Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 28
________________ વિશ્વકલ્યાણની વાટે કામ કાલની કોને ખબર છે? વિશ્વકલ્યાણની વાટે રાખવામાં આવે છે. ભઠ્ઠીની પાસે બધો મસાલો રાખવામાં આવે છે, જો કોઈ ઑર્ડર આવે કે જે તે શાકાહારી હોય કે માંસાહારી, રસોઈયા બન્ને પ્રકારની વાનગી બનાવવા માટે એક જ ફાયપૅન (તવલું) અને ચમચાનો ઉપયોગ કરે છે. ચીકાશવાળા ચમચા કે ફાયપેન ધોવા માટે બાજુમાં રાખેલા તપેલાના પાણીનો ઉપયોગ કરી એ પાણી પાછું તપેલામાં જ નાખે છે. શાકાહારી અને માંસાહારી વાનગીવાળા ચમચા, વાસણોવાળું પાણી દાળને પાતળી કરવા માટે કે ગ્રેવી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. રેસ્ટોરાંના કિચનનો ત્રીજો વિભાગ ચાયનીઝ સેકશન છે. આ વિભાગમાં મુખ્યત્વે બે ભઠ્ઠી હોય છે. સાઈડ ટેબલ પર બધી જ કાચી માલ-સામગ્રી સાથે રાખવામાં આવે છે. સ્પ્રિંગ રોલ પર ઇંડાની જર્દી ચિપકાવવામાં આવે છે. ચીલી પનીર, ઘોલ અને મંચુરિયનમાં પણ ઇંડાનો ઉપયોગ કરાય છે. સૂપમાં કે ગ્રેવીની કોઈ વાનગી બનાવવામાં જે પાણી વાપરવામાં આવે છે તે ચિકન સ્ટોક હોય છે. ચિકનને જે પાણીમાં ઉકાળવામાં આવ્યું હોય તેના બચેલા પાણીને ચિકન સ્ટોક કહેવામાં આવે છે. તળવાની એક જ કડાઈમાં વારાફરતી શાકાહારી અને માંસાહારી વાનગી તળવામાં આવે છે. - શાક સમારવાના સ્ટેન્ડ ચાફ-છરી વગેરે સાધનો ધોયાં વિના બન્ને પ્રકારની વાનગી માટે વપરાય છે. પ્રિઝરવેશન માટેના ડીપ ફ્રિઝમાં બન્ને પ્રકારની વાનગી સાથે જ રાખવામાં આવે છે. એક જ રસોઈયો હાથ ધોયા વિના જ માંસાહારી વાનગી બનાવ્યા પછી તુરત જ શાકાહારી વાનગી બનાવે છે. હોટલ કે રેસ્ટોરાં, ભલે તે નાની હોય કે મોટી, પરંતુ જ્યાં શાકાહારી-માંસાહારી (વેજ-નોનવેજ) એક જ સાથે બનતું હોય ત્યાં આવું બનવું સહજ સંભવિત છે. આવી રેસ્ટોરાંમાં જમીને કોઈ એક વ્યક્તિ એમ માને કે મેં શાકાહારી ભોજન લીધું તો તે નર્યો ભ્રમ છે. હોટલ એક વ્યવસાય છે, ધર્માનુશાસન નથી, જેથી હોટલમાલિકો શાકાહારીઓની ધાર્મિક ભાવનાની માવજત કરે તે અપેક્ષા ઉચિત નથી. શાકાહારીઓએ આવી રેસ્ટોરામાં પાણી સુધ્ધાં પીવું વર્ય હોવું જોઈએ. શાકાહારનો વિચાર અને આચાર માત્ર પેટ ભરવા માટે નહીં, પરંતુ લોહીની નદીઓ બંધ કરવા માટે છે. ક્રૂરતાને બદલે વાત્સલ્ય, પ્રેમ અને કરુણાના સંસ્કાર માટે છે, વ્યક્તિગત અને કુટુંબજીવનની સુખ-શાંતિ માટે છે, વર્તમાન જીવન સમાધિમય બનાવવાનું અને પરિલૌકિક હિતને માટે છે. • ૪૭ કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, અવસર બીતા જત હૈ, બહુરી કરેંગે બિ. પાંચ પાંડવો પાસે ભિક્ષા માગવા જનાર કોઈ ખાલી હાથે પાછો ન જાય. એક વખત એક બ્રાહ્મણ યુધિષ્ઠિર પાસે દાન લેવા ગયો. યુધિષ્ઠિર કામમાં હોવાથી બ્રાહ્મણને કહ્યું, આવતી કાલે આવજે ! બ્રાહ્મણ નિરાશ થઈ પાછો વળ્યો - રસ્તામાં ભીમ મળ્યો. ભીમે બ્રાહ્મણ પાસેથી વાત જાણી તેને ખૂબ ખેદ થયો. ભીમે આયુધશાળામાં જઈ ભંભા વગાડી. રાજ્યના નિયમ પ્રમાણે વિજય થાય તો જ ભંભા વગાડી શકાય. નાગરિકોને આશ્ચર્ય થયું. ભંભાના અવાજથી બધે દોડાદોડી થઈ કે ભંભા કેમ વગાડી? તપાસ કરતાં યુધિષ્ઠિરે ભીમને પૂછયું. ભીમ કહે! ભાઈ, કાળ જિતાયો તેથી મેં ભંભા વગાડી. યુધિષ્ઠિરે ભીમને પૂછ્યું, ભાઈ, કોણે કાળને જીત્યો? ભીમે બ્રાહ્મણની વાત કરી ને કહ્યું, ભાઈ, આપે દાન માટે બ્રાહ્મણને ‘કાલે આવજો' કહ્યું તેથી મેં માન્યું કે આપે કાળને જીત્યો. આપ તો સત્યવચની છો.' યુધિષ્ઠિરે ભૂલ સુધારવા બ્રાહ્મણને પાછો બોલાવી તુરત દાન આપ્યું. શ્રીકૃષ્ણ યોગશક્તિથી અર્જુનને બ્રાહ્મણનું રૂપ આપ્યું અને સ્વયં પણ બ્રાહ્મણના રૂપમાં પરિવર્તિત થઈને પહોંચ્યા મહારાજા યુધિષ્ઠિર પાસે. ત્યાં જઈને - ૪૮ -

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75