Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 22
________________ વિશ્વકલ્યાણની વાટે હોવાને કારણે અહીં દાર્શનિક મૃત્યુ કે આત્મચિંતનનો નકારાત્મક અભિગમ જણાય છે. ભારતીય દર્શનોનાં કેટલાંક અનધિકૃતોએ પુનર્જન્મનું વિકૃત અર્થઘટન કરીને કહ્યું કે, “લાખો જન્મો મળવાના છે, પછી ધર્મ કરવાની, આત્માને પામવાની શી ઉતાવળ છે ? આ જન્મમાં ભોગ ભોગવી લેવા દો. આવતા જન્મે નિરાંતે આત્મસિદ્ધિ થશે !” - પશ્ચિમના સંતો મોઝેઝ, ક્રાઈસ્ટ, મહમદ વગેરેએ કહ્યું કે, જે કાંઈ બંદગી, પ્રેયર, પૂજા-પ્રાર્થના કરવાનાં હોય તે કરી લો, બીજો જન્મ છે જ નહીં. સત્કાર્ય માટે આ જ જન્મ છે. મૃત્યુ આવે તે પહેલાં ક્ષણેક્ષણની કિંમત છે અને અનધિકૃતજનોએ વિચાર્યું કે, હૈ! આ એક જ જન્મ છે તો પછી ભોગવાય એટલું ભોગવી લો. ઈશ્વર તો કલ્પનાની વાત છે, જીવન તો હકીકત છે, તો આ જીવનમાં મળે તે સુખો ભોગવી લેવાં. ઓશો-રજનીશ કહે છે કે, “મૃત્યુ જીવનનું સર્વથી ઊંચું શાસ્ત્ર છે. એ શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના મુક્તિ નથી.' મૃત્યુનો સ્વાધ્યાય જ જીવનનો ખરો સાધ્યાય છે. માટે જ જ્ઞાનીઓએ મૃત્યુના સ્મરણને સમાધિમરણનું ચિંતન કહ્યું છે. બૌદ્ધ દર્શનમાં ત્રિપિટક ગ્રંથ, તેની ભાષ્ય અને ટીકાઓના વિપુલ સાહિત્યમાં મૃત્યુ ચિંતન આલેખાયેલું પડયું છે. બુદ્ધ પરિવર્તનશીલ દેટ ધર્મો સિવાય કોઈ અદે સ્થાયી દ્રવ્ય કે આત્મતત્ત્વોનો સ્વીકાર કરતા નથી. તેમના મતે આ સંસાર અનિત્ય છે, ક્ષણિક છે, જેને આપણે જીવાત્મા કહીએ છીએ, તેને એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ ગણે છે, જાણે દીપકની જ્યોત. જીવનાં સંવેદનોને આત્માના ગુણરૂપે સ્વીકાયાં છે. ચેતનાની ભિન્નભિન્ન અવસ્થાનો સ્વીકાર કર્યો, પરંતુ ચૈતન્યતત્ત્વની નિત્યતાને સ્વીકારી નહીં. રાગદ્વેષ કે સુખ-દુ:ખ જેવાં સંવેદનો જેની સાથે જોડાયેલા છે તે ભૌતિક લેવર પાતે જ આત્મા છે અને તૃષ્ણાઓના બુઝાઈ જવાથી નિર્વાણ તરફ લઈ જઈ શકાય છે એવો બુદ્ધનો મત હતો. નરાત્મવાદ એ બુદ્ધ દર્શનનું વિશિષ્ટ આત્મચિંતન છે જેથી અનાત્મવાદને બુદ્ધ દર્શનના મૃત્યુચિંતનમાં કેન્દ્રસ્થાને મૂકી શકાય. શ્રીમદ્ ભાગવતગીતામાં યોગેશ્વર શ્રીકૃષ્ણ મૃત્યુને સુંદર રીતે સમજાવતાં કહે છે, “પ્રબુદ્ધ પ્રજ્ઞજનો કદી મૃત્યુનો શોક કરતા નથી. એ ચિંતવે છે કે હું ભૂતઅતીતમાં નહોતો એમ પણ નથી અને ભાવિ-અનાગતમાં નહીં હોઉં એમ પણ નથી. એટલે એવો શોક શા માટે કરવો ? દેહ અનિત્ય છે, જે અનિત્ય છે તેની સાથે ૩૫ કાકા વિશ્વકલ્યાણની વાટે કામ કરી સંબંધ કેમ બંધાય ? તેના મોહમાં પણ વ્યાકુળ ન જ થવાય. આત્મા નથી જન્મતો કે નથી મરતો. એ તો શાશ્વત અને પુરાતન છે. આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શક્તો નથી, પાણી ભીંજવી શકતું નથી અને પવન શોષી શક્તો નતી. વળી એ કોઈને હણતો નથી કે હણાતો નથી. આત્મા જીર્ણ થયેલ દેહરૂપી વસ્ત્રનો ત્યાગ કરી અન્ય નવા દેહને ધારણ કરે છે. આપણે તેને મૃત્યુનું નામ આપીએ છીએ. જે નિત્ય ચિરંતન અને શુદ્ધ બુદ્ધ છે તેનો શોક કરવો વૃથા છે. મહાભારતકાળમાં સત્યવાન-સાવિત્રીની દિવ્ય કથા દ્વારા મૃત્યુચિંતનનું અદ્ભુત નિરૂપણ થયું છે. યમદેવનાં અનેક પ્રલોભનો છતાં સાવિત્રી તેમાંથી પાર ઊતરી યમદેવને વચન આપવાની સ્થિતિમાં મૂકે છે. એમણે તો માત્ર સત્યવાન પાછો માગ્યો. પ્રમાદવશ, કષાયભાવ કે જીવભાવમાં સત્યવાનરૂપી આત્માં ખોવાઈ ગયો છે. આપણામાં રહેલ પુરુષાર્થરૂપ સાવિત્રી સમ્યમ્ પરાક્રમ દ્વારા આત્મજાગૃતિ સાધી શકે. વિશ્વ પરિવર્તનશીલ છે. સાવિત્રી વિચારશૂન્ય બને છે. તેનું ચિત્ત અદ્ધત તત્ત્વમાં યુક્ત થાય છે. એ જ સનાતન નિષ્પન્ન તત્વ અપરિવર્તનશીલ છે. સાવિત્રીની ઉચ્ચ કક્ષાની સાધના દ્વારા તેને મળેલ જાગૃતિ અવિદ્યાના અંધકારમય તમસ પ્રદેશને છેદી જ્ઞાનના પરમ પ્રકાશને પામે છે. મહર્ષિ અરવિંદે સાવિત્રી મહાકાવ્ય દ્વારા મૃત્યુના રહસ્યને ઉદ્ઘાટિત કર્યું છે. આપણે આપણા આત્માને વિસ્મૃત કરી દીધો છે. ગીતામાં પણ યોગેશ્વર શ્રીકૃષ્ણ આત્મસ્મૃતિ પાછી મેળવાની વાત વારંવાર કહી છે. જૈન દાર્શનિકોના મૃત્યુ વિશેના વિચારો પારદર્શક છે, કારણકે તેમાં સંપૂર્ણ આત્મચિંતન અભિપ્રેત છે. આત્મસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં જૈન પૂર્વાચાર્યોએ મૃત્યુના ચિંતનનું નિરૂપણ કર્યું છે. સંલેખના-સંથારો એ જૈન ધર્મમાં વપરાતો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે. અહીં સ્વેચ્છાએ મૃત્યુના ખોળામાં બેસવાની વાત અભિપ્રેત છે. કાયા અને કષાયોને કૃશ કરવા કે પાતળાં પાડવાં એટલે સંલેખના. સંલેખના વ્રત અંતિમ સમયે લઈ શકાય. આ વ્રત એક ક્ષણથી માંડીને બાર વર્ષ સુધીની અવધિનું પણ હોઈ શકે છે અંતે સંથારામાં પરિણમે છે. ૦ સંલખના એ બાહ્ય - આત્યંતર તપ જ છે. મૃત્યુની પૂર્વતૈયારી માટે લેવાતું વ્રત. ૩૬

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75