Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 58
________________ વિશ્વકલ્યાણની વાટે ચાલ, ઝાડની ખબર કાઢવા કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. એક કુહાડી કયાંક ઊઠી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. પાનખરે જે પંખીઓ એ, ઝાડને હિંમત આપી’તી, એ પંખીઓની હામ ખૂટી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. ડાળ તૂટી ને કેટકેટલાં પંખીનાં ઘર તૂટી ગયાં; કો’કે શું મિરાત લૂંટી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. ઝાડ કુહાડીલાયક હો, તો માણસ શેને લાયક ? તરણાંઓમાં વાત ફૂટી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. આચાર્ય પ્રધુમ્નસૂરિનું આ કાવ્યનું સુંદર રસદર્શન ચિંતનપ્રેરક છે. દૃશ્ય ભલે એક હોય, પરંતુ તેનું દર્શન તો વ્યક્તિએ વ્યક્તિએ નોખું જ રહેવાનું અને તેમાં પણ કવિનું દર્શન તો લોકોત્તર જ રહેવાનું. કવિ માત્ર આંખથી નથી જોતા; તેની નજરનો મહિમા છે. જુઓ, આ વાત તો ક્યાં નવી છે ! જંગલમાં એક ઝાડનું તૂટવું, તે તો રોજની ઘટના છે. જેની નોંધ પણ ન લેવાય એવી સાદી ઘટના છે. એ સામાન્ય લાગતી ઘટનાને ઉઠાવીને કવિ કોનીકોની સાથે જોડે છે તેનું જ મહત્ત્વ છે. - લોકમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સ્વર્ગવાસી થાય ત્યારે વૃક્ષને યાદ કરવામાં આવે છે. ભાયાણીસાહેબ સ્વર્ગવાસી થયા ત્યારે ઘણાએ હૃદયમાં જે અનુભવ્યું હતું તે શબ્દમાં અવતરિત કર્યું હતું: ‘એક ધીંગો વડ ધરાશાયી થઈ ગયો, જેની ઓથે કેટકેટલા માળા બંધાયા હતા તે બધા વીંખાઈ ગયા '. આમ વ્યક્તિથી વૃક્ષ સૂઝે છે. અહીં વૃક્ષથી વ્યક્તિ સુધી જવાનું છે. - ૧૦૭ કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ ગીતરચનામાં કવિ મુકેશ જોષીની હથોટી સારી જામી છે. આ કાવ્યમાં એ સહજ જોવા મળે છે. જેની ડાળ તૂટી છે, તેવા કોઈ ઝાડની ખબર કાઢવાની વાત છે. ગુજરાતી ભાષાની ખૂબી અહીં છે. શબ્દવ્યંજનામાં તો તે મેદાન સર કરે છે. શબ્દો સાદા પણ અર્થચ્છાયા અજબની ! ઝાડની ખબર એટલે પરિવારની ખબર કાઢવાની વાત છે. ડાળ તૂટવામાં કારણ છે કોઈ કુહાડી - કોઈ આપત્તિ ! કોઈ અપેક્ષા ! કુહાડીની સાથે ક્રિયાપદ જોડાયું છે ‘ઊઠી છે'. આપણે ત્યાં “સોળ ઉઠ્યા છે' એવો પ્રયોગ પ્રચલિત છે. અહીં ‘એક કુહાડી ક્યાંક ઊઠી છે'. ડાળને તોડવામાં નિમિત્ત બનેલી કુહાડી છે એ સહાનુભૂતિપ્રેરક છે. હવે ડાળની ખબર કાઢવાનું કારણ માત્ર એ ડાળ છે એમ નથી. એ ડાળે તો કેટકેટલાના પવન પડી ગયેલા દુ:ખદ દિવસો સાચવી જાણ્યા છે. પાનખરના લાંબા લાગે એવા દિવસોમાં, ફરી વસંત આવશે, પડેલાં પાન નવાં થઈ શણગારાશે - એમ હિંમત આપી પંખીઓની જમાતને રાજી કરી હતી તે બધાંની હામ જવા બેઠી છે. એની ખબર કાઢી આવીએ. ડાળ તૂટવા માત્રથી વૃક્ષનો વિયોગ છે એમ નથી. ત્યાં અખૂટ પ્રીતિપૂર્વક પોતાની મોંઘેરી મૂડી જેવાં ઘર બાંધ્યાં હતાં. હંફ અને સલામતી આપતાં, મોટી મિરાત સમા એ ઘર ભાંગ્યાં છે. ચાલ, આપણે તેની ખબર કાઢીએ અને શ્રદ્ધાનું ભાતું બાંધીએ; વિશ્વાસના દીવામાં ઘી પૂરીએ. છેલ્લે વેદનાનીતરતા શબ્દો છે : ઝાડ જો કુહાડીને લાયક છે તો માણસ શેને લાયક છે ? મોટા માણસોમાં નહીં, નાનાં તરણાંઓમાં આ વાત ચર્ચાય છે !' ‘તરણાંઓમાં વાત ફૂટી છે'. - રોજિંદા વ્યવહારમાં ‘વાત ફૂટી ગઈ એ પ્રયોગથી તદ્દન ભિન્ન અર્થમાં આ પંક્તિ રચાઈ છે. એક સારા વિવેચકનું એવા મતલબનું વાક્ય છે : 'કવિનો શબ્દ પ્રતિભાદત્ત છે કે પ્રયાસદત્ત છે તેની કસોટી આ છે કે, કાવ્યાત્મક રીતે પ્રયોજાયેલો હોય તે શબ્દ, એ પંક્તિમાં અને એ પંક્તિ એ કૃતિમાં ઓગળી જવા જોઈએ. જો એમ થાય તો જ એ શબ્દ પ્રતિભાદત્ત ગણાય, અન્યથા એ શબ્દ કરામતનો દીધેલો છે. અહીં ‘તરણાંઓમાં વાત ફૂટી છે એ પંક્તિ ગીતમાં બરાબર ઓગળી ગઈ છે. આ ગીતની વ્યંજના માણવી ગમે એવી છે. મમળાવતા રહીએ એવી છે. ફરી એકવાર આ ગીતનું ગાન કરી જુઓ. શબ્દના પડઘા તરંગની જેમ આવર્તન પામશે. ૧૦૮ '

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75