Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ વિશ્વકલ્યાણની વાટે કામ ખેતરના બીજથી રોપાણો આત્મબીજ સ્વદોષ ગુપ્તિ...નિજદોષદર્શન વિશ્વકલ્યાણની વાટે ક્યા, કાવ્ય, સાહિત્ય, સંગીત અને લલિતકલાઓથી જીવન સભર બને છે. માટે અહીં જીવનમાં કલાની આવશ્યકતા જ નહિ, પરંતુ અનિવાર્યતા સ્વીકારાઈ છે, પરંતુ જીવનની સંભરતા અને મધુરતાનું શું? માત્ર કલ્પનામાં વિહાર કરવાથી જીવનમાં સભરતા અને મધુરતા આવી શકે ? સર્જનશક્તિ ખીલવવા માટે કલ્પનાના વિકાસની એક નિશ્ચિત હદ છે. એ સરહદ પાર કર્યા પછી નિરર્થક છે. કથા, કાવ્ય, સાહિત્ય કે સંગીત વગેરે કલાઓ માત્ર ભક્તિ પ્રયોજનરૂપ ન હોય, સદાચારપ્રેરક ન હોય તો માત્ર કલ્પિત અને નિરર્થક બની રહેશે. જે કલા દ્વારા આત્મગુણોનો વિકાસ થાય તે કલા જ સાર્થક. જે સર્જનમાં નિજ સ્વરૂપને પામવાની ઝંખના નથી તે કૃતિ ઇન્દ્રિયોના મનોરંજન કરનારી નીવડે છે. જેનું પરિણામ ભોગઉપભોગ અને તુષ્ણા વધારનારું, રાગ-દ્વેષ ને સંસાર વધારનાર છે. સૂરદાસ, તુલસીદાસ, મીરા, નરસિંહ, કબીર, આનંદઘનજી, શ્રીમદ્ રાજચંદ્રજી, પૂ. યશોવિજયજી, પૂ. હરિભદ્રસૂરિ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, પૂ. કુંદકુંદાચાર્ય, સમયસુંદજી વિગેરેનું સાહિત્ય આત્માર્થ હોવાથી ચિરંજીવ બની અમરત્વને પામ્યું. પ્રાચીન કે મધ્યકાલીન ક્યામંજૂષા ખોલી સાહિત્યસર્જકો, કથાઓના શ્રદ્ધાતત્ત્વને અકબંધ રાખી સાંપ્રત પ્રવાહ પ્રમાણે આધુનિક-વૈજ્ઞાનિક અભિગમથી એ કથાઓ નવી પેઢી સમક્ષ રજૂ કરશે તો યુવાનોને ધર્માભિમુખ થવાની નવી દિશા મળશે. જૈન કથાનુયોગમાં શ્રાવક, શ્રાવિકા, સાધુ-સાધ્વી વગેરેનાં જીવનનાં આદર્શ પાસાંનું નિરૂપણ તો કરવામાં આવે જ છે, પરંતુ જૈન કથાઓની વિશિષ્ટતા એ છે કે તે પશુપંખીનાં પાત્રોને, તેના જીવનના આદર્શને રજૂ કરી પ્રેરણા પૂરી પાડે છે. સિંહના જીવનનું પરિવર્તન થતાં તે ભૂખ્યા રહેવા છતાં હિંસા કરતો નથી. ચંડકૌશિક સર્પને જાતિસ્મરણ જ્ઞાન થતાં તે કીડીને પણ નુકસાન કરતો નથી. આમ જૈન કથાનુયોગની સ્થાઓનું જીવનઘડતરમાં મૂલ્યવાન યોગદાન રહ્યું છે. | જૈન કથા સાહિત્યમાં પરિષહ અને ઉપસર્ગપ્રધાન કથાઓ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા - એમ ચતુર્વિધ સંઘને ઉપસર્ગો નડે છે. દેવકૃત, મનુષ્યકૃત ને તિર્યંચ (પ્રાણી, પશુ, પંખી)કૃત ઉપસર્ગો આવે ત્યારે મહાન આત્માઓ સમભાવથી આવા ઉપસર્ગો સહન કરી કર્મનો ક્ષય કરે છે. સાધનાજીવનમાં બાવીસ પ્રકારના પરિપહો આવે છે. પરિષહપ્રધાન કથાઓમાં મહાન આત્માઓ કઈ રીતે સમતાભાવે પરિષહ સહન કરે છે તે વાંચતા આપણા જીવનમાં અનન્ય પ્રેરણા મળે છે. ચાતુર્માસ અર્થે બિરાજમાન સંત પ્રતિક્રમણ, ધ્યાન આદિ આવશ્યક અનુષ્ઠાન અને પ્રાતઃ ક્રિયાઓથી પરવારી ઉપાશ્રયના પાછળના ભાગની બાલ્કનીમાં ઊભા હતા. ધર્મસ્થાનકના પાછળના ભાગમાંના ખેતરમાં એક ખેડૂત વાવણી કરી રહ્યો હતો તે દેશ્ય સંત બારીકાઈથી જોઈ રહ્યા હતા. વાવણીનું કાર્ય કરતાંકરતાં એ ખેડૂત બાલ્કનીની એકદમ નજીક આવ્યો ત્યારે સંતે તે યુવાનને પૂછયું કે, ભાઈ ! તું બીજ વાવી રહ્યો છે એ તો મેં જોયું, પરંતુ બીજ જમીનમાં વાવ્યાં પછી તું શું વિધિ કરતો હતો તે સમજાયું નહીં. ખેડૂત યુવકે જવાબ આપ્યો કે, બાપજી, બીજ વાવ્યા પછી એ બીજ પર હું માટી નાખતો જતો હતો. સંતે કહ્યું કે, માટી શા માટે નાખવી પડે ? - ખેડૂત યુવાને કહ્યું કે, ખુલ્લાં બીજ ઊગતાં નથી, ફૂલતાં-ફાલતાં નથી. બીજને અંકુરિત કરવાં હોય, એક બીજમાંથી અનેક બીજ ઉત્પન્ન કરવાં હોય તો તેને માટીથી ઢાંકી દેવાં જરૂરી છે, નહીં તો એ તીવ્ર હવાથી ઊડી જાય કે પક્ષીઓ ચણી જાય કે સૂર્યના ભયંકર તાપથી શેકાઈ જાય. શેકાઈ ગયેલાં બીજનો ફાલ થતો નથી એટલે પાક આવતો નથી. સંતની ચિંતનધારા ચાલી.... આપણે આપણાં અવગુણો, દુકૃત્યો ઢાંકી દઈએ છીએ. આપણને તો આપણાં દોષ કે દુષ્કૃત્યો અવગુણરૂપે દેખાતાં નથી, પરંતુ ૧૩.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75