________________
વિશ્વકલ્યાણની વાટે
જ
પરમ દામ્પત્યભાવના
કેટલાંક વર્ષો પહેલાં સગપણનું કાર્ય એટલું મુશ્કેલ નહોતું જેટલું આજે છે. એ સમયે સમાજના શ્રેષ્ઠીવર્યો, કટુંબના કે સમાજના આગેવાનો દીકરા-દીકરીઓનાં સગપણકાર્યમાં વ્યક્તિગત રસ તથા પૂર્ણ જવાબદારી લઈ સગપણ કરાવવામાં શુભ ભાવનાથી મધ્યસ્થી કરતા. ઉંમરલાયક કન્યા, મુરતિયાઓ અને તેના વડીલો પણ કુટુંબ કે સમાજના આગેવાનોની સલાહ સ્વીકારતા અને તેથી સગપણનું કાર્ય સહેલાઈથી પાર પડતું.
ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી અને સમૂહ માધ્યમોના વિકાસને કારણે દુનિયા નજીક આવતી ગઈ. ભણેલાં યુવક-યુવતીઓ પોતાનાં સગપણ માટે પોતાના વિચારો તથા પોતાની પસંદગીને મહત્ત્વ આપતાં થયાં. બે પેઢીના વૈચારિક અંતરને કારણે કે સંતાનોના સ્વતંત્ર વિચારોના અભિગમને કારણે માતા-પિતા પણ પોતાનાં સંતાનોને સારા-નરસાનો ભેદ સમજાવી સગપણના કાર્યમાં પોતાના અભિપ્રાય પ્રમાણે નિર્ણયો લેવામાં અનેક પ્રકારની મૂંઝવણો અનુભવી રહ્યાં છે. આવી પરિસ્થિતિ સગપણના પ્રશ્નને સમસ્યા બનાવી દે છે.
મેટ્રીમોનિયલ કે લગ્નસંબંધી જાહેરાતો મેરેજ બ્યુરો, રેફરન્સ, મિટિંગ કે કૉન્ફરન્સ બધું ક્યારેક અભિમન્યુના ચક્રાવા જેવું લાગે. સગપણનો પ્રશ્ન જ્યારે સમસ્યા બની જાય ત્યારે વર્ણશંકર પ્રજા, કજોડાં અને છૂટાછેડા જેવાં દૂષણોથી લગ્નસંસ્થા અને સમાજ રોગગ્રસ્ત બની જાય.
સંતાન જ્યારે તરુણાવસ્થામાંથી યૌવનના પ્રાંગણમાં પ્રવેશે ત્યારથી જ તેનાં ગમા, અણગમા, રુચિ વગેરેમાં માતા-પિતા રસ લે, સંતાનોની સગાઈ બાબત મા-બાપ પર વિશ્વાસ મૂકે, કુટુંબ અને સમાજના આગેવાનો સગાઈના કાર્યમાં મધ્યસ્થી કરતાં થાય,
કાકા વિશ્વકલ્યાણની વાટે કરી ઉપરાંત સગાઈની બાબતમાં ધર્મ અને સંસ્કારને પૂરતું મહત્ત્વ આપવામાં આવે તો આ પ્રશ્ન સરળ બને. વળી જ્ઞાની અને સમાજનાં સગપણ કેન્દ્રોની પ્રવૃત્તિઓ જેવી કે માહિતીનું આદાન-પ્રદાન-કન્યા/મુરતિયાની ડિરેક્ટરી - યુવાળો આમાં ઉપકારક બની શકે. આમાં કૉપ્યુટર અને ઇન્ટરનેટની સેવાનો પણ લાભ લઈ શકાય.
ધર્મ અને સંસ્કારવાળું શિક્ષિત પાત્ર એ જ અગત્યનું છે. રૂપને મુખ્ય સ્થાન આપવા જેવું નથી. આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોષી કહે છે કે, લગ્નની સિદ્ધિ રૂપથી નહિ તપસ્યાથી મળે છે. ભારતીય સંસ્કૃતિની પરમ દામ્પત્યભાવના તપશ્ચર્યાના સંદર્ભે પૌરાણિક કાળથી તપાસવા જેવી છે.
- તારકાસુરી ત્રાસેલા દવોને, એ અસૂર સામે લડવા શિવ અને પાર્વતીથી થયેલ પુત્ર સેનાની બનીને લડે તો સફળતા મળે, એવો ઉપાય બ્રહ્માએ સૂચવ્યો. અહર્નિશ સમાધિમાં મગ્ન રહેનાર મહાદેવનું મન પાર્વતી તરફ શી રીતે વાળવું તે દેવો માટે પરમપ્રશ્ન હતો. ઇન્દ્રની સંભાએ આ કામ કામદેવને સોંપ્યું. કામદેવ તેના મિત્ર વસંતને લઈને હિમાદ્રિ શિખર પર પહોંચ્યો. વસંતના આગમનના કારણે સમગ્ર શિખરનું વાતાવરણ બદલી નાખ્યું. સૌ યુગલોમાં અનુરાગના જાણે પૂર ઊમટયા. મધુકર ગુંજારવ સાથે કમળ ફૂલોમાંથી મધુરસ પીવા લાગ્યો. મૃગ અને મૃગલીના જાણે તારામૈત્રક રચાયા. વસંતી ખુબુએ વાતાવરણમાં માદકતા પાથરી દીધી.
વસંતના આ ઉન્માદ વાતાવરણથી શિવનું તો રૂવાડું પણ ફરક્યું ન હતું. એ તો સમાધિમાં લીન હતા. એ જોઈને કામદેવના હાથમાંથી ધનુષ્ય નીચે પડી ગયું એની તેને ખબર સુધ્ધાં ન પડી.
પાર્વતી ફૂલમાળા શિવને અર્પણ કરવા લાગી. તે લેવા શિવે હાથ લંબાવ્યો એ ક્ષણ ઝડપી કામદેવે સંમોહન નામનું તીર સાધ્યું. કુમાર સંભવના કવિએ આનું અલૌકિક વર્ણન ક્યું છે. શંભુ એ વખતે ચંદ્રનો ઉદય થતાં જેમ સમુદ્રનાં વારિ ખળભળી ઉઠે એમ કાંઈક ક્ષોભ અનુભવી રહ્યા અને બિમ્બલ જેવા એમનાં ત્રણેય લોચન ફરકી રહ્યાં.
ભગવાન કામદેવનો કેવો દિવ્ય પ્રભાવ ! હજુ તો એણે બાણ સાધ્યું છે, ત્યાં મહાદેવ જેવાની આ સ્થિતિ થઈ ! લજાભરી પાર્વતી આડું જોઈ ગઈ ! પરંતુ એથી તો એની શોભા વધુ ખીલી ઊઠી, એનાં અંગોમાંથી ભાવ ઊઘડી રહ્યો : રાગને શમાવી શંભુએ પ્રામરસનું પાન કર્યું. પરંતુ સૂક્ષ્મ વિકારનું કારણ શોધવા એની નજર સર્વ દિશાએ ગઈ તો એક પગ વાળી, ખભો નમાવી, ગોળાકાર ધનુષ્ય પરથી આંખના છેડા પાસેથી મૂઠીમાં પકડેલું બાણ છોડવા તત્પર એવા કામદેવને એણે જોયા. એને જોતાં જ શિવના ત્રીજા નેત્રમાંથી અગ્નિ ભભૂકી ઊઠયો. આકાશમાંથી દેવોની પર્ષદા, મહાદવ દોષ વાળી લો, વાળી લો....ની આજીજી કરે છે, પરંતુ તણ મદન બળીને ખાખ થઈ ગયા.
મદન બળીને ભસ્મ થયા એ સાથે પાર્વતીનું રૂપઅભિમાન પણ ભસ્મિભૂત થયું. પોતાના લલિત દેહને તેણે વ્યર્થ લખ્યો. હદયથી પાર્વતીએ પોતાના રૂપૌંદર્યને વખોડ્યું અને તપ વડે શિવને પામવાનો સંકલ્પ કર્યો.
૬૨
ST