Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 43
________________ જ વિશ્વકલ્યાણની વાટે ૨૦ દર્પણમાં બહુ જોયું હવે દર્પણને જોઈએ દર્પણનું આપણા જીવનમાં મહત્ત્વનું સ્થાન છે-રોજબરોજના જીવનમાં દર્પણનું મહત્ત્વ પણ છે. દિવસ દરમિયાન આપણે કેટલીય વાર દર્પણનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ. સવારના બાથરૂમમાં બ્રશ-દાઢી કરતી વખતે, વાળ ઓળતી, કેશગુંફન, વસ્ત્રપરિધાન અને સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ એટલે કે મેકઅપ કરતી વખતે દર્પણનો ઉપયોગ થાય છે. ક્યારેય વિચાર્યું છે એ બાબત, ચિંતન કર્યું છે કે દર્પણ આપણો કેટલો સમય ખાઈ જાય છે ? પહેલાંના જમાનામાં રાજાઓના અંતઃપુર કે મહેલોમાં અરીસાભવનો હતાં. હવે દરેક ઘરમાં એક ડ્રેસિંગરૂમ હોય છે. જો ઘર વિશાળ ન હોય તો દરેક બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ તો હોય જ છે. ઘણાને ડ્રેસિંગ ટેબલનું એવું આકર્ષણ હોય છે કે ત્યાંથી એને આઘા ખસવું જ ગમતું નથી. આપણામાં સ્વચ્છતા અને સુઘડતા હોવી જરૂરી છે. એ નિરીક્ષણ કરવામાં પણ આપણને સહાયક બને છે. માનવીની પ્રતિભા અને સૌંદર્ય ઝળકાવવામાં દર્પણ કેટલાક અંશે સહાયક બની શકે છે એમ કહી શકાય, પરંતુ આપણે દર્પણનો ઉપયોગ કરતા હોઈએ તેના કરતાં વધુ સારા દેખાવામાં કરતા હોઈએ છીએ. વિશ્વકલ્યાણની વાટે કાકી કાકી કાકી ન અરીસામાં આપણું પ્રતિબિંબ જોઈ આપણે આપણા રૂપ પર ગર્વ કરીએ છીએ. પારાવાર પ્રયત્નો છતાં આપણું રૂપ કે પ્રતિભા નીરખતાં ન હોય તો અરીસામાં જોઈ આપણે નિસાસો નાખી દુઃખ વ્યક્ત કરીએ. આમ આપણા વિચારોનું પરિણતીના કારણે અરીસો આપણાં અહંકાર કે આર્તધ્યાનનું નિમિત્ત બને છે. દર્પણને આપણાં કર્મબંધન કે કર્મનિર્જરાનું નિમિત્ત બનાવવું તે આપણા હાથની વાત છે. અરીસાભવનમાં દર્પણ સામે શરીર પર અલંકારો સજતાં ભરતરાજાને દેહ અને રૂપની ક્ષણભંગુરતા સમજાણી, વિચારધારા ક્ષપકશ્રેણીએ ચડતાં કેવળજ્ઞાન થયું. દર્પણમાં આપણે આપણું પ્રતિબિંબ ખૂબ જોયું, પરંતુ હવે દર્પણમાં નહીં, પણ દર્પણને જોવાનો પુરુષાર્થ કરવાનો છે. દર્પણને જોવાથી તેની વિશિષ્ટતા દેખાશે. દર્પણ સ્પષ્ટવક્તા છે. તમે જેવા છો તેવા જ તમને દેખાડશે. દર્પણની દશા નિર્લેપી છે. દર્પણ સામે આગ દેખાશે તો તે આગની જવાળાઓ દેખાડશે, પણ તે દાઝશે નહીં. દર્પણની સામે વરસાદની ધારાઓ પડતી હશે તો જળબંબાકાર દશ્યને ઝીલશે, પણ લગીરે ભીંજાશે નહીં, તે ક્યાંય લેપાઈ જશે નહીં, ભળી જશે નહીં. આમ દર્પણની નિર્લેપી દશા આપણને સબોધનાં સ્પંદનો આપે છે. આત્મસાધનામાં રત એવાં જૈન સાધુ-સાધ્વીજીઓ દેહની સજાવટ માટે અરીસાનો ઉપયોગ કરતાં નથી, કારણકે તેની જીવનચર્યામાં દહેસૌંદર્યને સ્થાન નથી. તે તો હંમેશાં આત્મસૌંદર્યને ઉજાગર કરવાની સાધનામાં રત હોય છે. જ્ઞાની પુરુષોએ માનવના ચાર પ્રકાર બતાવ્યા છે. એક દર્પણ-અરીસા સમાન, બે ધજા-પતાકા સમાન, ત્રણ ચૂંઠાં જેવો અને ચોથો પ્રકાર તીક્ષ્ણ કાંટા જેવો છે. અરીસો-કાચ કે દર્પણ, સ્વચ્છતા અને સત્યનું પ્રતીક છે. દર્પણ સામે જેવો ચહેરો, જેવું રૂપ આવે તેવું જ તેમાં પ્રતિબિંબિત થાય છે. જેવા આપણે છીએ દર્પણમાં બરાબર તેવું જ આપણું પ્રતિબિંબ દેખાશે. જરા પણ આવું-પાછું નહીં, જરા ઓછું-અદકું નહીં, માટે કહેવત છે કે, “દર્પણ જૂઠ ન બોલે". જે માનવીનું હદય એટલું નિર્મળ-સરળ હોય એ સજુપ કે સદ્ગુરુ પાસેથી જે ઉપદેશ સાંભળશે તે એ જ રૂપમાં તેના હૃદયમાં ઉતારી લેશે. તે પોતાના મનથી એમાં કાંઈ જોડશે નહીં. જે તત્ત્વનું શ્રવણ કરે છે, જે ઉપદેશ કાન દ્વારા હૃદયમાં ઉતારશે તે જ રૂપમાં તેને ગ્રહણ કરી આચરણમાં લેવા પુરપાર્થ કરશે. આ મુમુક્ષતા, સરળતા અને પાત્રતાનું લક્ષણ છે. આમ દર્પણ જેવા સરળ હદયવાળો માનવી ધર્મશ્રવણ માટે યોગ્ય પાત્ર છે. - ૭૮

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75