Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 32
________________ વિશ્વકલ્યાણની વાટે દેશને પશ્ચિમના લોકો ધૃણા, તિરસ્કાર અને ઉપેક્ષાની નજરે જોતા. ‘મંદિરો, કોબ્રા. વાઘ અને રાજા-મહારાજાના દેશ' તરીકે લોકો ઓળખતા અને અહીં ગંદકી, ગરીબી અને અંધશ્રદ્ધા છે તેવો જ પ્રચાર કરતા. આ પરિષદમાં આવેલા ભારતના બે પ્રતિનિધિઓ સ્વામી વિવેકાનંદ અને વીરચંદ ગાંધીએ ભારતભૂમિ સર્વ-સંસ્કૃતિઓનું પારણું છે, જગવંદ્ય ભારતભૂમિ ધર્મ અને અધ્યાત્મનું પિયર છે એ વાતને ચરિતાર્થ કરવાનો સમ્યફ પુરુષાર્થ કર્યો. સોનેરી કિનખાબની કિનારીવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો ઝભ્ભો, ખભે ધોતી, શાલ અને અણિયાણા જોડા એ ભારતીય પરંપરાગત પહેરવેશથી શોભતા ઓગણત્રીસ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તાભરી તટસ્થવૃત્તિથી સભર આકંઠ સરસ્વતીનું પાન વિશ્વ ધર્મ પરિષદના ચાર હજાર શ્રોતાઓને મંત્રમુગ્ધ બની કર્યું. અમેરિકન અખબારે નોંધ્યું હતું કે પૌવાર્ય પંડિતોમાંથી જૈન યુવકે જૈન દર્શન નીતિ અને તત્ત્વજ્ઞાન સંબંધી આપેલ ભાષણ શ્રોતાઓએ જે રસથી સાંભળ્યું તે કરતાં વધારે રસથી કોઈ પણ પૂર્વના વિદ્વાનોનું સાંભળ્યું ન હતું. વીરચંદ ગાંધીનું જૈન ધર્મ પરનું પ્રવચન અમેરિકાનાં કેટલાંક વર્તમાનપત્રોએ અક્ષરશ: પ્રગટ કર્યું. દક્ષિણ ભારતનાં મંદિરોમાં ગાનારીઓ ગણિકા હતી. એ વિષે લંડનના પ્રતિનિધિ રેવન્ડ પેન્ટ કોસ્ટની ટીકાનો પ્રત્યુત્તર આપતાં તેમણે જણાવ્યું કે કેટલીક દેવદાસીઓ પૈકીની ગાવાવાળી સ્ત્રીઓ શંકાસ્પદ ચારિત્ર ધરાવે છે એ હિન્દુ સમાજને દૂષણરૂપ લાગે છે અને તેને દૂર કરવા શક્ય એટલા પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ એથી તેમાં ગણિકાઓ હતી એટલે પૂજારણ બનાવવામાં આવી અને પૂજારણ છે છતાં ગણિકાનું કામ કરે છે તે કહેવું સત્યથી વેગળું છે, કારણકે ભારતભરમાં ક્યાંય પણ સ્ત્રીઓ પૂજારણ તરીકે કાર્ય કરતી નથી. એમણે કહ્યું કે, મારા ધર્મની ટીકા કરવાની કોઈએ હિંમત કરી નથી એ મારે માટે આનંદની વાત છે. તેમણે પડકાર ફેંકતાં કહ્યું કે આ એ હિંદુ ધર્મ છે જેને માટે ગ્રીસના ઇતિહાસકારોએ નોંધ્યું છે કે, કોઈ હિંદુ ક્યારેય અસત્ય બોલતો જણાયો નથી અને કોઈ હિંદુ સ્ત્રીને ક્યારેય અપવિત્ર જાણી નથી." દરેક ટીકાઓ સમાજમાં રહેલાં દૂષણો સાથે સંબંધ ધરાવે છે. સમાજમાં રહેલી ક્ષતિઓ ધર્મને કારણે નથી, પરંતુ બીજા બધા દેશોમાં બનતું આવ્યું છે તે પ્રમાણે ધર્મ હોવા છતાં પણ મોજૂદ છે. વિશ્વ ધર્મ પરિષદ બાદ તેઓ કેટલોક વખત અમેરિકામાં રહ્યા. ત્યાર બાદ પપ કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ ૧૮૯૬ અને ૧૮૯૯માં એમ બે વખત અમેરિકાનું પરિભ્રમણ કર્યું. ૬૫૦ જેટલાં પ્રવચનો આપેલાં જે ‘જેના ફિલોસોફી', ‘યોગા ફિલોસોફી’ અને ‘કર્મ ફિલોસોફી'રૂપે ગ્રંથસ્થ થયાં. વિદેશમાં ધ્યાન પર આપેલાં બાર પ્રવચનોનો ગ્રંથ 'કોન્સન્ટેશન' નામથી પ્રગટ થયો. એક ધર્મજિજ્ઞાસુ અંગ્રેજ હર્બર્ટ વોરને માંસાહારનો ત્યાગ કરી જૈન ધર્મ સ્વીકાર્યો. એમણે વીરચંદ ગાંધીનાં ભાષણોની નોંધ રાખી એ પરથી અંગ્રેજીમાં “જૈન ધર્મ' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. વીરચંદભાઈએ બૌદ્ધ વિહારમાંથી મળેલ ફ્રેન્ચ પુસ્તકનો ‘ધ અનનોન લાઈફ ઑફ જીસસ ક્રાઈસ્ટ'નો અનુવાદ કર્યો. - વિદેશમાં એમના પ્રવાસ દરમિયાન એમણે ભારતીય સંસ્કૃતિને શોભે એ રીતે આર્ય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું. વિદેશમાં જૈન દર્શનનાં પ્રવચનોની સાથેસાથે તેમણે સંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વેદાંત અને બૌદ્ધ દર્શન પર પણ પ્રવચનો આપ્યાં. હિપ્નોટિઝમ, મેગ્નેટિઝમ, કૉન્સન્ટેશન (એકાગ્રતા), સાયન્સ ઓ બ્રીધિંગ ('શ્વાસનું વિજ્ઞાન) અને ધ્યાન જેવા વિવિધ વિષય પર પ્રવચન આપ્યાં. વિદેશમાં તેમણે ગાંધી ફિલોસોફી સોસાયટી, જૈન લીટરેચર સોસાયટી અને મહાવીર બ્રધરહુડ જેવી કેટલીક સંસ્થાઓની સ્થાપના કરેલી. ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિ (ધમાંતરણ)ની તેમણે કડક આલોચના કરી. અમેરિકાની પ્રજા સમક્ષ પ્રવચન કરતાં એક વખત તેમણે કહ્યું, ‘આ દેશમાં હું આવ્યો છું ત્યારથી સાંભળી રહ્યો છું કે આ આખું વિશ્વ જીસસનું છે. ઈસાઈ જગતનો આ નારો-અવાજ છે. આ બધું શું છે ? આનો અર્થ શું? એ ઇસુ કોણ છે જેના નામ પર તમે વિશ્વવિજય મેળવવા ઇચ્છો છો ? શું અત્યાચાર કે અન્યાયના ઇસુ છે ? એવા ઇસુના ઝંડાના આધારે તમે અમને જીતવા માગશો તો અમે પરાજિત નહીં થઈએ, પરંતુ જો તમે અમારી પાસે શિક્ષા, ભાતૃભાવ અને વિશ્વપ્રેમ ઈસુના નામ પર આવશો તો અમે તમારું સ્વાગત કરીશું. એવા જીસસને અમે જાણીએ છીએ અને અમને એનો ભય નથી. ૧૮૯૯માં મળેલ આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં શ્રી વીરચંદભાઈએ સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. મિસિસ હાર્વર્ડ, હર્બટ વોરેન, પ્રેસિડન્ટ ચાર્લ્સ સી. બોની, ડૉ. જહોન હેનરી બરોઝ, વિલિયમ પાઈપ વગેરે વિદેશીઓ વીરચંદભાઈના ચાહકો અને અનુયાયીઓ બન્યા હતા. ફાધર ઑફ અમેરિકન લીટરેચર માર્ક ટ્વેઈન કે જેઓ બફેલો કુરિયર ન્યૂસપેપરના આંશિક માલિક અને તંત્રી હતા, તેઓ વીરચંદભાઈથી પ્રભાવિત થઈ પ૬

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75