________________
વિશ્વકલ્યાણની વાટે મારા જ્યારે વૃદ્ધાવસ્થા આવે, શરીર બરાબર ન ચાલતું હોય - રોગોથી ઘેરાઈ ગયું હોય. સાધુના આચારો આ શરીર દ્વારા ન પાળી શકાય તેવી સ્થિતિ હોય. આવા સંયોગોમાં ગુરુની આજ્ઞાથી સ્વેચ્છાએ દેહ છોડવા માટે વ્રત લેવાતું હોય. યુદ્ધ, દુકાળ, અધર્મથી જાતને રક્ષવા વિષમ સંજોગોમાં શિષ્ય, સાધુ, ગૃહસ્થ કે ભક્તને ગુરુમહારાજ આજ્ઞા આપે છે.
જૈન શાસ્ત્રોમાં મૃત્યુના જે વિવિધ ૧૭ પ્રકાર બતાવવામાં આવ્યા છે તેમાં સંલેખના વ્રત માટે ત્રણ પ્રકારના મૃત્યુને વિશિષ્ટ દર્શાવેલ છે, જે સકામ મરણના ત્રણ પ્રકારો છે --
૧) મૃત્યુ વખતે આહાર-પાણી વગરે ન લેવાં તે ભક્ત પ્રત્યાખ્યાન મરણ. ૨) ચાર પ્રકારના આહાર પચ્ચખી ઉપરાંત જગ્યાની મર્યાદા બાંધી લીધી
હોઈ, ઈશારાથી જીવન ચાલે-ઈંગિત મરણ. ૩) વૃક્ષની શાખાની માફક શ્વાસોશ્વાસ નીકળી જાય ત્યાં સુધી પડી રહેવું તે પાદોપગમન મરણ કહે છે.
સંથારા-સંલેખના વ્રત દ્વારા મૃત્યુ એ આત્મહત્યા નથી, તપ છે. અહીં સભાનતાપૂર્વક મૃત્યુને સ્વીકારવાની પૂર્વતૈયારી દ્વારા મૃત્યુનું સ્વાગત કરી મૃત્યુને મહોત્સવ બનાવવાની વાત છે. વ્રત લેનાર વ્યક્તિ.... • લૌકિક સુખની આકાંક્ષા કરતો નથી.
પરલોકના સુખની પણ અપેક્ષા નથી. વ્રત દરમિયાન પ્રેમ, આદર કે પ્રસિદ્ધિ મળે તેવા ભાવ પણ ન હોય અને તે માટે વધુ જીવવાની ઈચ્છા પણ ન કરે. કદ વધતાં મૃત્યુ જલદી આવે, દેહ જલદી છૂટે તેવું પણ ન ઇચ્છે - સમતામાં રહે. ભોગપભોગની પણ ઇચ્છા ન થાય.
સંલેખના-સંથારાનું વ્રત લેનાર તપસ્વીને આવા અતિચારો-દોષ ન લાગે તે માટે ‘નિર્ધામણા કરાવનાર એટલે તેની વૈયાવચ્ચ સેવા કરનાર સાધુ કે વ્યક્તિ સતત જાગૃતિ રાખે છે.
સાધકને સતત આત્મરમણતામાં રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. શરીર રોગોથી
કાકા જ વિશ્વકલ્યાણની વાટે મારા કાકા
ઘેરાયેલું હોય, અશાતા વેદનીયના પ્રબળ ઉદયે દેહમાં તીવ્ર પીડા હોય, દેહ મૂર્શિત હોય તે અવસ્થામાં જરા ભાનમાં આવે ત્યારે તીવ્ર વેદનમાં કહે કે હવે મૃત્યુ જલદી આવે તો સારું ને વળી પાછો મૂછમાં જાય ત્યારે, સ્વજનો અનુકંપા પ્રેરિત મૃત્યુનો વિચાર કરે, જેને “મર્સિકિલિંગ' કહેવાય. આવા મૃત્યુમાં મૃત્યુ પૂર્વેની સાધનાઆરાધનાનો કોઈ અવકાશ રહેતો નથી ત્યારે સંલેખનામાં મૃત્યુ પૂર્વની આરાધના અભિપ્રેત છે.
શ્રાવક ત્રણ મનોરથ સેવે છે. પહેલું, વ્રતી શ્રાવક બનું, પછી પંચમહાવ્રત સ્વીકારી સાધુ બનું અને છેલ્લે સંલેખના-સંથારા સહિત સમાધિમરણની પ્રાપ્તિ કરું. એક જ ભવમાં ત્રણે મનોરથ ચરિતાર્થ કરનાર સાધક પોતાના જીવનમાં કાંચનમણિ યોગનું સર્જન કરે છે, જાણે સંયમ જીવનરૂપી સોનાના મુગટમાં મૃત્યરૂપી ઝળહળતો મણિ.
સંથારો એ આત્મહત્યા નથી. હતાશાના સંયોગો, લાચારી કે અસહિષ્ણુતાની સ્થિતિ, આબરૂ કે પ્રતિષ્ઠા ગુમાવવાનો ભય અંતે આત્મહત્યામાં પરિણમવાની શક્યતા હોય છે. આર્તધ્યાન કે રૌદ્રધ્યાન પછી માનવ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે.
આપણે ત્યાં સતીપ્રથા દ્વારા મૃત્યુના ઘણા કિસ્સાઓ બનતા. આજે પણ ક્વચિત્ બને છે. સ્ત્રી, સ્વજન કે પતિની ચિતા પર બેસી બળી મરે તે સતી પ્રથા છે જેમાં મહામોહનીય કર્મનો ઉદય, આર્તધ્યાન અને અંધશ્રદ્ધા અભિપ્રેત છે.
જેહાદ એ ધર્મઝનૂનનું પરિણામ છે. ધર્મના રક્ષણ માટે વિવેકહીન રીતે મહાહિંસાનું શરણ એ ધર્મનો વિપર્યા છે. માનવબૉમ્બ બની મરવું ને મારવું એ મૃત્યુ વિફળતાની ચરમસીમા છે.
સાર્વભૌમત્વ કે રાષ્ટ્રની રક્ષા કાજે અન્યાય સામે કે કોઈના પ્રાણ કે શિયળ બચાવવા માટે શહીદ થવું એ મૃત્યુનો વિશિષ્ટ પ્રકાર છે. અહીં અંતિમ ક્ષણે દ્વેષ કે હિંસાનો ભાવ ન હોય તો જ આત્મા શુભ પરિણતિમાં રહી શકે.
મૃત્યુના આ બધા પ્રકારથી સંથારો અલગ છે. સંલેખના વ્રત લેવા અહીં કોઈની જબરજસ્તી ન હોય. મૃત્યુ માટેની સંપૂર્ણ માનસિક અને શારીરિક તૈયારી પછી સંખના વ્રતમાં આગળ વધતા સંથારો સિઝતા સાધકને પંડિતમરણ કે સમાધિમરણ લાધે છે.
સંથારો-સંલેખના લેનાર વ્યક્તિનું ચિંતન-મનોમંથન : હું દેહાસક્ત બની મોટા ભાગનો સમય આ દેહની સેવા-પૂજામાં ગુમાવી રહ્યો
૩૮