Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 26
________________ વિશ્વકલ્યાણની વાટે કામ શાકાહારીઓ માટે સમય ચિંતન મારા જ વિશ્વકલ્યાણની વાટે કામ ગુજરાતી કાવ્ય રચવા કહ્યું. ૫. પ્રા. સાંકળચંદ શાહે ૭૪૯૩૭૪૩ન્ને એ જ રકમે ગુણવાનું કહ્યું. ૬. આર. સી. ગાંધીએ ૧૩૫૦૧૨૫૧નું પંચધાતુનું મૂળ શોધવા કહ્યું. આવાઆવા કેટલાય સવાલો પૂછવામાં આવ્યા. વચ્ચેવચ્ચે નાનચંદ્રજી મહારાજની બુલંદ અવાજે ધૂન બોલાવતા. મુનિ સૌભાગ્ય પણ કથાવાર્તા કહેતા. સૌના આશ્ચર્ય વચ્ચે મુનિ સૌભાગ્યચંદ્રજીએ બધા જ સવાલોના જવાબો આપ્યા ! ત્યાર બાદ મુનિ સૌભાગ્યચંદ્રએ નાશિકમાં અવધાનના પ્રયોગો ક્ય. ત્યાં તેમને પ્રતીતિ થઈ કે, એમાંથી એક બાજુથી ચમત્કાર જેવી લોકલાગણી ઊભી થાય છે અને બીજી બાજુથી લોકેષણાના વેગમાં વૃત્તિ ઘસડાઈ જાય છે ! મુનિ સૌભાગ્યમાં વિવેકનો ઉદય થયો. તેમને થયું : ‘સૌભાગ્ય, આ બધું તું શાને માટે કરે છે ? આ શું તારા જીવનની સાધના છે ? અનંતના યાત્રીને આ ચમત્કારના ચબૂતરે ચડી કીર્તિકલાપ વાગોળવો કેટલો યોગ્ય છે ? ‘આ બધી સિદ્ધિઓ છે. માણસ યોગ અથવા સાધનાને માર્ગે આગળ વધે છે ત્યારે આવી અનેક વસ્તુઓ તેને મળે છે, પણ જો તે ત્યાં જ ફસાઈ પડે તો આગળ કેમ વધાય ?' ‘આવી સિદ્ધિથી લોકો આકર્ષાય ખરા, પણ તેથી કાંઈ તેમનું હિત થયું ન ગણાય. લોકોની બુદ્ધિને આંજી શકાય ખરી, પણ તેથી કાંઈ તેમનાં દિલ જીત્યાં ન કહેવાય. વળી વહેમ, પામરતા અને ચમત્કારને બદલે પ્રજાજીવનમાં જે શ્રદ્ધા, વીરતા અને ચારિત્ર્ય ખીલવવાનાં છે તે ખીલવી શકાતાં નથી.' મુનિશ્રીએ અંદરથી અવાજ સાંભળ્યો “અવધાનથી સાવધાન". મુનિ સૌભાગ્યચંદ્ર સંતબાલે તે જ ઘડીએ નિર્ણય કર્યો : ‘આજથી અવધાનના પ્રયોગો બંધ !' તે દિવસથી તેમણે આ ચમત્કારિક પ્રયોગો ખરેખર બંધ કરી દીધા. છતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તેમની સ્મરણશક્તિ મેળવવા કોઈકોઈ વાર મુનિશ્રી અવધાન કરી બતાવી તેમને તે શીખવતી વખતે કહેતા : ‘આ કોઈ ચમત્કાર નથી કે નથી કોઈ જાદુ. આ તો કેવળ બુદ્ધિની કરામત છે, કસરત છે, મનની તાલીમ છે. એની પાછળ પડનાર કોઈ પણ એ કેળવી શકે છે. ‘સ્કૃતિના પ્રયોગો'નું મુનિશ્રી લિખિત પુસ્તક પણ પ્રગટ થયું છે. મુંબઈમાં માટુંગા મુકામે સાધુ-સાધ્વીને સેવક શિબિરમાં એમણે સ્મૃતિવિકાસ માટે શીખવેલા અવધાન પ્રયોગો પણ પુસ્તકરૂપે પ્રગટ થયા છે. . કક્યુમર ઠેર અને ગ્રાહક સુરક્ષાવાળાઓ સતત કહે છે કે, ગ્રાહક સુરક્ષા મંડળો અને નાગરિકોની સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા ઓછામાં ઓછું વર્ષમાં બે વાર હોટલનાં રસોડાંઓનું સરપ્રાઈઝ ચેકિંગ થવું જોઈએ. આ પોકાર મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકારના બહેરા કાને સતત અથડાયા કરે છે. બકુલભાઈને હોટલોની સમગ્ર વ્યવસ્થામાં કાંઈક વિશિષ્ટતા લાગે છે, “એક હોટલમાં સતત કરોળિયા જાળાં બાંધતા હતા અને જાગાલમાંથી કંઈનું કંઈ દાળમાં પડતું અને એને કારણે દાળ વિશિષ્ટ બનતી એમ અમે સાંભળેલું. આ આખી જ પ્રક્રિયા નાજુક છે, એની ચકાસણી, એની તરતપાસ કરવી શક્ય નથી. કરવા જશો તો સ્વાદ ગુમાવશો. એક હોટલનાં ફાડા-ચટણી સર્વોત્તમ ગણાતાં. એમાં ચટણીની ફૉર્મ્યુલા એવી હતી કે સોમવારની ચટણીમાંથી જે વધે તે મંગળવારની ચટણીમાં નખાતું. મંગળવારે જે વધે તે બુધવારની ચટણી બનાવવામાં વપરાતું, બુધવારે જે વધે તે... પરિણામે રવિવારની ચટણીમાં જુદી જુદી કક્ષાની સાત ચટણીઓનું મિશ્રણ થતું ! હવે આ સ્વાદના અજોડપણાને બિરદાવ્યા વિના તમે બીજું શું કરી શકો ? આ મેઘધનુષ્ય ચટણી રવિવારે ખલાસ થઈ જતી." વર્તમાનપત્રોના અહેવાલ પ્રમાણે હોટલ ઍન્ડ ફડ સર્વિસિસ ઇન્ડિયાનાં અધ્યક્ષ મીનાક્ષી અગ્રવાલે મુંબઈની હોટલોની સ્વચ્છતા વિશે આકરી ટીકા પોતાના અહેવાલમાં લખી છે. “મુંબઈની હોટલોમાં આરોગ્યનું ધોરણ બરાબર સચવાતું નથી. રસોઈયાઓ ૪૪

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75