________________
વિશ્વકલ્યાણની વાટે
ભોગ-ઉપભોગ નહિ, પણ ઉપયોગની સંસ્કૃતિના પુરસ્કર્તા મહાત્માજીની વાતમાં છ’કાયના જીવોની અહિંસા દ્વારા અભય દાનની ભાવના અભિપ્રેત છે.
મુંબઈમાં એક વખત શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી વચ્ચે દયાધર્મ અંગે ચર્ચા ચાલી. ચામડું વાપરવું કે નહિ તેનો વિચાર-વિમર્શ ચાલતો હતો. બન્ને એવા મત પર આવ્યા કે બને ત્યાં સુધી ચામડાનો ઉપયોગ ટાળવો અને માથે તો ન જ પહેરાય.
શ્રીમદ્દએ ટોપીમાંથી ચામડું દૂર કર્યું અને તેનો ઉપયોગ બંધ કર્યો. ત્યાર પછી ગાંધીજીએ ચામડાના બોરિંગવાળા ચરખાના મૉડેલનો અસ્વીકાર કર્યો.
વિદ્વાન શ્રાવક વીરચંદ રાઘવજી ગાંધીએ ઇંગ્લૅન્ડમાં જૈન લિટરેચર સોસાયટી સ્થાપી. લોકોને માંસાહાર છોડાવી શાકાહાર તરફ વાળતા હતા. ત્યાંથી તેમને મહાત્મા ગાંધીજીનો પરિચય થયો. બન્નેએ સાથે નિરામિષ આહારના પ્રયોગો કર્યા હતા. શાકાહારના પ્રેરક બન્યા.
ગાંધી આશ્રમોમાં સત્ય અને અહિંસા પાયાના આદર્શો છે. ફિનિક્સ, ટૉલ્સટૉય ફાર્મ અને સાબરમતી આશ્રમ આ ત્રણે જગાએ અવાવરુ જમીનમાં વસવાટ કરવો પડયો. છતાં સર્પાદિક હિંસક જીવોને ન મારવાના નિયમનું યથાશક્તિ પાલન કરાવવામાં ગાંધીજી સફળ થયા હતા.
પરંપરામાં તો હિંસા કરવી નહીં, કરાવવી નહીં, અનુમોદવી નહીં, અસત્યાચરણ કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં, અધર્મ કરવો નહી, કરાવવો નહીં, અનુમોદવો નહીં એમ ત્રણ પરિમાણ ચાલતાં હતાં. ગાંધીજીએ ચોથું પરિમાણ ઉમેર્યું. હિંસા, અસત્ય, અધર્મનો ઇનકાર અને પ્રતિકાર કરી પ્રેમ, સત્ય અને આત્મધર્મથી હિંસા, અસત્ય અને અધર્મનું નિવારણ કરવું. આ આત્મબળથી, દયાબળથી, પ્રેમબળથી થતાં પ્રતિકારનું નામ એમણે સત્યાગ્રહ આપ્યું. હિંસકભાવ અને હિંસક શાસ્ત્રના ત્યાગથી જ ભગવાન મહાવીરનું આચારાંગ સૂત્ર શરૂ થાય છે. આત્મતત્ત્વ સમજાવી હિંસક બળના ત્યાગની તે વાત કરે છે. ગાંધીજી એ જ વાત સમજાવતા લખે છે, “જ્યાં અને જેટલે અંશે હથિયાર એટલે કે શરીરબળ કે પશુબળનો ઉપયોગ થતો હોય તે આત્મબળનો વિરોધી છે. જ્યારે સત્યાગ્રહ હથિયાર બળવિરોધી છે. સત્યાગ્રહ એ આત્મબળ છે, દયાબળ છે, પ્રેમનું બળ છે. પેલામાં વેરભાવને અવકાશ છે. જ્યારે સત્યાગ્રહમાં પ્રેમભાવને અવકાશ છે. એમાં વેરભાવ અધર્મ ગણાય છે. સત્યાગ્રહમાં વિરોધીને દુઃખ દેવાની કલ્પના જ ન હોય. જાતે દુઃખ સહન કરી વિનયથી વિરોધીને વશ કરવાનું સત્યાગ્રહ શીખવે છે. શસ્ત્રબળ અને સશસ્ત્રદળ ગુપ્તતાથી ચાલે છે. સત્યને કાંઈ સંતાડવાનું નથી એટલે સત્યાગ્રહીની
૧૩૫
વિશ્વકલ્યાણની વાટે
છૂપી સેના જ હોય. રાગવીર બીજાના મોત પોતાના હાથમાં રાખે છે, સત્યાગ્રહી મોતને માથે લઈને ફ્રે છે. મરદાનગી અભય અને હિંમતથી જુલમનો સામનો કરે છે.''
ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. તેઓ સ્વચ્છતાને, આરોગ્ય અને અહિંસાને સમાંતર ષ્ટિથી જોતા. આ જ રીતે જૈનોના ઝયણા ધર્મમાં સ્વચ્છતાને અગ્રસ્થાન અપાયું છે. સ્વચ્છતા-જતના, હિંસાનિવારણ અને અહિંસાની પ્રતિષ્ઠામાં સહાયક છે.
જૈનાચાર્ય પૂ. બહેચરજીસ્વામીની પ્રેરણાથી માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રેરણા ગાંધીજીને મળી. રાજચંદ્રના સત્સંગથી ગાંધીજીના જીવન પર જૈન ધર્મનો ઘેરો પ્રભાવ પડચો. શ્રીમદ્ રાજચંદ્રજી, મુનિ સંતબાલજીના ગુરુ નાનચંદ્રજી મહારાજ અને ગાંધીજી જેવી વિભૂતિઓએ વક્તવ્ય અને કર્તવ્યને જીવનની એક રેખા પર રાખ્યા. મહાવીરના અહિંસા ધર્મના વિચારો સાથે મહાત્મા ગાંધીજીના વિચારોનું સામંજસ્ય એટલે રાજસત્તા અને ધર્મસત્તાનો સમન્વય કહી શકાય. ગાંધીજીએ પોતાના જીવનમાં સર્વધર્મ સમભાવને આત્મસાત્ કરેલો. શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનવ્યવહારથી જૈનોના મહાવ્રત અપરિગ્રહોની એટલી પ્રબળ અસર ગાંધીજીના જીવન પર પડી કે તેઓ દૃઢપણે માનતા થયા કે સત્યશોધક, અહિંસાવાદી પરિગ્રહ ન કરી શકે. અપરિગ્રહ અને અહિંસા એકબીજાંનાં પૂરક વ્રતો છે. જેથી જીવનના દરેક સ્તરે ગાંધીજીએ અપરિગ્રહ વ્રતની પ્રાણપ્રતિષ્ઠા કરી અને આ શ્રદ્ધા જ્યારે ઐચ્છિક ગરીબાઈ વ્રતમાં પરિણમી ત્યારે એ વિચારધારાએ સમગ્ર રાષ્ટ્રને સમાજવાદનો આદર્શ આપ્યો.
સંતસાથી દુલેરાય માટલિયાએ નોંધ્યું છે કે, “જૈન દર્શનની સૂક્ષ્મ અને ઊંડી અહિંસા ગાંધીજીએ તેમના જીવનમાં આત્મસાત્ કરી હતી.’’
ભગવાન મહાવીરે અહંકારને હિંસા ગણી છે. અહંકાર કરનાર વ્યક્તિ પોતાના આત્માને હણે છે. સ્થૂળ હિંસક વ્યક્તિ એકવાર કોઈને મારી દેશે તે એકવાર હિંસા કરી, પણ અહંકારી વારંવાર અહંકાર કરી વારંવાર ભાવમરણ કર્યા કરશે. ગાંધીજીએ આ ઉક્તિનું આચરણ કરી અહંભાવને પોતાના જીવનમાંથી દેશવટો દીધો. પોતે બૅરિસ્ટર છે, રાષ્ટ્રના માન્ય નેતા હોવાનો અહંકાર કર્યો નહિ. આવી વ્યક્તિ જ સૂટ-બૂટ ને ટાઇને બદલે અંગે માત્ર પોતડી પહેરી શકે.
અહિંસાનું વિધેયાત્મક સ્વરૂપ દયા જ છે. ગમે તેવા વિકટ સંજોગોમાં સાધકઆત્મા દયા છોડતો નથી અને તેનું પરિપાલન કરે છે. દયાનો અર્થ પ્રાણીમાત્ર પ્રત્યે સહાનુભૂતિ, કરુણા, પ્રેમ, પ્રીતિ, રક્ષા કરવી તેવો થાય છે.
જિનમાર્ગમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરવી તે દ્રવ્યદયા, બીજા જીવોને દુર્ગતિ તરફ
૧૩૬