાંધીજીએ સામુદાયિક ઉપયોગ પણ કર્યો.
શ્રીમજી પાસેથી જેમણે દયાધર્મનાં કૂંડાં અને ક્રૂડાં રસ પીને સત્ય અને અહિંસાના પ્રયોગો કર્યા છે એવા ગાંધીજી લખે છે,
“સત્ય એ ઈશ્વર છે. એ સૂત્રની સહાયથી જ હું જાણે કે ઈશ્વરનું પ્રત્યક્ષ દર્શન કરી શકું છું. મારી રગેરગમાં હું તેને વ્યાપી રહેલું અનુભવું છું. સત્યને તમે ઈશ્વર તરીકે પામવા ચાહતા હો તો તે માટે એક અનિવાર્ય સાધન પ્રેમ એટલે અહિંસા છે. આખરે સાધ્ય ને સાધન એક જ અર્થના બે શબ્દો છે. અહિંસા મારો ઈશ્વર છે. સત્ય મારો ઈશ્વર છે. સત્યને શોધું છું ત્યારે અહિંસા કહે છે, ‘મારી મારફત શોધ' અને અહિંસાને શોધું છું ત્યારે સત્ય કહે છે, મારી મારા શોધ'. આવી અહિંસા તે પ્રેમનો સાગર છે.”
- મહાત્મા ગાંધીજીએ ભગવાન મહાવીરની અહિંસાના મૂળ તત્ત્વને પકડ્યું છે. તેમની રોજબરોજની જીવનચર્યામાં અહિંસાત્મક પાસાના વૈવિધ્યનું દિવ્યદર્શન થાય છે.
ભગવાન મહાવીરે અન્યાય અને શોષણને હિંસા ગણી. શુદ્ર જાતિના મેતાર્ય અને હરિકેપીને પણ મુનિપદ આપ્યું. ચંદનબાળાની મુક્તિ દ્વારા સ્ત્રીઓને પ્રતિષ્ઠા આપી તેમ ગાંધીજીએ પણ અસ્પૃશ્યતા નિવારણ અને કન્યાકેળવણી, સ્ત્રીને મતાધિકારની પ્રેરણા કરી. ગૌસેવા સંઘની સ્થાપના, પાંજરાપોળ દ્વારા નિરઉપયોગી પશુઓનો ઉપયોગ બતાવી પશુહિંસા રોકી, તેમાં તેમની સેવા અને કરુણાભાવ માનવેતર સૃષ્ટિ સુધી વિસ્તર્યો હોવાની પ્રતીતિ થાય છે.
- ૧૩૭
આપણા જીવનઆકાશમાં ભયનાં વાદળ શાથી ઘેરાય છે ? ભયની ભ્રાન્તિ કેવી રીતે પેદા થાય છે? જીવનપ્રવાહમાં એક પછી એક ભયની શૃંખલાથી આપણે કેમ અશાંત છીએ? આપણે સતત ભયની ભઠ્ઠીમાં શાથી શેકાઈ રહ્યા છીએ? શાંતચિત્તે ચિંતન કરવા જેવો પ્રશ્ન છે.
આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ કર્મોથી લેપાયેલ આપણા આત્મા સાથે જન્મજન્માંતરથી જોડાયેલી છે. જ્ઞાનીઓએ ભયનાં મૂળ કારણો અને તેના નિરાકરણના ઉપાયો પણ બતાવ્યાં છે જેથી જીવનગગનમાં નિર્ભયતાનો સૂર્ય ઝળહળી ઉઠે.
જૈન દર્શનમાં ભયના મુખ્ય સાત પ્રકાર બતાવવામાં આવ્યા છે, જેમાં આલોકનો ભય, પરલોકનો ભય, ધન, અકસ્માત, આજીવિકા, મૃત્યુ અને અપયશના ભયનો સમાવેશ થાય છે.
ઇન્કમટૅક્સ, એક્સાઈઝ, સેલ્સટૅક્સ, કસ્ટમ કે પોલીસ જેવાં સરકારી ખાતાંઓનો ભય અને છેતરપિંડી, ચોર, લુંટારા, નક્સલવાદી અને ગુંડાગેંગનો ભય વર્તમાન સમયમાં વધી ગયો છે.
ભયનું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ વિશ્લેષણ અને અભ્યાસ માનવજીવન માટે ઘણોજ ઉપયોગી છે. પૂર્વજન્મ સંસ્કારપ્રેરિત ભય કેટલીક વાર આ જીવનમાં સતત ડોકિયાં કરે છે, જેમ કે કોઈકને પાણીનો વધુ ડર લાગે તો કોઈકને આગનો વધુ ડર લાગે છે.
- ૧૩૮