Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 55
________________ વિશ્વકલ્યાણની વાટે મારા “હું તો વિષય-કષાયોના ઝેરથી ભરેલ છું. ગુરુ તો સગુણોની અમૃતખાણ છે. મસ્તક અર્પણ કરવાથી પણ જો ગુર મળે તો હું ન્યાલ થઈ જાઉં.' ભારતીય સંતો, ભજનિકો અને દાર્શનિક કવિઓએ ગુમહિમાનાં ગીતો ગાયાં છે. રવિભાણ સંપ્રદાયના સંતો, મહાપંથી સંતો, પરબ પરંપરાના સંતો દાસી જીવણ, લક્ષીસાહેબ સ્વામિનારાયણ સંપ્રદાયના નિષ્કુળાનંદસ્વામી, શંકરાચાર્યની વિવેક ચૂડામણિ, કાશ્મીરની કવિ લલેશ્વરીની રચનાઓ, ગંગાસતી, હોથી, દેવાયત, ડુંગરપરી, નરસિંહ, મીરા, ધરમદાસ, સંતકવિ અખો, નાનકવાણી અને પ્રીતમદાસે ભરપૂર ગુરુગુણ ગાયા છે. જૈન શ્રાવક કવિઓ અને જૈન આચાર્યોની રચનાઓ ગુરુગુણદર્શન કરાવે છે. શ્રાવક કવિ ઋષભદાસ, પૂ. આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજી, આ. સમયસુંદર, યોગનિ થાર્ય બુદ્ધિસાગરજી, જ્ઞાનમિલસૂરિજીની સન્ઝાઈઓ, શ્રી ચિદાનંદજી, પાર્ધચંદ્રસૂરિ, કમલસુંદર ગણી ઉદયગિરિના યોગેશ્વર જગજીવનસ્વામી, મુનિ સંતબાલજી, પરમ દાર્શનિક જયંતમુનિએ પોતાની રચનાઓમાં ગુરુમહિમા ગાયો છે. સાધનાના દરેક તબક્કામાં ગુરુ, શિષ્યો અને ભકિતના સહાયક બને છે. ગુરુ અહંકાર દૂર કરાવી પાત્રતા પ્રગટાવે છે. ગુરુ આપણા જીવનમાં વિનયધર્મનું આરોપણ કરે છે અને સાધના માટે લીધેલા સાધન અંગે માર્ગદર્શન આપે છે. ગુરઆજ્ઞાથી લીધેલ સાધનથી સાધ્ય સુધી પહોંચવામાં સરળતા રહે છે. દાર્શનિક સંદર્ભે ગુરદક્ષિણા વિશે ચિંતન કરવા જેવું છે. શિષ્ય હદયમાં એવા ભાવ પ્રગટ કરવા જોઈએ કે, 'જે કાંઈ મને મળ્યું છે તે ગુરુકૃપાએ જ મળ્યું છે, માટે સર્વ ગુરુનું જ છે તો હું તેને ગુરુદક્ષિણા આપનાર કોણ? ગુરુને અર્પણ થયા પછી અહનું વિસર્જન થયું છે, મનનું મૃત્યુ થયું છે. આ જગતમાં આત્માથી શ્રેષ્ઠ કશું જ નથી અને મને આત્માનું દર્શન કરાવનાર તો ગુરુ જ છે જેથી આત્મા પણ તેનો જ છે તો હું ગુરુને શું આપી શકું? આમ લઘુતાભાવ પ્રગટ થાય તો જ શિષ્યત્વ આદર્શ બની શકે છે. ગુરુ, ભક્તિની પરાકાષ્ટારૂપ શ્રીમદ્જીની ગાથા દ્વારા આપણે આ વિષયનું સમાપન કરીશું.' અહો અહો શ્રી સદ્ગુરુ કરુણા સિંધુ અપાર આ પામર પર તમે કર્યો અહો અહો ઉપકાર શું ગુરુ ચરણ કને ધરું આત્માથી સૌ હીન - ૧૦૧ કાકા વિશ્વકલ્યાણની વાટે તે તો ગુરુએ આપીયો વતું ચરણાધીન દેહ છતાં જે ની જ શા વર્તે દેહાતીત તે જ્ઞાનીનાં ચરણમાં હો વંદન અગણિત. સંત દત્તાત્રેયે, પશુ-પંખી અને પ્રાણીઓમાં દેવી ગુણોની વિશિષ્ટતાનાં દર્શન કર્યા તો તેમણે એ બધાને ગુરુપદે સ્થાપી દીધાં. ધન્ય છે તેમની ગુણાનુરાગી દૃષ્ટિને દતાત્રયેને માનવી, પ્રાણી અને પ્રકૃતિમાં જે સણો દેખાયા તેને તેમણે ગુર માન્યા. ધરતી, આકાશ, સમુદ્ર, વાયુ, અગ્નિ, ઈયળ, ચંદ્ર, સૂર્ય, અજગર, જલ, પતંગિયું, હાથી, મધપૂડો, હરણ, માછલી, ગણિકા, બાળક, કુંવારી કન્યા, લુહાર, સર્પ, મધમાખી, અને ક્તરો આમ આ ચોવીશ ગ્રઓ બતાવ્યા છે. અખો, કબીર, મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદના ગરસંબંધી ચિંતનમાં એક સૂર પ્રગટે છે “તું તારો ગુરુ થા!" સદ્ગુરુની શોધ કરવા, ગુરુની પ્રાપ્તિ માટે તું જ સ્વયં તારો ગુરુ થઈને પુરુષાર્થ કર તો જ તને પુરુષની પ્રાપ્તિ થશે. વ્યાસમુનિ-નારદ, ભીષ્મના ગુરુ પરશુરામ આરુણિ, ઉપમન્યુ, સત્યકામ જૈમિન, પરશુરામ, કર્ણ, ભગવાન મહાવીર-ગણધર ગૌતમ, વશિષ્ઠ-રામ, કૃષ્ણ-સાંદીપનિ, દ્રોણાચાર્ય-એકલવ્ય, રામાનંદસ્વામી, રામકૃષ્ણ-વિવેકાનંદ જેવા મહાન ગુરુ-શિષ્યનું પાવન સ્મરણ કરી સંસ્કૃતિના આધારસ્તંભ સમા સદ્ગુરુને વંદના ! ૧૦૨

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75