Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 44
________________ વિશ્વકલ્યાણની વાટે બીજો પ્રકાર ધજા-પતાકા સમાન છે. મંદિર પર ચઢાવેલી ધજાને જોઈશું તો ક્યારેક પૂર્વ તરફ હવા ચાલતી હોય તો આ ધજા પૂર્વ તરફ લહેરાવવા માંડશે. પશ્ચિમ તરફ હવાનો ઝોક હશે તો એ તરફ ઝૂકી જશે. હવા દિશા બદલે તેની સાથે ધવજા પોતાની દિશા બદલી એ તરફ લહેરાવા માંડશે.. ધજા જેવા માનવીને પોતે નક્કી કરેલું કોઈ લક્ષ હોતું નથી. પોતાની સંકલ્પશક્તિ વડે તે નિર્ણયો ન લે, બીજાનાથી દોરવાઈ જાય. સ્વાર્થ માટે સિદ્ધાંત સાથે બાંધછોડ કરી લે. આવી વ્યક્તિ ‘ઢાલ જોઈને ઢળે અને હવા જોઈને ચળે' એવી ચંચળ ચિત્તવૃત્તિવાળી હોય છે. વૈચારિક ક્ષમતાનો અભાવ, અવિકસિત નિર્ણયશક્તિ, ઘેટાંનાં ટોળાંની જેમ અનુકરણ કરવાવાળી વ્યક્તિ હોય છે. આવી વ્યક્તિ સ્વાર્થ પ્રમાણે મત, પક્ષ કે નિર્ણયો બદલતી હોય છે. રાજાએ પોતાના રાજ્યમાં એક વ્યક્તિની સ્વાસ્થ્ય મંત્રી તરીકે નિમણૂક કરી. મંત્રીશ્રીએ એક સભામાં કહ્યું કે, “રીંગણાનો શાક તરીકે વધુ ઉપયોગ ન કરવો, તેનાથી શરીરમાં ગરમી વધે, તામસીવૃત્તિ વધે. વળી બહુ બીજવાળાં રીંગણાં ખાવાથી સૂક્ષ્મ હિંસાનું પાપ લાગે. માટે શક્ય તેટલું રીંગણાંથી દૂર રહેવું.’ બીજે દિવસે રાજાના પ્રમુખસ્થાને એક આરોગ્ય પરિષદ ભરાણી. રાજાએ પોતાના પ્રવચનમાં શાકભાજીમાં રીંગણાં ઉત્તમ છે અને રીંગણાનું શાક મને બહુ પ્રિય છે એવું કહ્યું. સ્વાસ્થ્ય મંત્રીએ પોતાના વક્તવ્યમાં રીંગણાની વાત કરી અને કહ્યું કે, જેને પોતાનાં ખેતર-વાડીમાં રીંગણાં ઉગાડવાં હોય તેને રાજ્ય તરફથી આ અંગે સહાય અને સુવિધા મળશે. પરિષદની કાર્યવાહી પૂરી થયા પછી એક શાણા સજ્જને આરોગ્ય મંત્રીશ્રીને પૂછ્યું કે, ''કાલની સભામાં તો તમે રીંગણાંના અવગુણ કહી તે ન ખાવાની સલાહ આપી અને આજે તેની તરફેણ કરી તેનું કારણ શું ?'' પ્રધાને કહ્યું, “રાજાને રીંગણાં ભાવે છે તે તમે સાંભળ્યું ને ? રીંગણાં મારા શેઠ નથી, રાજા મારા શેઠ છે. રીંગણાંના ગુણ-અવગુણ સાથે મારે શું લેવા-દેવા ! તમે સમજ્યા ને ?'' પેલો શાણો સજ્જન શું બોલે ? આ પ્રકારના માનવો સ્થાપિત હિત અને સ્વાર્થની હવા પ્રમાણે ધજા-પતાકાની જેમ ફરફરે છે. ત્રીજા પ્રકારના માનવીઓ કે જેને પોતાનું મૌલિક ચિંતન - વિચાર જેવું કશું હોતું નથી. જે મૂર્ખ અને હઠાગ્રહી હોય છે; જેઓ બીજાના ઉપદેશ કે સારી સલાહ માનવા તૈયાર પણ નથી. તેવી દુરાગ્રહી વ્યક્તિઓને જ્ઞાનીજનોએ ‘ઠૂંઠાં’ સમાન ૭૯ વિશ્વકલ્યાણની વાટે ક ગણાવ્યા છે. ઝાડનાં તદ્દન સુકાઈ ગયેલાં ‘ઠૂંઠાં’ પર તમે ગમે તેટલું પાણી સિંચો તોપણ તે નવપલ્લવિત થશે નહીં. આવાં સૂકાં ઠૂંઠાં પર તમે ઘી કે અમૃતનું સિંચન કરો તોપણ તે કોળશે નહીં. શેકેલું - ભૂંજેલું બીજ ઉપજાઉ ફળદ્રુપ જમીનમાં વાવીએ, તેને નિયમિત જળસિંચન કરીએ છતાંય તેમાં બીજ અંકુરિત ન થાય તેવું જ આ ઠૂંઠાંનું છે. આ ઠૂંઠાં જેવા માનવીની ભીતરમાં જીવનશક્તિ, ચેતના કે સ્ફુરણા નથી હોતી. આવી વ્યક્તિઓની અંદર અહંકાર, પંથ કે સંપ્રદાયની પક્કડ “હું કહું કે હું કરું તે જ સાચું’’ની માન્યતાની પરખ હોય છે. તે સત્ય હકીકત કે વાસ્તવિકતાનો સરળતાથી સ્વીકાર ન કરી શકે. સામે સૂરજ દેખાતો હોય તોપણ કહે કે હજુ રાત છે. બીજી વાત એ કે, રસ્તામાં પડેલ ઠૂંઠાં સાથે કોઈ અથડાય તો તે ઘાયલ થઈ જાય તેમ આ ઠૂંઠાં જેવી વ્યક્તિ સાથે કોઈ દલીલબાજી કરે કે ટક્કર લે તો વિવાદકલહ સર્જાઈ જાય અને સામેવાળી વ્યક્તિ ક્ષુબ્ધ બની જાય. ચોથા પ્રકારના માનવો તીક્ષ્ણ કાંટા સમાન છે. રસ્તે ચાલતા બાવળનાં ઝાડ પાસેથી પસાર થયા ને તેનો કાંટો કપડામાં ભરાઈ ગયો. હવે કપડા પકડી અને કાંટો કાઢવાની કોશિશ કરીએ તો કાંટો આંગળીમાં ખૂંચી જાય અને આંગળી લોહીલુહાણ કરી નાખે. બીજા હાથેથી કાંટો આંગળીમાંથી કાઢવાનો પ્રયત્ન કરતાં બીજો હાથ પણ ઘાયલ થઈ જાય છે. તો સદા કાંટા જેવા તીક્ષ્ણ, ઝેરીલા, ઝઘડાળુ, બીજાને ઘાયલ કરવાવાળાને દૂરથી સો ગજના નમસ્કાર કરવા સારા. એટલા માટે જ્ઞાનીઓએ આવી વ્યક્તિને તીક્ષ્ણ કંટક સમાન ગણાવી આપણને સાવધાન કર્યા છે. જ્ઞાન, બુદ્ધિ, તર્ક કે સમજદારીનો ઉપયોગ આપણે એવી જગાએ જ કરવો જોઈએ કે જ્યાં તેનું મૂલ્ય હોય, એનાથી કોઈ લાભાન્વિત થાય. સાપને દૂધ પાવાથી સાપ આપણને જ દંશ દે તેવી શક્યતા રહેલી છે. વળી સાપને દૂધ પાવાથી તેનું વિષ વધશે. એટલે જ્ઞાનનો ઉપયોગ પાત્ર વ્યક્તિ જોઈને કરવો જોઈએ. જિન સૂત્રની ૪૩૧મી ગાથામાં ૪ (ચાર) પ્રકારના શ્રાવક બતાવ્યા છે - चतारी समणोवासगा पण्णता तं जहा ऊदाग समाणं, पडा ग समाणं वाणु समाणं रबरकंटक समाणं આ ગાથાનું વિવેચન કરતાં જૈનચાર્યા પૂ. વિજય નિત્યાનંદસૂરિ કહે છે કે, દર્પણ ८०

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75