Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 69
________________ વિશ્વકલ્યાણની વાટે ધર્મ આધારિત સમાજરચના ભારતીય સંસ્કૃતિનાં ચાર અંગો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. અર્થોપાર્જન એટલે આજીવિકા, ધંધો-વ્યવસાય વગેરે પ્રવૃત્તિઓ ધર્મને નજર સમક્ષ રાખીને કરવામાં આવે અને કામ-ભોગ, સાંસારિક અને વ્યાવહારિક જીવનનાં કાર્યો પણ ધર્મને નજર સમક્ષ રાખીને કરવામાં આવે તો જીવન સત્ત્વશીલ બને અને મોક્ષમાર્ગે વહેલા જઈ શકાય. આમ જીવનના દરેક તબક્કામાં અભિન્ન પ્રવાહમાં ધર્મ અભિપ્રેત હોય તો જ એ સંસ્કૃતિ મોક્ષલક્ષી બની શકે. ચેતન કે જડના સ્વભાવને ધર્મ કહેવાય. વ્યાપક સ્વરૂપમાં સમજીએ તો ધરી રાખે તે ધર્મ, માનવસમાજને એક કરી રાખે-ધારણ કરી રાખે તે ધર્મ. આવા ધર્મની બુનિયાદ એટલે કે પાયા પર જે સમાજની ઈમારત રચાય તે આદર્શ સમાજ બને. મુનિ શ્રી સંતબાલજીએ ભાલનાળ કાંઠામાં સમાજ સુધારાનાં કાર્યો શરૂ કર્યો ત્યારે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો, તમે ધર્મઆધારિત સમાજરચના કઈ રીતે કરી શકશો ? અહીં તો વહેમ, અંધશ્રદ્ધા, દારૂ, જુગાર, માંસાહાર, ભૂવા-ડાકલા અને દોરા-ધાગાની પ્રબળતા વધારે છે. પૂજ્ય સંતબાલજીએ મક્કમતાપૂર્વક કહ્યું કે, લોકમાનસનું ઘડતર કરવાનું છે, શિલ્પી એક મૂર્તિ ઘડે તેમ માનવસ્વભાવનું ઘડતર કરવાનું છે. શિલ્પી પથ્થરમાંથી નકામો ભાગ દૂર કરે ત્યારે સુંદર મૂર્તિ તૈયાર થાય છે તેમ માનવજીવનમાંથી વહેમ-વ્યસન જેવાં અનિષ્ટ તત્ત્વો દૂર થતાં આદર્શ - ૧૨૯ - કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ સમાજની રચના થઈ જાય છે. જે સમાજમાં ધર્મ પ્રેરિત નીતિ હોય ત્યાં સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ ની રચના થઈ શકે. નીતિ ધર્મવિમુખ હોય ત્યાં કદાચ બાહ્મ સમૃદ્ધિ મળશે, પરંતુ આંતરિક શાંતિનો ત્યાં અભાવ હશે અને સંવેદના બઠ્ઠી થઈ ગયેલી જોવા મળશે. ધર્મ જ સમાજને નીતિનાશના માર્ગથી બચાવશે. સામાન્ય રીતે સામાજિક નીતિમત્તા શીખવતી વ્યક્તિને કુટુંબ-પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો શીખવવામાં આવે છે. તેની સાથે જ શરીર અને આત્મા પ્રત્યેની જાગૃતિ જીવનમાં ધર્મનાં મૂલ્યો સ્થાપિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. અર્થોપાર્જનની પ્રવૃત્તિમાં સત્ય, અપરિગ્રહ અને અચૌર્યના સિદ્ધાંતોની ઉપયોગીતા છે જ, સાથેસાથે અનુકંપા અને સાધનશુદ્ધિની પણ એટલી જ મહત્તા છે. યુગપુરષ શ્રીમદ્ રાજચંદ્ર અર્થોપાર્જનની પ્રવૃત્તિમાં પણ ધર્મનાં આ બધાં શુભ તત્ત્વનો સુભગ સમન્વય કર્યો હતો. લાખોની ધંધાકીય લેવડદેવડનું કામ પૂરું કર્યા પછી બીજી જ ક્ષણે એ સમાધિભાવમાં રહી શકતા. અનુકંપાભાવને કારણે લાખો રૂપિયાનો નફો પણ જતો કરી શકતા. આમ એક વેપારીમાં પણ વીતરાગતાના ગુણો હોઈ શકે તે આદર્શ શ્રીમદ્જીએ આપ્યો. - વ્યાવહારિક અને રોજબરોજના જીવનમાં ધર્મભાવના વણાઈ જાય તો તેનું પાલન સહજ બની જાય છે. કુટુંબજીવન કે લગ્ન જેવા વ્યાવહારિક પ્રસંગોએ તમામ વ્યક્તિઓનો ખયાલ રાખીને વ્યવહાર કરીશું તો સંવાદિતા સ્થપાશે. ધર્મઆધારિત સમાજરચનાનો પાયો વ્યક્તિગત ત્યાગભાવનામાં છે. કુટુંબમાંથી અલગ થતી વખતે હક્ક માટે લડત ચલાવવાને બદલે માત્ર ત્યાગભાવનાને આગળ કરી કુટુંબમાંથી જે મળ્યું છે, તેનો પ્રસાદીરૂપે સ્વીકાર કરી અને આગળ વધવું તે ભાવ કલેશને બદલે પ્રસન્નતાનું વાતાવરણ સર્જે છે. પરિસ્થિતિ, સમય અને વ્યક્તિ પ્રમાણે વ્યવહારધર્મ બદલાતો રહે છે. જ્યારે પ્રત્યેક વ્યક્તિ માટે કોઈ પણ સમયે નિશ્ચયધર્મ એક જ હોય છે. નિશ્ચયધર્મ કદી બદલાતો નથી. ધર્મસંસ્થાઓ અને ધર્મક્રિયાઓમાં ધર્મ પ્રસ્થાપિત કરવાનું કાર્ય કપરું છે. માત્ર સાંપ્રદાયિક અને જડ ક્રિયાકાંડમાં અટકી જવાનું નથી. સંપ્રદાયની બહાર જઈ ક્રાંતિકારી વિચારોનો પ્રચાર કરવાવાળા છે. સંપ્રદાયની સંખ્યામાં વધારો કરવાવાળા પણ ખરા, પરંતુ ગુણવત્તા વધારવાવાળા બહુ ઓછા છે. ' ૧૩૦

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75