Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 61
________________ વિશ્વકલ્યાણની વાટે કામ વિશ્વકલ્યાણની વાટે આપની દાસીનાં સ્વસ્થતાપૂર્વક વચનોને કારણે એ કસોટી કરવા આગળ વધ્યા જો દાસીમાં આવાં ગુણ-જ્ઞાન હોય તો પાણીમાં કેટલાં હશે. સંતે કહ્યું. આપ સૌની નિર્લેપી, અનાસક્ત અને સમભાવયુક્ત દશા સાચા અર્થમાં ધર્મ પામ્યાં છો તેની પ્રતીતિ કરાવે છે. આશ્રમની એક હરણી બીમાર પડે તો અમે સંતો વ્યાકુળ થઈ જઈએ છીએ, ભયંકરમાં ભયંકર જીવનની ક્ષણોમાં પણ આપની નિરાળ દશા, આપની નિર્લેપી અવસ્થાની પ્રતીતિ કરાવે છે. આપના નામમાં ગુણોનો ભંડાર છે. યથા નામ તથા ગુણ તેવા આપે “નિર્લેપી રાજા” એ નામને ચરિતાર્થ કર્યું છે, તેમ કહી રાજકુમાર સહિત નિર્લેપી રાજાના સમગ્ર પરિવારને ગુદેવે આશીર્વાદ આપી વિદાય લીધી. આત્મસુધારણાના અમૂલ્ય દસ્તાવેજ ધર્મ, જીવનનો ધબકાર છે. માનવજીવનમાં ધર્મ તાણાવાણાની જેમ વણાઈ ગયેલ છે. વ્યક્તિ કોઈ પણ ધર્મનું અનુસરણ કે પાલન કરતી હોય, પરંતુ તે ધર્મના ધર્મગ્રંથ તેના જીવનને સાચી દિશા આપે છે. સદાચારમય જીવન જીવવામાં અને આત્મોત્થાન માટે તે પ્રેરક બને છે. ખ્રિસ્તી ધર્મનો મુખ્ય ધર્મગ્રંથ બાઇબલ છે, બૌદ્ધ ધર્મનો ત્રિપિટક, હિન્દુ-સનાતન ધર્મનો ધર્મગ્રંથ ગીતા છે, ઇસ્લામનો કુરાન, શીખ ધર્મનો ગ્રંથસાહેબ, પારસીનો અવસ્થા, કૉશિયસનો ક્લાસિક, તાઓનો લાઓત્સએ આપેલ પ્રવચનો, શિન્તો, અનાદિધર્મનો. કો-જી-કી અને નીહોન-ગી, યહુદીનો જૂનો કરાર, જૈન ધર્મના ધર્મગ્રંથોમાં કલ્પસૂત્ર અને તત્ત્વાર્થ સૂત્રને ઘણા વિદ્વાનોએ માન્યતા આપી છે, પરંતુ જૈન ધર્મના મૂળ અને મુખ્ય ધર્મગ્રંથ તો ભગવાન મહાવીરના ઉપદેશથ આગમો છે. | બાઇબલ, કુરાન, ત્રિપિટક જેવા ધર્મગ્રંથો વિશ્વની વિવિધ ભાષાઓમાં અનુવાદ થઈ પ્રગટ થયા છે. કોલકાતાની એશિયાટિક સોસાયટીના કહેવાથી ચાર્લ્સ વિલ્કીન્સ હિન્દુ સનાતન ધર્મના પવિત્ર ગ્રંથ ગીતાનું ૧૭૮૫માં ઇંગ્લિશ ભાષામાં ટ્રાન્સલેશન કરેલું. આમ વિશ્વના અનેક ધર્મોના ધર્મગ્રંથો વિવિધ ભાષામાં સુલભ હોવાથી લોકોના પરિચિત બન્યા. જૈન ધર્મના આગમ ગ્રંથોનો આવો પ્રચાર થયો નથી. તેના કારણમાં કેટલાક આચાર્યોનું માનવું છે કે આગમ ગ્રંથો વાંચવા માટે બધા અધિકારી નથી, કારણકે તેનું ' ૧૧૪ ૧૧૩

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75