Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 17
________________ વિશ્વકલ્યાણની વાટે નફો લેજો, પણ નફાખોરી કરતાં નહીં. અહીં શિક્ષણમાં માનવીય મૂલ્યો અને નૈતિકતાની વાત અભિપ્રેત છે. સંસ્કાર કે વિવેકબુદ્ધિવિહીન શિક્ષણ, વિદ્યા કે કેળવણી ન બની શકે. લખું શિક્ષણ વિવેકહીન ભવ્યતાનું પ્રદર્શન કરી શકે, પરંતુ સંસ્કાર અને વિવેકસહ પ્રાપ્ત કરેલ શિક્ષણ પવિત્ર વિદ્યા કે કેળવણી બની દિવ્યતાનું દર્શન કરાવી શકે. દિવ્યતાનું દર્શન કરાવનાર વિદ્યાર્થી પર શ્રત દેવતા કે મા સરસ્વતીના આશીર્વાદ જ હોય. આધુનિક શિક્ષણે સંરકારહીન સાક્ષરને જન્મ આપ્યો છે, જેની રાક્ષસી તાકાત અનેક વિકૃતિઓથી ખદબદે છે. શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં શિક્ષણવિદો, વિદ્વાનો, સારસ્વતો અને શિક્ષકોનું પવિત્ર અને અગ્રસ્થાન છે. શિક્ષણવિદો, શિક્ષણચિંતકો એ શિક્ષણનું આદર્શ માળખું બનાવવામાં મદદરૂપ થાય અને એ રૂપરેખાને ચરિતાર્થ કરવા શિક્ષકો એને પુરુષાર્થ દ્વારા સફળ પરિણામ આપવા તત્પર બનશે. શિક્ષકો અને શિક્ષણશાસ્ત્રીઓ માટે ૧૯૩૭માં 'હરિજનબંધુ'માં પ્રગટ થયેલા ગાંધીજીના વિચારો પથદર્શક બની રહે તેવા છે. “સાચી કેળવણી તો બાળકો અને બાળાઓની અંદર રહેલું હીર પ્રગટાવવામાં રહેલી છે. આ વસ્તુ વિદ્યાર્થીઓના મગજમાં નકામી હકીકતોનો ખીચડો ભરવાથી કદી ન સાધી શકાય. એવી હકીકતો વિદ્યાર્થીઓ પર બોજારૂપ થઈ પડે છે. એ તેમની સ્વતંત્ર વિચારશક્તિને હણી નાખે છે અને વિદ્યાર્થીનિ કેવળ યંત્રરૂપ બનાવી દે છે. ગાંધીજીએ પ્રરૂપેલી નઈ તાલીમનાં આદર્શ અને ઉત્તમ તત્ત્વો આજની શિક્ષણપ્રણાલીમાં ઉમેરવા જેવાં છે. સૉક્રેટિસે શિક્ષકને દાયણ સાથે સરખાવ્યો છે. શિક્ષક જ્ઞાન દેનારો નથી, પરંતુ ખૂબ જ સિતથી, માવજતથી જ્ઞાનને બહાર લાવનાર છે. બાળક અખૂટ ખજાના ભરેલ એક બીજરૂપ છે અને શિક્ષક માળીની ભૂમિકામાં છે જે બાળકની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવા માટેનું સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. કોઈ બીજને વૃક્ષ બનાવવા માટે તેની અંદર રહેલા અંકુરને બળજબરીથી બહાર ખેંચી કાઢવામાં આવે તો તે વૃક્ષ ન બની શકે, પરંતુ કુશળ માળી તેને ખાતર અને પાણીનું યોગ્ય સિંચન કરશે, તો યોગ્ય સમયે તે અંકમાંથી છોડ વિકસશે. સફળ ઉદ્યોગપતિ શ્રી અજીમ પ્રેમજી કહે છે, આજનાં વિદ્યાલયો અને શિક્ષકો બાળકને માટી જેવું માને છે. તેને કોઈ પણ બીબામાં ઢાળી શકાય તેમ હોય છે. અહીં વાલીઓ અને શિક્ષકો કુંભારની ભૂમિકા ભજવી બાળકને કેવો ઘાટ આપવો કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ તેનો નિર્ણય કરે છે. એક ચીની કહેવત છે : કુંભારને તમે એક બીજ આપશો તો એ તેનું બોન્સાઈ બનાવી દેશે. બોન્સાઈ એટલે એક પ્રકારનું કુંઠિત વૃક્ષ, જેને માણસની મરજી મુજબ કૃત્રિમ ઘાટ આપવામાં આવે છે. આ વૃક્ષ ક્યારેય આકાશની અખિલાઈને માપી શકતું નથી. તેનું અસ્તિત્વ કુંડામાં જ મર્યાદિત રહે છે. તેના મૂળને જમીનમાં ફેલાઈ જવાની તક મળતી નથી. આજની શિક્ષણસંસ્થાઓ બાળકની શક્તિઓને આ રીતે કુંઠિત બનાવી દે છે. શિક્ષક, મિત્ર, ગુરુ કે માર્ગદર્શકની ભૂમિકાને બદલે જો તે સ્વાર્થી, લાલચુ અને નિર્દય બની સરમુખત્યારની ભૂમિકા ભજવે ત્યારે આખો સમાજ તેનાથી નારાજ થઈ જાય છે. વર્તમાનપત્રોમાં આવા કિસ્સાઓ છાશવારે પ્રગટ થાય છે. પાટણની કૉલેજના અધ્યાપકોએ વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કર્યું એક વિદ્યાર્થીને શિક્ષકે પ્રશ્ન પૂછયો. જવાબ ન મળ્યો. શિક્ષકે એટલા જોરથી તમાચો માર્યો કે કાનના પડદા ફાટી ગયા. દિલ્હીની એક શાળાના શિક્ષકે સાત વર્ષની એક બાળાને હોમવર્ક કરીને ન લાવવાની સજારૂપે નિર્વસ્ત્ર કરી પાટલી પર ઊભી રાખવાનો દંડ ફટકાર્યો. શિક્ષકને જેલની સજા મળી. ઉદપુરમાં પરીક્ષાખંડમાં એક વિદ્યાર્થિનીએ ડેસ્ક બહાર પગ લાંબા ક્ય. શિક્ષિકાએ સજા કરી. તે બાળાનું જીવન ગયું. સમાજની નજરોમાં શાપિત શિક્ષિકા કારાગારમાં કેદ થઈ. અમેરિકાની એક શાળાના વિદ્યાર્થીને શિક્ષક સાથે ઝઘડો થતાં પોતાની રિવૉલ્વરમાંથી શિક્ષકને ગોળી મારી. આ કોઈ ગુનેગાર કે પોલીસની વાતો નથી, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની ઘટના છે. આવી જે ઘટનાઓ ઘટે છે તે માત્ર દુર્ઘટના જ નથી બનતી, ભીષણ કરુણાંતિકાઓ બનતી જાય છે. સહશિક્ષણમાં કેટલીય યુવતીઓ સ્વેચ્છાએ જાતીય સહચાર્ય માણે છે, તો કેટલીય બળાત્કારનો ભોગ બને છે. આ સમસ્યા શાળામાં સેક્સ એજ્યુકેશન આપવાથી નહીં ઊકલે, પરંતુ ઘર અને શાળાજીવનના પાયામાંથી મળતાં નીતિ, સદાચાર, સમૂહજીવન, ધર્મ અને વિવેકયુક્ત સંસ્કાર જ આ દૂષણને ડામી શકે. ૧૯૪૯માં ડૉ. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળના પંચે પોતાના અહેવાલમાં પરીક્ષાપદ્ધતિની સુધારણા પર ભાર મૂક્યો. ૧૯૬૬માં ડૉ. ડી. એસ. કોઠારીના અધ્યક્ષસ્થાને - ૨૬ - ૨૫

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75