________________
વિશ્વકલ્યાણની વાટે
દર્શન સાહિત્યમાં મૃત્યુ ચિંતન
સંલેખના : મૃત્યુનું સ્વાગત વિશ્વની તમામ દાર્શનિક પરંપરાઓએ મૃત્યુ વિશે ચિંતન અને મનોમંથન કરેલું જ છે.
પાશ્ચાત્ દર્શનમાં અનેક દેશોની વિચારધારાઓનો સંગમ થયો છે, તેમાં મુખ્ય ગ્રીક, ખ્રિસ્તી તેમ જ આધુનિક વિચારધારાઓનો ત્રિવેણીસંગમ થયો છે. ગ્રીક દાર્શનિકોએ પ્રાથમિક જડ જગતનું વિવેચન કર્યું. પછી અંતર્મુખી દૃષ્ટિ અપનાવી ચેતન આત્માનું વિશ્લેષણ કર્યું. યુરોપની દાર્શનિક પરંપરામાં સૉક્રેટિસ, પ્લેટો અને મધ્યયુગની ચિંતનધારા પર એરિસ્ટોટલનો ઘણો પ્રભાવ પડે છે.
પશ્ચિમનું તત્ત્વજ્ઞાન તાર્કિક તેમ જ બૌદ્ધિક બાબતોને મહત્ત્વ આપે છે. પૂર્વનું તત્વજ્ઞાન આત્માને વધુ મહત્ત્વ આપે છે.
વેદો, કૃતિઓ, સ્મૃતિઓ, ઉપનિષદો, પુરાણો, ગીતા જેવા ગ્રંથો, રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોમાં ઠેરઠેર મૃત્યચિંતનનું નિરૂપણ થયું છે.
ભારતીય દર્શન સાહિત્યનાં કેટલાંક કથાનકોમાં કથા દ્વારા મૃત્યુચિંતન દર્શાવાયું છે.
રામાયણમાં દશરથ અને રાવણનાં મૃત્યુ સમયના પ્રસંગોમાં, મહાભારતમાં ભીષ્મપિતાની બાણશૈયા પર અંતિમ ક્ષણોના પ્રસંગમાં મૃત્યુચિંતનનું નિરૂપણ થયું છે. દર્શન સાહિત્યમાં સાવિત્રી અને નચિકેતા આ બે પાત્રો દ્વારા મૃત્યુ અંગેની
૩૩
કાકા વિશ્વકલ્યાણની વાટે વિશિષ્ટ અને તાત્ત્વિક સમીક્ષા થઈ છે.
કઠોપનિષદ મૃત્યુની કલાને ઉપનિષદ છે, તે મૃત્યુનું સત્ય શું છે તે સમજાવે છે. મૃત્યુના રહસ્યને ઉદ્ઘાટિત કરે છે. કઠોપનિષદ એ યમ અને નચિકેતા વચ્ચેનો સંવાદ છે. મૃત્યુ જ હંમેશાં આપણે ઘરે આવે છે. માનવીનો દેહ એ એના આત્માનુંજીવનું ઘર જ છે, રહેઠાણ છે. મૃત્યુને આપણે આવકારતા નથી તેથી મૃત્યુ ભયપ્રદ, પીડામય, દુ:ખદ બની રહે છે, જ્યારે અહીં તો નચિકેતા સામે ચાલીને મૃત્યુને ઘરે જાય છે ને યમરાજા ઘરે નથી. એટલે કે મૃત્યુને સામે ચાલીને મળવા જાવ તો તે મળતું નથી. એટલે એક અપેક્ષાએ મૃત્યુ છે જ નહિ. જો તે મૃત્યુને સ્વીકારી લે તો તે તેની પાર પહોંચે છે અને અમૃતને પામે છે.
માત્ર બૌદ્ધિક રીતે વિચારનારને એમ પ્રશ્ન થાય કે નચિકેતા સંદેહે યમ પાસે કઈ રીતે ગયો ? ઉપનિષદનો હેતુ એવી બૌદ્ધિક ચર્ચાનો છે જ નહિ. આ તો માત્ર એક ઉપનય કથા છે. હેતુ તો નચિકેતા અને યમ દ્વારા થતી ચર્ચામાં છૂટ થતા મૃત્યુના રહસ્યનો છે. મૃત્યુનું સત્ય સમજવાનો તાત્ત્વિક અભિગમ માત્ર છે.
યમ નચિંકેતાને મૃત્યુ પછીની ગતિ માટે શ્રેય અને પ્રેમની વાત સમજાવતાં કહે છે, “શ્રેય એટલે કલ્યાણકારી અને પ્રેમ એટલે પ્રસન્નકારી. પ્રસન્નતામાં ભૌતિક સુખ અભિપ્રેત છે અને કલ્યાણકારી સુખ આત્મા સાથે જોડાયેલ છે. તૃષ્ણાનો ત્યાગ કરવાથી જે ફળ મળે છે તે કલ્યાણકારી છે."
“શરીર એ રથ છે અને એ રથ ચલાવવાવાળો રવિ આત્મા છે." આત્મા શરીર છોડીને ચાલ્યો જાય છે ત્યારે એકલો બચેલો રથ એટલે શરીર કે જે આત્મવિહીન એટલે કે રથિવિહીન છે એ કારણે જ આત્મા વિનાના નિક્ષેતન શરીરને-મૃત્યુદેહને અરથિ કહેવામાં આવે છે.
ભારતીય પદ્દર્શન વિચારધારામાં, આત્માની અમરતા અને પૂર્વજન્મની તેમ જ કર્મબંધની વાત શીખવવા પાછળ એક રહસ્ય એ હતું કે લોકો સમજે કે જે દુન્યવી સુખ-સગવડ પાછળ આપણે દોટ મૂકીએ છીએ તે વ્યર્થ છે. મૃત્યુ સમયે સાથે કાંઈ આવવાનું નથી. માત્ર આત્માના ગુણો જ આત્મા સાથે રહેશે.
અવૈદિક ચાર્વાક દર્શનના મતે “આત્મા જેવું કોઈ ચૈતન્યરૂપ તત્ત્વ છે જ નહિ. આપણું ભૌતિક સ્થૂળ શરીર જ સાચું છે, માટે આ જન્મે આ શરીર છે તેને મળે તેટલા ભૌતિક સુખ ભોગવવા દેવા. મૃત્યુ પછી કશું જ નથી.” આ મતને કારણે કર્મ, પુનર્જન્મ, ધર્મ વગેરેને અહીં સ્થાન નથી. ચાર્વાક દર્શન દેહાત્મવાદી, ભૌતિકવાદી દર્શન
૩૪