________________
વિશ્વકલ્યાણની વાટે
વ્યક્તિમાં રહેલા બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરે તે જ સાચી કેળવણી
કાકા વિશ્વકલ્યાણની વાટે કામ કરી
ભારતવર્ષની પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં ડોકિયું કરીશું તો જણાશે કે એ સમયમાં ઋષિકુળ, ગુરુકુળ, તપોવન જેવા આશ્રમોમાં ઋષિઓ બાળકોને જીવનોપયોગી વિવિધ પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ આપતા.
કમેક્રમે શિક્ષણની ક્ષિતિજનો વિસ્તાર થયો. વિદ્યાલયો અને મહાવિદ્યાલયો સ્થપાણાં. ભારતવર્ષમાં તક્ષશિલા અને નાલંદા જેવાં વિશ્વવિદ્યાલયો પણ બન્યાં.
અઢારમી સદીમાં વિશ્વમાં બાળશિક્ષણના સ્પેન્સર, રૂસો, ક્રોબેલ, પેટોલૉજી જેવા ચિંતકો ઉદયમાં આવ્યા. ઓગણીસમી સદીમાં મોન્ટેસરી અને રવીન્દ્રનાથ ટાગોરે શિક્ષણના ચિંતનમાં પ્રાણ પૂર્યા. એ જ અરસામાં ગુજરાતમાં પૂ. ગાંધીજી, ગીજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી અને મૂળશંકર ભટ્ટ જેવા શિક્ષણ ક્ષેત્રના ઉચ્ચ વિચારકો મળ્યા.
જર્મનીમાં ૧૯૩૭માં ફોબેલ કિન્ડર ગાર્ટન એટલે કે બાળકોનો બાગ એવો મુક્ત અને સ્વતંત્ર વાતાવરણમાં નાનાં ભૂલકાંને અનૌપચારિક શિક્ષણનો વિચાર આપ્યો, પરંતુ શિક્ષણનું વ્યાવસાયિક કરનારાઓએ રમતાં, નાચતાં, કૂદતાં નિર્દોષ બાળકોને કે. જી.ની કેદમાં પૂરી દીધાં ને તે શૈશવનું વિસ્મય છીનવી લીધું.
આધુનિક શિક્ષણની પાટલી પર બેઠેલાં બાળકો એટલે જાણે ટાંચણીથી ચિટકાડેલાં પતંગિયાં.
૧૯૪૭માં ભારતવર્ષને અંગ્રેજો સ્વરાજ સાથે કેટલા વિચિત્ર ખ્યાલો અને પદ્ધતિના લોખંડી ચોકઠામાં ફિટ કરીને ચાલ્યા ગયા. ૧૮૩૫માં લૉર્ડ મેકોલે ભારત માટે એક શિક્ષણ નીતિનું બીજ રોપ્યું હતું. પોણા બસ્સો વર્ષ પછીય એ વિષવૃક્ષનાં કડવાં ફળ આજે પણ આપણે આરોગીએ છીએ.
આઝાદી મળ્યાને સિત્તેર વર્ષ થયાં. શિક્ષણસુધારણા માટે ત્રણ શિક્ષણ પંચ અને પાંચ સમિતિઓ નીમવામાં આવ્યાં. છતાં શાળા અને કોલેજોમાં પ્રવેશ મેળવવા માટેની કેપિટેશન ફી, ટયુશન, પ્રાઈવેટ ક્લાસીસ, પરીક્ષામાં ચોરી, પરીક્ષા પદ્ધતિનાં અનિષ્ટો વગેરે ગેરરીતિઓમાંથી શિક્ષણ ક્ષેત્રને મુક્તિ મળી નથી.
૧૯૯૯માં ‘ભાર વિનાનું ભણતર' નામક યશપાલ કમિટીનો રિપોર્ટ આવ્યો. ૧૯ વર્ષ થયાં છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. બાળકોની સ્કૂલબૅગનો ભાર વધતો જાય છે ને સાથે વાલીઓ પર ફીનો ભાર પણ વધતો જાય છે. કવિ મુકેશ જોષી કહે છે કે,
બાળશિક્ષણના પ્રથમ શ્વાસે જ લ્યો હાંફી જતા, હાથ બદલાવ્યા છતાંય માંડ દસ્તરે ચિકે,
પ્રતિભાબીજની માવજત કરનારાં પરિબળોમાં શિક્ષણનું સ્થાન પ્રથમ હરોળમાં છે. શિક્ષણ જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શતો વિષય છે. શિક્ષણ અને સંસ્કાર એકબીજાનાં પર્યાય છે, માટે જ બાળકના ગર્ભસરકાર સાથે જ શિક્ષણની પ્રક્રિયા શરૂ થાય છે.
શ્રીરામ, મહાવીર, હનુમાન, અભિમન્યુ, શિવાજી જેવી વિશ્વની મહાન પ્રતિભાઓને ગર્ભમાં જ શિક્ષણ અને સંસ્કાર મળ્યાં હતાં.
પોતાના આચાર, વિચાર અને વિહાર દ્વારા માતા પોતાના બાળકને ગર્ભમાં શિક્ષણ-સંસ્કાર આપે છે. બાળકના જન્મ પછી તેની રૌશવ અવસ્થામાં પણ મા બાળકને સતત શિક્ષણ આપતું પવિત્ર વિદ્યાલય છે.
બાળક થોડું મોટું થતાં મા પોતાના જ સ્તરની વ્યક્તિને બાળકને શિક્ષણ આપવા માટે શોધે છે અને આ માના સ્તરની વ્યક્તિ તે ‘માસ્તર' છે. - બાળકના ભીતરના ખજાનાનો જાણતલ અને તેને શોધવા માટે પ્રેરનાર પ્રેરકબળ ‘માસ્તર' છે.
ભગવાન ઋષભદેવે ખેતી, ઓજારો, હથિયારો અને અગ્નિનો ઉપયોગ જેવી પાયાની કેળવણી આ માનવજાતિને આપી અને તેમની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીએ લિપિ અને ૬૪ કળાઓ શીખવી.
૨૧
- ૨૨