________________
વિશ્વકલ્યાણની વાટે મારા મમ્મી જેવી મમ્મીના પણ હાથ બે થાકી જતા.” વળી કૃષ્ણ દવે તો ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે,
‘‘ગોવર્ધન નહિ લે, આ બાળકનું દફતર ઉચકાશે ?
અરે ! એક જ પળમાં મોરપીંછના રંગો ઊતરી જશે.” નિશાળ વિશાળ અને રળિયામણી બને, શાળા ‘ઘરશાળા’ બને એટલે બાળકને શાળામાં પણ ઘર જેવું વાતાવરણ ને હુંફ મળે તો બાળકને શાળામાં આવવા ઝંખના થશે, નિશાળે જવા થનગનાટથી પગ ઊપડશે, પરંતુ અહીં તો શિક્ષણચિંતક વિલિયમ બ્રેકર કહે છે તેમ “બાળકો શાળામાં આવે છે. પોતાની જાતને કેળવણી આપવા નહિ, પોતે જાણે લાકડાનાં પાટિયાં હોય તેમ આવીને એ શિક્ષક પાસે પડતું મૂકે છે અને કહે છે કે લો, હવે આમાંથી ફર્નિચર બનાવો.” આવાં નિર્જીવ પાટિયાં જોઈએ ત્યારે કરસનદાસ માણેકની કાવ્યપંક્તિઓ જરૂર યાદ આવે.
ખીલુંખીલું કરતાં માસૂમ ગુલસુમ શિક્ષકને સોંપાણાં, કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં, વસંત, વષ, ગ્રીષ્મ-શરદના ભેદ બધાય ભુલાણા, જીવન મોહ તણા લઘુતમમાં પ્રગતિ પદ દાણાં, હર્ષ ઝરણ લાખો હૈયાંના ઝબક્યા ત્યાં જ જલાણા, લાખ ગુલાબી મિત ભાવિના વાવિકસ્યા જ સુકાણા,
તે દિન આંસુ ભીના રે, હરિનાં લોચનિયાં મેં દીઠાં. કેળવણીને આપણે સાચા અર્થમાં સમજવી પડશે. કાકા કાલેલકરે કેળવણીને સ્વતંત્ર રાજકારણી સાથે સરખાવી છે. એ સત્તાની દાસી કે કાયદાની કિંકરી નથી. સર્વથા પ્રકારનાં બંધનોથી મુક્તિ અપાવે અને જીવન વધારે ઉન્નત અને બળવાન બનાવે તે જ સાચી કેળવણી છે. બહારથી અને અંદરથી વ્યક્તિ આખે ને આખી બદલાઈ જાય, કેળવણી એ રૂપાંતરની પ્રક્રિયા છે. મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા છે. સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલું હીર પ્રગટાવવામાં રહેલી છે. કેળવણીનું ખરું કામ વ્યક્તિમાં રહેલા બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરવાનું છે.
આર્ષદર્શન, મુક્તિ, અંતર્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ, આચાર્ય વિનોબાજી આ પાંચ તત્ત્વોના પવિત્ર રસાયણ પંચશીલ દ્વારા ભણતર, ગણતર અને ઘડતરની કેળવણી બનાવવાની વાત કરે છે. વ્યક્તિને કેળવે તે જ ખરી કેળવણી કહેવાય.
શિક્ષણ કે કેળવણીની સામાન્ય સમજ આપણામાં એવી હોય છે કે મારા બાળકને
કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ
મારે એવું શિક્ષણ આપવું છે કે તેને મોટી અને ઊંચી ડિગ્રી મળે અને એ ડિગ્રી પણ એવી હોય કે તેને સમાજમાં માન-મોભો તો મળે, ખૂબ જ શ્રીમંત કુટુંબની રૂપાળી કન્યા મળે કે ખૂબ જ શ્રીમંત કુટુંબનો મુરતિયો મળી જાય. ખૂબ જ સારી, ઊંચા પગારવાળી નોકરી મળે અથવા તે ડિગ્રી દ્વારા પોતાનો વ્યવસાય કરી ખૂબ ઊંચી કમાણી કરી શકે. શિક્ષણ કે કેળવણી પાસે આપણી આ જ અપેક્ષા છે.
શિક્ષણ, વિદ્યા કે કેળવણી માત્ર પૈસા કમાવવાનું સાધન નથી. શિક્ષણ જીવનલક્ષી હોય તો જ જીવન ઉન્નત બને. શિક્ષણ અને સંસ્કાર એક સિક્કાની બે બાજુ છે તે ભૂલવું ન જોઈએ. કેળવણીનું અંતિમ ધ્યેય તો જ્ઞાનમાંથી શાણપણ સુધી લઈ જવાનું છે. જે શિક્ષણમાં નીતિ અને ધર્મના સંસ્કાર અભિપ્રેત હોય તે કેળવણી જ કલ્યાણકારી બની શકે.
કોઈ એક વ્યક્તિ વિજ્ઞાન ક્ષેત્રની ઊંચી કેળવણી પ્રાપ્ત કરી વિનાશકારી બૉમ્બ બનાવવાની શોધ કરે અને એ શોધ વેચી કરોડો રૂપિયા રળે અને લાખો માનવસંહારનો નિમિત્ત બને. કરોડે રૂપિયા દ્વારા એ ગાડી, બંગલો અને સંપત્તિની હારમાળા ઊભી કરી દે. પોતે મેળવેલ શિક્ષણ કે વિદ્યાના ઉપયોગ-દુરુપયોગ દ્વારા એ ભવ્ય જીવનશૈલી પામે અને પોતે એને વિદ્યાની ભવ્યતા પણ કહેશે. બીજી વ્યક્તિ તબીબી વિજ્ઞાનમાં શોધ કરી બીજાના જીવન બચાવવાનું કાર્ય કરે છે. ગરીબ દર્દીની ફી લીધા વગર દવા પણ કરે છે. ઓછા પૈસા કમાવાથી સાદી જીવનશૈલી છે, આપણે આને વિદ્યાની દિવ્યતા કહીશું.
શાળામાં ભણતા ત્યારે ગણિતના શિક્ષક અમને દાખલો શિખવાડતા. ગામડેથી એક વેપારી પોતાની દુકાનની ખરીદી કરવા માટે નજીકના શહેરમાં આવ્યો. તેણે પોતાની દુકાન માટે બસ્સો નેવું રૂપિયાના માલની ખરીદી કરી. ત્યાં એક બળદગાડીવાળો પોતાના ગામ તરફથી લાવેલ માલ ખાલી કરી પાછો જતો હતો. વેપારીએ એ ગાડીવાળાને કહ્યું કે, મારે માલ સાથે ગામ જવું છે, જો તું તારા ગાડામાં લઈ જાય તો તને રૂપિયા દસ આપીશ. ગાડાવાળાએ તેને ગામડે પહોંચાડ્યો. બે દિવસમાં પેલા વેપારીએ બધો જ માલ વેચ્યો. વેચાણના રૂપિયા ચારસો પચાસ આવ્યા તો વેપારીને વેપારમાં કેટલા ટકા વળતર મળ્યું તેવો પ્રશ્ન સાહેબે અમને પૂછયો. અમે ઉત્સાહથી આંગળી ઊંચી કરી જવાબ આપ્યો એકસો પચાસ રૂપિયા મળ્યા, જેથી પચાસ ટકા નફો થયો.
અમારા ગણિતના શિક્ષક શેઠસાહેબે આક્રોશ સાથે કહ્યું કે આ નફો નહીં, પણ નફાખોરી કહેવાય. પાઠ્યપુસ્તક બનાવવાવાળાએ વાજબી નફાનું ઉદાહરણ આપવું જોઈએ. તમે ભણીગણી મોટા થઈ વેપાર કરો ત્યારે ધ્યાન રાખો અને ધંધામાં વાજબી