________________
વિશ્વકલ્યાણની વાટે
જે વિદ્યાગુરુ પાસેથી આપણે વિદ્યા ગ્રહણ કરી પરિવાર અને સમાજમાં સ્થિર થયા પછી આપણે ક્યારેય તેને યાદ કરીએ છીએ ?
સૌરાષ્ટ્રના એક ગામડામાંથી ભણી અમે બધાં ભાઈ-બહેનો મુંબઈ આવ્યાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લઈ અહીં ડૉક્ટર, સી.એ., એન્જિનિયર, એમ.બી.એ. થઈ પોતપોતાના વ્યવસાય-ઉદ્યોગમાં સેટલ થયાં. થોડાં વર્ષો પહેલાં અમને વિચાર આવ્યો કે આપણે જેની પાસે ભણ્યાં એ શિક્ષક-શિક્ષિકાઓને ગામ જઈ મળીએ. કેટલાક રિટાયર્ડ થયેલા, કેટલાક બીજે ગામ ગયેલા, પરંતુ ગામની શિક્ષણસંસ્થાઓના સહયોગથી જિલ્લાનાં કુલ્લે ૪૭ શિક્ષક-શિક્ષિકાઓ અગાઉથી આપેલ આમંત્રણ પ્રમાણે અમારે ત્યાં પરિવાર સાથે પધાર્યાં. દેશ-વિદેશમાં વસતા અમારા પરિવારના સભ્યોએ એક દિવસ એ વિદ્યાગુરુવર્યો સાથે ગાળ્યો. ‘‘ગુરુવંદના’’ કાર્યક્રમ હેઠળ સમારંભમાં તેઓ જ્યાં બેઠાં હતાં ત્યાં જઈ અમે કુમકુમ અક્ષતથી તિલક કરી મા સરસ્વતીની ચાંદીની મુદ્રા પ્રતીકરૂપે અર્પણ કરી. મીઠાઈ અને ઋણ સ્વીકાર સન્માનપત્ર સાથે વંદન કરી સન્માન કર્યું. આજે વર્ષો પહેલાંનો એ દિવસ મારા માટે અવિસ્મરણીય આનંદ પર્વ સમાન છે.
બાળકોના જીવનમાં શ્રમ, સ્વાવલંબન, સમૂહજીવનના ખ્યાલો અને પ્રકૃતિનું સાંનિધ્ય મળે તેવી શિક્ષણસંસ્થાઓના વિકાસની જરૂર છે.
નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા અને ગુજરાતના વલ્લભીપુરની સંસ્થાના અવશેષો આજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઇતિહાસ સાથે બતાવવા જેવા છે.
શાંતિનિકેતન, શારદાશ્રમ, લોકભારતી, ઋષિકુળ, નવસારીનું તપોવન, સંસ્કાર તીર્થ, આટકોટનું રૂડા ભગતનું વિદ્યા સંકુલ, અંકલેશ્વરનું ગુરુ વિદ્યાલય, સુરેન્દ્રનગરનું સરદાર પટેલ શિક્ષણ સંકુલ અને સુરતનું ગજેરા વિદ્યા સંકુલની શિક્ષણજગતના જિજ્ઞાસુઓએ મુલાકાત લેવી જોઈએ.
રાષ્ટ્રપિતા ગાંધીજી, જેના જનમદિવસને આપણે શિક્ષકદિનરૂપે ઊજવીએ છીએ તે ડૉ. રાધાકૃષ્ણન, મહિલા શિક્ષણના પ્રણેતા ધોંડો કેશવ કર્વે, રવીન્દ્રનાથ ટાગોર, મનુભાઈ પંચોલી, જુગતરામ દવે, ગીજુભાઈ, નાનાભાઈ ભટ્ટ, નવલભાઈ શાહથી લઈને સૌરાષ્ટ્રના છેવાડાના ગામ અમરેલીના વિદ્યગુરુ ઋષિકલ્પ નવલકાંત જોષી જેવા નામી-અનામી અનેક શિક્ષકો અને શિક્ષણજગતના મહાનુભાવો કે જેણે શિક્ષણના પવિત્ર ગંગાજળને દુષિત થતું અટકાવવાનો સમ્યક્ પુરુષાર્થ કર્યો, જેના કારણે વિદ્યારૂપી દીપકની જ્યોત પ્રજ્જવલિત છે અને એ વિદ્યાદીપકમાંથી લાખો દીવા પ્રગટી રહેલ છે એવા પુણ્યશ્લોકી પુરુષોની આપણે અભિવંદના કરીએ.
૨૯
૯
વિશ્વકલ્યાણની વાટે
જીવનમુક્ત બની જીવવાની કળા
કે
જ્ઞાનપ્રાપ્તિનાબે નિમિત્ત છે : એક શાસ્ત્રના ગ્રંથો અને બીજા સત્પુરુષ. અધ્યાત્મનો સાચો માર્ગ તો શાસ્ત્રમાં પડચો છે, પરંતુ તેનો મર્મ સત્પુરુષના અંતરમાં છે. અનાદિકાળનું આપણું અજ્ઞાન શાસ્ત્રના મર્મ સુધી પહોંચવા દેતું નથી. જ્ઞાની પાસેથી શાસ્ત્ર સમજવાની દૃષ્ટિ મળે ત્યારે જ શાસ્ત્ર ઉપકારી થાય છે. સદ્ગુરુ સત્પુરુષના સમાગમ વિના આપણી પ્રવૃત્તિ સ્વચ્છંદી બની જાય છે. બાહ્ય ધર્મસાધનાવાળી પ્રવૃત્તિ થતી હોય છે, પરંતુ અંતર્મુખતાની ભૂમિકા સર્જાતી નથી. મુક્તિપંથની પ્રાપ્તિનું પ્રબળ કારણ પ્રત્યક્ષ સદ્ગુરુનો સમાગમ છે. ચૈતન્ય સ્પર્શીન નીકળતી સત્પુરુષની વાણી અધ્યાત્મ જીવનને નવી દિશા આપે છે. સત્પુરુષના એકએક વાક્યમાં, એકએક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. પૂર્વે થયેલા જ્ઞાની અને તેના વચનરૂપ શાસ્ત્રગ્રંથો કરતાં પ્રત્યક્ષ સત્પુરુષ ઉપકારી છે. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાની પુરુષો જો કે મહાજ્ઞાની હતા, પરંતુ તેથી આપણા વર્તમાનના દોષો ટળે નહીં. વર્તમાનમાં આપણા જીવનમાં જો કપાયભાવ હોય તો પૂર્વેના જ્ઞાની આપણને કહેવા આવે નહિ કે, ‘તું કપાય-વિભાવમાં છે તેને છોડ’, પરંતુ પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષો હાલમાં જે બિરાજમાન હોય તે જ આપણા દાખને કઢાવી શકે. આમ સત્પુરુષ મુક્તિપંથ - મોક્ષમાર્ગમાં દીવાદાંડી સમાન છે. તેઓ આત્મકલ્યાણનો માર્ગ બતાવે છે. સત્પુરુષો જીવનમુક્ત છે. જીવનમુક્તનો અર્થ છે જેણે પોતાના જીવનમાં જાગૃતિપૂર્વક મૃત્યુને જાણ્યું છે અથવા જીવનથી જે મુક્ત થઈ ગયા છે. જીવનથી
૩૦