Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 48
________________ વિશ્વકલ્યાણની વાટે કામ સાંપ્રત જીવનશૈલીમાં યોગનું મહત્ત્વ વિશ્વકલ્યાણની વાટે કાજ પગે ચાલે. મનમાં શત્રુતાનો વિચાર આવે તો એ વખતે અપંગ બની અટકી જાય. કાણી હોય તે એક આંખે જુએ, જ્યારે કોઈ નાનામાં નાની વસ્તુ જોવી હોય, એકાગ્રતાથી કાંઈ જોવું હોય, નિરીક્ષણ કરવા કાંઈ જોવું હોય ત્યારે એક આંખ બંધ કરી એક આંખે જોવું પડે. મારી પુત્રી એક આંખે જગતની સૂક્ષ્મ વસ્તુ જોવાની જિજ્ઞાસાવૃત્તિ ધરાવે છે. કોઈનું દુઃખ જોઈ કરુણાભાવમાં તેનાં સજળ નયનો ડૂબી જાય છે. કોઈનું મંગળ થતું હોય તે દૃશ્ય કે સતપુરુષનાં દર્શન નિર્મળ આનંદથી માણે છે, પરંતુ ન જોવા જેવું બીભત્સ જોતી હોય ત્યારે આંખો બંધ કરી દે છે, અંધ બની જાય છે. સાંભળવા જેવું શ્રવણ કરે, ન સાંભળવા જેવું હોય તો બહેરી થઈ જાય. સંતવાણી સાંભળે, કોઈનો ગુણાનુવાદ પ્રમોદભાવથી સાંભળે, પણ નિંદા ન સાંભળે. ક્યારેક બોલે ને ક્યારેક મૂંગી, સત્ય વચન બોલે, હિત, મિત ને પ્રિય બોલે. કોઈનું અહિત થતું હોય કે અસત્યનો પક્ષ બનતો હોય ત્યાં મુંગી રહે. કોઈની નિંદા ન કરે. તેના મૌનમાં માધ્યસ્વભાવનું આશ્રયસ્થાન હોય છે. યુવકે કહ્યું, તમારી પુત્રીમાં સાચા વૈષ્ણવજન કે આદર્શ શ્રાવકત્વનાં લક્ષણો અભિપ્રેત છે. હું ગરીબ અનાથ તેને લાયક નથી. - તમારામાં સંસ્કારલક્ષ્મીનો વૈભવ છલોછલ ભરેલો છે. ત્રણ માઈલ ચાલીને એક ફળની કિંમત ચૂકવવા આવ્યા તે તમારી અંતરંગદશાની પ્રતીતિ કરાવે છે. તમે બાહ્ય અને આત્યંતર તપની પરિભાષા સાચા અર્થમાં સમજ્યા છો. હું મારી પુત્રીનું કન્યાદાન કરી નિશ્ચિત બનું છું, એમ કહી વાડીને માલિકે સાક્ષાત્ લક્ષ્મીસ્વરૂપ પોતાની દેદીપ્યમાન દીકરીનો હાથ પરમઆનંદ અને પ્રસન્નતા સાથે યુવકના હાથમાં મૂકી દીધો. ત્યારે કોયલ ટહુકો ર્યો, ઝરણાએ કલકલ નાદ સાથે નૃત્ય કર્યું મંદ સમીરે ફૂલોની સુગંધ પ્રસરાવી જાણે, પ્રકૃતિએ આ સંબંધ પર સ્વીકૃતિની મહોર મારી. - માનવીનું સાંપ્રત જીવન કેટલીક સમસ્યાઓથી ભરેલું છે. જીવનપ્રવાહમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ જણાય છે. સ્પર્ધા, અસલામતી, ગેરસમજણોને કારણે અને સંકુલ જીવનશૈલીને લીધે શારીરિક અને માનસિક રોગો આપણા પર હુમલા કરે છે. આ બધા સામે યોગ એક સંરક્ષણાત્મક અડીખમ દીવાલ બનીને ઊભો રહી શકે તેમ છે. યોગ જીવનદીપક છે. આ એક એવો ભવ્ય અને દિવ્ય દીપક છે કે અગણિત લોકો તેનો સહારો લઈને જીવનમાં સ્વાચ્ય, શાંતિ અને સમાધિની મંજિલો સુધી પહોંચી શક્યા છે. હજારો વર્ષ પૂર્વે મહર્ષિ પતંજલિએ એક ઉમદા મનોવૈજ્ઞાનિક અને ઉત્કૃષ્ટ અધ્યાત્મ પ્રતિભા બનીને યોગવિજ્ઞાનને પ્રસ્થાપિત કર્યું છે. મોડેમોડે પણ વિશ્વને યોગનું મહત્ત્વ સમજાણું છે. તાજેતરમાં આપણા દેશમાં યોગ અંગે સારી જાગૃતિ આવી છે. .N.૦.એ પણ જૂન મહિનાની ૨૧મી તારીખને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે જાહેર કર્યો છે. યોગ એટલે જીવન જીવવાની કળા યોગ એટલે જીવનની એક ચોક્કસ પ્રકારની રીતિ યોગ એટલે એક અનોખી જીવનપદ્ધતિ યોગ એટલે એક સ્પષ્ટ જીવનક્રમ. આસન, પ્રાણાયામ, એકાગ્રતા ..એ બધો તન અને મનનો વ્યાયામ છે. પોતાની પૂરક પ્રારંભિક સાધનાઓ છે. માત્ર એટલામાં અટકી પડવું એ - ૮૮ -

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75