Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 34
________________ વિશ્વકલ્યાણની વાટે પ્રામાણિક્તાથી મેળવેલ સંપત્તિ સ્વ-પર માટે કલ્યાણકારી પૂર્વાચાર્યોએ માર્ગાનુસારિના ગુણોમાં ન્યાયસંપન્ન વૈભવને સ્થાન આપ્યું છે. ન્યાયસંપન્ન વૈભવ એટલે પ્રામાણિકતાથી મેળવેલી સંપત્તિ. જે સંપત્તિ નીતિ, ન્યાય, અન્યાયનું શોષણ કર્યા વિના, બીજાને પીડા આપ્યા વિના, હક્કની સંપત્તિ મેળવી હોય તે પ્રામાણિકતાથી સંપન્ન કરી કહેવાય. ન્યાયસંપન્ન વૈભવની ભાવના ભગવાન મહાવીરના અર્થશાસ્ત્રમાં અભિપ્રેત છે. જે માયા, કપટથી રહિત હોય, અહિંસક હોય, અન્યની પરિસ્થિતિનો વિચાર કરીને મેળવેલી સંપત્તિ જ સ્વ-પરનું કલ્યાણ કરી શકે. સત્યના આધારે નિર્વાહ કરતી વ્યક્તિનું જીવન સત્ત્વશીલ હોય છે. વિક્રમ સં. ૧૭૪૦માં કાઠિયાવાડ અને ગુજરાતના મોટા ભાગમાં દુષ્કાળ પડ્યો. વરસાદ માટે પ્રાર્થનાઓ યોજાઈ. ગુજરાતનરેશે યજ્ઞો કર્યા, પરંતુ વરસાદ ન આવ્યો. પ્રજા ત્રાહિમામ્ પોકારી ગઈ. મૂગાં પશુઓ પાણી માટે તલસવા લાગ્યાં. કેટલાક શાણા માણસોએ રાજાને કહ્યું કે, “આપણા રાજ્યનો એક વેપારી જો ધારે તો વરસાદ લાવી શકે.” રાજા તે વેપારી પાસે ગયા અને કહ્યું કે, “તમે પ્રભુને પ્રાર્થના કરી વરસાદ લાવો." વેપારીએ નમ્રતાપૂર્વક કહ્યું કે, “હું તો એક નાનકડો વેપારી છું. મારી પ્રાર્થનાથી શું થશે ? કોઈ મોટા સાધુ-સંત, ભક્ત, મહંત પ્રાર્થના કરે કે યજ્ઞ કરવામાં આવે તો વરસાદ આવે.” રાજાએ કહ્યું, “અમે બધા પ્રયત્નો કર્યા છે. સમગ્ર રાજ્ય વતી હું આપને પ્રાર્થના કરું છું કે ભૂખ્યા કાકા વિશ્વકલ્યાણની વાટે પ્રજાજનો અને અબોલ પશુઓ પર દયા કરી આપ પ્રભુ પાસે વરસાદ માગો." રાજાની વિનંતીથી આખરે વેપારીએ ભગવાનને પ્રાર્થના કરી. તેણે પોતાનું ત્રાજવું ઉઠાવ્યું અને આકાશ સામે જોઈને કહ્યું કે, “જો આ ત્રાજવાથી મેં ક્યારેય કોઈને ઓછુંઅધિક તોળી દીધું ન હોય તો, નીતિનું જ સેવન કર્યું હોય તો સત્યનું જ આચરણ કર્યું હોય તો હે દેવતાઓ તમે અનુગ્રહ કરજો, મેઘરાજ અમારું કલ્યાણ કરવા પધારો.” હજુ વેપારી એ પ્રાર્થના પૂરી કરે એટલામાં વાદળાં ઘેરાવા લાગ્યાં અને થોડી વારમાં મેઘરાજાની મહેર થઈ. પ્રામાણિકતા અને ન્યાયસંપન્નતાથી પરમતત્ત્વો પણ વશમાં વર્તે છે. સંત ગુરુ નાનક કૃતાંતાં એક નાનકડા શહેરમાં પહોંચ્યા. ત્યાં એક શેઠ રહેતા હતા. તેમને ઘરે એક ભોજન સમારંભ હતો. તેમણે ઘણા સાધુબાવા, સંતો, ફકીરો, ઓલિયા પીરને જમવાનું આમંત્રણ આપેલું. તેમણે નાનજીને પણ આમંત્રણ મોકલ્યું. જમવા સમયે નાનકજી ન આવ્યો, એટલે શેઠે ફરી વાર માણસને બોલાવવા મોકલ્યો, તોપણ નાનકજી ન આવ્યા-જેથી શેઠને થયું કે નાનકજી જેવા વિખ્યાત સંત મારે ત્યાં આવે તો મારી વાહવાહ થઈ જાય જેથી પોતે બોલાવવા ગયા. સંતે શેઠને કહ્યું કે, “હવે બહુ મોડું થઈ ગયું છે તો હું તમારે ત્યાં ભિક્ષા લેવા નહીં આવું. અહીં જે ટુકડો મળે તે ખાઈ લઈશ.' શેઠને થયું, મારી ઇજ્જતનો સવાલ છે, જેથી તેણે અનુચરોને પોતાને ત્યાંથી ભોજનનો થાળ લાવવાની આજ્ઞા કરી. એટલામાં લાલજી નામનો એક ગરીબ ભક્ત ભોજનનો થાળ લઈને આવ્યો. ગરીબ લાલો બે ગાય રાખીને થોડી મજૂરી કરી, થોડું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે. થોડા દૂધમાંથી છાશ બનાવી પોતે ઉપયોગ કરે અને બીજા ગરીબોને મક્ત આપે અને સંતોની ભક્તિ કરે. ભોજનમાં તે છાશ-રોટલો લાવેલો. એટલામાં શેઠના માણસો પકવાન ભરેલો ભોજનનો થાળ લઈ આવ્યા. નાનકજી એ રોટલો ને છાશ ખાવા લાગ્યા. શેઠે કહ્યું કે, “મારા પકવાનનો થાળ આરોગો." ગુર નાનકે એક હાથમાં રોટલો અને બીજા હાથમાં પકવાન લીધું. રોટલામાંથી દૂધની ધાર થઈ અને પકવાનમાંથી લોહીની ધાર છૂટી. લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયા ! શેઠ પણ દંગ થઈ ગયા. શેઠે કહ્યું, “આમ કેમ ?" સંતે કહ્યું, “આની થોડી લક્ષ્મી છે પણ મહાલક્ષ્મી છે. તેથી આનું અન્ન પવિત્ર છે. નીતિ-ન્યાયથી શ્રમ કરીને મેળવ્યું છે અને ભક્તિભાવથી પીરસ્યું છે. આ ઉપનય કથાનો દૂધનો રોટલો ભક્તિ અને પવિત્રતાનું પ્રતીક છે. આપ ધીરધારના ધંધામાં ગરીબો પાસેથી જે વધુ પડતું વ્યાજ લો છો તેનાથી લાચાર ગરીબોનું શોષણ થાય છે. ગરીબોના લોહી ચૂસીને એકઠી કરેલી સંપત્તિ દ્વારા તમારા અહંને પોષવા તમે આ પકવાન પીરસ્યું છે, તેથી લોહીની ધાર થઈ છે. આ પ્રસંગથી શેઠના જીવનનું પરિવર્તન થઈ ગયું. ૧ ૬૦ પ૯

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75